Friday, May 14, 2010


મહારાષ્ટ્રની મોસંબી દક્ષિણ ગુજરાતમાં

સ્ટોરી- ઉમેશ બાવીસા

નવસારીઃ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું સુરખાઇ ગામ આજે રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યું છે. જેનાથી ધણા લોકો અજાણ છે. ચીખલી-વાંસદા રોડ પર આવેલું સુરખાઇ ગામ આશરે ૨૮૦૦ ની વસતિ ધરાવે છે. સિંચાઇ, પાણીની સુવિધા અને માળખાકીય સવલતો ધરાવતા ગામમાં કણબી પટેલ, ઢોડિયા અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. સરપંચ શ્રી ધીરૂભાઇ પટેલ ઉત્સાહી છે. ડેપ્યુટી સરપંચ અબુભાઇ મુસ્લિમ ટ્રસ્ટ ચલાવે છે. તેઓ પણ ગામના વિકાસમાં ખુબ જ સક્રિય છે. શિક્ષણ પણ ખુબ જ સારૂ છે. શિક્ષણના પ્રતાપે જ ગામના એન.આર.આઇ. દુલર્ભભાઇ મકનજીભાઇ પટેલને મોસંબી/સંતરાની ખેતીની ઉત્કંઠા જાગી. મકકમ ઘ્યેય નકકી કરી લીધું કે મોસંબીની ખેતી કરવી છે. અને તેઓ સફળ થયા. આજે તેમના ૧૮ વીધાના ખેતરમાં મોસંબી/સંતરાના પાકોથી ખેતરો લહેરાઇ રહયા છે. શ્રી દુલર્ભભાઇના મનમાં ચોકકસ આનંદ છે, ગર્વ છે ગુજરાતી હોવાનો, અને તે પણ વિદેશમાં રહીને ગુજરાતનું નામ ખેતીક્ષેત્રે વિદેશ અને દેશભરમાં ખ્યાતનામ થયા છે. ગામમાં કોઇ આંગુતક આવીને પુછે કે, દુલર્ભભાઇનું ધર કયાં આવ્યું તો અચુક સાભળવા મળે મોસંબીવાળા !

ગરીબ પરિવારોને સરકારની સહાય વડે સરદાર, ઇન્દિરા આવાસો પણ મળ્યા છે. તાજેતરના ગરીબ કલ્યાણ મેળામાં ૬૩ જેટલા લાભાર્થીઓને યોજનાકીય લાભો મળ્યા છે.

નાનુ કુટુંબ સુખી કુટુંબની ભાવના ધરાવતા દુલર્ભભાઇના કિરણ અને કમલ બે પુત્રો છે. કમલભાઇ એર વર્જીનમાં ચાર્ટર એકાઉન્ટન્ટ છે. જયારે કિરણભાઇ ઇલેકટ્રીક એન્જિનિયર તરીકે કંપનીમાં ફરજ બજાવે છે. દુલર્ભભાઇનો પરિવાર લંડનમાં રહે છે. દુલર્ભભાઇ પટેલ લંડન રહે છે. પરંતુ માતૃભુમિની યાદોને જીવંત રાખવા તેઓ દર બે મહિને વતન આવે છે. આર્થિક રીતે સધ્ધર પણ ખેવના ખેતીની. દુલર્ભભાઇ ઇગ્લીંશ ગોઅર્સના બિઝનેશ સાથે પણ સંકળાયેલા છે.

