તાવ ક્યારેય જીવલેણ હોતો નથી એ તો સજાગ રોગ પ્રતિકારક શક્તિનું પરિણામ છે.
આપણે સારવાર ઇન્ફેક્શનની કરવી જોઈએ તાવની નહીં
અકુદરતી રીતે તાવ ને ઉતારવાથી કેટલા ગેર ફાયદા થાય છે તેની સમજણ દરેક વ્યક્તિએ કેળવવી જોઈએ.
જ્યારે વ્યક્તિના શરીરમાં તાવ આવે છે તો તે એક તંદુરસ્ત પ્રક્રિયા છે. એક સાદા ઉદાહરણથી આ બાબતને સમજવાની જરૂર છે આપણે જ્યારે ઘરમાં દૂધ લાવીએ છીએ તો સૌથી પહેલું કામ તેને ઉકાળવાનું કરીએ છીએ કારણ કે દૂધને ઉકળવા થી તે જંતુ રહિત થઇ જાય છે.આ જ રીતે આપણે પાણીને ઉકાળી એ તો તે પણ જંતુ રહિત થઇ જશે અહીં આપણે એ સમજવાની જરૂર છે તે તાવ શરીરમાં લાગેલા ઈન્ફેક્શનને દૂર કરવા માટેની એક તંદુરસ્ત પ્રક્રિયા છે. આપણા શરીરમાં જ્યારે ટેમ્પરેચર એક લેવલ ઉપર પહોંચે છે ત્યારે શરીર glutathione નામનો એન્ઝાઈમ બનાવે છે જે નું કામ શરીરમાંથી ઈન્ફેક્શનને દૂર કરવાનું છે શરીર દ્વારા ઉત્પન્ન થતું આટલું મહત્વનો enzyme જ્યારે તાવ ઉતારવાની એલોપેથિક દવાઓ આપવામાં આવે છે ત્યારે આ enzyme નષ્ટ પામે છે આનાથી દરદીને એની તકલીફમાં રાહત અનુભવાય છે પરંતુ સરવાળે તેના માટે કૃત્રિમ રીતે ઉતારેલો તાવ એક મોટી બીમારીને નોતરી શકે છે અને ઈન્ફેક્શનના અંદર ઉતરવા માટેની એક સગવડ કરી આપે છે તાવ એ શરીર માં ઇન્ફેકશન ઘૂસી ન જાય તેના માટેનું અતિશય જરૂરી અવરોધક છે શરીરમાં તાવ હશે તો ઇન્ફેક્શન અંદર નહીં પહોંચી શકે પણ કૃત્રિમ રીતે ઉતારેલો તાવ વિઘાતક થઈ શકે છે.
પરંતુ જ્યારે વ્યક્તિ ઇન્ફેક્શનમાં સપડાય છે ત્યારે તે ઇન્ફેક્શનને ધ્યાનમાં રાખવાની જગ્યાએ તાવને તકલીફનું બેરોમીટર બનાવી દે છે જ્યારે તાવ high grade થાય ક્યારે વ્યક્તિએ એમ સમજવાની જરૂર છે કે આ high grade fever ડેંગૂ જેવા ઇન્ફેક્શન ને રોકવા માટે જરૂરી છે. એક વખત તાવ ઉતારવાની એલોપેથીક દવાના ઉપયોગ વગર ટ્રીટ થયેલો ડેન્ગ્યુ પેશન્ટને આજીવન ડેન્ગ્યુ સામે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન કરી આપે છે. અને આ રીતે ટ્રીટ થયેલા પેશન્ટને ભવિષ્યમાં ડેન્ગ્યુનો તાવ ફરીથી થવાની શક્યતા રહેતી નથી.
ચિકનગુનિયાના ઇન્ફેક્શન વખતે જે જે લોકોએ તાવ ઉતારવાની આડેધડ દવાઓ લીધી હતી તેના પરિણામ સ્વરૂપે તેમનો તાવ તો ઉતરી ગયો પણ ઇન્ફેક્શન ઊંડું ઉતરી જવાના કારણે ઘણા લોકોને કાયમી હાથ પગના દુખાવા રહી ગયા એટલે તાવ નામની આ તંદુરસ્ત પ્રણાલી ની સામે અકુદરતી ઉપચારો ટાળવા જોઈએ. આ સમયે દર્દીને પુષ્કળ પાણી પીવડાવીને રી હાઇડ્રેટ કરતા રહેવું જોઈએ. શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે તે આ પ્રકારના ઇન્ફેક્શન માટે અતિઆવશ્યક છે. પાણીના પોતા પણ મૂકી શકાય ખરા પણ નવશેકા પાણીના બરફના કે ઠંડા પાણીના નહીં.
એક બાબતનું સંશોધન થવાની ખૂબ આવશ્યકતા એ છે કે જે લોકો ડેન્ગ્યુના, કોરોના ના કારણે કે ચિકકું ગુનિયા કારણે મૃત્યુ થયા છે તે લોકોએ તાવ ઉતારવાની દવા લીધી હતી કે નહીં તે વિશે એક સંશોધન થવું જોઈએ. અત્યાર સુધી એની કોઈપણ સ્પેસિફિક દવા એલોપથીમાં શોધાઇ નથી. તેમાં ફક્ત અને ફક્ત તાવ ઉતારવાની દવા આપવામાં આવે છે.
WHO ઇન્ડિયન હેલ્થ મિનિસ્ટ્રી તથા દિલ્હી ગવર્મેન્ટની વેબસાઈટ ઘણી બધી તાવ ઉતારવાની દવાઓ સામે લાલબત્તી ધરે છે તેમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ડેન્ગ્યુ થયો હોય તે લોકોએ બ્રુફેઁન આઇબુપ્રોફેન નાઈસ જેવી દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
By Dr Prashant P Shah MD (Hom.)
No comments:
Post a Comment