Friday, March 25, 2022

गूगल सर्च पर कभी न सर्च करें ये ..... Never search these on Google Search ..... આને ગૂગલ સર્ચ પર ક્યારેય સર્ચ કરશો નહીં .....

16:58 25/03/2022 http://www.egujaratitimes.com/
Google पर अपने बैंक की ऑनलाइन बैंकिंग वेबसाइट्स सर्च करने से बचें
यह सलाह दी जाती है कि जब तक आप सटीक ऑफिशियल यूआरएल नहीं जानते हैं तो तब तक अपने बैंक की ऑनलाइन बैंकिंग वेबसाइट सर्च करने के लिए Google सर्च न करें। हमेशा सेफ रहने के लिए साइट तक पहुंचने के लिए अपने बैंक के ऑनलाइन बैंकिंग पोर्टल का ऑफिशियल यूआरएल दर्ज कीजिए। ऐसा इसलिए है क्योंकि फिशिंग की संभावना बहुत अधिक बढ़ जाती है जिसमें आप अपने बैंक की लॉगिन आईडी और पासवर्ड किसी ऐसी वेबसाइट पर दर्ज कर सकते हैं जो बैंक की ऑफिशियल वेबसाइट जैसी लग सकती है और उसकी जगह फिशिंग साइट हो सकती है।

Google पर कंपनियों के कस्टमर केयर नंबर न सर्च करें
फेक वेबसाइट्स पर फर्जी बिजनेस लिस्टिंग और कस्टमर केयर नंबर पोस्ट करते हैं, जिससे लोग यह भरोसा कर सकें कि ये असली कस्टमर केयर नंबर हैं जो कि उन्हें ठगने के लिए होता है। कस्टमर केयर नंबर सर्च गूगल पर सबसे आम स्कैम में से एक है।

ऐप्स और सॉफ्टवेयर डाउनलोड करने के लिए Google पर सर्च
मोबाइल ऐप्स के लिए हमेशा ऑफिशियल ऐप स्टोर जैसे एंड्रॉयड के लिए गूगल प्ले और iPhone के लिए ऐप स्टोर पर ऐप्स सर्च करें। Google पर ऐप सर्च करने से मैलवेयर कंटेंट वाले फेक ऐप इंस्टॉल हो सकते हैं।

Google पर कभी भी मेडिसिन या मेडिकल लक्षण न करें सर्च
ऐसी सलाह दी जाती है कि जब आप बीमार हों तो किसी बीमारी के बारे में जानने के लिए डॉक्टर को छोड़कर Google सर्च जानकारी पर भरोसा नहीं करना चाहिए। इसके साथ ही गूगल पर मिलने वाली जानकारी के आधार पर मेडिसिन खरीदना खतरनाक हो सकता है।

पर्सनल फाइनेंस और स्टॉक मार्केट पर सलाह और मार्गदर्शन न सर्च करें
पर्सनल फाइनेंस के लिए अलग से स्पेशलिस्ट मौजूद हैं। कोई भी ऐसा इंवेस्टमेंट प्लान नहीं हो सकती जो सभी को अमीर बना दे। ऐसे में इवेंस्टमेंट करते हुए Google सर्च रिजल्ट से सलाह लेने से बचना चाहिए।

सरकारी वेबसाइट को Google पर सर्च करने से बचें
बैंकिंग वेबसाइट्स जैसे ही सरकारी वेबसाइट्स जैसे मुंसीपेलिटी टैक्स, हॉस्पिटल आदि स्कैमर्स के टारगेट पर रहते हैं। यह पहचानना मुश्किल है कि कौन सी वेबसाइट असली है तो हमेशा Google पर सर्च करने की जगह किसी विशेष सरकारी वेबसाइट पर डायरेक्ट जाने के ऑप्शन का चयन करें।

लॉगिन करने के लिए कभी भी Google पर सोशल मीडिया वेबसाइट्स सर्च न करें
हमेशा यह सलाह दी जाती है कि Google पर लॉगिन पेज को सर्च करने की जगह डायरेक्ट अपने ब्राउजर के एड्रेस बॉक्स में URL टाइप करके सोशल मीडिया अकाउंट तक एक्सेस पाना चाहिए, क्योंकि इससे फिशिंग हो सकती है।

