Friday, June 17, 2022

આદ્રા નક્ષત્રમાં લીધેલું ઔષધ ચોમાસામાં વાયુના રોગ થવા દેતું નથી

14:19 17/06/2022 https://www.egujaratitimes.com/ 22 જૂન, 2022 બપોરે 11:39 કલાકે આદ્રા નક્ષત્રમાં લીધેલું ઔષધ ચોમાસામાં વાયુના રોગ થવા દેતું નથી. વિ. સં. 2078માં જેઠ વદ - મંગળવાર સવારે 11:39 મિનિટે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે સૃષ્ટિમાં પણ અણધાર્યા ફેરફાર આવતા હોય છે. જેમ આપણે એસી રૂમમાંથી બહાર આવીએ તો બહારના વાતાવરમણમાં આભ-જમીનનો ફરક હોય છે તે પ્રમાણે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે હવામાં ભેજનું પ્રમાણ વધતું હોય છે અને તેથી અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થતી હોય છે. જૈનોના સિદ્ધાંતો અદભુત અને સાયન્ટિફિક હોય છે. જૈનો આદ્રા બેસે પછી કેરીનો ત્યાગ કરતા હોય છે કારણ કે એ ક્ષણથી જ કેરીમાં તે જ આકારના અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જતાં હોય છે. આયુર્વેદમાં પણ ઋતુ પરિવર્તનના સંધીકાળમાં કલ્પનામાં પણ ન આવે એટલા સુંદર પ્રયોગો આપેલા છે. બપોરે 11:39 મિનિટે એક ચમચી દેશી ઘી સાથે આંબલીના કચૂકાના વજન જેટલી દેશી શુદ્ધ હિંગ થોડા સિંધવ સાથે જો ચાટવામાં આવે તો માત્ર ચોમાસાના ચાર મહિના નહીં પરંતુ બારેમાસ વાયુના રોગમાંથી મુક્તિ મળે છે. તે જ પ્રમાણે જેઠ મહિનામાં દર અઠવાડિયે એક વખત એમ કુલ ચાર વખત એરંડ ભૃષ્ટ હરિતકી એટલે કે સારા વૈદ્યરાજની પાસે એરંડના તેલમાં સાત વખત તળાયેલી હીમેજ લેવામાં આવે તો ઝીણો તાવ આવતો બંધ થઈ જાય છે.
ચૈત્ર સુદ - 1 પડવેને દિવસે પણ લીમડાના પાંચ અંગો મૂળ, છાલ, પત્ર, મોર અને લીંબોળી સિંધવ અને મરી સાથે એક કપ જેટલી નયણે કોઠે લેવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના રોગોમાંથી શરીરને મુક્તિ મળે છે. ઘણાં લોકો આખો ચૈત્ર મહિનો કે 15 દિવસ આ કડવાશ લેતા હોય છે પણ અનુભવી વૈદ્યોના કહેવા મુજબ માત્ર પડવેને દિવસે આ પ્રમાણે ઔષધીનું આયોજન કરવાથી અમાપસમાપ ફાયદો થતો હોય છે. એક મત એવો પણ છે કે એકી સંખ્યામાં એટલે કે આ ઔષધ 1, 3, 5 કે પાંદ દિવસ એકી સંખ્યાના દિવસો સુધી સળંગ લેવું જોઈએ.
