Tuesday, March 16, 2021

ચેરીટેબલ ટ્રસ્ટોના કાયદાઓમાં ધરખમ ફેરફારો આવ્યા

ધ ઈન્કમટેક્સ એક્ટમાં સેશન 12-એ અને 12-એએ અંતર્ગત ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્સ્ટીટ્યુશનોએ પોતાનું રજીસ્ટ્રેશન ફરી એકવાર કરવું પડશે અને તેની છેલ્લી તારીખ 31 ઓગષ્ટ, 2020 સુધીની હતી તેને બદલે કોવિડ - 19 ને કારણે આ મુદત 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી છે. ટ્રસ્ટોએ આ રિરજીસ્ટ્રેશનની એપ્લીકેશન તા. 01-04-2021 al AL 30-6-2021 સુધીમાં આ પ્રોસીજર કરવી પડશે.

પહેલા એક સમય એવો હતો કે આ રજીસ્ટ્રેશન દર 3 થી 5 વર્ષ સુધીમાં રિરજીસ્ટ્રેશન માટે એપ્લીકેશન કરવી. પડતી હતી પરંતુ ધ ફાઈનાન્સ એક્ટ 2009 માં એવો સુધારો કરવામાં આવ્યો હતો કે જે ટ્રસ્ટોના 80 જી સર્ટીફીકેટ ઓક્ટોબર 2009 પછી એક્સપાયર થતા હોય તેઓને કાયમી માટે 80 જી આપવામાં આવે છે. અને કોઈ કારણસર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેને કેન્સલ કરે તો જ તેને ફરીવાર એપ્લીકેશન કરવી પડતી હતી.એટલે 80 જી કાયમ માટે વેલિડ ગણાતું હતું. 80-જી સર્ટીફીકેટવાળા ટ્રસ્ટોને કોઈ એસેસી ડોનેશન આપે તો તે ડોનેશન ઈન્કમટેક્સની મર્યાદામાં કર માફીને પાત્ર હતું,

ઇન્કમટેક્સમાં પણ 12-એ રજીસ્ટ્રેશનમાં પણ એક વખત રજીસ્ટ્રેશન થયું પછી દાયકાઓ સુધી રિરજીસ્ટ્રેશનની જરૂરીયાત ન હતી. જો કે આ ટ્રસ્ટોએ સેક્શન 2(15), 11, 12, 13 અંતર્ગત જરૂરી માહિતી ઈન્કમટેક્સને આપવી પડતી હતી તે જ પ્રમાણે એફસીઆરએ 1976 ના કાયદા મુજબ ફોરેનમાંથી ડોનેશન લાવવા માટે જે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું તે પણ 2010 સુધી કાયમી હતું પરંતુ 2015 ના રૂલ્સ પ્રમાણે પ્રતિ પાંચ વર્ષે એફસીઆરએનું રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડતું હતું.

જો કે હવે નવા ફાઈનાન્સ એક્ટ 2020 પ્રમાણે જે ટ્રસ્ટો 12-એ અને 12-એએ અંતર્ગત રજીસ્ટર્ડ છે અને કહે સર્ટીફીકેટ ધરાવતા ટ્રસ્ટોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન અપૂવલ માટે તા. 30-6-2021 પહેલા રિરજીસ્ટ્રેશન માટે એપ્લાય કરવું પડશે. આ એપ્લીકેશન કર્યાના મહિના માં રજીસ્ટ્રેશન આપવામાં આવશે અને તે રજીસ્ટ્રેશન પાંચ વર્ષ સુધી વેલીડ ગણાશે.

