Thursday, March 24, 2022

કર્મચારીઓ છોડી રહ્યાં છે નોકરીઓ

16:09 24/03/2022 http://www.egujaratitimes.com/ વર્ક ફ્રોમ હોમ ખત્મ કરવામાં આવી રહ્યું છે. પણ હવે સ્થિતિ એવી છે કે, કર્મચારીઓને ઓફિસ જઇને કામ કરવુ પસંદ નથી આવી રહ્યું, જેથી લોકો હવે વર્ક ફ્રોમ હોમની માંગણી કરી રહ્યાં છે. કર્મચારીઓને જો WFH ના મળે તો કર્મચારીઓ નોકરી છોડવા માટે તૈયાર થઇ ગયા છે.
એક સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે, સર્વેમાં 60 ટકા કર્મચારીઓને ઓફિસ જઇને કામ કરવા કરતાં નોકરી છોડવી વધુ સારી લાગે છે. વર્ક ફ્રોમ હોમ માટે તેમણે વર્ક ફ્રોમ ઓફિસની વધુ સેલરીને પણ ઠુકરાવી દીધી હતી. સર્વે પ્રમાણે વર્ક ફ્રોમ હોમના કારણે તેમના જીવનમાં એક સંતુલન બન્યુ છે. આઇટી, આઉટસોર્સિંગ. ટેક, સ્ટાર્ટ અપ, કંસલ્ટીંગ જેવી 62 કંપનીઓએ 2 હજાર જેટલા કર્મચારીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાંથી 40 ટકા કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જ્યારે 26 ટકા હાઇબ્રિડ મોડમાં છે. 

No comments:

Post a Comment