Saturday, April 23, 2022

રાજકોટ રેલવે ડિવિઝન હવે 15 સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ કરી શકાશે

11:24 23/04/2022 https://www.egujaratitimes.com/ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર રાજકોટ રેલવે ડિવિઝનના 15 સ્ટેશનો પર આવા સ્ટોલ ઉભા કરવામાં આવશે જેમાં રાજકોટ, ભક્તિનગર, મોરબી, થાન, સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર, હાપા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, ભાટિયા, મીઠાપુર, પડધરી અને કાનાલુસનો સમાવેશ થાય છે. આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે વિવિધ વિક્રેતાઓને નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે. આ સ્ટોલ પર હસ્તકલા, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, વસ્ત્રો ઉપરાંત અન્ય ઉત્પાદનોનું વેચાણ કરી શકાશે.
આ યોજનાનો લાભ લેવા માટે, ઉત્પાદક, ડેવલપમેંટ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TRIFED), રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા અથવા MSME પ્રમાણપત્ર ધારક, ભારત સરકાર રજિસ્ટર્ડ/નોંધાયેલા આદિવાસી કારીગરો /વીવર્સ વગેરે અરજી કરી શકે છે.
વધુ માહિતી માટે ડિવિઝનલ રેલવે મેનેજર, કોમર્સ વિભાગ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટની ઓફિસમાં ડિવિઝનલ કેટરિંગ ઈન્સ્પેક્ટર વિશાલ ભટ્ટ (મોબાઈલ નં: 9724094978) નો સંપર્ક કામકાજના દિવસોમાં સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી કરી શકાય છે. ' વન સ્ટેશન વન પ્રોડક્ટ ' યોજના હેઠળ સ્ટોલ માટેની અરજીઓ 02.05.2022 સુધી સ્વીકારવામાં આવશે.

Thursday, April 21, 2022

સાળંગપુર ધામમાં હનુમાનજીની 54 ફૂટની વિરાટ મૂર્તિ

સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું છે.
મૂર્તિની વિશેષતા
દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે.
13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે.
બેઝ પર  દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે
બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે.
પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે.
એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે.
દાદાની સામેના 62000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે.
આ ગાર્ડનમાં 12000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય.
પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે.
ત્રણ-ચાર સ્ટેપમાં મૂર્તિ લગાડવામાં આવશે.
14 ઓક્ટોબરથી લોકો દાદાની મૂર્તિના દર્શન કરી શકશે.
આ મૂર્તિ લાગ્યા બાદ આખા સાળંગપુરની કાયાપલટ થઈ જશે.
દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે. 



--



--

"મલ્લિકા એ આમ - નુરજહા કેરી": ૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજનવાળી કેરીનાં આંબા પર લટકતી હોય ત્યારથી જ બુકિંગ


16:48 21/04/2022 https://www.egujaratitimes.com/
એ જાણીને નવાઇ લાગશે કે 1 ફૂટ લાંબી અને 4 કિલો વજન ધરાવતી નુરજહા નામની કેરીની જાત લૂપ્ત થતી જાય છે. આથી આ કેરી આંબાના વૃક્ષ પર લટકતી હોય ત્યારે જે તેનું એડવાન્સ બુકિંગ થઇ જાય છે. નવાઇની વાત તો એ છે કે એક નંગ કેરીની કિંમત 1500 થી 1600 થાય છે. ગત વર્ષ 800 રુપિયા ભાવ હતો જે વધીને બમણો થયો છે. આ કેરીની ગોટલીનું વજન 300 થી 350ગ્રામ હોય છે. નુરજહા કેરીના આંબાની ઉંચાઇ માત્ર આઠ ફૂટથી વધારે હોતી નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર એક સમયે એક આંબા પર 400 કેરીઓ બેસતી હતી તે ઘટીને 75 જેટલી થઇ છે. અકાળે ડાળીઓ સૂકાઇ જવાની અને અકાળે કેરી ખરી પડવાનું પ્રમાણ પણ વધતું જાય છે. દેશમાં આ કેરીનું વાવેતર અને ઉત્પાદન મધ્યપ્રદેશના ઇન્દોરથી 250 કિમી દૂર અલીપુરરાજ જિલ્લાના કઠીવાડા વિસ્તાર પુરતુ સિમિત બની ગયું છે. આ વિસ્તારમાં નુરજહાં કેરીના ગણ્યા ગાંઠયા માંડ આંબા જ બચ્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે એક સમયે નુરજહા કેરીનું વજન 7 કિલો સુધી પણ જોવા મળતું હતું. કેરીની ૨ હજારથી પણ વધુ પણ સ્થાનિક જાતો છે પરંતુ મધ્યપ્રદેશની ઓળખ સમી મલ્લિકા એ આમ નું સંરક્ષણ કરવું જરુરી છે.