આધુનિક વિજ્ઞાનના અનેક પથીઓના આક્રમણ સામે આયુર્વેદની અનેક પ્રકારની વિશિષ્ટ શક્તિઓ ઉપયોગમાં નહીં આવવાના કારણે વિસરાઈ રહી છે. જેમ કે આજકાલ સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીઓને ઓપરેશન દ્વારા બાળક અવતરવાનું લગભગ કોમન થઈ ગયું છે પરંતુ જ્યારે ગર્ભવતી સ્ત્રીને વેણ ઉપડે ત્યારે દર્ભના ઘાંસનું મૂળ નાભીની નીચે એન્ટીક્લોકવાઈઝ એટલે કે અવળા આવર્તથી ફેરવવામાં આવે તો ઓપરેશન વગર સહેલાઈથી ડિલિવરી થઈ જતી હોય છે. જે અનેક લોકો આજે પણ અનુભવી રહ્યાં છે. અધેડાના વૃક્ષનું મૂળ પણ અંબોડામાં ખોસી દેવાથી ડિલિવરિ નોર્મલ થતી હોય છે, અને જેવી ડિલિવરી થાય કે તરત જ માથામાંથી તે મૂળ દૂર કરી દેવું અત્યંત જરૂરી છે. પોતાના જ વાળની લટ આંગળીમાં બાંધીને ઉપરના તાળવામાં ઘસવાથી પણ કુદરતી સુવાવડ થવાની શક્યતા બહુ ઉજળી રહે છે. વેણ ન ઉપડતું હોયતો પણ આયુર્વેદમાં અનેક પ્રકારના ઔષધિ અને ઉપાયો મૂકવામાં આવ્યા છે. પરંપરાગત કામ કરતી આપણી બાહોશ દાયણો આવું અદભૂત જ્ઞાન ધરાવે છે પરંતુ કેટલાક રાજ્યોમાં દાયણોને ડાકણ તરીકે ઉલ્લેખીને અને ગ્રામ્ય સ્ત્રીઓને ફરજિયાત સરકારી દવાખાનાઓ સુધી પ્રસુતિ માટે ઘસડી જવાના કારસાઓ ચાલે છે.
જેમને દાંત કે દાઢનો દુઃખાવો હોય તેને જાયફળના વૃક્ષના સાડાત્રણ પાન આપનારે વણબોલ્યા ચાવવા માટે જો આપે તો દાત પથ્થર જેવા મજબૂત થઈ જાય છે અને દાંતના અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.
પારસ પીપળાના પાન ટૂંકા હોય છે. બીજો પીપળો ઉગાડી શકાય તેવો હોય છે. પરંતુ જો પીપળો પોતાની મેળે જ ઉગે છે તેના પાનની દાંડી લાંબી હોય છે અને તેની પૂંછડી પણ લાંબી હોય છે. દાંડી અને પૂંછડીની લંબાઈ લગભગ સરખી હોય છે તેવા પીપળાના લાંબા પાનવાળા વૃક્ષનું બે પાન તોડીને તેના દૂધના ટસીયા સાથે સાપ કરડનારના બન્ને કાન પાસે સ્પૃશ કરાવ્યા વગર રાખવાથઈ સાપનું ઝેર ઉતરી જતું હોય છે. પણ આ પ્રયોગ કરતી વખતે જેને સાપ કરડ્યો હોય તેના બન્ને હાથ - પગ મજબૂત માણસોએ પકડી રાખવા જરૂરી છે. કારણ એ સાપનું ઝેર ઉતરતી વખતે તેને સખત પીડા થશે તેથી તેને સ્થિર પકડી રાખવા જરૂરી છે. જો ઝેરી સાપ ન કરડ્યો હોય અથવા ઝેર ન ચડ્યું હશે તો જેમ જેમ ઝેર ઉતરતું જશે તેમ તેમ પીડા ઓછી થતી જશે અને છેલ્લે પીંડા સંપૂર્ણ બંધ થઈ જશે. ત્યારે સમજવાનું કે ઝેર પૂરેપૂરું ઉતરી ગયું. આ પ્રયોગ દરમિયાન પીપળાના પાનો ચીમળાઈ જાય અથવા તો કાળા પડી જાય એટલે તરત બદલીને નવા પાન લેવાના હોય છે.