દુલર્ભભાઇ કહે છે કે, મોસંબીની ખેતી માટે નાગપુરની મુલાકાત લીધી, જયાં મોસંબીની ખેતી નિહાળી, જમીનનો અભ્યાસ કર્યો, ત્યાંના ખેડૂતને માદરે વતન સુરખાઇ ગામે લાવી મોસંબીની ખેતીની શકયતાઓ તપાસી. ખાસ કરીને મોસંબીની ખેતીને તાપમાન ખુબ જ અસર કરે છે. મારા ધર્મપત્નિ લક્ષ્મી પણ જોડાયા. અંતે આશાનું કિરણ જાગ્યું. તેઓ ૧૭૦૦ જેટલા નાગપુરી સંતરાના રોપાઓ લાવી, ૧૮ વીધામાં મોસંબીની ખેતીના બીજ રોપ્યા. નાગપુરના ખેડુતના માર્ગદર્શન અનુસાર માવજત શરૂ કરી. બકરીની લીંડી અને છાણીયું ખાતર મોસંબી/સંતરાની ખેતી માટે ફળદાયી બન્યું. પરિશ્રમ, ખંત અને ધ્યેયનું પરિણામ મળ્યું. ૧૮ વીંધાનું ખેતર હરિયાળુ બન્યું. આજે એક મોસંબી/સતરાની ઝાડ પર ૭૦૦ થી ૮૦૦ ફળોના ઝુમખાઓ લહેરાયા છે.

દુલર્ભભાઇ અંત્યત ખુશ છે. કહે છે કે, વતનની માટીની માવજત મને મીઠાં ફળો આપ્યા છે. મોસંબીનો પાક છોડ રોપ્યા બાદ નાગપુરમાં છ વર્ષે મળતો હતો તે બે વર્ષમાં મળતા લાગતા આશ્વર્ય થયું પણ મહેનત-માવજત રંગ લાવી. માદરે વતનની માટીએ મને ખુશ્બુ અને ચાહના આપી છે. વતન પ્રત્યે અનહદ લગાવ છે. સાથે ગુજરાતી હોવાનું પણ ગર્વ છે. આ ખેતી સાથે મે પુરક પાક માટે આંબાના ઝાડ પણ વાવ્યા છે.

સામાજિક ક્ષેત્ર પણ સુરખાઇ ગામના વિકાસમાં યોગદાન રહયું છે. કોઇકના ધરે સ્વજન બિમાર હોય તો દુલર્ભભાઇ નિસ્વાર્થભાવે મોસંબીને ઠેલો ભરી આપે, સમાજ પ્રત્યેની ઉદારતાને દાદ દેવી ધટે. રસ્તો બનાવવા માટે પણ તેમણે રૂા.૧.૫૦ લાખનું યોગદાન આપ્યું છે. ભલો, દશરથ એ તેમના મજુરો છે પણ કયારેય તેમને મજુર તરીકે અહેસાસ થવા દીધો નથી. કુટુંબના સભ્યો તરીકે રાખે છે. સમગ્ર જવાબદારી મજુરો અદા કરે છે. તેમને મોંસબી/સતરાના વેચાણ માટે બજારમાં જવુ પડતું નથી. સીધા વેપારીઓ આવીને લઇ જાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના ડો.નરસિંહભાઇ પટેલ કહે છે કે, મોસંબીની ખેતી માટે દક્ષિણ ગુજરાતમાં શકયતાઓ ખરી પણ સુકુ હવામાન ખુબ જ અનુકુળ આવે છે. સાથે હાર્વેસ્ટીંગ, માર્કેટીંગ પણ એટલું જ મહત્વનું છે. દુલર્ભભાઇનો પ્રયોગ ખુબ જ સફળ નીવડયો છે.

