Saturday, April 23, 2022

રાજકોટ રેલવે ડિવિઝન હવે 15 સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ કરી શકાશે

11:24 23/04/2022 https://www.egujaratitimes.com/ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર રાજકોટ રેલવે ડિવિઝનના 15 સ્ટેશનો પર આવા સ્ટોલ ઉભા કરવામાં આવશે જેમાં રાજકોટ, ભક્તિનગર, મોરબી, થાન, સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર, હાપા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, ભાટિયા, મીઠાપુર, પડધરી અને કાનાલુસનો સમાવેશ થાય છે. આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે વિવિધ વિક્રેતાઓને નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે. આ સ્ટોલ પર હસ્તકલા, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, વસ્ત્રો ઉપરાંત અન્ય ઉત્પાદનોનું વેચાણ કરી શકાશે.
આ યોજનાનો લાભ લેવા માટે, ઉત્પાદક, ડેવલપમેંટ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TRIFED), રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા અથવા MSME પ્રમાણપત્ર ધારક, ભારત સરકાર રજિસ્ટર્ડ/નોંધાયેલા આદિવાસી કારીગરો /વીવર્સ વગેરે અરજી કરી શકે છે.
વધુ માહિતી માટે ડિવિઝનલ રેલવે મેનેજર, કોમર્સ વિભાગ, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટની ઓફિસમાં ડિવિઝનલ કેટરિંગ ઈન્સ્પેક્ટર વિશાલ ભટ્ટ (મોબાઈલ નં: 9724094978) નો સંપર્ક કામકાજના દિવસોમાં સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી કરી શકાય છે. ' વન સ્ટેશન વન પ્રોડક્ટ ' યોજના હેઠળ સ્ટોલ માટેની અરજીઓ 02.05.2022 સુધી સ્વીકારવામાં આવશે.

Thursday, April 21, 2022

સાળંગપુર ધામમાં હનુમાનજીની 54 ફૂટની વિરાટ મૂર્તિ

સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું છે.
મૂર્તિની વિશેષતા
દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે.
13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવશે.
બેઝ પર  દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવવામાં આવશે
બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત થશે.
પરિક્રમા અને દાદાની મૂર્તિના મધ્યમાં 11,900 સ્ક્વેર ફૂટમાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર બનાવવામાં આવશે.
એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકશે.
દાદાની સામેના 62000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવશે.
આ ગાર્ડનમાં 12000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ટનો સુભગ સમન્વય.
પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે.
ત્રણ-ચાર સ્ટેપમાં મૂર્તિ લગાડવામાં આવશે.
14 ઓક્ટોબરથી લોકો દાદાની મૂર્તિના દર્શન કરી શકશે.
આ મૂર્તિ લાગ્યા બાદ આખા સાળંગપુરની કાયાપલટ થઈ જશે.
દાદાની મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે. 



--



--

"મલ્લિકા એ આમ - નુરજહા કેરી": ૧ ફૂટ લાંબી અને ૪ કિલો વજનવાળી કેરીનાં આંબા પર લટકતી હોય ત્યારથી જ બુકિંગ


16:48 21/04/2022 https://www.egujaratitimes.com/
એ જાણીને નવાઇ લાગશે કે 1 ફૂટ લાંબી અને 4 કિલો વજન ધરાવતી નુરજહા નામની કેરીની જાત લૂપ્ત થતી જાય છે. આથી આ કેરી આંબાના વૃક્ષ પર લટકતી હોય ત્યારે જે તેનું એડવાન્સ બુકિંગ થઇ જાય છે. નવાઇની વાત તો એ છે કે એક નંગ કેરીની કિંમત 1500 થી 1600 થાય છે. ગત વર્ષ 800 રુપિયા ભાવ હતો જે વધીને બમણો થયો છે. આ કેરીની ગોટલીનું વજન 300 થી 350ગ્રામ હોય છે. નુરજહા કેરીના આંબાની ઉંચાઇ માત્ર આઠ ફૂટથી વધારે હોતી નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર એક સમયે એક આંબા પર 400 કેરીઓ બેસતી હતી તે ઘટીને 75 જેટલી થઇ છે. અકાળે ડાળીઓ સૂકાઇ જવાની અને અકાળે કેરી ખરી પડવાનું પ્રમાણ પણ વધતું જાય છે. દેશમાં આ કેરીનું વાવેતર અને ઉત્પાદન મધ્યપ્રદેશના ઇન્દોરથી 250 કિમી દૂર અલીપુરરાજ જિલ્લાના કઠીવાડા વિસ્તાર પુરતુ સિમિત બની ગયું છે. આ વિસ્તારમાં નુરજહાં કેરીના ગણ્યા ગાંઠયા માંડ આંબા જ બચ્યા છે. સ્થાનિક લોકોનું માનવું છે કે એક સમયે નુરજહા કેરીનું વજન 7 કિલો સુધી પણ જોવા મળતું હતું. કેરીની ૨ હજારથી પણ વધુ પણ સ્થાનિક જાતો છે પરંતુ મધ્યપ્રદેશની ઓળખ સમી મલ્લિકા એ આમ નું સંરક્ષણ કરવું જરુરી છે.