આ નૂતન ફાઈનાન્સ બીલ 2020 પ્રમાણે હાલ યુનિવર્સિટી, એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ, હોસ્પિટલ વગેરે સંસ્થાઓ 1023/સી) માં છૂટછાટ મેળવતા હતા અને સાથે સાથે તેઓ 500 અને 12-12-એએ માં પણ ઈન્કમટેક્સ માફીનો બેનીફીટ મેળવતા હતા તેઓ હવે માત્ર એક જ ઝમ્પશન મેળવી શકશે અને સેશન 12-એ કે 12-એએ માં જો એકઝમ્પશન ક્લેમ કરશે તો તેઓ સેક્શન 10 માં એકઝમ્પશન ક્લેઈમ નહીં કરી શકે. એક સેક્શનમાંથી બીજા સેશનમાં માફી મેળવવા માટે સ્વીય ઓવર કરવાનું પણ હવે માત્ર એક જ વખત કરી શકશે. આ ફેરફારો 01-10-2020 થી અમલમાં આવશે.

સેશન 12-એએ માં આવેલા મહત્ત્વના ફેરફારો

જે લોકોએ 1996 પહેલા ટ્રસ્ટ રજીસ્ટર્ડ કરાવ્યા છે તેઓને 12-એ માં એક્ઝમ્પશન મળે છે અને 1996 પછી કરાવેલા રજીસ્ટ્રેશનને 12-એએ માં એક્ઝમ્પશન મળે છે. એટલે જે કોઈ ધાર્મિક કે ધર્માદા ટ્રસ્ટોએ 12-એ કે 12-એએ માં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અથવા તો ઉપર જણાવ્યા પ્રમાણે સેક્શન (23) સી) માં કે 80-જી માં રજીસ્ટર્ડ કરાવેલું હોય તે બધા ટ્રસ્ટોએ ઈન્કમટેક્સ ઓથોરિટીઝને પોતાના એક્ઝીસ્ટીગ રજીસ્ટ્રેશનને રીવેલીડેટ કરવા ફરી એક વખત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હાલ 12.એએ માં એન્યુઅલ એક્ટિવિટિઝની શરૂઆત પછી જ રજીસ્ટ્રેશન મળતું હતું પરંતુ નવા ફેરફારો પ્રમાણે નવા ટ્રસ્ટીએ રજીસ્ટ્રેશન કર્યા પછી 3 વર્ષ માટે પ્રોવીઝનલ અપુવલ મળી જશે,

80-જી નું રજીસ્ટ્રેશન ચેરીટેબલ ટ્રસ્ટ કે ઈન્સ્ટીટ્યૂટને સીધો બેનીફીટ નથી આપતું પરંતુ જે ડોનરી 80-જી માં રજીસ્ટર્ડ થયેલા આ ટ્રસ્ટ કે ઈન્સ્ટીટ્યૂટને ડોનેશન આપે તો તેઓને ઈન્કમટેક્સના કાયદા મુજબ બેનીફીટ થતો હોય છે. હાલ જો કે તેના ફોર્મ્સ બહાર નથી પડ્યા પરંતુ થોડા સમયમાં તેના ફોર્મ્સ ઓનલાઈન ઉપલબ્ધ થશે અને આ એપ્લીકેશન પણ ઓનલાઈન કરવાની રહેશે. મુખ્યત્વે આ ચેરીટેબલ એક્ટીવીટીસ ટ્રસ્ટ કરી રહ્યું છે કે નહીં તેના ઉપર ડિપાર્ટમેન્ટ વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.

12-એ અને 2-એએને બદલે નવા સુધારેલા સેકશન 2-એબી પ્રમાણે એપ્રિલ, 2021 થી આ પ્રોવીઝન એપ્લીકેબલ થશે. જે ટ્રસ્ટો અત્યારે ચાલુ છે તેમાં ટ્રસ્ટ પોતે અથવા તો પોતાના સીએ દ્વારા આ ત્રણ મહિનામાં એટલે કે 30 જૂન, 2021 પહેલા રિવેલીડેશન માટે એપ્લીકેશન કરશે અને ત્યારબાદ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વેરીફાઈ કરીને અને તે અંગે જરૂર પડે તો હિયરીંગ આપીને પાંચ વર્ષ માટે રિવેલીડેટ કરશે અને પાંચ વર્ષમાં છ મહિના બાકી હોય ત્યારે દરેક ટ્રસ્ટોએ ફરી એક વખત રિવેલીડેશનની એપ્લીકેશન કરવી પડશે