ઔષધિ ગ્રહણમાં પણ મૂળિયાઓ બધા મૂળ નક્ષત્રમાં, શાખા - પ્રશાખાઓ વિશાખા નક્ષત્રમાં અને પુષ્પો બધા પુષ્ય નક્ષત્રમાં વિધિપૂર્વક ગ્રહણ કરવામાં આવતા હોય છે. ગ્રહણ કરવાના પૂર્વ દિવસે તે વૃક્ષોને નોતરું કે આમંત્રણની વિનંતી કરતા કેટલાક વિશિષ્ટ અનુષ્ઠાનો કર્યા પછી જો ઔષધિ ગ્રહણ કરવામાં આવે તો ઔષધિની અનેકવિધ રીતે તાકાત વધતી હોય છે.ચોરો જ્યારે ચોરી કરવા જાય ત્યારે પંખીઓની સાંકેતિક ભાષા તેમના નાના બાળકો પણ ઉકેલીને ચોરી કરવા જતા હોય છે. જેમ કે આજે માલ મળશે કે નહીં મળે કે ધોલધપાટનો માર મળશે કે નહીં તેની આગોતરી જાણ વડના વૃક્ષમાંથી બનાવેલ વિશિષ્ટ ઔષધિ દ્વારા થઈ જતી હોય ચે. ચોરોના સરદારે એક વખત એક સંતપુરુષ પાસે આ કબૂલાત કરી હતી કે વેશાખ સુદ - ૩ને દિવસે અમે ગાઢ જંગલમાં વડના વૃક્ષ ઉપર એક માટલું બાંધતાં હોઈએ છીએ અને બરાબર એની નીચે જમીન ઉપર એક અડધું તૂટેલું માટલું મૂકતા હોઈએ છીએ. ઉપરના માટલામાં એક નાનકડું છીદ્ર પાડેલું હોય છે જેમાંથી નીચેના માટલામાં ટપક ટપક પાણી પડતું હોય છે. ગાઢ જંગલમાં અનેક પશુ-પંખીઓ આ પાણીને બોટે છે. વડના વૃક્ષમાંથી પડતી ઝાંકળ કે વરસાદ આદિનું પાણી પણ આ નીચેના માટલામાં પડે છે અને સિંહ, વાઘ, વરુ સહિત સાપ, ચકલી કે કબૂતર પણ આ પાણી પીવા માટે આવે છે. બરાબર એક વર્ષ પછી અમારા નસીબ બળીયા હોય તો હિંસક પશુઓથી બચતા - બચતા અમે ગાઢ જંગલમાં એ માટલા પાસે જઈને જો એમાં કોઈ પાણી બચ્યું હોય તો એ લેતા આવીએ છીએ અને અમારા ઘરમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ગળથુંથીમાં આ પાણી પીવડાવીએ છીએ જેથી તે બાળકને સહજ પશુ-પંખીઓની આ સાંકેતિક ભાષા આવડી જતી હોય છે.
અક્ષય તૃતિયા અને વડના વૃક્ષની આવી જુગલબંધી અલૌકિક છે. આજે પણ ભવ્ય ભારતની અંદર વિસ્વના રિનાઉન્ડ ચિકિત્સકોને ચેલેન્જ કરી શકે તેવા વિશિષ્ટ વૈદ્યરાજો ઉપલબ્ધ છે. પિતાની તબીયત સારી ન હોય અને પુત્ર ઔષધિ ગ્રહણ કરવા જાય તો પુત્રની નાડી જોઈને પિતાના રોગનું નિદાન કરવાવાળા ટલે કે દૂત નાડી જોઈને ઔષધિ આપવાવાળા વૈદ્યરાજો હજુ જીવે છે.
આવો આવા અનેકવિધ પ્રયોગોને પુનર્જિવિત કરીએ અને આયુર્વેદની ખોવાયેલી પ્રતિષ્ઠાને પુનઃ પ્રસ્થાપિત કરીએ. આયુર્વેદમાં આવા અન્ય પ્રયોગોની કોઈને જાણકારી હોય તો મોબાઈલ પર લેખકને જણાવવા વાચકોને ખાસ નમ્ર વિનંતી છે.
-          લિ. અતુલકુમાર વ્રજલાલ શાહ (સી.એ.) 