દીકરીઓ માટેની ખાસ યોજના, નહીં રહે લગ્ન-શિક્ષણનું ટેન્શન

સુકન્યા સમૃદ્ધિ યોજના છે દીકરી માટે એક પોપ્યુલર બચત યોજના
માત્ર ઓછામાં ઓછા દર વર્ષે 250 રૂપિયા કરાવવા પડશે જમા
7.6 ટકા મળશે વાર્ષિક વ્યાજ
સરકારી સ્મોલ સેવિંગ યોજના કેટેગરીમાં સુકન્યા સમૃદ્ધિ યોજના એક પોપ્યુલર બચત યોજના છે.

જો તમારા ઘરમાં 10 વર્ષથી નાની ઉંમરની દીકરી છે, તો તેના નામ પર અકાઉન્ટ ઓપન કરાવી શકો છો.

13:03 21/04/2022 https://www.egujaratitimes.com/ કેંદ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે જોડાયેલ 5 મોટા બદલાવ કર્યા છે. બદલાવ બાદ આ યોજનામાં રોકાણને વધારે સરળ બનાવી દેવાયું છે. આ સારી તક છે, તે લોકો માટે જેમના ઘરમાં 10 વર્ષથી નાની ઉંમરની દીકરી છે. આવો જાણીએ આ યોજનામાં ક્યા ક્યા બદલાવ થયા છે.

1. હવે અકાઉન્ટ નહીં થાય ડિફોલ્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાશે. ઓછામાં ઓછા રૂપિયા જમા ન કરાવવા પર અકાઉન્ટ પહેલા ડિફોલ્ટ થઇ જતું હતું, પરંતુ હવે આમ નહીં થાય. હવે અકાઉન્ટ ફરીથી એક્ટીવ કરાવવા પર મેચ્યોર થવા સુધી ખાતામાં જમા રાશિ પર વ્યાજ મળતું રહેશે.

2. ત્રીજી દીકરીનાં અકાઉન્ટ પર પણ ટેક્સ છૂટ
પહેલા આ યોજના બે દીકરીઓના ખાતા પર 80 C હેઠળ ટેક્સ છૂટ આપતિ હતી. ત્રીજી દીકરી માટે આ ફાયદો આપવામાં આવ્યો ન હતો. પરંતુ હવે જો એક દીકરી બાદ બે જુડવા દીકરીઓ છે, તો તે બંને માટે ખાતું ખોલી શકાશે અને ટેક્સ છૂટ પણ મળશે.

3. 18 વર્ષની ઉંમરે દીકરી કરી શકશે ઓપરેટ
હવે દીકરીની ઉંમર 18 વર્ષની થવા પર જ તે અકાઉન્ટ ઓપરેટ કરી શકશે.

4. અકાઉન્ટ બંધ કરાવવું બન્યું સરળ
સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં અકાઉન્ટને પહેલા દીકરીના મૃત્યુ પર કે એડ્રેસ બદલાવા પર બંધ કરી શકાતું હતું. પરંતુ હવે જો અકાઉન્ટ હોલ્ડર્સને પ્રાણઘાતક બીમારી થઇ જાય, તો અકાઉન્ટ બંધ કરાવી શકાય છે. જો અકાઉન્ટ હોલ્ડર્સનું નિધન થઇ જાય, તો પણ અકાઉન્ટ મેચ્યોરિટી પહેલા બંધ કરાવી શકાય છે.

5. સમય પર મળશે વ્યાજ
નવા નિયમો હેઠળ ખાતામાં ખોટું વ્યાજ નાંખવા પર તેને ફરી પલટવાનાં નિયમને હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખાતાનું એક વર્ષીય વ્યાજ દરેક ફાઈનાન્સિયલ યરનાં અંતમાં ક્રેડિટ કરવામાં આવશે.

