પિત્ઝા અને ઠંડા પીણા બાદનવી પેઢીને લાગ્યુ સોડા
પીવાનું ઘેલું
અમદાવાદ, ઉનાળો એની દજાડતી તાકાત સાથે પૂરેપૂરો પથરાઇ ચૂક્યો છે. તાપમાન જેમ વધતુ જાય છે એમ શરીર બહારથી અને અંદરથી ઠંડક માંગે છે. આ ઠંડક માટે શરીર અને મનનું સંતુંલન જાળવવું જરૂરી છે. એમાંયં અમદાવાદીઓ તો ખાણીપીણીમાં અવવ્લ છે, અત્યારે અમદાવાદના લગભગ દરેક વિસ્તારમાં નાના મોટા સોડાશોપના બોર્ડ લટકતા જોવા મળે છે, પિત્ઝા સાથે ઠંડા પીણાનાં ઓર્ડર આપતી નવી જનરેશન હવે સોડાશોપની બહાર લાઇન લગાવી રહી છે. અમદાવાદીઓનો ટેસ્ટ હવે બદલાઇ રહ્યો છે. જેમા વિવિધ ફ્લેવરવાળી સોડા લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે.
વિવિધ ફ્લેવર વાળી સોડાની દરેક વિસ્તારમાં વધતી લોકપ્રિયતા
અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આવેલા એક સોડાશોપના માલિક કહે છે કે, સોડાનો ધંધો એ મારા પિતાના વારસામાં મને મળ્યો છે. મારા પિતા 35 વર્ષથી સોડાનો ધંધો કરતાં હતા તેમણે એક નાની લારી થી શરૂઆત કરીને કમાણી કરી અને આજે આ સોડાશોપનો ધંધો જોરશોરથી ચાલી રહ્યો છે. અગાઉ અમે ગોળીવાળી સોડા વેચતા પણ હવે તે બંધ થઇ ગઇ છે. આજે બ્રાન્ડ નેમવાળા ઠંડાપીણા પીવવાનો ક્રેજ ઓસરી રહ્યો છે. તેઓ વધુમાં કહે છે મોટાભાગે સોડાનું વેચાણ અને સોડા પીવામાં સૌરાષ્ટ્ર વાસીઓનો કૈફ ત્રણ ગણો છે. પરંતુ આજે રાજકોટ, ભાવનગર, સુરતની સાથે અમદાવાદમાં લગભગ દરેક વિસ્તારમાં સોડા શોપ જોવા મળે છે. સોડાની બોટલીંગનું મશીન આશરે રૂ. 40,000નું આવે છે. આ મશીન કલાકે 500 બોટલ ભરી શકવાની ક્ષમતા ધરાવે છે. મોટી દુકાનવાળાને આ મશીન પોસાય છે. પણ નાનાપાયે લારીગલ્લો કરવા ઇચ્છતા ધંધાદારી ને જરૂરિયાત મુજબ બોટલીંગ પ્લાન્ટવાળા પાસેથી સોડા મંગાવીલે છે. હાલ બજારમાં પાંચ રૂપિયાથી માંડીને પંદર રૂપિયાની સોડા મળે છે. અને અમારી રોજની ઘરાકી આવક દરરોજની 300 થી 350 રૂપિયા સુધીની છે.