Google पर ई-कॉमर्स वेबसाइट या ऑफर न करें सर्च
ई-कॉमर्स वेबसाइट्स पर ऑफर्स के फेक वेब पेज ने गूगल सर्च को बढ़ा दिया है। यह एक और क्लासिक स्कैम है, जिसमें लोगों को उनके ऑनलाइन बैंकिंग लॉगिन डिटेल्स चुराने के लिए मैलिसियज वेबसाइट्स पर क्लिक करने के लिए डील्स का लालच दिया जाता है।

Google पर फ्री एंटीवायरस ऐप्स या सॉफ्चवेयर न करें सर्च
Google पर एंटीवायरस ऐप्स या सॉफ्टवेयर सर्च करने से बचें, क्योंकि वहां बहुत सारे फेक प्रोडक्ट मौजूद हैं और असली प्रोडक्ट को पहचानना मुश्किल हो जाता है।

डिस्काउंट पाने के लिए Google पर कूपन कोड खोजना करें बंद
अगर आपको खरीदारी पर डिस्काउंट के लिए कूपन कोड मिलता है तो यह ठीक है। मगर Google पर इसको सर्च न करें, क्योंकि आप फेक वेबसाइट्स पर जा सकते हैं जो आपको कम कीमत पर फेक कूपन बेच सकती हैं और फिर आपकी बैंकिंग डिटेल्स चुरा सकती हैं।

દારૂનો પ્રસાદ

14:31 25/03/2022 http://www.egujaratitimes.com/ અમૃતસરના ભોમા ગામમાં બાબા રોડે શાહની દરગાહ પર બે દિવસનો વાર્ષિક મેળો હોય છે, જેમાં સામેલ થવા માટે મોટી સંખ્યામા શ્રદ્ધાળુ ત્યાં પહોંચે છે. શ્રદ્ધાળુ બાધા પૂરી થવાથી બાબા રોડે શાહની દરગાહ પર દારૂ ચઢાવે છે અને ત્યારબાદ દારૂને પ્રસાદની જેમ શ્રદ્ધાળુઓમાં વહેંચે છે. (Devotees offered liquor at Baba Rode Shah shrine and distributed it among people as 'prasad' during a two-day annual fair that started in Bhoma village in Amritsar district of Punjab on Thursday)

ભારતમાં મકાનોની કિંમતમાં વધારો

14:30 25/03/2022 http://www.egujaratitimes.com/
ગ્લોબલ હોમ પ્રાઇસ ઇન્ડેક્સમાં ભારત 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં 51મા નંબરે પહોંચી ગયું છે. જયારે 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતનું સ્થાન 56 નંબર પર હતું. મતલબ કે ભારત 5 નંબર આગળ આવી ગયું છે. રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છેકે ભારતમાં ચોથા ત્રિમાસિક ગાળામાં મકાનની કિંમતમાં 2.1 ટકાનો વધારો થયો છે. ભારતમાં છેલ્લાં 3 મહિના દરમ્યાન મકાનોની કિંમતમાં વધારો થયો છે. છેલ્લાં બે વર્ષમાં 50 લાખથી વધારે કિંમતવાળા ઘરોના વેચાણમાં તેજી જોવા મળી છે. દેશના અલગ-અલગ શહેરોમાં 80 લાખ રૂપિયા કે તેનાથી વધારે કિંમતના મકાનોના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, દેશમાં મકાનોની કિંમતોમાં 2021ના પહેલા ત્રિમાસિક ગાળામાં 1.6 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર, 56 દેશોની યાદીમાં 53 દેશો એવા છે જયાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે. ભારતમાં મકાનોની કિંમતમાં પહેલાંની સરખામણી 2.1 ટકાનો વધારો થયો છે જયારે વિશ્વ સ્તરે 10.3 ટકાનો ભાવ વધારો થયો છે.