મોદી સરકારે વર્ષ 2015માં 'બેટી બચાઓ - બેટી પઢાઓ' અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર 7.6 ટકા દર વર્ષે વ્યાજ મળે છે.

કેવી રીતે ખુલશે SSY ખાતું?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ અવેદક પોતાની દીકરીના નામ પર કોઈપણ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ દીકરીના નામ પર ઓછામાં ઓછા 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. જ્યારે આ યોજનામાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા એક વર્ષે જમા કરાવી શકાય છે.

ક્યા ક્યા ડોક્યુમેન્ટની પડશે જરૂર?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે આવેદકે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં પોતાની દીકરીનું બર્થ સર્ટીફિકેટ પણ જમા કરાવવું પડશે. આ ઉપરાંત, દીકરી અને માતા પિતાનું ઓળખાણ પત્ર અને એડ્રેસ પ્રૂફ જમા કરાવવું પડશે.

ક્યારે મેચ્યોર થાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના સ્કીમ?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા કરાવવામાં આવેલ રકમ દીકરીની ઉંમર 21 વર્ષ થવા પર મેચ્યોર થઇ જાય છે. જોકે આ ઉપરાંત 18 વર્ષની ઉંમર બાદ દીકરીનાં ભણતર માટે 50 ટકા સુધી પૈસા ઉપાડી શકાય છે.

Thursday, April 14, 2022

ભારતમાં આધુનિક ગુલામોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ India has the highest number of modern slaves in the world दुनिया में सबसे ज्यादा आधुनिक गुलाम भारत में हैं

14:03 14/04/2022 https://www.egujaratitimes.com/ દુનિયાભરના 167 દેશોમાં અંદાજિત 40 કરોડથી વધુ લોકો ગુલામીની સાંકળોમાં જકડાયેલા છે. માત્ર પદ્ધતિ થોડી અપગ્રેડ કરવામાં આવી છે. 2016 અને 2018 ની વચ્ચે, ભારત સહિત ઘણા દેશોની સ્થિતિમાં આ મામલે નોંધપાત્ર સુધારો થયો છે.
આ પછી પણ ભારત આ મામલે નંબર વન પર છે. વોક ફ્રી ફાઉન્ડેશનના 2018 ગ્લોબલ સ્લેવરી ઈન્ડેક્સ 2018માં આ માહિતી બહાર આવી છે. NGOએ કાર્યસ્થળે ઉત્પીડન, લોન બોન્ડ, બળજબરીથી લગ્ન, બળજબરીથી મજૂરી અને માનવ તસ્કરી જેવા મુદ્દાઓની શ્રેણીના અહેવાલોના આધારે આ આંકડા જાહેર કર્યા હતા. એનજીઓએ અત્યાર સુધીમાં મોડર્ન સ્લેવરી 2013, 2014, 2016 અને 2018ની ચાર આવૃત્તિઓ રજૂ કરી છે.
રિપોર્ટ અનુસાર, 2016માં ભારતમાં અંદાજિત 18 મિલિયન લોકો આધુનિક ગુલામીની સ્થિતિમાં જીવી રહ્યા હતા. એટલે કે, 2016 માં, તે આધુનિક ગુલામી સાથે સૌથી વધુ લોકો ધરાવતો દેશ હતો. 2018માં તેમની સંખ્યા ઘટીને 80 લાખ થઈ ગઈ. આ પછી પણ ભારતમાં આધુનિક ગુલામોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. ભારતની તુલનામાં, તેમની સંખ્યા 39 લાખ છે, જ્યારે પાકિસ્તાનમાં આ સંખ્યા 2016 અને 2018 વચ્ચે 52 ટકા વધીને 32 લાખ થઈ ગઈ છે. ચેક રિપબ્લિક જેવા દેશોમાં બળજબરીથી લગ્ન અને જબરદસ્તી મજૂરીનો ભોગ બનેલા લોકોમાં વધારો થયો છે.
વૉક ફ્રી ફાઉન્ડેશન કાર્યસ્થળે ઉત્પીડન, દેવું બોન્ડ, બળજબરીથી લગ્ન અને સેક્સ ટ્રાફિકિંગના પીડિતોના આધારે આધુનિક ગુલામોનું મૂલ્યાંકન કરે છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે આવા લોકોની ચોક્કસ સંખ્યા ભેગી કરવી અશક્ય છે. એટલા માટે એનજીઓએ 48 દેશોમાં ચૂંટણી ડેટા, સશસ્ત્ર સંઘર્ષ, શ્રમ કાયદા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ સાથે સંબંધિત વિવિધ પરિબળોનું મૂલ્યાંકન કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે. અહેવાલમાં સ્થળાંતર કરનારાઓ, મહિલાઓ અને વંચિત જૂથોની સ્થિતિ તેમજ સામાન્ય અસમાનતાના સ્તર વિશે વાત કરવામાં આવી છે.
વોક ફ્રી ફાઉન્ડેશનના આંકડાઓ અનુસાર, ઉત્તર કોરિયાની લગભગ 26.40 મિલિયન (10.5 ટકા) વસ્તી આધુનિક ગુલામીમાં જીવે છે. આ વિશ્વભરમાં અંદાજિત આધુનિક ગુલામોની કુલ સંખ્યાના લગભગ 7 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. બીજો આફ્રિકન દેશ એરિટ્રિયા છે. અહીંની વસ્તીની સરખામણીએ 9.3 ટકા એટલે કે 4.51 લાખ લોકો આધુનિક ગુલામો જેવું જીવન જીવી રહ્યા છે. પાકિસ્તાન આ મામલે થોડું સાચું છે. 31.86 લાખ લોકો આધુનિક ગુલામીમાં જીવી રહ્યા છે, જે કુલ વસ્તીના 1.7 ટકા છે. ભારત ટોપ 8 દેશોની યાદીમાં નથી. 

