હોટેલના પરફેકટ મહેમાન કેવી રીતે બનશો
hotels.comની સોનેરી સલાહ
By ENN, જયારે પણ હોટેલમાં રોકાણ કરીએ ત્યારે તે સ્થળની કે તે હોટેલ કેટલા સ્ટાર ધરાવે છે તેની પરવા કરવાની સાથે એક યાદગાર મહેમાન બનવું પણ જરૂરી છે. હોટેલ એક્ષ્પર્ટ હોટેલ ડોટ કોમ કેટલીક મહાન હોટેલ્સની રીતભાત વિશે ટીપ્સ આપે છે જે પ્રવાસીઓને ઉપયોગી નીવડશે.
હોટેલ્સડોટકોમની ટોપ 10 હોટેલ રીતભાત અંગેની સલાહોઃ
1. સ્થાનિક સ્તરે ચાલતી ટીપ આપવાની પદ્ધતિને અનુસરો
હોટેલમાં આવો અને તમને દરવાન અથવા તો પોર્ટર આવકારે છે, આ લોકોની આગતાસ્વાગતા તમારા પ્રવાસને રોકાણને યાદગાર બનાવે છે અને તેઓને પણ સારી ટીપ આપી તમે યાદગાર બનો. દરેક દેશ અલગ રીતરિવાજ ધરાવે છે. તેથી એ જરૂરી છે કે પ્રવાસે જતાં પહેલાં જે તે દેશના ટીપીંગ કલ્ચર વિશે જાણી લેવું જોઈએ. કેટલાંક દેશો જેવા કે અમેરિકા, આફ્રિકા અને મિડલ ઈસ્ટ વગેરે દેશોમાં તો ક્સટમરી અથવા તો ગાઈડબૂક્સ આપવામાં આવે છે જેમાં તમને જે તે સ્થળે ટીપ કેટલી સ્વીકારવામાં આવે છે તે અંગેની વિગતો હોય છે. કેટલીક મુંઝવણભરી સ્થિતિથી બચવા હમેંશા તમારા ખિસ્સામાં થોડી નાની રકમની નોટો અથવા સિક્કા જરૂર રાખો કારણ કે ત્યાં તમે બાકીના પૈસા પાછા લઈ શકતા નથી !
2. વિવેકપૂર્ણ રીતે ફરિયાદ કરો
કોઈ એવી વાત બની કે જે તમને ન ગમી અથવા તો હોટલના રોકાણ દરમ્યાન કોઈ અગવડતા પડી તો તમે હોટેલના લાગતાવળગતા સ્ટાફને ચોક્કસ ફરિયાદ કરી શકો છો પરંતુ ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે તમારે એ ફરિયાદ વિવેકપૂર્ણ રીતે કરવી જોઈએ. સોનેરી નિયમઃ બોલો એવું કે જેવું તમે સામેવાળી વ્યક્તિ પાસે બોલાવવા માંગો છો
આજે અનેક હોટેલ્સ હવે તેમના મહેમાનોને તેમના ટોવેલ્સ અને બેડ શીટસ વગેરે ફરીથી વપરાશમાં લેવા જણાવે છે કારણ કે તેથી કરીને પાણીનો બીનજરૂરી વપરાશ અટકાવી શકાય. જો શક્ય હોય તો તમે તમારો ટોવેલ એકથી વધુ વખત વાપરો. આમ કરવાથી તમે માત્ર પર્યાવરણને મદદ કરો છો એવું નથી પણ તેની સાથે હોટેલનો સ્ટાફ પણ તમારો આભારી બનશે કેમકે તમે એમ કરીને તેમના પરનો કામનો બોજ થોડો પણ હળવો કર્યો. આ ઉપરાંત રૂમ છોડતાં પહેલા ટીવી, એરકંડીશનર અને લાઈટ્સ બંધ કરવાનું ભૂલશો નહીં.
3. તમારા રૂમને સ્વચ્છ રાખો
તમે ઘરમાં કોઈ મહેમાન આવે તો તેને આપેલો રૂમ સ્વચ્છ રાખે એવું ઈચ્છો છો એમ જ તમારા હોટેલ રૂમને પણ સ્વચ્છ રાખો. તમારે તમારી પથારી જાતે કરવાની કે ઉપાડવાની જરૂર નથી પરંતુ જ્યાં ત્યાં ખાવાની ચીજો વેરાયેલી હોય કે પછી મેલાં કપડાં જેમ તેમ પડયા હોય કે કોઈ નકામી ચીજો જ્યાં ત્યાં પડી હોય તે યોગ્ય નથી.