દેશમાં અબજપતિઓની સંખ્યા વધી

14:29 25/03/2022 http://www.egujaratitimes.com/
એક તાજા રિપોર્ટ મુજબ ગયા વર્ષે દેશમાં 51 નવા અબજપતિ બન્યા, અબજપતિઓની સંખ્યા 250થી વધી ગઇ છે. હવે અબજપતિઓ મામલે ભારતથી આગળ ફક્ત અમેરિકા અને ચીન છે.
રિપોર્ટ મુજબ દેશના ફાયનાન્શિયલ કેપિટલને સૌથી વધુ અબજપતિ પસંદ કરે છે. એકલા મુંબઈમાં 31 અબજપતિ અને 249 કરોડપતિ રહે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2031 સુધી મુંબઈમાં હાઈ નેટવર્થ ઈન્ડીવિઝ્યુલ્સની સંખ્યા 80 ટકા વધવાનુ અનુમાન છે.
જે શ્રીમંતોની પાસે 1 બિલિયન ડૉલર એટલેકે 1000 મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ હોય છે, તેને અબજોપતિ કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી ધનકુબેરોની પસંદના મામલે બીજા સ્થાને છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 કરોડપતિ રહે છે.
આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા દિગ્ગજ વ્યાપાર આપનારું રાજ્ય ગુજરાત આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી.

ગુજરાત પ્રથમ સ્થાને

14:28 25/03/2022 http://www.egujaratitimes.com/ નીતિ આયોગે બહાર પાડેલા એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઇન્ડેક્સ-2021માં (નિકાસ સજ્જતા સૂચકાંક) ગુજરાતે સમગ્ર દેશમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે રહેવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે.
આ ઇન્ડેક્સ રેન્કિંગ ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસના આધાર પર કરવામાં આવેલું દેશનું પ્રથમ એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઇન્ડેક્સ રેન્કિંગ છે અને તેમાં ગુજરાતે દેશના બધાં જ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Thursday, March 24, 2022

કર્મચારીઓ છોડી રહ્યાં છે નોકરીઓ

16:09 24/03/2022 http://www.egujaratitimes.com/ વર્ક ફ્રોમ હોમ ખત્મ કરવામાં આવી રહ્યું છે. પણ હવે સ્થિતિ એવી છે કે, કર્મચારીઓને ઓફિસ જઇને કામ કરવુ પસંદ નથી આવી રહ્યું, જેથી લોકો હવે વર્ક ફ્રોમ હોમની માંગણી કરી રહ્યાં છે. કર્મચારીઓને જો WFH ના મળે તો કર્મચારીઓ નોકરી છોડવા માટે તૈયાર થઇ ગયા છે.
એક સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે, સર્વેમાં 60 ટકા કર્મચારીઓને ઓફિસ જઇને કામ કરવા કરતાં નોકરી છોડવી વધુ સારી લાગે છે. વર્ક ફ્રોમ હોમ માટે તેમણે વર્ક ફ્રોમ ઓફિસની વધુ સેલરીને પણ ઠુકરાવી દીધી હતી. સર્વે પ્રમાણે વર્ક ફ્રોમ હોમના કારણે તેમના જીવનમાં એક સંતુલન બન્યુ છે. આઇટી, આઉટસોર્સિંગ. ટેક, સ્ટાર્ટ અપ, કંસલ્ટીંગ જેવી 62 કંપનીઓએ 2 હજાર જેટલા કર્મચારીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાંથી 40 ટકા કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જ્યારે 26 ટકા હાઇબ્રિડ મોડમાં છે. 

ભગવાનને હેરાન ના કરો - મદ્રાસ હાઈકોર્ટ

15:51 24/03/2022 http://www.egujaratitimes.com/ મદ્રાસ હાઈકોર્ટે મંદિરોમાં વધતી જતી વીઆઈપી દર્શન સંસ્કૃતિ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વીઆઈપી જ ભગવાન છે. જો કોઈ VIP ભક્તોને મુશ્કેલી પહોંચાડે છે, તો તે પાપ કરી રહ્યો છે. ભગવાન તેને માફ નહીં કરે. વિવિધ સરકારી વિભાગોના વીઆઈપી, તેમના સાથીઓ, અન્ય ભક્તો અથવા દાતાઓને મંદિરમાં અલગ લાઇન લગાવીને વિશેષ દર્શનની સુવિધા આપવી જોઈએ નહીં.