Thursday, May 5, 2022

ફ્રી કારકિર્દી માર્ગદર્શનનું આયોજન

આગામી રવિવારે ફ્રી કારકિર્દી માર્ગદર્શનનું આયોજન

ધોરણ 10 અને 12 પછી શું કરવું ?

ફ્રી "ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ" આપવાનો મોકો મળશે

રાજકોટ, 17:27 05/05/2022 https://www.egujaratitimes.com/ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ હવે પરિણામની રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે પરિણામ બાદ હવે આગળ શું અભ્યાસ કરવો તે અંગે પણ ચિંતિત છે. ધોરણ 10 અને 12 પછી આગળ કારકિર્દીનું ઘડતર કેવી રીતે કરવું તે અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સતત મુંઝવણ જોવા મળતી હોય છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને પૂરતું અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આગામી રવિવારે તારીખ 8 મેના રોજ રાજકોટમાં ફ્રી કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતે તારીખ 8 મે ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 3 કલાક ફ્રી કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ 10 અને 12 પછી શું કરવું તે અંગે સતત મુંઝવતા પ્રશ્નોનું સચોટ સમાધાન આપવામાં આવશે. વર્ષોના અનુભવી કેરિયર એક્સપર્ટ એવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડો. તેજ બાણુગરિયા અને કેરિયર એક્સપર્ટ તરીકે 25 વર્ષનો અનુભવ ધરાવતા ડો. સી.ડી. સંખાવરા વાલીઓ અને વિદ્યાર્થીઓને કેરિયરને લગતાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આપશે. સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો એક્સપર્ટને પુછવાનો મોકો મળશે. એટલું જ નહીં પ્રોગ્રામમાં આવનાર વિદ્યાર્થીઓને ફ્રી "ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ" આપવાનો મોકો મળશે જેના થકી આપને આપના કેરિયરની પસંદગી કરવામાં મદદ મળશે તેમજ ફ્રી "કારકિર્દિ માર્ગદર્શન બુકલેટ" આપવામાં આવશે.
શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ આયોજિત ફ્રી કારકિર્દી માર્ગદર્શન પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે (Registration No. 7069929295/6) પર સંપર્ક કરવા જણાવાયું છે. 

Tuesday, May 3, 2022

બેંક ખાતામાંથી પૈસાની ઉઠાંતરી થશે તો બેંકે રુપિયા ચુકવવા પડશે

14:24 03/05/2022 https://www.egujaratitimes.com/ દિલ્હીની રોહિણી કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ર્નિણય આપ્યો છે, જે મુજબ જો કોઈ ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડી  છેતરપિંડી કરે છે, તો તેની જવાબદારી બેંકની રહેશે.

એક વૃદ્ધ વ્યક્તિના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી. બનાવટી ચેક દ્વારા ૭૭ વર્ષીય વ્યક્તિના ખાતામાંથી સાત લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

તેના પર વૃદ્ધ છેલ્લા ૧૫ વર્ષથી બેંક સામે કેસ લડી રહ્યા હતા. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે વૃદ્ધોની નિવૃત્તિ અને પેન્શનના પૈસા બેંકમાં જમા છે.

આવી સ્થિતિમાં, જો કોઈ નકલી ચેક દ્વારા તેમના પૈસા ઉપાડે છે, તો તેનો અર્થ એ છે કે બેંક સ્તરે ખામીઓ છે. આવી સ્થિતિમાં વૃદ્ધોની રકમ ચૂકવવાની જવાબદારી બેંકની છે. કોર્ટે કહ્યું કે વૃદ્ધોની અરજી દાખલ કરવાથી લઈને રકમની ચુકવણી સુધી બેંક નવ ટકા વ્યાજ પણ ચૂકવશે.

Saturday, April 23, 2022

રાજકોટ રેલવે ડિવિઝન હવે 15 સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ કરી શકાશે