Tuesday, April 5, 2022

શું તમને પણ વાળ ખાવાની ટેવ છે ? ચેતી જજો .. આ કિસ્સો જરૂરથી વાંચજો..... Do you also have a habit of eating hair?... must read this case .....

શું તમને પણ વાળ ખાવાની ટેવ છે ? ચેતી જજો .. આ કિસ્સો જરૂરથી વાંચજો.....
..........................
ઘણી કિશોરીઓ , યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની ટેવ હોય છે જે પેટમાં ગાંઠ બનાવે છે : ડૉ. જયશ્રી રામજી (બાળરોગ સર્જરી વિભાગ, સિવિલ હોસ્પિટલ-અમદાવાદ)
..........................
૯ વર્ષની બાળકીના પેટમાં વાળના ગુચ્છ એ વિશાળ આકાર ઘારણ કર્યું
..........................
વાળના ગુચ્છના કારણે એક વર્ષથી પેટની તકલીફથી પીડાઇ રહેલી નેન્સીને સિવિલ હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કરી
...............
પેટમાં વાળના ગુચ્છના કારણે થતી ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે
******
15:31 05/04/2022 https://www.egujaratitimes.com/ ૯ વર્ષની નેન્સી યાદવના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો ! સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનું માનવું છે કે 'ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે ' જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે.
ટ્રાયકોબેઝારની તકલીફ સાથે મહેસાણા થી આવેલી ૯ વર્ષની નેન્સીને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કંઇ રીતે સંપૂર્ણપણે પીડામુક્ત કરી આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો ...
મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ મહેસાણામાં પેટીયું રળી રહેલા સુર્યકાન્તભાઇ યાદવની દિકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા દિકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું.
પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા. અહીં તબીબો દ્વારા સી.ટી.સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રીપોર્ટસ કરાવવામાં આવ્યા. જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સધન સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી , એનેસ્થેસિયા વિભાગના ડૉ. સિધ્ધાર્થ અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું ટીમ સ્તબ્ધ થઇ ગઇ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. જેને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.  
ડૉ. જયશ્રી રામજી જણાવે છે કે, આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. જે ખાસ કરીને યુવતીઓ , કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલ થી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે તેમ ડૉ. જયશ્રી ઉમેરે છે.  
તેઓ વધુમાં ઉમેરે છ કે, અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દિકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની અમને જાણ થતા અમે દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું છે.
નેન્સીના પિતા સૂર્યપ્રકાશ યાદવ કહે છે કે, મારી દિકરીને પેટમાં દુખાવાની ઘણાં સમયથી ફરીયાદ હતી. સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ તબીબોએ મારી દિકરીને પીડામુક્ત કરવા સર્જરી હાથ ધરી જે સંપૂર્ણપણે સફળ રહી છે. જે બદલ હું સિવિલ હોસ્પિટલના તબીબો અને રાજ્ય સરકારનો હ્યદયપૂર્વક આભારમાનું છું.  
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે.યુવતીઓ, કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલીંગ કરાવવું પણ જરૂરી છે જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય. 

