Saturday, November 28, 2020

શિયાળો કોરોનાની સ્થિતિ પર ગંભીર અસર કરે એવી શક્યતા

12:23 28/11/2020: Shailesh Bhatt: www.egujaratitimes.com
ડૉ. શાંતિ ભૂષણના જણાવ્યા મુજબ, "જ્યારે કોવિડ19 સાથે સંબંધિત ડર અને અનિશ્ચિતતાની લાગણી પ્રવર્તે છે, ત્યારે વ્યક્તિએ તેમના ચિહ્નો પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઋતુ બદલાઈ ગઈ છે. ઘણા લોકોને સામાન્ય શરદી અને તાવ થવાની શક્યતા છે. જ્યારે સામાન્ય શરદી અને કોવિડના પ્રાથમિક ચિહ્નો એકસમાન છે, ત્યારે દર્દીએ ધીરજ રાખીને ઉચિત નિદાન માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જોકે વ્યક્તિએ, ખાસ કરીને અગાઉથી ડાયાબીટિસ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ જેવી બિમારીઓથી પીડિત લોકોએ તમામ પ્રકારની કાળજી રાખવી જોઈએ."
શિયાળામાં ઇન્ફ્લુએન્ઝા સહિત શ્વાસોશ્વાસમાં ઘણા વાયરસથી ઇન્ફેક્શનમાં વધારો થાય છે અને ઉનાળામાં ઘટાડો થાય છે. પણ વધુને વધુ પુરાવા સૂચવે છે કે, નાની સિઝનલ અસર શિયાળામાં મોટા રોગચાળામાં પ્રદાન આપશે. જોકે આ પ્રકારના ચેપી રોગો અને કોવિડ19 ફેલાવવાના મુખ્ય કારણો પૈકીનું એક કારણ વ્યક્તિની બેદરકારી હશે.
વધુને વધુ લોકોમાં કોવિડ-19ને લઈને ચિંતામુક્ત અભિગમ વિકસવાની શરૂઆત થઈ છે. આ સામૂહિક મેળાવડામાં લોકોની સંખ્યામાં વધારો, તહેવારની ઉજવણીમાં જોઈ શકાય છે, લોકો ભીડ હોય એવી જગ્યાઓમાં ખરીદી કરવા જઈ રહ્યાં છે અને માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. એના પગલે વ્યક્તિની સાથે એમનો આખો પરિવાર કોવિડ માટે પોઝિટવ આવી રહ્યો છે.
કોવિડ19 રોગચાળાના પ્રસાર માટે શિયાળો આદર્શ વાતાવરણ પૂરું પાડશે. વાયરસ સામે પોતાની જાતની કાળજી રાખવા જરૂરી પગલાં લેવા અને સાવચેતીઓ રાખવી વ્યક્તિની પોતાની જવાબદારી છે.
જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અને મોજાં પહેરવા
ઘરની અંદર હવાઉજાસ ઉચિત પ્રમાણમાં જાળવવા
સતત સંસર્ગમાં આવતી અને ઉપયોગ થતી સપાટીને સ્વચ્છ રાખવી
ભીડ હોય એવી જગ્યાઓમાં જવાનું ટાળવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું
શાકભાજી અને ફળફળાદિને બરોબર સાફ કરવા
રોગપ્રતિકારક ક્ષમતા સંવર્ધક તત્ત્વો ઉચિત પ્રમાણમાં લેવા
જ્યારે સામાન્ય શરદી કે કોવિડના ચિહ્નો જોવા મળે, ત્યારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો

No comments:

Post a Comment