11:24 23/04/2022 https://www.egujaratitimes.com/ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર રાજકોટ રેલવે ડિવિઝનના 15 સ્ટેશનો પર આવા સ્ટોલ ઉભા કરવામાં આવશે જેમાં રાજકોટ, ભક્તિનગર, મોરબી, થાન, સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર, હાપા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, ભાટિયા, મીઠાપુર, પડધરી અને કાનાલુસનો સમાવેશ થાય છે. આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે વિવિધ વિક્રેતાઓને નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે. આ સ્ટોલ પર હસ્તકલા, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, વસ્ત્રો ઉપરાંત અન્ય ઉત્પાદનોનું વેચાણ કરી શકાશે.
આ યોજનાનો લાભ લેવા માટે, ઉત્પાદક, ડેવલપમેંટ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TRIFED), રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા અથવા MSME પ્રમાણપત્ર ધારક, ભારત સરકાર રજિસ્ટર્ડ/નોંધાયેલા આદિવાસી કારીગરો /વીવર્સ વગેરે અરજી કરી શકે છે.
વધુ માહિતી માટે ડિવિઝનલ રેલવે મેનેજર, કોમર્સ વિભાગ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટની ઓફિસમાં ડિવિઝનલ કેટરિંગ ઈન્સ્પેક્ટર વિશાલ ભટ્ટ (મોબાઈલ નં: 9724094978) નો સંપર્ક કામકાજના દિવસોમાં સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી કરી શકાય છે. ' વન સ્ટેશન વન પ્રોડક્ટ ' યોજના હેઠળ સ્ટોલ માટેની અરજીઓ 02.05.2022 સુધી સ્વીકારવામાં આવશે.

Thursday, April 21, 2022

સાળંગપુર ધામમાં હનુમાનજીની 54 ફૂટની વિરાટ મૂર્તિ

સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું છે.
મૂર્તિની વિશેષતા
દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે.
13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે.
બેઝ પર  દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે
બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે.
પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે.
એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે.
દાદાની સામેના 62000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે.
આ ગાર્ડનમાં 12000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય.
પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે.
ત્રણ-ચાર સ્ટેપમાં મૂર્તિ લગાડવામાં આવશે.
14 ઓક્ટોબરથી લોકો દાદાની મૂર્તિના દર્શન કરી શકશે.
આ મૂર્તિ લાગ્યા બાદ આખા સાળંગપુરની કાયાપલટ થઈ જશે.
દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે. ----

"મલ્લિકા એ આમ - નુરજહા કેરી": ૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજનવાળી કેરીનાં આંબા પર લટકતી હોય ત્યારથી જ બુકિંગ


16:48 21/04/2022 https://www.egujaratitimes.com/
એ જાણીને નવાઇ લાગશે કે 1 ફૂટ લાંબી અને 4 કિલો વજન ધરાવતી નુરજહા નામની કેરીની જાત લૂપ્ત થતી જાય છે. આથી આ કેરી આંબાના વૃક્ષ પર લટકતી હોય ત્યારે જે તેનું એડવાન્સ બુકિંગ થઇ જાય છે. નવાઇની વાત તો એ છે કે એક નંગ કેરીની કિંમત 1500 થી 1600 થાય છે. ગત વર્ષ 800 રુપિયા ભાવ હતો જે વધીને બમણો થયો છે. આ કેરીની ગોટલીનું વજન 300 થી 350ગ્રામ હોય છે. નુરજહા કેરીના આંબાની ઉંચાઇ માત્ર આઠ ફૂટથી વધારે હોતી નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર એક સમયે એક આંબા પર 400 કેરીઓ બેસતી હતી તે ઘટીને 75 જેટલી થઇ છે. અકાળે ડાળીઓ સૂકાઇ જવાની અને અકાળે કેરી ખરી પડવાનું પ્રમાણ પણ વધતું જાય છે. દેશમાં આ કેરીનું વાવેતર અને ઉત્પાદન મધ્યપ્રદેશના ઇન્દોરથી 250 કિમી દૂર અલીપુરરાજ જિલ્લાના કઠીવાડા વિસ્તાર પુરતુ સિમિત બની ગયું છે. આ વિસ્તારમાં નુરજહાં કેરીના ગણ્યા ગાંઠયા માંડ આંબા જ બચ્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે એક સમયે નુરજહા કેરીનું વજન 7 કિલો સુધી પણ જોવા મળતું હતું. કેરીની ૨ હજારથી પણ વધુ પણ સ્થાનિક જાતો છે પરંતુ મધ્યપ્રદેશની ઓળખ સમી મલ્લિકા એ આમ નું સંરક્ષણ કરવું જરુરી છે.