Friday, June 17, 2022

આદ્રા નક્ષત્રમાં લીધેલું ઔષધ ચોમાસામાં વાયુના રોગ થવા દેતું નથી

14:19 17/06/2022 https://www.egujaratitimes.com/ 22 જૂન, 2022 બપોરે 11:39 કલાકે આદ્રા નક્ષત્રમાં લીધેલું ઔષધ ચોમાસામાં વાયુના રોગ થવા દેતું નથી. વિ. સં. 2078માં જેઠ વદ - મંગળવાર સવારે 11:39 મિનિટે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે સૃષ્ટિમાં પણ અણધાર્યા ફેરફાર આવતા હોય છે. જેમ આપણે એસી રૂમમાંથી બહાર આવીએ તો બહારના વાતાવરમણમાં આભ-જમીનનો ફરક હોય છે તે પ્રમાણે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે હવામાં ભેજનું પ્રમાણ વધતું હોય છે અને તેથી અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થતી હોય છે. જૈનોના સિદ્ધાંતો અદભુત અને સાયન્ટિફિક હોય છે. જૈનો આદ્રા બેસે પછી કેરીનો ત્યાગ કરતા હોય છે કારણ કે એ ક્ષણથી જ કેરીમાં તે જ આકારના અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જતાં હોય છે. આયુર્વેદમાં પણ ઋતુ પરિવર્તનના સંધીકાળમાં કલ્પનામાં પણ ન આવે એટલા સુંદર પ્રયોગો આપેલા છે. બપોરે 11:39 મિનિટે એક ચમચી દેશી ઘી સાથે આંબલીના કચૂકાના વજન જેટલી દેશી શુદ્ધ હિંગ થોડા સિંધવ સાથે જો ચાટવામાં આવે તો માત્ર ચોમાસાના ચાર મહિના નહીં પરંતુ બારેમાસ વાયુના રોગમાંથી મુક્તિ મળે છે. તે જ પ્રમાણે જેઠ મહિનામાં દર અઠવાડિયે એક વખત એમ કુલ ચાર વખત એરંડ ભૃષ્ટ હરિતકી એટલે કે સારા વૈદ્યરાજની પાસે એરંડના તેલમાં સાત વખત તળાયેલી હીમેજ લેવામાં આવે તો ઝીણો તાવ આવતો બંધ થઈ જાય છે.
ચૈત્ર સુદ - 1 પડવેને દિવસે પણ લીમડાના પાંચ અંગો મૂળ, છાલ, પત્ર, મોર અને લીંબોળી સિંધવ અને મરી સાથે એક કપ જેટલી નયણે કોઠે લેવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના રોગોમાંથી શરીરને મુક્તિ મળે છે. ઘણાં લોકો આખો ચૈત્ર મહિનો કે 15 દિવસ આ કડવાશ લેતા હોય છે પણ અનુભવી વૈદ્યોના કહેવા મુજબ માત્ર પડવેને દિવસે આ પ્રમાણે ઔષધીનું આયોજન કરવાથી અમાપસમાપ ફાયદો થતો હોય છે. એક મત એવો પણ છે કે એકી સંખ્યામાં એટલે કે આ ઔષધ 1, 3, 5 કે પાંદ દિવસ એકી સંખ્યાના દિવસો સુધી સળંગ લેવું જોઈએ.
