સુરતનો મૌનીલ 30 વર્ષની વયે અમેરિકાની યુનિવર્સિટીમાં એકઝીકયુટીવ ડિરેકટર બન્યો
સુરત, અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલીનોઇસ, શિકાગોમાં 30 વર્ષની યુવાન વયે સુરતના મૌનીલ ધનંજય દેસાઇની એક ઝીકયુટીવ ડીરેકટર તરીકે પસંદગી થઇ છે.
અત્યંત મેધાવી કારકિર્દી ધરાવનાર મૌનીલ દેસાઇ સુરતની એસવીઆર એન્જીનીયરીંગ કોલેજમાંથી બી.ઇ. (ઇલેક્ટ્રીકલ) થઇ વધુ અભ્યાસ અર્થે યુ.એસ.એ. જઇ ત્યાં એમ.એસ. (ઇલે. એન્ડ. કોમ્પ્યુટર એન્જીનીયરીંગ) કર્યુ. 2005માં યુ.આઇ.સી. માં ઇન્ફોર્મેશન સિસ્ટમ સ્પેશિયાલીસ્ટ તરીકે જોડાયા. 6 થી 7 મહિનામાંજ આઇ.ટી. મેનેજર બન્યા અને પોતાની ઇન્ટેલીજન્સ કામ પ્રત્યેની નિષ્ઠા અને ઉકેલને ધ્યાનમાં લઇ 2007માં એસોસીએટ ડીરેક્ટર તરીકે પસંદ થયા. રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં અને ડેવલપમેન્ટમાં ઊંડો રસ લઇ, દરેક પ્રોબ્લેમનું સોલ્યુસન ન મળે ત્યાં સુધી લાગી રહેવાના એમના સ્વભાવને લીધે આજે તેઓ એકઝીકયુટીવ ડીરેકટર તરીકે પસંદ થયા છે. પાંચ વર્ષના ટુંકા સમય ગાળા દરમિયાન આ પોષ્ટ પર પહોંચનાર તેઓ સૌથી યુવાન ગુજરાતી-સુરતી છે.
0 comments:
Post a Comment