Tuesday, December 1, 2020

આયુર્વેદિક સૂત્રોથી બનાવેલા ઓસડીયા કોરોના વાઈરસ સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઈન્ફેમેટરી ફાયદા ધરાવે છે

આયુર્વેદિક સૂત્રોથી બનાવેલા ઓસડીયા કોરોના વાઈરસ સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઈન્ફેમેટરી ફાયદા ધરાવે છે

ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન

13:26 01/12/2020: By Shailesh Bhatt: http://www.egujaratitimes.com/ વૈશ્વિક આધ્યાત્મિક નેતા અને માનવતાવાદી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ કોવીડ-૧૯ના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ ઔષધોની અસરકારકતા સંબંધિત વ્યાપક સ્તર પર અભ્યાસ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. આ માટેનું કારણ પ્રારંભિક સંશોધનોમાં મળેલી સફળતા છે,જેમાં ફ્રેંકફર્ટ બાયોટેકનોલોજી ઈનોવેશન સેંટરમાં કરાયેલા મહત્વના અભ્યાસનો પણ સમાવેશ થાય છે.
           
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ કહ્યું,"હું ભારત સરકાર અને આયુષ
વિભાગને આપણી પારંપરિક આયુર્વેદિક ઔષધોની પધ્ધતિને અજમાવવા બદલ અભિનંદન પાઠવવા ઈચ્છું છું. એનાથી આ ઔષધોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના તથા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય વિષયક ફાયદા વિશે વધુ સંશોધન  થઈ શકે.આપણે ઘણી વાર આપણી પરંપરાગત ઔષધીય પધ્ધતિની ઉપયોગિતાને અવગણીએ છીએ. આ પધ્ધતિઓના ફાયદાઓને વૈજ્ઞાનિક રીતે ચકાસવાની આવશ્યકતા છે,જેથી દુનિયાભરમાં વ્યાપક સ્તરે તેમનો સ્વીકાર થઈ શકે.તામિલનાડુની બહાર ઘણાને સિધ્ધ ઔષધ પધ્ધતિની માહિતી નથી.પરંતુ સિધ્ધ આધારિત બનાવેલા વનસ્પતિજન્ય ઔષધો પર અત્યારે જર્મન સંશોધકો કામ કરી રહ્યા છે."
               
ગુરુદેવ ઉપરાંત અન્ય મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત હતા,જેમ કે,FIZ ફ્રેંકફર્ટના ફ્રેંકફર્ટ બાયોટેકનોલોજી ઈનોવેશન સેંટરના મેનેજીંગ ડિરેકટર ડૉ. ક્રિશ્ચિયન ગાર્બે,ન્યુ દિલ્હીથી આયુષ વિભાગના ડૉ. રાજ માનચંદા,ચેન્નાઈની સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રીસર્ચ ઈન સિધ્ધ ( CCRS)ના ડાયરેક્ટર જનરલ પ્રો.ડૉ.કે. કનકવલ્લી,શ્રી શ્રી તત્વના મેનેજીંગ ડિરેકટર શ્રી અરવિંદ વર્ચસ્વી તથા શ્રી શ્રી તત્વના ચીફ સાયન્સ ઓફીસર ડૉ. એમ. રવિ કુમાર રેડ્ડી.
           
FIZ ના મેનેજીંગ ડિરેકટર ડૉ. ક્રિશ્ચિયન ગાર્બે જણાવ્યું,"આ અનોખી સંશોધન યોજના શરુ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને એના થકી કોરોના વાઈરસ સામેના જંગમાં અમે પ્રદાન પણ કરી શકીશું.અમે ૨૦૨૦ ના મધ્યમાં 'આયુર્જીનોમિક્સ' સંશોધન યોજના શરુ કરી.તેનો આશય કોરોના વાઈરસ  SARS-CoV-2 ના પ્રતિ આયુર્વેદિક ઔષધોની એન્ટીઈન્ફેમેટરી તથા રોગ પ્રતિકારક શક્તિ વધારનાર અસરકારકતા ચકાસવાનો હતો." ડૉ. ગાર્બેએ સમજાવ્યું કે આયુર્જીનોમિક્સ એટલે આયુર્વેદ માટે રંગસૂત્રો વિષયક અભ્યાસ અને તેના દ્વારા પ્રકૃતિ(વ્યક્તિનું માનસશાસ્ત્રીય- ફીઝીયોલોજીકલ બંધારણ) તથા રંગસૂત્રો વચ્ચેના સંબંધ પર સંશોધન કરવું.
         
દિલ્હીના આયુષ વિભાગનું પ્રતિનિધિત્વ કરતા ડૉ. રાજ માનચંદાએ કહ્યું,"શ્રી શ્રી તત્વ તરફથી ૧૦,૦૦૦ લોકોમાં નિઃશુલ્ક વિતરણ માટે કબાસુર કુડીનીર ઔષધની ટેબ્લેટ મેળવીને મને આનંદ થાય છે.અમે તેના પરિણામોનો અહેવાલ બનાવીશું અને જાહેર કરીશું." હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પારંપરિક ભારતીય ઔષધોની રોગ પ્રતિકારક શક્તિ ઉપર થતી અસરો પર અનેક અભ્યાસ થઈ રહ્યા છે.
         