દીકરીઓ માટેની ખાસ યોજના, નહીં રહે લગ્ન-શિક્ષણનું ટેન્શન

સુકન્યા સમૃદ્ધિ યોજના છે દીકરી માટે એક પોપ્યુલર બચત યોજના
માત્ર ઓછામાં ઓછા દર વર્ષે 250 રૂપિયા કરાવવા પડશે જમા
7.6 ટકા મળશે વાર્ષિક વ્યાજ
સરકારી સ્મોલ સેવિંગ યોજના કેટેગરીમાં સુકન્યા સમૃદ્ધિ યોજના એક પોપ્યુલર બચત યોજના છે.

જો તમારા ઘરમાં 10 વર્ષથી નાની ઉંમરની દીકરી છે, તો તેના નામ પર અકાઉન્ટ ઓપન કરાવી શકો છો.

13:03 21/04/2022 https://www.egujaratitimes.com/ કેંદ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે જોડાયેલ 5 મોટા બદલાવ કર્યા છે. બદલાવ બાદ આ યોજનામાં રોકાણને વધારે સરળ બનાવી દેવાયું છે. આ સારી તક છે, તે લોકો માટે જેમના ઘરમાં 10 વર્ષથી નાની ઉંમરની દીકરી છે. આવો જાણીએ આ યોજનામાં ક્યા ક્યા બદલાવ થયા છે.

1. હવે અકાઉન્ટ નહીં થાય ડિફોલ્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. ઓછામાં ઓછા રૂપિયા જમા ન કરાવવા પર અકાઉન્ટ પહેલા ડિફોલ્ટ થઇ જતું હતું, પરંતુ હવે આમ નહીં થાય. હવે અકાઉન્ટ ફરીથી એક્ટીવ કરાવવા પર મેચ્યોર થવા સુધી ખાતામાં જમા રાશિ પર વ્યાજ મળતું રહેશે.

2. ત્રીજી દીકરીનાં અકાઉન્ટ પર પણ ટેક્સ છૂટ
પહેલા આ યોજના બે દીકરીઓના ખાતા પર 80 C હેઠળ ટેક્સ છૂટ આપતિ હતી. ત્રીજી દીકરી માટે આ ફાયદો આપવામાં આવ્યો ન હતો. પરંતુ હવે જો એક દીકરી બાદ બે જુડવા દીકરીઓ છે, તો તે બંને માટે ખાતું ખોલી શકાશે અને ટેક્સ છૂટ પણ મળશે.

3. 18 વર્ષની ઉંમરે દીકરી કરી શકશે ઓપરેટ
હવે દીકરીની ઉંમર 18 વર્ષની થવા પર જ તે અકાઉન્ટ ઓપરેટ કરી શકશે.

4. અકાઉન્ટ બંધ કરાવવું બન્યું સરળ
સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં અકાઉન્ટને પહેલા દીકરીના મૃત્યુ પર કે એડ્રેસ બદલાવા પર બંધ કરી શકાતું હતું. પરંતુ હવે જો અકાઉન્ટ હોલ્ડર્સને પ્રાણઘાતક બીમારી થઇ જાય, તો અકાઉન્ટ બંધ કરાવી શકાય છે. જો અકાઉન્ટ હોલ્ડર્સનું નિધન થઇ જાય, તો પણ અકાઉન્ટ મેચ્યોરિટી પહેલા બંધ કરાવી શકાય છે.

5. સમય પર મળશે વ્યાજ
નવા નિયમો હેઠળ ખાતામાં ખોટું વ્યાજ નાંખવા પર તેને ફરી પલટવાનાં નિયમને હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખાતાનું એક વર્ષીય વ્યાજ દરેક ફાઈનાન્સિયલ યરનાં અંતમાં ક્રેડિટ કરવામાં આવશે.

મોદી સરકારે વર્ષ 2015માં 'બેટી બચાઓ - બેટી પઢાઓ' અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર 7.6 ટકા દર વર્ષે વ્યાજ મળે છે.