Monday, April 4, 2022

62 ટકા પરિવારોનાં ઘરગથ્થું ખર્ચમાં વધારો થયો

12:27 04/04/2022 https://www.egujaratitimes.com/ 18 ટકા આ ઉનાળાની સિઝનમાં એસી/ફ્રિજ જેવા વિવેકાધિન ઉત્પાદનો ખરીદવાની કે બદલવાની યોજના ધરાવે છે: સર્વે
છેલ્લાં એક વર્ષમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નેટ સ્કોર સૌથી વધુ +19 છે
• સર્વેમાં સામેલ 10,086માંથી 67 ટકા ગ્રામીણ ભારતનાં છે, તો 33 ટકા શહેરી ભારતનાં છે
• કુલ ઘરગથ્થું ખર્ચમાં 62 ટકાનો વધારો થયો હતો, જે ગયા મહિનાથી 8 ટકા વધારે છે
• જરૂરી અને બિનજરૂરી એમ બંને પ્રકારના ખર્ચમાં 5-5 ટકાનો વધારો થયો છે
• સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઉપભોગમાં 16 ટકા પરિવારોમાં ઘટાડો થયો છે
• 55 ટકા પરિવારો માટે મીડિયા ઉપભોગ સમાન જળવાઈ રહ્યો છે
• મોબિલિટી સેન્ટિમેન્ટનો નેટ સ્કોર ઝીરો જળવાઈ રહ્યો છે
• આ ઉનાળાની સિઝનમાં 18 ટકા એસી/ફ્રિજ ખરીદવા કે બદલવાની યોજના ધરાવે છે
• જ્યારે 13 ટકા સ્થાનિક હોલિડે માટે આયોજન ધરાવે છે, ત્યારે 84 ટકા પ્રવાસની યોજના ધરાવતા જ નથી
મુંબઈ, 4 એપ્રિલ, 2022: અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપનીએ વિવિધ મુદ્દાઓ પર ઉપભોક્તાની વિભાવનાના માસિક વિશ્લેષણ ઇન્ડિયન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના એના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. માર્ચ મહિનાના તારણોમાં તમામ ઘરગથ્થું ઉત્પાદનોના ઉપભોગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે પરિવહન સાથે સંબંધિત સેન્ટિમેન્ટમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો, ત્યારે મીડિયા ઉપભોગ સાથે સંબંધિત સેન્ટિમેન્ટ ગયા મહિના જેટલું જળવાઈ રહ્યું હતું. સંપૂર્ણપણે છેલ્લાં એક વર્ષમાં ઉપભોક્તા સેન્ટિમેન્ટ સર્વોચ્ચ સ્તરે છે.
એપ્રિલમાં ચોખ્ખો સીએસઆઇ સ્કોર +9 મહિનાથી +19 વધારે/ઓછો હતો તથા છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ વધારાને પ્રતિબિંબિત કરે છે. આ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટમાં ટકાવારીમાં વધારામાંથી ટકાવારીમાં ઘટાડાને બાદ કરીને મેળવવામાં આવે છે.
સેન્ટિમેન્ટ 5 પ્રસ્તુત પેટાસૂચકાંકો વિશે જણાવે છે – સંપૂર્ણ ઘરગથ્થું ખર્ચ, જરૂરી અને બિનજરૂરી ચીજવસ્તુઓ પર ખર્ચ, હેલ્થકેર પર ખર્ચ, મીડિયા ઉપભોગની આદતો અને પરિવહનના ટ્રેન્ડ.
આ મહિને કંપનીનાં સેન્ટિમેન્ટમાં દુનિયાના વર્તમાન પ્રવાહો, આઇપીએલ ઉપભોગ અને માહિતી – ચોક્કસ રજા/લેઇઝર યોજનાઓ અને ઉપભોક્તની ઉત્પાદનની પસંદગીના સંબંધમાં ઉપભોક્તાના અભિગમ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મળી હતી.
સર્વે 36 રાજ્યોમાં 10086 લોકોના સેમ્પ્લ સાઇઝ સાથે કમ્પ્યુટર સહાયથી ટેલીફોનિક મુલાકાતો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જ્યારે તેમાંથી 67 ટકા ગ્રામીણ ભારત સાથે સંબંધિત હતા, ત્યારે બાકીના 33 ટકા શહેરી વિસ્તારો સાથે સંબંધિત હતા. ઉપરાંત 63 ટકા ઉત્તરદાતાઓ પુરુષો હતો, તો 37 ટકા મહિલાઓ હતી. પ્રાદેશિક વહેંચણીની દ્રષ્ટિએ 24 ટકા અને 21 ટકા અનુક્રમે ઉત્તર અને દક્ષિણ ભારત સાથે સંબંધિત હતા, તો 25 ટકા અને 30 ટકા અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ ભારત સાથે સંબંધિત હતા. બે મોટા સેમ્પલ ગ્રૂપની દ્રષ્ટિએ 31 ટકા 36 વર્ષથી 50 વર્ષની વયજૂથ સાથે સંબંધિત હતા, તો 27 ટકા 26 વર્ષથી 35 વર્ષની વયજૂથ સાથે સંબંધિત હતા.
કંપનીના સીએમડી પ્રદીપ ગુપ્તાએ સીએસઆઇ રિપોર્ટ પર કહ્યું હતું કે, "ભૂ-રાજકીય ચિંતાઓ વધવાથી, અર્થતંત્રો ખુલવાથી અને કોવિડ-19નો ડર ઓસરી જવાથી ભારતીય ઉપભોક્તાઓ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેમની વચ્ચે સેન્ટિમેન્ટ છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ છે. જ્યારે તેઓ ઇન્ટરનેટની સતત વધતી પહોંચની મદદ સાથે દરેક નવી માહિતી મેળવવાની ઇચ્છા ધરાવે છે, ત્યારે બહુમતી લોકો આ માહિતી મેળવવા હજુ પણ ટેલીવિઝન જેવા પરંપરાગત માધ્યમો પર નિર્ભર છે. સરકારે યુક્રેનમાં ભારતીય સમુદાયના કલ્યાણ અને સુરક્ષાની ચિંતાઓને આધારે તથા રશિયા સાથે લાંબા ગાળાના રાજકીય અને વ્યૂહાત્મક સંબંધોને આધારે મતદાનમાંથી ગેરહાજર રહેવાનો નિર્ણય દેશવાસીઓના સેન્ટિમેન્ટનો પડઘો પાડે છે. તમામ કેટેગરીઓમાં ખર્ચમાં વધારો, સ્થાન પ્રવાસ અને આઇપીઓ માટે એકમંચ પર આવવા જેવા પરિબળો ઉપભોક્તાઓ વચ્ચે આશાવાદને પ્રતિબિંબિત કરે છે. આ જીવન અને જીવનશૈલીમાં સુધારા માટેનો ઇરાદો વ્યક્ત કરે છે."
મુખ્ય તારણો:
• કુલ 62 ટકા પરિવારો માટે ઘરગથ્થું ખર્ચમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી 8 ટકા વધારે છે. ગયા મહિને નેટ સ્કોર +43 હતો, જે ચાલુ મહિને +10 વધીને +53 થયો હતો.
• પરિવારો માટે પર્સનલ કેર અને ઘરગથ્થું ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ 48 ટકા વધ્યો છે, જે ગયા મહિનાની સરખામણીમાં +5નો વધારો પ્રતિબિંબિત કરે છે. જોકે 33 ટકા પરિવારો માટે ખર્ચ એકસરખો જળવાઈ રહ્યો છે, જે ગયા મહિનાથી -5 ઘટ્યો છે. ગયા મહિને નેટ સ્કોર +24 હતો, જે ચાલુ મહિને વધીને +29 થયો હતો.
• એસી, કાર, રેફ્રિજરેટર જેવા બિનજરૂરી અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 13 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 5 ટકા વધારાને પ્રતિબિંબિત કરે છે. તેમ છતાં 82 ટકા પરિવારો માટે આ ખર્ચ સમાન જળવાઈ રહ્યો છે. ચાલુ મહિને નેટ સ્કોર +8 છે, જે ગયા મહિને +3 હતો.
• 46 ટકા પરિવારો માટે સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઉપભોગ વધતાઓછા અંશે સમાન જળવાઈ રહ્યો છે, તો 16 ટકા પરિવારો માટે ઘટાડો થયો છે. હેલ્થ સ્કોર નેગેટિવ કે નકારાત્મક સૂચિતાર્થ ધરાવે છે, એટલે કે સ્વાસ્થ્યલક્ષી ચીજવસ્તુઓ પર ખર્ચ જેમ ઓછો તેમ સેન્ટિમેન્ટ વધારે સારું. હેલ્થકેરનો નેટ સ્કોર ચાલુ મહિને -22 છે.
• 22 ટકા પરિવારો માટે મીડિયા ઉપભોગ વધ્યો છે, જે ગયા મહિને જેટલો ઉપભોગ સૂચવે છે. 55 ટકા પરિવારો માટે આ ઉપભોગ એકસમાન જળવાઈ રહ્યો છે. સંપૂર્ણ નેટ સ્કોર +1 છે, જે ગયા મહિને -1 હતો.
• 89 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંકા વેકેશન માટે, મોલ અને રેસ્ટોરાં માટે જવાનું પ્રમાણ એકસમાન જળવાઈ રહ્યું છે. 6 ટકા પરિવારો વચ્ચે પ્રવાસમાં વધારે સૂચવે છે, જે ગયા મહિનાથી +1 વધારે છે. સંપૂર્ણ મોબિલિટી નેટ સ્કોર 0 છે.