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ટ્રસ્ટોની જેન્યુઈનીટી તો ચકાસ કરશે જ પરંતુ આ ટ્રસ્ટોએ પોતાના ઓબ્સર્સ એચીવ કરવા બીજા કોઈ કાયદાઓનું પાલન કર્યું છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. સેક્શન 80-જીજીએ માં 2000 રૂપિયાથી વધારે રોકડમાં ડોનેશન આપ્યું હશે તો 80-જી મો એક્ઝમ્પશન નહીં મળે પરંતુ જે લોકોને રૂા. 2000/- થી વધારેનું ડોનેશન 80-જી માં એક્ઝમ્પશન લેવું છે તેઓએ ચેકથી જ કે અન્ય બેન્કના મોડથી ડોનેશનનો ચેક આપવો પડશે.

ટ્રસ્ટોને હવે મુશ્કેલીઓ એટલા માટે વધવાની છે કે રિટર્ન ફાઈલ કરતા પહેલા જ તેઓએ પોતાનો ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવો પડશે. સામાન્ય રીતે ટ્રસ્ટોના એકાઉન્ટ અને રિટર્ન બહુ મોડા તૈયાર થતા હોય છે તે સિવાય સ્પેસીફાઈડ ટાઈમ પિરિયડમાં જ ડોનર્સનું લિસ્ટ છે તે ફાઈલ કરવામાં નહીં આવે તો પ્રતિદિવસ રૂ. 200/- ની પેનલ્ટી લાગી શકે છે. તેમજ નવા સેક્શન 271-કે મુજબ ડોનર્સને સર્ટીફીકેટ આપવામાં નહીં આવે અથવા તો ડોનર્સનું લિસ્ટ ફાઈલ કરવામાં નહીં આવે તો રૂ. 10,000/- el aL. 1,00,000/- સુધીની પેનલ્ટી લાગી શકે છે.

નવા કાયદા પ્રમાણે ભારત સરકાર દ્વારા દરેક ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટે માટે એક નેશનલ રજીસ્ટર બનાવવામાં આવશે અને દરેક ટ્રસ્ટોને યુનિક આઈડેન્ટીફીકેશન નંબર આપવામાં આવશે. જે કંપનીઓ અથવા વ્યક્તિગત ટેક્સપેયરો સ્પેશ્યલ એકઝમ્પશન દ્વારા ઓછા રેટથી ટેક્સ ભરે છે તેઓને 80-જીના ડોનેશન્સનો લાભ નહીં મળે, પરિસ્થિતિ એવી ઉદ્ભવશે કે નિઃસ્વાર્થ ભાવે ટ્રસ્ટીઓ પોતાના તન, મન, ધનથી સેવા આપતા હશે તેઓને

ચેરીટેબલ ટ્રસ્ટો ચલાવવા મુશ્કેલ પડશે. રી-રજિસ્ટ્રેશનના જૂના ફોર્મ પ્રમાણે દરેક ધાર્મિક ટ્રસ્ટોને રી-રજિસ્ટ્રેશન કરાવવા માટે પોતાના સી એ ને નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ આપવા પડશે 1. સેફ સર્ટિફાઈડ ટ્રસ્ટ ડીડની કોપી 2 રજિસ્ટ્રાર ઓફ પબ્લીક ટ્રમાં રજિસ્ટર થયેલી રજિસ્ટ્રેશનની સેલ્ફ સર્ટીફાઇડ કોપી 3 પોતાના ઓજેક્ટસમાં નવા ક્લોઝ ઉમેર્યા હોય કે જૂના ઝિમો કોઈ ફેર ફાર કરેલા હોય તો તેની સેલ્ફ સર્ટિફાઈડ કોપી, ને, છેલ્લા ત્રણ વર્ષની એન્યુઅલ ઓડીટર અકાઉની સેલ્ફ સર્ટિફાઈડ કોપી 5, ટ્રસ્ટના લેટરપેડ પર ટ્રસ્ટ દ્વારા થતી કાર્યકારીણીની નોંધ 6, હાલમાં જે 12એ, 12એએ રજિસ્ટ્રેશન છે એ સર્ટિફિકેટની સેલ્ફ સર્ટિફાઈડ કોપી આટલા મહત્વના ડોક્યુમેન્ટ ટ્રસ્ટીઓએ તુરંત તૈયાર કરી રાખવા જરૂરી છે.