કેવી રીતે ખુલશે SSY ખાતું?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ અવેદક પોતાની દીકરીના નામ પર કોઈપણ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ દીકરીના નામ પર ઓછામાં ઓછા 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. જ્યારે આ યોજનામાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા એક વર્ષે જમા કરાવી શકાય છે.

ક્યા ક્યા ડોક્યુમેન્ટની પડશે જરૂર?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે આવેદકે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં પોતાની દીકરીનું બર્થ સર્ટીફિકેટ પણ જમા કરાવવું પડશે. આ ઉપરાંત, દીકરી અને માતા પિતાનું ઓળખાણ પત્ર અને એડ્રેસ પ્રૂફ જમા કરાવવું પડશે.

ક્યારે મેચ્યોર થાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના સ્કીમ?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા કરાવવામાં આવેલ રકમ દીકરીની ઉંમર 21 વર્ષ થવા પર મેચ્યોર થઇ જાય છે. જોકે આ ઉપરાંત 18 વર્ષની ઉંમર બાદ દીકરીનાં ભણતર માટે 50 ટકા સુધી પૈસા ઉપાડી શકાય છે.

Thursday, April 14, 2022

ભારતમાં આધુનિક ગુલામોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ India has the highest number of modern slaves in the world दुनिया में सबसे ज्यादा आधुनिक गुलाम भारत में हैं

14:03 14/04/2022 https://www.egujaratitimes.com/ દુનિયાભરના 167 દેશોમાં અંદાજિત 40 કરોડથી વધુ લોકો ગુલામીની સાંકળોમાં જકડાયેલા છે. માત્ર પદ્ધતિ થોડી અપગ્રેડ કરવામાં આવી છે. 2016 અને 2018 ની વચ્ચે, ભારત સહિત ઘણા દેશોની સ્થિતિમાં આ મામલે નોંધપાત્ર સુધારો થયો છે.
આ પછી પણ ભારત આ મામલે નંબર વન પર છે. વોક ફ્રી ફાઉન્ડેશનના 2018 ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સ 2018માં આ માહિતી બહાર આવી છે. NGOએ કાર્યસ્થળે ઉત્પીડન, લોન બોન્ડ, બળજબરીથી લગ્ન, બળજબરીથી મજૂરી અને માનવ તસ્કરી જેવા મુદ્દાઓની શ્રેણીના અહેવાલોના આધારે આ આંકડા જાહેર કર્યા હતા. એનજીઓએ અત્યાર સુધીમાં મોડર્ન સ્લેવરી 2013, 2014, 2016 અને 2018ની ચાર આવૃત્તિઓ રજૂ કરી છે.
રિપોર્ટ અનુસાર, 2016માં ભારતમાં અંદાજિત 18 મિલિયન લોકો આધુનિક ગુલામીની સ્થિતિમાં જીવી રહ્યા હતા. એટલે કે, 2016 માં, તે આધુનિક ગુલામી સાથે સૌથી વધુ લોકો ધરાવતો દેશ હતો. 2018માં તેમની સંખ્યા ઘટીને 80 લાખ થઈ ગઈ. આ પછી પણ ભારતમાં આધુનિક ગુલામોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. ભારતની તુલનામાં, તેમની સંખ્યા 39 લાખ છે, જ્યારે પાકિસ્તાનમાં આ સંખ્યા 2016 અને 2018 વચ્ચે 52 ટકા વધીને 32 લાખ થઈ ગઈ છે. ચેક રિપબ્લિક જેવા દેશોમાં બળજબરીથી લગ્ન અને જબરદસ્તી મજૂરીનો ભોગ બનેલા લોકોમાં વધારો થયો છે.
વૉક ફ્રી ફાઉન્ડેશન કાર્યસ્થળે ઉત્પીડન, દેવું બોન્ડ, બળજબરીથી લગ્ન અને સેક્સ ટ્રાફિકિંગના પીડિતોના આધારે આધુનિક ગુલામોનું મૂલ્યાંકન કરે છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આવા લોકોની ચોક્કસ સંખ્યા ભેગી કરવી અશક્ય છે. એટલા માટે એનજીઓએ 48 દેશોમાં ચૂંટણી ડેટા, સશસ્ત્ર સંઘર્ષ, શ્રમ કાયદા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ સાથે સંબંધિત વિવિધ પરિબળોનું મૂલ્યાંકન કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે. અહેવાલમાં સ્થળાંતર કરનારાઓ, મહિલાઓ અને વંચિત જૂથોની સ્થિતિ તેમજ સામાન્ય અસમાનતાના સ્તર વિશે વાત કરવામાં આવી છે.
વોક ફ્રી ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર, ઉત્તર કોરિયાની લગભગ 26.40 મિલિયન (10.5 ટકા) વસ્તી આધુનિક ગુલામીમાં જીવે છે. આ વિશ્વભરમાં અંદાજિત આધુનિક ગુલામોની કુલ સંખ્યાના લગભગ 7 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. બીજો આફ્રિકન દેશ એરિટ્રિયા છે. અહીંની વસ્તીની સરખામણીએ 9.3 ટકા એટલે કે 4.51 લાખ લોકો આધુનિક ગુલામો જેવું જીવન જીવી રહ્યા છે. પાકિસ્તાન આ મામલે થોડું સાચું છે. 31.86 લાખ લોકો આધુનિક ગુલામીમાં જીવી રહ્યા છે, જે કુલ વસ્તીના 1.7 ટકા છે. ભારત ટોપ 8 દેશોની યાદીમાં નથી. 

