Monday, December 21, 2020

ભારતમાં પાંચમાંથી ત્રણ મૃત્યુ માટે બિનચેપી રોગો જવાબદાર

16:13 21/12/2020
www.egujaratitimes.com
શિયાળો વર્ષની સૌથી આનંદદાયક ઋતુ છે. આ ઋતુ ઉનાળાની આગ ઝરતી ગરમીમાં અને રોગચાળો ફેલાવતા ચોમાસામાંથી અતિ જરૂરી રાહત પ્રદાન કરે છે. પણ વર્ષ 2020માં શિયાળાને લઈને લોકોમાં ડર ફેલાયેલો છે. અતિ આતુરતાપૂર્વક રાહ જોવાથી શિયાળાની સિઝન ચાલુ વર્ષે વધુ ચિંતાજનક બની ગઈ છે, કારણ કે એમાં COPD અને કોવિડ-19 જોખમોમાં વધારો થવાની અપેક્ષા છે.

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) ફેંફસાની સતત વધતી બિમારીઓ માટે વપરાતો શબ્દ છે, જેમાં એમ્ફીસેમા (ફેંફસાની કોથળીઓમાં વાયુ જમા થવાથી શ્વાસ ચઢવો), લાંબા ગાળા માટે શ્વસનનળીમાં સોજો ચઢવો અને અનિયંત્રિત અસ્થમા સામેલ છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)થી દુનિયામાં 251 મિલિયન લોકો પીડાય છે અને એનાથી 3.15 મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. COPD સાથે સંબંધિત 90 ટકાથી વધારે મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. ભારતમાં પાંચમાંથી ત્રણ મૃત્યુ માટે બિનચેપી રોગો જવાબદાર છે, જેમાં COPD મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે. એટલે ભારત ખરાં અર્થમાં દુનિયાની COPDની રાજધાની છે.

ડૉ. દવેના જણાવ્યા મુજબ, COPD વિશે સાધારણ જાગૃતિનો અભાવ ઊંચા મૃત્યુદર માટેના મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે. તેમણે કહ્યું હતું કે, "ઘણા લોકો COPDને લઈને અપૂરતી જાણકારી ધરાવે છે કે COPD ધુમ્રપાન કરતાં લોકોને થતો રોગ છે. હકીકતમાં આ રોગનું જોખમ જેટલું ધુમ્રપાન કરતાં લોકોને છે એટલું જ જોખમ ધુમ્રપાન ન કરતાં અને સેકન્ડ હેન્ડ સ્મોકનો ભોગ બનતા લોકોને છે. ખાસ કરીને 50 વર્ષથી વધારે વય ધરાવતા લોકો આ રોગનું વધારે જોખમ ધરાવે છે. જોકે BOLDના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, COPDનાં ઓછામાં ઓછા 25 ટકા દર્દીઓએ ક્યારેય ધુમ્રપાન કર્યું નહોતું. વધારે ચિંતાજનક બાબત એ છે કે, COPDનું મુખ્ય કારણ પ્રદૂષણ છે અને ગત દાયકામાં પ્રદૂષણમાં તીવ્ર વધારો થયો છે. હકીકતમાં ઘણી ગૃહિણીઓમાં COPDનું નિદાન થયું છે, જે માટે ઘરમાં ફેલાતું હવાનું પ્રદૂષણ જવાબદાર છે! COPD સતત વધતો અને અત્યારે સારવાર ન થઈ શકે એવો રોગ હોવા છતાં ઉચિત નિદાન અને સારવાર સાથે તમે COPDને નિયંત્રણમાં રાખી શકો છો અને વધારે સારી રીતે શ્વસનક્રિયાનું સંચાલન કરી શકો છો. COPD સાથે લોકો ઘણા વર્ષો સુધી જીવી શકે છે અને જીવનનો આનંદ લઈ શકે છે."

તો શિયાળો COPD માટે અને કોવિડ-19 ઇન્ફેક્શનના પ્રસાર માટે સૌથી મોટું જોખમકારક પરિબળ કેવી રીતે છે?

ડો. સિંઘના મત અનુસાર શિયાળો COPDનાં ચિહ્નો પર માઠી અસર કરે છે, જેનાથી COPDનાં દર્દીઓમાં કોવિડ-19નાં જોખમકારક પરિબળમાં વધારો થઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે, "ઠંડું હવામાન ફેંફસા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયાને અસર કરે છે. શરદી, ફ્લુ અને શ્વાસોશ્વાસના અન્ય વાયરસ ઠંડા હવામાનમાં ફરતા હોય છે. જ્યારે તમે COPD ધરાવો છો, ત્યારે તમે આ પ્રકારની બિમારીઓનું જોખમ વધારે ધરાવો છે, જે ઝડપથી તમારાં ચિહ્નો પર વધુ માઠી અસર કરે છે. શિયાળો શ્વાસોશ્વાસ સાથે સંબંધિત વાયરસ અને ઇન્ફેક્શન ફેલાવવા અને વધવા માટે આદર્શ સમય છે. શિયાળો અને COPDથી કોવિડ-19ના જોખમમાં વધારો થાય છે એવું પુરવાર ન થયું હોવા છતાં COPD વધારે નુકસાન કરી શકે છે, કારણ કે ફેંફસાની કોથળીઓને કોરોનાવાયરસ સામે લડવામાં મુશ્કેલી પડી શકે છે. COPDથી ચયાપચયની ક્રિયાને અસર થાય છે, જેથી આ દર્દીઓ હંમેશા કુપોષિત હોય છે. ફેંફસાની નબળી કોથળીઓ, શ્વાસોશ્વાસની નબળી વ્યવસ્થા અને પર્યાપ્ત પોષક દ્રવ્યોનો અભાવથી ફેંફસાની કામગીરી વધારે નબળી પડે છે. આ રીતે COPDથી પીડિત લોકો મધ્યમથી તીવ્ર કોવિડ-19નો ભોગ બનવાનું વધારે જોખમ ધરાવે છે."

આ માટે જરૂરી તમામ પગલાં અને સાવચેતીઓ લેવી જોઈએ, જેથી સંભવિત ઇન્ફેક્શનનું જોખમ ટળે.

સ્વસ્થ ભોજન લેવું, સક્રિય જીવનશૈલી અપનાવવી અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હવામાન સામે રક્ષણ આપે એવા માસ્ક અને ગ્લોવ્સ પહેરવાં – એનાથી વાયરસનો ભોગ બનવાની શક્યતા લઘુતમ થાય છે. COPDથી અગાઉથી જ પીડિત લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, ઉચિત દવાઓ લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. રોગપ્રતિકારક ખાદ્ય પદાર્થોનું સેવન, હૂંફાળા પાણીનું સેવન કરવાથી સામાન્ય શરદી કે ફ્લુ જેવી બિમારીઓ થતી નથી.

No comments:

Post a Comment