આધુનિક વિજ્ઞાનના અનેક પથીઓના આક્રમણ સામે આયુર્વેદની અનેક પ્રકારની વિશિષ્ટ શક્તિઓ ઉપયોગમાં નહીં આવવાના કારણે વિસરાઈ રહી છે. જેમ કે આજકાલ સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીઓને ઓપરેશન દ્વારા બાળક અવતરવાનું લગભગ કોમન થઈ ગયું છે પરંતુ જ્યારે ગર્ભવતી સ્ત્રીને વેણ ઉપડે ત્યારે દર્ભના ઘાંસનું મૂળ નાભીની નીચે એન્ટીક્લોકવાઈઝ એટલે કે અવળા આવર્તથી ફેરવવામાં આવે તો ઓપરેશન વગર સહેલાઈથી ડિલિવરી થઈ જતી હોય છે. જે અનેક લોકો આજે પણ અનુભવી રહ્યાં છે. અધેડાના વૃક્ષનું મૂળ પણ અંબોડામાં ખોસી દેવાથી ડિલિવરિ નોર્મલ થતી હોય છે, અને જેવી ડિલિવરી થાય કે તરત જ માથામાંથી તે મૂળ દૂર કરી દેવું અત્યંત જરૂરી છે. પોતાના જ વાળની લટ આંગળીમાં બાંધીને ઉપરના તાળવામાં ઘસવાથી પણ કુદરતી સુવાવડ થવાની શક્યતા બહુ ઉજળી રહે છે. વેણ ન ઉપડતું હોયતો પણ આયુર્વેદમાં અનેક પ્રકારના ઔષધિ અને ઉપાયો મૂકવામાં આવ્યા છે. પરંપરાગત કામ કરતી આપણી બાહોશ દાયણો આવું અદભૂત જ્ઞાન ધરાવે છે પરંતુ કેટલાક રાજ્યોમાં દાયણોને ડાકણ તરીકે ઉલ્લેખીને અને ગ્રામ્ય સ્ત્રીઓને ફરજિયાત સરકારી દવાખાનાઓ સુધી પ્રસુતિ માટે ઘસડી જવાના કારસાઓ ચાલે છે.
જેમને દાંત કે દાઢનો દુઃખાવો હોય તેને જાયફળના વૃક્ષના સાડાત્રણ પાન આપનારે વણબોલ્યા ચાવવા માટે જો આપે તો દાત પથ્થર જેવા મજબૂત થઈ જાય છે અને દાંતના અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.
પારસ પીપળાના પાન ટૂંકા હોય છે. બીજો પીપળો ઉગાડી શકાય તેવો હોય છે. પરંતુ જો પીપળો પોતાની મેળે જ ઉગે છે તેના પાનની દાંડી લાંબી હોય છે અને તેની પૂંછડી પણ લાંબી હોય છે. દાંડી અને પૂંછડીની લંબાઈ લગભગ સરખી હોય છે તેવા પીપળાના લાંબા પાનવાળા વૃક્ષનું બે પાન તોડીને તેના દૂધના ટસીયા સાથે સાપ કરડનારના બન્ને કાન પાસે સ્પૃશ કરાવ્યા વગર રાખવાથઈ સાપનું ઝેર ઉતરી જતું હોય છે. પણ આ પ્રયોગ કરતી વખતે જેને સાપ કરડ્યો હોય તેના બન્ને હાથ - પગ મજબૂત માણસોએ પકડી રાખવા જરૂરી છે. કારણ એ સાપનું ઝેર ઉતરતી વખતે તેને સખત પીડા થશે તેથી તેને સ્થિર પકડી રાખવા જરૂરી છે. જો ઝેરી સાપ ન કરડ્યો હોય અથવા ઝેર ન ચડ્યું હશે તો જેમ જેમ ઝેર ઉતરતું જશે તેમ તેમ પીડા ઓછી થતી જશે અને છેલ્લે પીંડા સંપૂર્ણ બંધ થઈ જશે. ત્યારે સમજવાનું કે ઝેર પૂરેપૂરું ઉતરી ગયું. આ પ્રયોગ દરમિયાન પીપળાના પાનો ચીમળાઈ જાય અથવા તો કાળા પડી જાય એટલે તરત બદલીને નવા પાન લેવાના હોય છે.
