Saturday, January 30, 2021

(3) સાળંગપુર હનુમાનજી મંદિરે દ્રાક્ષનો અન્નકૂટ

3. સાળંગપુર હનુમાનજી મંદિરે દ્રાક્ષનો અન્નકૂટ


(2) સાળંગપુર હનુમાનજી મંદિરે દ્રાક્ષનો અન્નકૂટ

2. સાળંગપુર હનુમાનજી મંદિરે દ્રાક્ષનો અન્નકૂટ


(1) સાળંગપુર હનુમાનજી મંદિરે દ્રાક્ષનો અન્નકૂટ

1. સાળંગપુર હનુમાનજી મંદિરે દ્રાક્ષનો અન્નકૂટ

Wednesday, January 13, 2021

રાજ્યના ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ભરતી

13:56 13/01/2021
www.egujaratitimes.com
SHAILESH BHATT = 98 254 84 121
બિનસરકારી અનુદાનિત કોલેજોમાં ૯ર૭ અધ્યાપક સહાયકો.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ૭૦૦ શિક્ષણ સહાયકોની ભરતી કરાશે - શિક્ષણમંત્રી.
અધ્યાપક સહાયકોની ભરતી માટે તા.ર૦ જાન્યુઆરી-ર૦ર૧ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકીર્દી ઘડતર માટે સમગ્રતયા ૬૬૧૬ જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ભરતીની વધુ વિગતો www.rascheguj.inવેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે.
રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ પ૭૦૦ શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે.
નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૩૩૮૨ અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ર૩૦૭ શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવામાં આવશે.
અંગ્રેજી વિષય માટે ૬ર૪, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે ૪૪૬, સોશિયોલોજી વિષય માટે ૩૩૪, ઇકોનોમિકસ વિષય માટે ર૭૬, ગુજરાતી વિષયમાટે રપ૪ તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે૧૦૩૭, અંગ્રેજી વિષયમાટે ૪૪ર, સામાજિક વિજ્ઞાન વિષયમાટે ર૮૯, ગુજરાતી વિષય માટેર૩૪ તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ ૨૩૦૭ શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.

Saturday, January 2, 2021

જ્યોતિષ આચાર્યા સોનલ શુક્લાના મતે નવું વર્ષ ૨૦૨૧ કેવું રહેશે

11:46 02/01/2021
સદી નું ખુબ જ ખરાબ વર્ષ ૨૦૨૦ પૂર્ણ થયું, જાણે એક ખરાબ સ્વપ્ન ખુબ લાબું જીવી લીધું,ખુબજ મોટી રકમ ચૂકવી,સ્વ્જ્નો ઘુમાવ્યા,ભણતર અધૂરું ભણ્યા આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગયી.એક ડર ના ઓથાર વચ્ચે વીતેલું વર્ષ રાહુ ના પ્રતિનિધિત્વ હેઠળ પસાર થયું અંક ટોટલ'' ૪ '' અંકશાસ્ત્ર મુજબ.વેદિક એસ્ટ્રોલોજી પ્રમાણે મુન્ડેન જ્યોતિષ મેદનીય જ્યોતિષ મુજબ ૨૦૨૦ માં રાહુ સ્વાતંત્ર ભારત ની કુંડળી મુજબ દ્વિતીય ભાવ માં મિથુન રાશિ નો બિરાજેલ જે ભાવ ફાયનાન્સ ,ફૂડ,બેંક ટ્રેડિંગ,તથા શેર સ્ટોક માર્કેટ  નો ભાવ છે મેદિની જ્યોતિષ મુજબ તેનાથી ૧૮૦ ડિગ્રી પર કેતુ અષ્ટમ ભાવ માં ધનુ રાશિ નો બેઠેલજે ભાવ અચાનક આફતો નું,બીમારી નું રાષ્ટ્ર ની ટોટલ હેલ્થ નું સ્થાન ગણાય છે, જે આપણે વેઠ્યું તથાભોગવી ચુક્યા છીએ તેની ચર્ચા લાંબી જરૂરત નથી લાગતી મને.
હવે આગળ ચર્ચા કરીયે વર્ષ ૨૦૨૧ ની જે અંક શાસ્ત્ર મુજબ ''૫'' અંક ના પ્રતિનિધિત્વ હેઠળ આવે છે જે બુધ ના આધિપત્ય નીચે આવશે.અને મેદિની જ્યોતિષ મુજબ ૧ જાન્યુઆરી રાત્રી ના ૧૨ વાગ્યા ની કુંડળી બનાવતા કન્યા લગ્ન ઉદિત થાય છે જે પણ બુધ ના જ આધિપત્ય નીચે આવે  છે,તદ્ ઉપરાંત ચંદ્ર નક્ષત્ર 'પુષ્ય' પણ સારું નક્ષત્ર છે કહેવાય છે ખરાબ ગ્રહ પણ આ  માં નક્ષત્ર શુભ પરિણામ આપે છે,શ્રીકૃષ્ણ ભગવાન પણ ગીતા ના જ્ઞાન આપતા કહેતા મળ્યા છે કે 'નક્ષત્રો માં હું પુષ્ય નક્ષત્ર છું '' યદા યદાનો  હી ધર્મસ્ય'ના શ્લોક મુજબ શ્રી કૃષ્ણ કોઈ બી સ્વરૂપે મદદ કરવા આવશે એમ લાગે છે.ચાહે તે કોરોના ની રસી ના રૂપે જ કેમ ના હોય !

