સમગ્ર વિશ્વને શીતળા અને પોલિયો મુક્ત કરવામાં વેકસીન અગત્યની સાબિત થઈ છે. આપણને કૂતરૂ કરડે ત્યારે હડકવા વિરોધી રસી લેવા તાત્કાલિક જઈએ છીએ , લોખંડ વાગે ત્યારે ટીટીનસ ઇન્જેક્શન લેવાની પુરતી કાળજી રાખીએ છીએ. આપણાં બાળકોને અનેક પ્રકારની વેકસીન મૂકાવવાની પૂરતી કાળજી લઈએ છીએ. અને લગભગ દશથી સોળ જેટલી જુદા જુદા પ્રકારની વેકસીન મૂકાવવા સમય મુજબ કાળજી રાખીએ છીએ. વિશ્વના વિવિધ વૈજ્ઞાનિકો અને બાયોટેકનોલોજીકલ સંસ્થાઓ દ્વારા અથાગ મહેનત- દિન રાતના ઉજાગરા વેઠીને વેકસીન તૈયાર થઈ છે. તેના તમામ પરિક્ષણો માં સફળ પણ થઈ છે. આ મહામારીમાં ખુબજ ટૂંકા ગાળામાં માત્ર અને માત્ર કોરોના વેકસીન તૈયાર થઈ છે. જે ધન્યવાદ ને પાત્ર છે.આવુ ઈતિહાસ માં પ્રથમ વખત બન્યું છે. કે કોઈ વેકસીન આટલી ઝડપથી તૈયાર કરી હોય અને પરિક્ષણો માં સફળ પણ થઈ હોય
--વેકસીન વિવિધ પ્રકારની હોય છે.
(૧) લાઈવ એટીનયૂટેડ વેકસીન -જેમાં ખૂબ નબળા પાડેલાં વાઇરસ હોય છે. દા. ત. શિતળા, ઓરી, અછબડા ની વેક્સિન.
(૨) કોનજયુગેટ વેકસીન- આમાં વાઇરસ ના વિશીષ્ટ પ્રોટીન નો ઉપયોગ થાય છે દા.ત.ન્યુમોનિયા, હિપેટાઇટિસ બી અને એચ પી વી વેકસીન.
(૩) ટોક્ષોઈડ વેકસીન-પ્રતિ વિષકારક દ્રવ્યો અસરકર્તા સુક્ષ્મ જીવ માંથી ઉપયોગ માં લેવાય છે દા.ત ડિપથેરીયા ,ટીટેનસ ની વેકસીન).
(૪) ઈન એકટીવેટેડ વેકસીન
(૫) સિન્થેટીક પેપટાઈડ વેકસીન
જેમાં વાઇરસ ના મૃત ઘટક હોય છે. દા.ત. પોલિયો, હડકવા વિરોધી અને હિપેટાઇટિસ - એ વગેરે
વિવિધ એમિનો એસિડના સંયોજનથી બને છે. દા.ત હિપેટાઇટિસ બી અને ફૂટ એન્ડ માઉથ ડિઝિસ ની વેકસીન.
હાલમાં આપણાં દેશમાં ભારત બાયોટેક અને વિવિધ સહયોગી સ્વદેશી સંસ્થાનો દ્વારા કોવેક્ષીન સંપૂર્ણ તૈયાર છે, જે ટૂંક સમયમાં નાગરિકો ને આપવામાં આવશે. આ વેકસીન ઈન એકટીવેટેડ વેકસીન પ્રકારની છે. જે પોલિયો વેક્સિન જેવા પ્રકારની છે. સંપૂર્ણ સ્વદેશી અને અસરકારક છે. કોઈ પણ વેક્સિન ની આડ અસર નહિવત હોય છે. વેક્સિન માં પ્રાણીજ દ્રવ્યો, પ્રાણીના ગર્ભના દ્રવ્ય, ઈંડાના પ્રોટીન કે એન્ટીબાયોટીકસ હોતા નથી.
-વેક્સિન લેવા માટે કોઈ ગંભીર બિમારી, સગર્ભા અવસ્થા, કોરોના સારવાર દરમિયાન પ્લાઝમા થેરાપી કરી હોય, કે કોઈ ગંભીર એલર્જી હોય તો તેની જાણ કરવી જોઈએ. કોરોના મહામારી સામે વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે તેથી વેક્સિન અંઞે ના ભ્રામક પ્રચાર થી દૂર રહીએ.તેનાથી કોઇ આડઅસર થવાની નથી.સોસિયલ મિડિયામાં પાયા વગરનાં અહેવાલ આવી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે આ લખાય છે ત્યારે અમેરિકાના દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લઈ લીધી છે.કોઈ બિમારી થી થનાર મૃત્યુને આડ અસર માં ખપાવી શકાય નહીં.વેક્સિન દ્વારા મહામારી સામે વિજય મેળવીએ તે અપેક્ષા સહ.
-કોરોના વાઇરસ મ્યુટેશન પામતો વાઇરસ છે, તેથી તે માટેની પણ વિવિધ biotechnological સંસ્થાઓ એ તેની નોંધ પણ લીધી છે.
- બીપીનભાઈ જોષી (જીવશાસ્ત્રી)

No comments:
Post a Comment