Thursday, April 21, 2022

દીકરીઓ માટેની ખાસ યોજના, નહીં રહે લગ્ન-શિક્ષણનું ટેન્શન

સુકન્યા સમૃદ્ધિ યોજના છે દીકરી માટે એક પોપ્યુલર બચત યોજના
માત્ર ઓછામાં ઓછા દર વર્ષે 250 રૂપિયા કરાવવા પડશે જમા
7.6 ટકા મળશે વાર્ષિક વ્યાજ
સરકારી સ્મોલ સેવિંગ યોજના કેટેગરીમાં સુકન્યા સમૃદ્ધિ યોજના એક પોપ્યુલર બચત યોજના છે.

જો તમારા ઘરમાં 10 વર્ષથી નાની ઉંમરની દીકરી છે, તો તેના નામ પર અકાઉન્ટ ઓપન કરાવી શકો છો.

13:03 21/04/2022 https://www.egujaratitimes.com/ કેંદ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે જોડાયેલ 5 મોટા બદલાવ કર્યા છે. બદલાવ બાદ આ યોજનામાં રોકાણને વધારે સરળ બનાવી દેવાયું છે. આ સારી તક છે, તે લોકો માટે જેમના ઘરમાં 10 વર્ષથી નાની ઉંમરની દીકરી છે. આવો જાણીએ આ યોજનામાં ક્યા ક્યા બદલાવ થયા છે.

1. હવે અકાઉન્ટ નહીં થાય ડિફોલ્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. ઓછામાં ઓછા રૂપિયા જમા ન કરાવવા પર અકાઉન્ટ પહેલા ડિફોલ્ટ થઇ જતું હતું, પરંતુ હવે આમ નહીં થાય. હવે અકાઉન્ટ ફરીથી એક્ટીવ કરાવવા પર મેચ્યોર થવા સુધી ખાતામાં જમા રાશિ પર વ્યાજ મળતું રહેશે.

2. ત્રીજી દીકરીનાં અકાઉન્ટ પર પણ ટેક્સ છૂટ
પહેલા આ યોજના બે દીકરીઓના ખાતા પર 80 C હેઠળ ટેક્સ છૂટ આપતિ હતી. ત્રીજી દીકરી માટે આ ફાયદો આપવામાં આવ્યો ન હતો. પરંતુ હવે જો એક દીકરી બાદ બે જુડવા દીકરીઓ છે, તો તે બંને માટે ખાતું ખોલી શકાશે અને ટેક્સ છૂટ પણ મળશે.

3. 18 વર્ષની ઉંમરે દીકરી કરી શકશે ઓપરેટ
હવે દીકરીની ઉંમર 18 વર્ષની થવા પર જ તે અકાઉન્ટ ઓપરેટ કરી શકશે.

4. અકાઉન્ટ બંધ કરાવવું બન્યું સરળ
સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં અકાઉન્ટને પહેલા દીકરીના મૃત્યુ પર કે એડ્રેસ બદલાવા પર બંધ કરી શકાતું હતું. પરંતુ હવે જો અકાઉન્ટ હોલ્ડર્સને પ્રાણઘાતક બીમારી થઇ જાય, તો અકાઉન્ટ બંધ કરાવી શકાય છે. જો અકાઉન્ટ હોલ્ડર્સનું નિધન થઇ જાય, તો પણ અકાઉન્ટ મેચ્યોરિટી પહેલા બંધ કરાવી શકાય છે.

5. સમય પર મળશે વ્યાજ
નવા નિયમો હેઠળ ખાતામાં ખોટું વ્યાજ નાંખવા પર તેને ફરી પલટવાનાં નિયમને હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખાતાનું એક વર્ષીય વ્યાજ દરેક ફાઈનાન્સિયલ યરનાં અંતમાં ક્રેડિટ કરવામાં આવશે.

મોદી સરકારે વર્ષ 2015માં 'બેટી બચાઓ - બેટી પઢાઓ' અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર 7.6 ટકા દર વર્ષે વ્યાજ મળે છે.

કેવી રીતે ખુલશે SSY ખાતું?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ અવેદક પોતાની દીકરીના નામ પર કોઈપણ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ દીકરીના નામ પર ઓછામાં ઓછા 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. જ્યારે આ યોજનામાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા એક વર્ષે જમા કરાવી શકાય છે.

ક્યા ક્યા ડોક્યુમેન્ટની પડશે જરૂર?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે આવેદકે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં પોતાની દીકરીનું બર્થ સર્ટીફિકેટ પણ જમા કરાવવું પડશે. આ ઉપરાંત, દીકરી અને માતા પિતાનું ઓળખાણ પત્ર અને એડ્રેસ પ્રૂફ જમા કરાવવું પડશે.

ક્યારે મેચ્યોર થાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના સ્કીમ?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા કરાવવામાં આવેલ રકમ દીકરીની ઉંમર 21 વર્ષ થવા પર મેચ્યોર થઇ જાય છે. જોકે આ ઉપરાંત 18 વર્ષની ઉંમર બાદ દીકરીનાં ભણતર માટે 50 ટકા સુધી પૈસા ઉપાડી શકાય છે.

No comments:

Post a Comment