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલી એક સોડાશોપના માલિક ની દુકાનમાં અનેક ફ્લેવરવાળી વિવિધ રંગી સોડાનું વેચાણ એવુ તો થાય છે કે, માત્ર છ માસના ટુંકાગાળામાં એમની બીજી ત્રણ શાખા છે. તેઓ હોંશેહોંશે કહે છે કે, અમારે ત્યાં શરૂઆતથી જ લોકોની એવી તો ભીડ જમવા માંડીકે અમે નફો વધુ લેવા માટે નહીં પણ ઘરાકી થોડી ઘણી ઓછી થાય તે માટે વિવિધ ફ્લેવરવાળી સોડાનો ભાવ 1-1 રૂપિયો વધારવો પડેલો પણ અમારો એ આઇડિયા નિષ્ફળ નિવડ્યો ને અંતે અમારે સ્ટાફ વધારવો પડ્યો. તેઓ કહે છે સોડાનું વેચાણ સવારે 11 થી રાતના 11 સુધી થાય છે. સામાન્ય રીતે લીંબુસોડા, મસાલાસોડા વધુ હીટ છે. જેમાં એક રૂપિયાથી લઇ ચાર રૂપિયામાં કોઇપણ ફ્લેવરવાળી સોડા મળી રહે છે. અને દરરોજ સોડાના ગ્લાસનું વેચાણ આ 2,000 સુધી પહોંચી જાય છે. શનિ-રવિ વારમાં તો એટલી ભીડ જામે છે કે, તેને કાબુમાં રાખવા સિક્યોરીટી રાખવી પડે છે. સોડાશોપમાં નિયમીત આવતા પારૂલબહેન કહે છ કે, અમદાવાદમાં જ્યાં ઘણી જગ્યાએ ચાર થી લઇને આઠ રૂપિયામાં સોડા મળતી હોય ત્યાં આટલી સસ્તી સોડા મળે તે આશ્ચર્ય છે. મને અને મારા બે બાળકોને અહીં કોઇપણ ફ્લેવરમાં એટલી મજેદાર સોડા મળી રહે છે કે જેનાથી બીજે ક્યાંય જવાની જરૂર પડતી નથી. પારૂલ બહેન કહે છે કે, કેટલીક સોડામાં જંતુનાશકો વધુ હોવાના અનેક દાખલાઓ જોવા મળ્યા છે ત્યારે આપણી નજર સામે શુદ્ધ પાણીમાંથી બનાવેલો સોડાનો ગ્લાસ પીવો એજ સમજદારી છે !
જજીસબંગ્લો રોજ પર આવેલી એક સોડાશોપ જે કિશોરભાઇની માલિકીની છે. જેમાં કિશોરભાઇ સોડા રિક્ષા લઇને ઉભા રહે છે. અને તેમને ત્યાં 18 જાતની સોડા મળે છે. જેમાં ચટપટા અને કપલ સોડામાં તેમની માસ્ટરી છે. ચટપટા સોડા હજમાહજમ જેવી લાગે છે, જ્યારે કપલસોડામાં બે સોડાનું મિશ્રણ આવે છે. કિશોરભાઇ છાતી ઠોકીને કહે છે કે, આ બંન્ને સોડા મારા અને મારા ભાઇ સિવાય કોઇ બનાવી ન શકે. તેઓ 14 વર્ષની ઉંમર થી જ પોતાના ભાઇની સોડાની લારી પર પાતાના કરિયરની શરૂઆત કરી. અને આજે સોડાનો ધંધો તે પોતે સંભાળી રહ્યા છે. તેઓ કહે છે ઠંડા પીણામાં તેની જાળવણી માટે પ્રિઝર્વેટીવ હોય તે શરીરને નુકશાન કરી શકે ત્યારે સોડામાં નુકશાનનો ભય રહેતો નથી. તેમાં ચોખ્ખું પાણી હોય, લીંબુ હોય, મસાલો હોય અને ગેસ હોય એટલે ગ્રાહકને સામે સોડા તૈયાર.
સોડાની વિવિધ ફ્લેવર
અમદાવાદ, મેંગો, બનાના, જીંજર, પાઇનેપલ, ગ્રીન મેંગો, ક્રિમ, સોડાપપૈયા, બ્લુબેરી, જલજીરા, લેમન, ગ્રેપ, કાલાખટ્ટા, વેનિલા, ફ્રુટ બિયર, ડાયજેસ્ટ સોડા, સ્ટ્રોબેરી, સેવન અપ, મિંટ અને કોક.
0 comments:
Post a Comment