લિ. અતુલકુમાર વૃજલાલ શાહ, સીએ

Thursday, March 11, 2021

BSNLCustomers.....

15:45 11/03/2021, www.egujaratitimes.com
It has been observed that BSNL Customers are receiving messages from fraudsters for sharing the KYC details on the given number to complete the KYC of the mobile connection; otherwise their BSNL SIM will be deactivated. Normally these messages are received with a header such as CP-SMSFST, AD-VIRINF, CP-BLMKND, BP-ITLINN etc. The fraudsters are using the KYC details to withdraw money from the customer bank account.
In view of above, BSNL subscribers are informed that such messages are not being sent by BSNL and they are advised not to entertain such types of messages.

સોમનાથ મહાદેવને વિશેષ પીળા રંગના પુષ્પો પીતાંબરનો શ્રૃંગાર

સોમનાથ મહાદેવને મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિશેષ પીળા રંગના પુષ્પો પીતાંબરનો શ્રૃંગાર કરવામાં આવેલ


Tuesday, March 9, 2021

“જીવન સુંદર છે તેનો ધુમાડો ના કરો”

૧૦ માર્ચ

'નો સ્મોકિંગ ડે' – ધુમ્રપાન નિષેધ દિવસ

"જીવન સુંદર છે તેનો ધુમાડો ના કરો"

'ધુમ્રપાન નિષેધ દિવસ' દર વર્ષે માર્ચ મહીનાના બીજા બુધવાર પર મનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ સૌને ધુમ્રપાન નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સન ૧૯૮૪ થી થઇ હતી. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે ધુમ્રપાનનો શિકાર દરેક ૧૨ થી ૧૭ વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે એવું સાબિત કરવાની લાલસા પાછળ સગીર વયે વ્યક્તિ ધુમ્રપાનનો શિકાર થાય છે.
ધુમ્રપાન નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, પરતું ખરેખર તો આવા માદક પદાર્થો ના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યક્તા છે. ધુમ્રપાનની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગાળામાં બળતરાની સાથે શરૂ થાય છે અને સમય જતાં તે હદય રોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારના કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત વધુ ગંભીર પરિસ્થિતી પણ સર્જી શકે છે જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર ( માઉથ કેન્સર ) છે.
હાલની કોરોના કાળની કપરી પરિસ્થતિતમાં જ્યારે દરેક જગ્યાએ ઇમ્યુનિટી પાવર વધારવાની ચર્ચાઓ ચાલી રહી છે અને તેના માટે યોગ્ય દવાઓ પણ શોધાઇ રહી છે એ સમયમાં દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જ રહ્યું. જો ધુમ્રપાન જેવી આદતો હશે તો તે ફેફસા માટે હાનિકારક બનશે અને તેનાથી મૃત્યુ પણ નીપજી શકે છે.
અહીં ક્યારેક એ સવાલ પણ પેદા થાય છે કે ભારત જેવા દેશમાં જ્યાં તમાકુ, સીગારેટ ના પેકિંગ પર જ તેના ઉપભોગ કર્યા પછીના પરિણામો દર્શાવેલ હોય છે અને કોઈ ફિલ્મ બતાવતા પહેલા પણ વ્યસન નિષેધ જાગૃતિના વિજ્ઞાપનો દર્શાવાય છે છતાં પણ દેશમાં મોટા ભાગે લોકો કોઈ ને કોઈ વ્યસન નો શિકાર થતા જ હોય છે. ધુમ્રપાન ની સમસ્યા મુખ્યત્વે મેટ્રો સિટીમાં વધારે જોવા મળે છે તેની પાછળ મેટ્રો સિટિનું વ્યસ્ત જીવન, સતત ચાલતું અને દોડધામ કરતું શરીર અને મન ને લાગતો માનસિક થાક જવબદાર છે. વધતી જતી હરિફાઈમાં વ્યક્તિ પર સતત ને સતત કામનું દબાણ રહેવાનું એ સ્વાભાવિક છે પરંતુ તેના કારણે માદક દ્રવ્યોના સેવનનું આદિ થઇ જવું એ કોઈ સમસ્યાનો હલ ન કહી શકાય. ધુમ્રપાનની આદત છોડવા માટે વ્યક્તિએ સૌ પ્રથમ મક્કમ નિર્ધાર કરવો પડશે જેના માટે એકાગ્રતા તેમજ ચિત્તની શક્તિની આવશ્યકતા છે. આ શક્તિ ધ્યાન, પ્રાણાયામ અને યોગથી શક્ય બની શકશે. ધુમ્રપાન સહિત તમામ વ્યસનોનો ત્યાગ કરીએ.

