Friday, March 25, 2022

દેશમાં અબજપતિઓની સંખ્યા વધી

14:29 25/03/2022 http://www.egujaratitimes.com/
એક તાજા રિપોર્ટ મુજબ ગયા વર્ષે દેશમાં 51 નવા અબજપતિ બન્યા, અબજપતિઓની સંખ્યા 250થી વધી ગઇ છે. હવે અબજપતિઓ મામલે ભારતથી આગળ ફક્ત અમેરિકા અને ચીન છે.
રિપોર્ટ મુજબ દેશના ફાયનાન્શિયલ કેપિટલને સૌથી વધુ અબજપતિ પસંદ કરે છે. એકલા મુંબઈમાં 31 અબજપતિ અને 249 કરોડપતિ રહે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2031 સુધી મુંબઈમાં હાઈ નેટવર્થ ઈન્ડીવિઝ્યુલ્સની સંખ્યા 80 ટકા વધવાનુ અનુમાન છે.
જે શ્રીમંતોની પાસે 1 બિલિયન ડૉલર એટલેકે 1000 મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ હોય છે, તેને અબજોપતિ કહેવામાં આવે છે. દેશની રાજધાની નવી દિલ્હી ધનકુબેરોની પસંદના મામલે બીજા સ્થાને છે. દિલ્હીમાં 15 અબજોપતિ, 122 કરોડપતિ રહે છે.
આશ્ચર્યની વાત એ છે કે દેશને અંબાણી અને અદાણી જેવા દિગ્ગજ વ્યાપાર આપનારું રાજ્ય ગુજરાત આ યાદીમાં નથી. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક પણ અબજોપતિ રહેતો નથી.

No comments:

Post a Comment