ટૂકં માં આ ૨૦૨૧ ની શરૂઆત કન્યા લગ્ન, પુષ્ય નક્ષત્ર તથાસર્વસિદ્ધિ યોગ ,અમૃત યોગ સાથે થતો હોવાથી હું સકારાત્મક દ્રષ્ટિ થી જોવું છું.નકારાત્મકતા પણ છે પરંતુ તેના ઉપાયો બી હું આપવાની છું .તો થોડી આ વર્ષ ની કુંડળી સ્વાતંત્ર ભારત ની કુંડળી સાથે ગ્રહો બેસાડતા શું  બને છે તે સમજાવું .સંક્ષિપ્ત માં ,ગયા વર્ષ માં રાહુ તેની ઉચ્ચ રાશિ માં હતો પરંતુ મિત્ર બુધ ની રાશિ માં તથા આ વર્ષ માં પણ રાહુ ઉચ્ચ નો જ ગણે છે શસ્ત્રો માં તો શુક્ર ગ્રહ જે રાહુ ના ગુરુ ગણાય તેમની રાશિ ના અધિપતિ  વૃષભ રાશિ ના આધિપત્ય માં આવે છે.શુક્ર રાહુ ના ગુરુ હોવાથી થોડા શિસ્ત માં તો રહેશે,પરંતુ ભારત ની કુંડળી માં પ્રથમ સ્થાન એટલે કે લગ્ન માં બિરાજતા અને પહેલે થી રાહુ એ સ્થાન માં હોવાથી રાહુ ઉપર રાહુ નું ભ્રમણ કહી શકેએ ,લગ્ન ભાવ અથવા પહેલો ભાવ એટલે આમ જનતા નો ભાવ ,કહેવાય ટોટલ ભારત નું માળખું કહેવાય જેમાં અફવાઓ થી બચવું,સોશલ મીડિયા માં હાઉ ઉભો થાય,ના હોય તે દેખાય,સરકાર ને ચુનોતીયો આવે,આર્થિક નીતિ ઓ માં મોટા ફેરફાર થાય,એથી ઉલટું સામે કેતુ મહારાજ  સપ્તમ ભાવ માં કેતુ ઉપર થી કેતુ કહેવાય,સપ્તમ ભાવ ઓપોઝિશન નો ભાવ છે,ફોરેન દેશો સાથે ના કોન્ટ્રાક્ટ છે જે અચાનક ઉભા થાય,ભૂલો કરે કે દેશ માટે  મુસીબત ઉભી કરી શકે છે,

શનિ તથા ગુરુ ભારત ની કુંડળી માં નવમા ભાવ માં ગોચર કરે છે જીવ તથા શિવ ની યુતિ જે ધર્મ પ્રમાણે ચાલીને લોકો માં બદલાવ લાવે સખ્ત મુસીબત પછી માનવી ભગવાન ને યાદ કરે તે પરિસ્થિતિ સર્જાય .થોડા મહિના ગુરુ દસમા સ્થાન માં જશે ત્યારે કરમ સ્થાન માં જે પ્રધાનમંત્રી . મિનિસ્ટર નું છે કોઈ બી સંસ્થાન ના વાળા નું સ્થાન છે તેઓ અગત્યના નિર્ણયો લેશે દેશ હીત મતે તો નવાઈ નથી.આમ ધર્મ તથા કર્મ સ્થાન માં અગત્ય બેવ મોટા ગ્રહો રહે છે ગુરુ તથા શનિ.બીમારી એક આવશે ,બીજી આવશે, ત્રીજી આવશે, રસી પણ શોધશે,દાવો પણ આવશે પરંતુ તે દરમિયાન આપણે ગ્રહો મુજબ જ આપણી રોગ પ્રતીકારકતા વધારીએ તો ? આપણું કવચ આપણે જ બનીયે તો? આવો હું કેટલાક ગ્રહીય ઉપાય આપણે કહીશ લોજીક સાથે એકદમ સાયન્ટિફિક રીતે.

૧)સૂર્ય આપણી  ટોટલ સ્વાસ્થ્ય સુખાકારી નો ગ્રહ છે તેના મતે સૂર્ય ને જળ તથા સૂર્ય નમસ્કાર અને સૂર્ય નો સવારનો તાપ રોજ લો.
૨)ચંદ્ર ; જે આપણાં શરીર માં ફરતા રુધિર નો કારક છે જે મેડિટેશન દ્વારા મજબૂત થશે.
૩) મંગલ ; જે આપણી માંસપેશીયો નો કારક છે તેને કસરત,દ્વારા યોગા દ્વારા મજબૂતી આપીયે.
૪) બુધ ; બુદ્ધિ નો કારક છે સકારાત્મત બુદ્ધિ કેળવી મજબૂત બનાવીયે.
૫)ગુરુ ; ધર્મ સાચા અર્થ નો ધર્મ અપનાવી,ગુરુ વડીલો ની આજ્ઞા માનીએ તો ગુરુ ગ્રહ મજબૂત થશે જે સંપત્તિ,સંતતિ,તથા શાંતિ નો કારક હોય છે કુંડળી માં.ઉપર મુજબ ઉપાયો કરવાથી શુક્ર ગ્રહ આપોઆપ મજબૂત થાય છે જે આપણી વૈભવતા નો કારક છે.તો તમે સમઝી શક્ય હસો કે એક સિંગલ વ્યક્તિ જો તેની શારીરિક,માનસિક સ્વાસ્થ્ય ખુદ જ મજબૂત કરે તો કોરોના નહિ પરંતુ કોરોનનું પૂરું ખાનદાન આવે તોયે ભોંય ભેગું થઇ જાય.ટૂંકમાં એક વ્યક્તિ પહેલ કરે તો પૂરો સમાજ કરે અને સમાજ કરે તો દેશ સ્વસ્થ રહે.