મહાશિવરાત્રિ એટલે શિવોદય તેમજ આત્મ ઉન્નતિનું પર્વ

વિશ્વનો સૌથી પ્રાચીન આપણો ભારત દેશ ઉત્સવોનો દેશ છે. ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્સવો પાછળ એક ચોક્કસ આધ્યાત્મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્ય છુપાયેલું છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્સવો માનવીમાં એક નવી ચેતના જાગૃત કરે છે. જીવનને  આશા–ઉમંગથી ભરી દે છે. હતાશા, નિરાશા, દુઃખ, વ્યથા, અશાંતિ તેમજ આળસથી માનવીને મુક્ત કરી જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે. વર્ષ દરમ્યાન આવતા અનેક ઉત્સવોમાં શિવરાત્રિના પર્વનું એક આગવું તેમજ વિશિષ્ટ મહત્વ છે. કારણ કે શિવરાત્રિ  એ દેવાધિદેવ શિવના અવતરણનું અર્થાત શિવજયંતિનું પર્વ છે.  
 આપણે સૌ જાણીએ છીએ તેમજ સ્વીકારીએ પણ છીએ કે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ, જેની પૂજા વૈદિક સમયથી જ્યોતિર્લિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તે શ્રી કૃષ્ણ, શ્રી રામના, બ્રહ્મા–વિષ્ણુ-શંકર જેવા ત્રિદેવના, દેવોના ગુરુ બૃહપતિ તેમજ દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના, રાવણ જેવા રાક્ષસના તેમજ સર્વ ધર્મસ્થાપકોના હમેશાં આરાધ્ય રહ્યા છે. સર્વ મનુષ્ય આત્માઓના પરમપિતા પરમાત્મા શિવને દેહાતિત, અજન્મા, અકર્તા, અભોક્તા અને અવ્યક્ત સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યાં છે.એટલે જ તેમનું કોઈ દૈહિક સ્વરૂપ નથી. તેથી કરીને જ્યોતિના પ્રતિક સમાન લિંગની સ્થાપના કરી તેમની  પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મહાજયોતિ સ્વરૂપ શિવ પરમાત્માના અવતરણના સંધર્ભમાં ઉજવાતી શિવજયંતીને મહાશિવરાત્રી રૂપે મનાવવામાં આવે છે.શિવરાત્રિમાં રાત્રિ શબ્દ ખુબજ સૂચક છે. અર્થાત શિવ અવતરણને રાત્રિ સાથે કોઈ સંબંધ છે. આ રાત્રિ તે કઈ રાત્રિ? આ સમજવા આપણે પૃથ્વી ધરા પર ભજવાઈ રહેલા અનાદિ, અવિનાશી વિશ્વ નાટકના ચક્રને સમજવું પડશે. આ ચક્ર બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત્રિ  એમ બે ભાગમાં વહેચાયેલું છે. બ્રહ્માના દિવસના બે ભાગ એટલે સતયુગ અને ત્રેતાયુગ અને બ્રહ્માની રાતના બે ભાગ એટલે દ્વાપરયુગ અને કળયુગ. એમ ચાર યુગનું  સૃષ્ટિચક્ર અનાદિ સમયથી ચાલતું આવ્યું છે અને અનંત સુધી ચાલતું રહેશે. આ ચક્રમાં બ્રહ્માનો દિવસ અર્થાત સતયુગ,ત્રેતાયુગ તે જ્ઞાનરૂપી પ્રકાશ અથવા ઉજાસનું પ્રતિક છે તેમજ બ્રહ્માની રાત્રિ અર્થાત દ્વાપરયુગ, કળયુગ તે અજ્ઞાન રૂપી અંધકારનું પ્રતિક છે. તેમાં પણ કળયુગનો અંતિમ સમય એટલે ઘોર અંધકારનો સમય અતિ ધર્મગ્લાનિનો સમય.આ સમયે સમગ્ર વિશ્વમાં દુઃખ, અશાંતિ, ભય, ચિંતા, હિંસા,પાપચાર દુરાચાર ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય છે. આવા સમયે સ્વયં શિવ પરમાત્મા,ગીતામાં પોતે આપેલા વચન અનુસાર, સૃષ્ટિ પરીવર્તન અર્થે દિવ્ય અવતરણ કરે છે અને કળયુગી દુનિયાનો વિનાશ કરાવી નવી સતયુગી દુનિયાની સ્થાપના કરે છે. અજ્ઞાન રૂપી ઘોર અંધકારના સમયે પરમાત્મા શિવનું બ્રહ્મા તનમાં અવતરણ થતું હોવાથી શિવરાત્રિ કહેવાય છે.          આજના સમય પર દ્રષ્ટિપાત કરીએ તો તમે જરૂર સંમત થશો કે આજનો આ વર્તમાન સમય એ કળીકાલનો ઘોર અંધકારનો અંતિમ સમય ચાલી રહ્યો છે. શિવ પરમાત્માનું બ્રહ્માના તનમાં અવતરણ થઈ ચુક્યું છે. વર્તમાન સમયે જ્યારે તેવો જ્ઞાન તેમજ યોગની શિક્ષા આપી આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવા મહાવિકારોથી મુક્ત કરી દૈવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે ત્યારે શિવરાત્રિનું મહત્વ વધી જાય છે. આ સંધર્ભમાં સાચા અર્થમાં આપણે શિવરાત્રિ ત્યારે માનવી ગણાય જ્યારે આપણે વર્તમાન સમયે પરમાત્મા શિવ જે જ્ઞાન યોગની શિક્ષા આપી રહ્યા છે તેને સમજીને, આપણાં જીવનમાં દૈવી ગુણોને ધારણ કરીને, આપણાં જીવનને શ્રેષ્ઠ બનાવીએ  શિવરાત્રિના પર્વની ઉજવણીના ભાગરૂપે આપણે શિવ મંદિરમાં જઇ અનેક રીતે પુજા-અર્ચન કરીએ છીએ. પરંતુ વર્તમાન સમયે પરમાત્મા શિવ દ્વારા અપાઈ રહેલા જ્ઞાન યોગની શિક્ષાને સમજીને આ ક્રિયાઓ કરીશું તો વધુ સાર્થક તેમજ લાભકારક થશે. શિવ પરમાત્માના પ્રતિક સમ શિવલિંગ પર ચંદનથી કરવામાં આવતી ત્રણ આડી રેખાઓ, જે ત્રિપુંડ કહેવાય છે, તેનું પણ રહસ્ય છે. સૃષ્ટિચક્રના કળીયુગના અંતિમ સમયે અવતરિત