Tuesday, April 27, 2010

હોટેલના પરફેકટ મહેમાન કેવી રીતે બનશો

hotels.comની સોનેરી સલાહ

By ENN, જયારે પણ હોટેલમાં રોકાણ કરીએ ત્યારે તે સ્થળની કે તે હોટેલ કેટલા સ્ટાર ધરાવે છે તેની પરવા કરવાની સાથે એક યાદગાર મહેમાન બનવું પણ જરૂરી છે. હોટેલ એક્ષ્પર્ટ હોટેલ ડોટ કોમ કેટલીક મહાન હોટેલ્સની રીતભાત વિશે ટીપ્સ આપે છે જે પ્રવાસીઓને ઉપયોગી નીવડશે.
હોટેલ્સડોટકોમની ટોપ 10 હોટેલ રીતભાત અંગેની સલાહોઃ
1. સ્થાનિક સ્તરે ચાલતી ટીપ આપવાની પદ્ધતિને અનુસરો
હોટેલમાં આવો અને તમને દરવાન અથવા તો પોર્ટર આવકારે છે, આ લોકોની આગતાસ્વાગતા તમારા પ્રવાસને રોકાણને યાદગાર બનાવે છે અને તેઓને પણ સારી ટીપ આપી તમે યાદગાર બનો. દરેક દેશ અલગ રીતરિવાજ ધરાવે છે. તેથી એ જરૂરી છે કે પ્રવાસે જતાં પહેલાં જે તે દેશના ટીપીંગ કલ્ચર વિશે જાણી લેવું જોઈએ. કેટલાંક દેશો જેવા કે અમેરિકા, આફ્રિકા અને મિડલ ઈસ્ટ વગેરે દેશોમાં તો ક્સટમરી અથવા તો ગાઈડબૂક્સ આપવામાં આવે છે જેમાં તમને જે તે સ્થળે ટીપ કેટલી સ્વીકારવામાં આવે છે તે અંગેની વિગતો હોય છે. કેટલીક મુંઝવણભરી સ્થિતિથી બચવા હમેંશા તમારા ખિસ્સામાં થોડી નાની રકમની નોટો અથવા સિક્કા જરૂર રાખો કારણ કે ત્યાં તમે બાકીના પૈસા પાછા લઈ શકતા નથી !
2. વિવેકપૂર્ણ રીતે ફરિયાદ કરો
કોઈ એવી વાત બની કે જે તમને ન ગમી અથવા તો હોટલના રોકાણ દરમ્યાન કોઈ અગવડતા પડી તો તમે હોટેલના લાગતાવળગતા સ્ટાફને ચોક્કસ ફરિયાદ કરી શકો છો પરંતુ ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે તમારે એ ફરિયાદ વિવેકપૂર્ણ રીતે કરવી જોઈએ. સોનેરી નિયમઃ બોલો એવું કે જેવું તમે સામેવાળી વ્યક્તિ પાસે બોલાવવા માંગો છો
આજે અનેક હોટેલ્સ હવે તેમના મહેમાનોને તેમના ટોવેલ્સ અને બેડ શીટસ વગેરે ફરીથી વપરાશમાં લેવા જણાવે છે કારણ કે તેથી કરીને પાણીનો બીનજરૂરી વપરાશ અટકાવી શકાય. જો શક્ય હોય તો તમે તમારો ટોવેલ એકથી વધુ વખત વાપરો. આમ કરવાથી તમે માત્ર પર્યાવરણને મદદ કરો છો એવું નથી પણ તેની સાથે હોટેલનો સ્ટાફ પણ તમારો આભારી બનશે કેમકે તમે એમ કરીને તેમના પરનો કામનો બોજ થોડો પણ હળવો કર્યો. આ ઉપરાંત રૂમ છોડતાં પહેલા ટીવી, એરકંડીશનર અને લાઈટ્સ બંધ કરવાનું ભૂલશો નહીં.
3. તમારા રૂમને સ્વચ્છ રાખો
તમે ઘરમાં કોઈ મહેમાન આવે તો તેને આપેલો રૂમ સ્વચ્છ રાખે એવું ઈચ્છો છો એમ જ તમારા હોટેલ રૂમને પણ સ્વચ્છ રાખો. તમારે તમારી પથારી જાતે કરવાની કે ઉપાડવાની જરૂર નથી પરંતુ જ્યાં ત્યાં ખાવાની ચીજો વેરાયેલી હોય કે પછી મેલાં કપડાં જેમ તેમ પડયા હોય કે કોઈ નકામી ચીજો જ્યાં ત્યાં પડી હોય તે યોગ્ય નથી.
