Friday, March 25, 2022

ભારતમાં મકાનોની કિંમતમાં વધારો

14:30 25/03/2022 http://www.egujaratitimes.com/
ગ્લોબલ હોમ પ્રાઇસ ઇન્ડેક્સમાં ભારત 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં 51મા નંબરે પહોંચી ગયું છે. જયારે 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતનું સ્થાન 56 નંબર પર હતું. મતલબ કે ભારત 5 નંબર આગળ આવી ગયું છે. રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છેકે ભારતમાં ચોથા ત્રિમાસિક ગાળામાં મકાનની કિંમતમાં 2.1 ટકાનો વધારો થયો છે. ભારતમાં છેલ્લાં 3 મહિના દરમ્યાન મકાનોની કિંમતમાં વધારો થયો છે. છેલ્લાં બે વર્ષમાં 50 લાખથી વધારે કિંમતવાળા ઘરોના વેચાણમાં તેજી જોવા મળી છે. દેશના અલગ-અલગ શહેરોમાં 80 લાખ રૂપિયા કે તેનાથી વધારે કિંમતના મકાનોના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, દેશમાં મકાનોની કિંમતોમાં 2021ના પહેલા ત્રિમાસિક ગાળામાં 1.6 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગ્લોબલ હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ અનુસાર, 56 દેશોની યાદીમાં 53 દેશો એવા છે જયાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે. ભારતમાં મકાનોની કિંમતમાં પહેલાંની સરખામણી 2.1 ટકાનો વધારો થયો છે જયારે વિશ્વ સ્તરે 10.3 ટકાનો ભાવ વધારો થયો છે.

No comments:

Post a Comment