થઈ પરમાત્મા શિવ ત્રણ દેવતા દ્વારા ત્રણ કર્તવ્યો કરે છે. શંકર દ્વારા કળયુગી તમોપ્રધાન સૃષ્ટિનો વિનાશ,બ્રહ્મા દ્વારા નુતન સતયુગી દુનિયાની સ્થાપના તેમજ વિષ્ણુ દ્વારા નવી સતયુગી દુનિયાની પાલના. ત્રિપુંડ એ પરમાત્મા શિવ દ્વારા ત્રણ દેવતાઓના માધ્યમ દ્વારા કરવામાં આવતા આ ત્રણ કર્તવ્યોની પ્રતિકાત્મક યાદગાર છે. શિવનું  અર્ચન-પૂજન ત્રણ પાનવાળા બિલીપત્રો ચઢાવી કરવામાં આવે છે. આ પણ પ્રતિકાત્મક તેમજ સાંકેતિક છે. વાસ્તવમાં જે વ્યક્તિ તન–મન–ધનથી શિવ પરમાત્માને સમર્પિત થાય છે તેના પર શિવજી પ્રસન્ન થાય છે. જો આ ભાવનાથી બિલીપત્ર ચઢાવવામાં આવે તો શિવ પરમાત્માના વધુ કૃપાપાત્ર બનીશું. શિવલિંગ ઉપર જળાધારીમાંથી વહેતી જળધારા એ બ્રહ્મા મુખ દ્વારા પરમાત્મા શિવે વહાવેલી જ્ઞાનધારાનું પ્રતિક છે. આ જ્ઞાનબિંદુઓનાં સ્મરણ દ્વારા શિવ પરમાત્માનું મહિમાગાન કરવાનું રહસ્ય છુપાએલું છે. દૂધ દ્વારા સ્નાન કરાવવાનો અર્થ સ્વચ્છ તેમજ પવિત્ર મન દ્વારા શિવને સમર્પિત થવાનો સંકેત છે. શિવ મંદીરમાં પ્રવેશતા જ પોઠીયાની પ્રતિમા મુકવામાં આવે છે. પોઠીયાને શિવ પરમાત્માનું વાહન માનવામાં આવે છે. વાસ્તવમાં કળયુગના અંતે શિવ પરમાત્માનું અવતરણ બ્રહ્માના તનમાં થાય છે.એટલે પોઠીયો એ બ્રહ્માની યાદગાર છે. શિવલિંગના ગર્ભ દ્વાર પાસે કાચબાનું પ્રતિક પણ મુકવામાં આવે છે. કાચબાની વિશેષતા છે કે તે પોતાનું કામ પૂર્ણ થયે પોતાની કર્મેન્દ્રિઓને સંકેલી લે છે. તેજ રીતે સદાશિવની આરાધના માટે આપણે પણ કાચબાની જેમ મનને બધી બાબતોથી સંકેલી લઈ મનને એકાગ્ર કરવું જરૂરી છે. દેવી દેવતાઓના મંદિરમાં જવા પગથિયાં ઉપર ચઢવા પડે છે, જ્યારે શિવલિંગ સમીપે જવા માટે પગથિયાં ઉતરવા પડે છે. આમાં અંતરમુખી બની અંતરદર્શન દ્વારા શિવને પામવાનો સંકેત સમાયેલો  છે. દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના મંદિરના મુખ્યદ્વારથી પ્રવેશ કરાવીને થાય છે, જ્યારે શિવલિંગની સ્થાપના મંદિરના શિખર ઉપરથી નીચે ઉતારીને કરવામાં આવે છે. આની પાછળનું રહસ્ય એ છે કે જ્યોતિબિંદુ પરમાત્મા પરમધામથી અવતરણ કરે છે, જ્યારે સતયુગમાં દેવી-દેવતાઓનો જન્મ ધરતી પર થાય છે.