વર્તમાન રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર:
• કંપનીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ અને એના પગલે ઊભી થયેલી કટોકટી વિશે ગ્રાહકોના અભિપ્રાયોનું મૂલ્યાંકન થયું હતું. ભારતના વલણ પર ઉપભોક્તાના અભિપ્રાયનો તાગ મેળવતા સર્વેમાં જાણકારી મળી હતી કે, 55 ટકા માને છે કે, ભારતે યુક્રેન પર રશિયાના આક્રમણની ટીકા ન કરીને ઉચિત વલણ અપનાવ્યું હતું. આ દેશવાસીઓના સરકારના રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક હિત પર આધારિત નિર્ણયો લેવામાં સરકારમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
• આઇપીએલ સાથે સંબંધિત રોમાંચ વિશે સર્વેમાં જાણકારી મળી હતી કે, 33 ટકા લોકો ઘરે ટેલીવિઝન પર કે બહાર (મોલ/પબ/મિત્રના ઘરે) સિઝન જુએ છે, તો 10 ટકાએ ડિજિટલ વ્યૂઇંગમાં રસ દાખવ્યો હતો. ફક્ત 2 ટકાએ સ્ટેડિયમમાંથી મેચ લાઇવ જોવામાં રસ દાખવ્યો હતો. એટલે માર્કેટર્સને ટેલીવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો પર મોટી ટકાવારીમાં વ્યૂહઅરશિપ મળવાની અપેક્ષા છે, જે સર્વે મુજબ સૌથી પસંદગીના માધ્યમો છે.
• ઉનાળા સાથે સંબંધિત બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી પર ઉપભોક્તાઓના અભિપ્રાયો વિશે કંપનીના સર્વેમાં જાણકારી મળી હતી કે, 18 ટકા એર-કન્ડિશનર્સ/ફ્રિજની ખરીદવાની કે ઉનાળાની આ સિઝનમાં જૂનાં એસી/ફ્રિજને બદલવાની યોજના ધરાવે છે. જોકે 65 ટકા હજુ પણ સાવચેતીભર્યું વલણ જાળવી રહ્યાં છે.
• સીએસઆઇ-સર્વેમાં સમર વેકેશન/હોલિડ પ્લાન પર ઉપભોક્તાના અભિપ્રાયોની જાણકારી મળી હતી. 13 ટકા સ્થાનિક પ્રવાસનો વિચાર કરે છે, તો ફક્ત 1 ટકા આંતરરાષ્ટ્રીય ટ્રિપ માટે વિચારે છે. 84 ટકા લોકો લેઇઝર માટે પ્રવાસ કરવાનું હજુ ટાળે છે.
• માહિતી મેળવવા પર ઉપભોક્તાના અભિગમને સમજવાના પ્રયાસરૂપે કંપનીના સર્વેમાં જાણકારી મળી હતી કે, 60 ટકા નવી માહિતી મેળવવા ઇન્ટરનેટ પર નિર્ભર છે. જોકે 41 ટકા ટેલીવિઝનનો ઉપયોગ કરે છે, જેઓ તેને માહિતી મેળવવાનું વિશ્વસનિય માધ્યમ ગણે છે. ત્યારબાદ 33 ટકા ડિજિટલ માધ્યમો અને 22 ટકા પ્રિન્ટને માહિતી મેળવવાનું વિશ્વસનિય માધ્યમ ગણે છે. આ માધ્યમની પ્રકૃતિ અને ઉપભોક્તાઓની જરૂરિયાતના પ્રકાર વચ્ચે સહસંબંધ તરફ ધ્યાન દોરે છે. જ્યારે ડિજિટલ માધ્યમો તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરે છે, ત્યારે ટેલીવિઝન ઉપભોક્તની માહિતી મેળવવાની સચોટ અને પ્રામાણિક જરૂરિયાતો પૂર્ણ કરે છે. 