FIZ માં હાથ ધરાયેલું એક મહત્વનું સંશોધન કબાસુર કુડીનીર કે જે સિધ્ધ પધ્ધતિની એક ઉત્કૃષ્ટ બનાવટ છે,તેની અન્ય આયુર્વેદિક ઔષધો સાથે અસરકારકતા દર્શાવતા જણાવે છે કે તે SARS-CoV-2 ના સ્પાઈક્સ અને  ACE2  વચ્ચે જોડાણ થતું અટકાવે છે. લેબોરેટરીમાં કરાયેલા પ્રયોગોમાં જણાયું કે કબાસુર કુડીનીર ટેબ્લેટ્સ કોરોના વાઈરસની જુદી જુદી જાતોમાં સ્પાઈક્સના ગ્લાયકોપ્રોટીનના પ્રતિ સૌથી પ્રબળ(૮૪%) પ્રતિબંધક હતી.આ દર્શાવે છે કે તેનાથી વાઈરસનો કોષોમાં પ્રવેશ અસરકારક રીતે પ્રતિબંધિત થઈ જાય છે.
         
ચેન્નાઈની CCRS ના DG ડૉ.કનકવલ્લીએ જણાવ્યું," અમે તામિલનાડુમાં કબાસુર કુડીનીરનું વિતરણ રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગના અટકાવ માટે કર્યું હતું.અને તે અસરકારક જણાયું."
    બેંગ્લોરના નારાયણ હ્રદયાલયમાં અન્ય એક ઔષધીય અભ્યાસ કરવામાં આવ્યો,જેમાં કોવીડ-૧૯ ના નિયંત્રણ માટે આયુષ ઔષધોની અસરકારકતા માપવામાં આવી.હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને વધારાના ઉપચાર તરીકે કબાસુર કુડીનીર અને અન્ય ઔષધો આપવામાં આવ્યા.આ અભ્યાસમાં જણાયું કે આયુષ ઔષધોના વધારાના ઉપચાર તરીકે ઉપયોગ કરવાથી કોવીડ-૧૯ ના સારવારકીય પરિણામો પર કોઈ નકારાત્મક અસર થતી નથી.રોગના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને શ્રી શ્રી તત્વ કબાસુર કુડીનીર ટેબ્લેટ્સ,શક્તિ ડ્રીમ્સ અને ટર્મેરિક પ્લસ ટેબ્લેટ્સ(શ્રી શ્રી તત્વની અધિકૃત દવાઓ) આપવામાં આવી તો કોઈ પણ પ્રતિકૂળ પરિણામ વગર આ આયુષ દવાઓનો સલામત તથા અનુકૂળ ઉપયોગ કરી શકાય છે એવું નિશ્ચિત થયું.બેંગલોર મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં કરાયેલા એક અભ્યાસમાં અમૃત ટેબ્લેટ્સ,તુલસી અર્ક, શક્તિ ડ્રીમ્સ અને ટર્મેરિક પ્લસ ટેબ્લેટ્સની  રોગ પ્રતિકારક શક્તિ પર થતી અસરો કોવીડ-૧૯ વોર્ડમાં ૯૬ હેલ્થ કેર વર્કર્સ પર માપવામાં આવી.આના પ્રારંભિક પરિણામો આશાસ્પદ છે.
         
શ્રી શ્રી તત્વના એમ ડી શ્રી અરવિંદ વર્ચસ્વી અનુસાર "આજના ઉપયોગકર્તા પોતાની પસંદગી બાબતે જાગૃત છે.પોતાની તંદુરસ્તી જાળવવા માટે આયુષ પધ્ધતિ પસંદગીમાં અગ્રેસર છે.અમે હંમેશાં વૈજ્ઞાનિક અભિગમથી કામ કરીએ છીએ. આપણે આયુષ ઔષધોનો રોગના અટકાવ અને સારવાર બન્ને પ્રકારના ઉપયોગ માટે તથા પારંપરિક સારવાર પધ્ધતિઓના ફાયદા બાબતે જાગૃતિ જગાવવા પ્રોત્સાહન આપવું જોઈએ. દિલ્હીમાં આયુષ વિભાગને નિઃશુલ્ક વિતરણ અને દવાઓની અસરના અભ્યાસ અર્થે ૧૦,૦૦૦ દવાઓ ના ડોઝ આપવામાં આનંદ અનુભવીએ છીએ."
(આ અભ્યાસોની વિશેષ માહિતી આ સાથેના બિડાણમાં સામેલ છે.)
https://drive.google.com/drive/folders/1sDGyw_99Tiih1TQzHYzCl5HZhRw2iWsc?usp=sharing

No comments:

Post a Comment