4. અવાજ ઓછો કરો
હોટેલ્સ વ્યસ્ત રહેતું સ્થળ છે અને અહીં લોકો નિઃશંકપણે થોડો આરામ કરવા કે ઊંઘ લેવા માટેરાત્રે કે દિવસે રોકાયા હોય છે. જો તમે રાત્રે જાગતા માણસ છો તો એ વિવેકપુર્ણ ગણાશે કે તમે રાત્રિના 10 વાગ્યા પછી અવાજ ઓછો કરો. આ ઉપરાંત એ પણ સલાહભર્યુ છે કે તમે તમારા રૂમમાં વધુ મહેમાનોને આમંત્રિત ન કરો કે નાઈટપાર્ટીનું આયોજન ન કરો. યાદ રો કે તમે કોઈ રોકસ્ટાર નથીકે તેની જેમ વર્તીએ.
5. બ્રેડ ચોર ન બનશો
બ્રેકફાસ્ટ બુફેમા તમે તમારા નાણાંનું પુરેપુરુ વળતર મેળવો એ બરાબર છે પરંતુ બુફેમાંથી ખાદ્યસામગ્રી ચોરવી એ જરા પણ યોગ્ય નથી. ફળોના ટુકડા લો એ બરાબર છે પણ લંચ કે ડિનરની આઈટેમ્સ તમે તમારી હેન્ડબેગમાં છૂપાવો તે યોગ્ય નથી. બ્રેકફાસ્ટનો સમય ઘણો જ વહેલો રાખવામાં આવે કે તેથી કતાર નાની થાય અથવા સૌથી આગળ નીકલી જવું કે ધક્કામુક્કી ન કરવી પડે. તેથી કતારમાં ઊબા હો તો ધીરજ રાખો.
6. લીફ્ટ માટે પાગલ ન બનો
એક નાની પણ ઘણી ગંભીર વાત કે જે સારી હોટેલ રીતભાત ગણાય છે અને તે છે હોટેલની લીપટનો ઉપયોગ. જો તમે હોટેલની રીતભાતમાં સૌથી આગળરહેવા ઈચ્છતા હો તો હોટેલની લીપટ સાથે રમત ન કરશો. દરેક માળે લીફટના બટન દબાવવા એ અન્ય મહેમાનો માટે વિનાકારણ લાંબી મુસાફરી જેવું થશે. આ પ્રકારની વૃતિ કોઈને પણ આનંદ આપનારી ન હોય શકે.
7. યોગ્ય પહેરવેશ
તમારા હોટેલ રૂમમાં તમે ગમે તે પહેરો તે બરાબર છો પરંતુ જયારે તમે રૂમ છોડો ત્યારે તમારે તમારી આસપાસના લોકોને ધ્યાનમાં રાખીને યોગ્ય વસ્ત્રો ધારણ કરવા જોઈએ. અનેક દેશોમાં પહેરવેશ અંગે કેટલાંક કડક નિયમો અને કાયદાઓ છે અને એ દેશના એક મુલાકાતી તરીકે તમે સ્થાનિક લોકોનું કે ત્યાંના કાયદાનું અપમાન કરી શકો નહીં. તમારા ગંતવ્યસ્થાને કેવા પ્રકારનો ડ્રેસ કોડ છે તે બરાબર જાણી લો.
8. તમારી ભાષાને કાબુમાં રાખો
હોટેલ સ્ટાફનો સ્થાનિક ભાષામાં આભાર માનવો તે પંચતારક હોટેલની રીતભાત દર્શાવવાનો એક ઉત્તમ માર્ગ છે. ‘હેલો’, ‘થેંક યુ’ કે ‘ગૂડબાય’ જેવા શબ્દો સ્થાનિક ભાષામાં બોલવાનું શીખવામાં વધુ સમય લાગતો નથી અને કદાચ તમે જો તેમાં બોલવામાં ભૂલ પણ કરો તો પણ મોટાભાગના સ્થાનિક લોકો તમે પ્રયાસ કર્યો એ બદલ આભાર માનશે.
9. જો તમે રોમમાં છો, તો રોમન બની જાઓપ્રવાસ દરમ્યાન સ્થાનિક રિવાજો ધ્યાનમાં રાખવા અસરકારક નીવડે છે. તમારા ગંતવ્યસ્થાને જતાં પહેલાં એ જરૂરી છે કે તમે એ જાણી લો કે તમારાથી સ્થાનિક લોકો કે હોટેલ સ્ટાફનું અપમાન ન થાય.