Tuesday, April 5, 2022

શું તમને પણ વાળ ખાવાની ટેવ છે ? ચેતી જજો .. આ કિસ્સો જરૂરથી વાંચજો..... Do you also have a habit of eating hair?... must read this case .....

શું તમને પણ વાળ ખાવાની ટેવ છે ? ચેતી જજો .. આ કિસ્સો જરૂરથી વાંચજો.....
..........................
ઘણી કિશોરીઓ , યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની ટેવ હોય છે જે પેટમાં ગાંઠ બનાવે છે : ડૉ. જયશ્રી રામજી (બાળરોગ સર્જરી વિભાગ, સિવિલ હોસ્પિટલ-અમદાવાદ)
..........................
૯ વર્ષની બાળકીના પેટમાં વાળના ગુચ્છ એ વિશાળ આકાર ઘારણ કર્યું
..........................
વાળના ગુચ્છના કારણે એક વર્ષથી પેટની તકલીફથી પીડાઇ રહેલી નેન્સીને સિવિલ હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કરી
...............
પેટમાં વાળના ગુચ્છના કારણે થતી ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે
******
15:31 05/04/2022 https://www.egujaratitimes.com/ ૯ વર્ષની નેન્સી યાદવના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો ! સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનું માનવું છે કે 'ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે ' જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે.
ટ્રાયકોબેઝારની તકલીફ સાથે મહેસાણા થી આવેલી ૯ વર્ષની નેન્સીને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કંઇ રીતે સંપૂર્ણપણે પીડામુક્ત કરી આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો ...
મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ મહેસાણામાં પેટીયું રળી રહેલા સુર્યકાન્તભાઇ યાદવની દિકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા દિકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું.
પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા. અહીં તબીબો દ્વારા સી.ટી.સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રીપોર્ટસ કરાવવામાં આવ્યા. જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સધન સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી , એનેસ્થેસિયા વિભાગના ડૉ. સિધ્ધાર્થ અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું ટીમ સ્તબ્ધ થઇ ગઇ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. જેને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.  
ડૉ. જયશ્રી રામજી જણાવે છે કે, આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. જે ખાસ કરીને યુવતીઓ , કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલ થી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે તેમ ડૉ. જયશ્રી ઉમેરે છે.  
તેઓ વધુમાં ઉમેરે છ કે, અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દિકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની અમને જાણ થતા અમે દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું છે.
નેન્સીના પિતા સૂર્યપ્રકાશ યાદવ કહે છે કે, મારી દિકરીને પેટમાં દુખાવાની ઘણાં સમયથી ફરીયાદ હતી. સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ તબીબોએ મારી દિકરીને પીડામુક્ત કરવા સર્જરી હાથ ધરી જે સંપૂર્ણપણે સફળ રહી છે. જે બદલ હું સિવિલ હોસ્પિટલના તબીબો અને રાજ્ય સરકારનો હ્યદયપૂર્વક આભારમાનું છું.  
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે.યુવતીઓ, કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલીંગ કરાવવું પણ જરૂરી છે જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય.