Saturday, June 12, 2010

ઉદ્યોગજગતમાં કરસનભાઇ પટેલ અને નિરમાનો ડંકો વાગે છે
'નિરમા' ઉદ્યોગ જૂથ આજે 2500 કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક ટર્નઓવર કરે છે ને 14,000થી વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે. દેશની સૌથી મોટી ડિટરજન્ટ બ્રાન્ડ હોવા ઉપરાંત 'નિરમા' હવે ભારતની બીજા નંબરની 'ટોયલેટ સોપ બ્રાન્ડ' બની ચૂકી છે. 'નિરમા' એ જે પણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું ત્યાં સફળતા ને સફળતા જ મળી છે. આ બધીય સફળતા પાછળ થે તેના પ્રણેતા 'કરસનભાઇ પટેલ.'
બિલકુલ સામાન્ય માણસ, મહેસાણામાં જન્મેલા કરસનભાઇ ખોડીદાસે 1969માં જ કારકિર્દીની શરૂઆત કરી. પહેલી નોકરી હતી ગુજરાત સરકારના ભૂસ્તરીય અને ખનિજ વિભાગમાં 'લેબોરેટરી આસિસ્ટન્ટ' તરીકેની. નોકરીમાં સંતોષ નહીં- કોઇ ઉદ્યોગ કરવો જોઇએ એવો ફણગો મનમાં ફૂટેલો હતો. શું કરવું ? રોજબરોજની જરૂરિયાતની ચીજ કઇ ? અને એમનુ મન 'ડિટરજન્ટ પાઉડર' પર ઠર્યું. ખૂબ નાના પાયે પાઉડર બનાવવાની શરૂઆત કરી અને પોતાની પુત્રી નિરુપમાના નામ પરથી પાઉડરનું નામ પાડયુંએ 'નિરમા.'
ત્યારે અન્ય ડિટરજન્ટ પાઉડર બજારમાં તેર રૂપિયે કિલોના ભાવે વેચાતા હતા.
કરસનભાઇએ નહિવત નફો રાખ્યો, અન્ય ખર્ચાઓ ટાળ્યા અને ઘેરઘેર ફરીને ત્રણ રૂપિયે કિલોના ભાવે ડિટરજન્ટ પાઉડર વેચવા માંડ્યો- સારી ગણવત્તા અને સસ્તો ભાવ- નિરમાએ જોતજોતામાં બજાર સરી કરી લીધું. માત્ર અમદાવાદ કે ગુજરાત નહિ. દેશભરમાં 'નિરમા' પથરાઇ ગયું. દેશના ડિટરજન્ટની કુલ વપરાશમાં 30 ટકા હિસ્સો નિરમાનો છે. ઉદ્યોગજગતમાં કરસનભાઇ અને નિપમાના નામનો ડંકો વાગે છે. ભારતના લઘુઉદ્યોગ એસોસિયેશને કરસનભાઇને 'ઉદ્યોગરત્ન' એવોર્ડથી નવાજ્યા. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ 'આઉટસ્ટેન્ડિંગ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ' તરીકે નવાજેશ કરી. થોડા વખત પર જ ભારત સરકાર 'પદ્મશ્રી એવોર્ડ' આપીને કરસનભાઇને ખૂબ સારી રીતે સન્માનિત કર્યા.
કરસનભાઇ ર્દઢપણે માને છે કે જેણે જીવનમાં કશુંક મેળવ્યું હોય તેણે સમાજને પણ કંઇક પાછું આપવું જોઇએ. જાહેર આરોગ્ય, શૈક્ષણિક અને ધર્મિક ક્ષેત્રે તેઓ ઉદારહાથે યોગદાન આપે છે. ચાણસ્મા-રૂપપુર ગ્રામવિકાસ ટ્રસ્ટના તેઓ આદ્યસ્થાપક પૈંકીના એક અને પ્રમુખ છે. તેમણે ગુજરાતમાં ટેકનિકલ તેમ જ મેનેજમેન્ટ શિક્ષણની પ્રવર્તી રહેલી ખોટને ધ્યાનમાં લઇને ઇ.સ.1994માં નિરમા એજયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી. ઇ.સ.1995માં નિરમા ઇન્સ્ટિટયુટ ઓપ ટેકનોલોજી, ઇ.સ.1996માં નિરમા ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, ઇ.સ.1997માં નિરમા ઇન્સ્ટિટયૂટ ઓફ ડિપ્લોમાં સ્ટડીઝ તથા ઇ.સ.2003માં નિરમા ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસીની સ્થાપના કોઇ પણ પ્રકારના સરકારી કે બહારના ભંડોળ સિવાય કરી. નિરમા ઇન્સ્ટિટયૂટ ઉત્તર અમેરિકાની બે, કેનેડાની બે, ઓસ્ટ્રેલિયાની બે, મલેશિયાની એક, દક્ષિણ આફ્રિકાની એક, સાઉથ કોરિયાની એક અને ઇંગ્લેન્ડની એક, એમ વિદેશની નવ યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક સહયોગ કર્યો છે. ટેકનોલોજી તથા મેનેજમેન્ટ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજયુએટ તથા રિસર્ચ માટેના ખાસ અભ્યાસક્રમ અને કોમ્પ્યુટર સાયન્સમાં ઉચ્ચ પદવીના અભ્યાસક્રમો ચાલે છે. ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના તેમને એવોર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝે ધ ગુજરાત બિઝનેસમેન ઓવોર્ડથી અને રોટરી ઇન્ટરનેશનલે 2000માં એકસલન્સ ઇન કોર્પોરેટ ગવર્નન્સ એવોર્ડથી તેમને નવાજયા છે. નિરમા ભારતની પ્રથમ 20 સૌથી વધુ વિતરીત બ્રાન્ડમાંથી એક બની છે. નિરમાએ પ્રીમિયમ ડિટરજન્ટમાં પોતાનો બજારફાળો 30 ટકા જેટલો નોંધાવ્યો છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ', 'ધી ઇકોનોમિસ્ટ', 'ડિસ્કવર ઇન્ડિયા', 'ધી ઇકોનોમિક રિવ્યૂ' જેવાં આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક પત્રોએ કરસનભાઇની ઔદ્યોગિક કાબેલિયતની તારીફ કરી છે.

0 comments:

Post a Comment