4. અવાજ ઓછો કરો
હોટેલ્સ વ્યસ્ત રહેતું સ્થળ છે અને અહીં લોકો નિઃશંકપણે થોડો આરામ કરવા કે ઊંઘ લેવા માટેરાત્રે કે દિવસે રોકાયા હોય છે. જો તમે રાત્રે જાગતા માણસ છો તો એ વિવેકપુર્ણ ગણાશે કે તમે રાત્રિના 10 વાગ્યા પછી અવાજ ઓછો કરો. આ ઉપરાંત એ પણ સલાહભર્યુ છે કે તમે તમારા રૂમમાં વધુ મહેમાનોને આમંત્રિત ન કરો કે નાઈટપાર્ટીનું આયોજન ન કરો. યાદ રો કે તમે કોઈ રોકસ્ટાર નથીકે તેની જેમ વર્તીએ.
5. બ્રેડ ચોર ન બનશો
બ્રેકફાસ્ટ બુફેમા તમે તમારા નાણાંનું પુરેપુરુ વળતર મેળવો એ બરાબર છે પરંતુ બુફેમાંથી ખાદ્યસામગ્રી ચોરવી એ જરા પણ યોગ્ય નથી. ફળોના ટુકડા લો એ બરાબર છે પણ લંચ કે ડિનરની આઈટેમ્સ તમે તમારી હેન્ડબેગમાં છૂપાવો તે યોગ્ય નથી. બ્રેકફાસ્ટનો સમય ઘણો જ વહેલો રાખવામાં આવે કે તેથી કતાર નાની થાય અથવા સૌથી આગળ નીકલી જવું કે ધક્કામુક્કી ન કરવી પડે. તેથી કતારમાં ઊબા હો તો ધીરજ રાખો.
6. લીફ્ટ માટે પાગલ ન બનો
એક નાની પણ ઘણી ગંભીર વાત કે જે સારી હોટેલ રીતભાત ગણાય છે અને તે છે હોટેલની લીપટનો ઉપયોગ. જો તમે હોટેલની રીતભાતમાં સૌથી આગળરહેવા ઈચ્છતા હો તો હોટેલની લીપટ સાથે રમત ન કરશો. દરેક માળે લીફટના બટન દબાવવા એ અન્ય મહેમાનો માટે વિનાકારણ લાંબી મુસાફરી જેવું થશે. આ પ્રકારની વૃતિ કોઈને પણ આનંદ આપનારી ન હોય શકે.
7. યોગ્ય પહેરવેશ
તમારા હોટેલ રૂમમાં તમે ગમે તે પહેરો તે બરાબર છો પરંતુ જયારે તમે રૂમ છોડો ત્યારે તમારે તમારી આસપાસના લોકોને ધ્યાનમાં રાખીને યોગ્ય વસ્ત્રો ધારણ કરવા જોઈએ. અનેક દેશોમાં પહેરવેશ અંગે કેટલાંક કડક નિયમો અને કાયદાઓ છે અને એ દેશના એક મુલાકાતી તરીકે તમે સ્થાનિક લોકોનું કે ત્યાંના કાયદાનું અપમાન કરી શકો નહીં. તમારા ગંતવ્યસ્થાને કેવા પ્રકારનો ડ્રેસ કોડ છે તે બરાબર જાણી લો.
8. તમારી ભાષાને કાબુમાં રાખો
હોટેલ સ્ટાફનો સ્થાનિક ભાષામાં આભાર માનવો તે પંચતારક હોટેલની રીતભાત દર્શાવવાનો એક ઉત્તમ માર્ગ છે. ‘હેલો’, ‘થેંક યુ’ કે ‘ગૂડબાય’ જેવા શબ્દો સ્થાનિક ભાષામાં બોલવાનું શીખવામાં વધુ સમય લાગતો નથી અને કદાચ તમે જો તેમાં બોલવામાં ભૂલ પણ કરો તો પણ મોટાભાગના સ્થાનિક લોકો તમે પ્રયાસ કર્યો એ બદલ આભાર માનશે.
9. જો તમે રોમમાં છો, તો રોમન બની જાઓપ્રવાસ દરમ્યાન સ્થાનિક રિવાજો ધ્યાનમાં રાખવા અસરકારક નીવડે છે. તમારા ગંતવ્યસ્થાને જતાં પહેલાં એ જરૂરી છે કે તમે એ જાણી લો કે તમારાથી સ્થાનિક લોકો કે હોટેલ સ્ટાફનું અપમાન ન થાય.