ઔષધિ ગ્રહણમાં પણ મૂળિયાઓ બધા મૂળ નક્ષત્રમાં, શાખા - પ્રશાખાઓ વિશાખા નક્ષત્રમાં અને પુષ્પો બધા પુષ્ય નક્ષત્રમાં વિધિપૂર્વક ગ્રહણ કરવામાં આવતા હોય છે. ગ્રહણ કરવાના પૂર્વ દિવસે તે વૃક્ષોને નોતરું કે આમંત્રણની વિનંતી કરતા કેટલાક વિશિષ્ટ અનુષ્ઠાનો કર્યા પછી જો ઔષધિ ગ્રહણ કરવામાં આવે તો ઔષધિની અનેકવિધ રીતે તાકાત વધતી હોય છે.ચોરો જ્યારે ચોરી કરવા જાય ત્યારે પંખીઓની સાંકેતિક ભાષા તેમના નાના બાળકો પણ ઉકેલીને ચોરી કરવા જતા હોય છે. જેમ કે આજે માલ મળશે કે નહીં મળે કે ધોલધપાટનો માર મળશે કે નહીં તેની આગોતરી જાણ વડના વૃક્ષમાંથી બનાવેલ વિશિષ્ટ ઔષધિ દ્વારા થઈ જતી હોય ચે. ચોરોના સરદારે એક વખત એક સંતપુરુષ પાસે આ કબૂલાત કરી હતી કે વેશાખ સુદ - ૩ને દિવસે અમે ગાઢ જંગલમાં વડના વૃક્ષ ઉપર એક માટલું બાંધતાં હોઈએ છીએ અને બરાબર એની નીચે જમીન ઉપર એક અડધું તૂટેલું માટલું મૂકતા હોઈએ છીએ. ઉપરના માટલામાં એક નાનકડું છીદ્ર પાડેલું હોય છે જેમાંથી નીચેના માટલામાં ટપક ટપક પાણી પડતું હોય છે. ગાઢ જંગલમાં અનેક પશુ-પંખીઓ આ પાણીને બોટે છે. વડના વૃક્ષમાંથી પડતી ઝાંકળ કે વરસાદ આદિનું પાણી પણ આ નીચેના માટલામાં પડે છે અને સિંહ, વાઘ, વરુ સહિત સાપ, ચકલી કે કબૂતર પણ આ પાણી પીવા માટે આવે છે. બરાબર એક વર્ષ પછી અમારા નસીબ બળીયા હોય તો હિંસક પશુઓથી બચતા - બચતા અમે ગાઢ જંગલમાં એ માટલા પાસે જઈને જો એમાં કોઈ પાણી બચ્યું હોય તો એ લેતા આવીએ છીએ અને અમારા ઘરમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ગળથુંથીમાં આ પાણી પીવડાવીએ છીએ જેથી તે બાળકને સહજ પશુ-પંખીઓની આ સાંકેતિક ભાષા આવડી જતી હોય છે.
અક્ષય તૃતિયા અને વડના વૃક્ષની આવી જુગલબંધી અલૌકિક છે. આજે પણ ભવ્ય ભારતની અંદર વિસ્વના રિનાઉન્ડ ચિકિત્સકોને ચેલેન્જ કરી શકે તેવા વિશિષ્ટ વૈદ્યરાજો ઉપલબ્ધ છે. પિતાની તબીયત સારી ન હોય અને પુત્ર ઔષધિ ગ્રહણ કરવા જાય તો પુત્રની નાડી જોઈને પિતાના રોગનું નિદાન કરવાવાળા ટલે કે દૂત નાડી જોઈને ઔષધિ આપવાવાળા વૈદ્યરાજો હજુ જીવે છે.
આવો આવા અનેકવિધ પ્રયોગોને પુનર્જિવિત કરીએ અને આયુર્વેદની ખોવાયેલી પ્રતિષ્ઠાને પુનઃ પ્રસ્થાપિત કરીએ. આયુર્વેદમાં આવા અન્ય પ્રયોગોની કોઈને જાણકારી હોય તો મોબાઈલ પર લેખકને જણાવવા વાચકોને ખાસ નમ્ર વિનંતી છે.
-          લિ. અતુલકુમાર વ્રજલાલ શાહ (સી.એ.) 

No comments:

Post a Comment