યોગ્યતા જ આખરી ઓળખાણ..!

આપણે ત્યાં યોગ્યતાને પુરતું મહત્વ મળતું હતું પરંતુ ત્યાં સુધી કે જે કામ માટે અથવા જવાબદારી માટે તમે યોગ્યતા પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી. એક કામ પૂર્ણ સફળતા સુધી પહોંચી શકે, એટલું જ નહીં તમે યોગ્યતા ધરાવતા નથી તો પણ કોઈ હોદ્દા માટે પસંદ થયાં છો. તો તમે તે કામને પૂરતા પ્રમાણમાં ન્યાયોચિત રીતે કરી શકતાં નથી. સત્તા કે સેવાના ક્ષેત્રમાં ઘણીવાર તમને કોઈ હોદ્દો મળી જતાં ખુબ જ રાજીપાનો અનુભવ થાય છે પરંતુ તમે તે હોદ્દા માટે પૂરતાં પ્રમાણમાં સક્ષમ,લાયક નથી તો તમે તેનો જે રીતે ઉપયોગ કરવો જોઈએ તે કરી શકતાં નથી.  તેથી શ્રેષ્ઠતમ કહી શકાય તેવા પરિણામો હાસલ કરી શકાતા નથી.ગાડુ ગબડી શકે પરંતુ 'વાહ' એવા આશ્ચર્ય ઉદગારથી એ કામને નવાજી નહીં શકાય.
                        મને યાદ છે કેમ મારાં ગામમાં એક ખેડૂત હતાં અને તે ખેડૂતોને પોતાના જ્ઞાતિવર્તુળો મુજબ પોતાના કુળગોર હોય જે યજ્ઞ,યાજ્ઞાદિ અને ક્રિયા કર્મો કરે.તેની પાસે જ બધી વૈદિક વિધી કરાવવામા આવે.બનતુ એવું કે કે સત્યનારાયણની કથા હોય તો તેમના મૂળ પરિવારના ગોર કથાનું જે રીતે વાંચન કરે તે ખેડુ યજમાનને ગમે નહીં.બીજા એક ગોર કે જેની કથાશૈલીથી ખેડુદાદા ખૂબ પ્રભાવિત.તેથી તેની પાસે જ કથા કરાવે. વળી કહે પણ ખરાં " તમને કથાની બહુ ફાવટ કે આવડતું નથી. તમારી કથામાં મજા નથી પડતી."હવે અહીં તે  પોતે ગોર છે તે કામ માટે અધિકૃત છે.અને તો પણ પાત્રતાનો અભાવ છે. પરંતુ તેમની યોગ્યતા નહોતી તેથી તે તેના કામને પૂરતો ન્યાય આપી શકતાં ન હતાં. તે સફળતા સુધી પહોંચતા ન હતાં.
              આપણે ઘણી વખત કહેતાં હોઈએ છીએ કે પાત્રતા જ પટ્ટરાણી બનાવે.ઐતિહાસિક અભ્યાસથી આપણે અવગત છીએ કે વર્ષો પહેલા રાજા મહારાજાઓને એક કરતાં વધારે સંખ્યામાં રાણીઓ હતી પરંતુ તેમાંથી પટરાણીનું પદ બધાં જ પ્રકારના ગુણો,આવડત જેમ કે વિનય, વિવેક, શીલ,સૌંદર્ય આદર્શ અને પરિધાન બધું સુભગ સમન્વિત હોય તેમને જ પટરાણી પદ પ્રાપ્ત થાય. હા, તેમણે અન્ય વંચિતો કે જે તે પદ નથી મેળવી શક્યા તેની ઈર્ષાનો ભોગ બનવું પડતું હોય છે. પરંતુ ત્યાં તે સમજણની બાદબાકી છે કે જેની યોગ્યતા નથી તેના સ્વપ્ન જોવાં તે શેખચલ્લીના વિચાર કરવા બરાબર નહીં તેથી પણ ધારદાર કલ્પિત છે.
               પાત્રતા મેળવવી તે સદભાગ્ય છે અને કેળવવી તે મહાપુરુષાર્થ છે.કેટલાકનો જન્મ પાત્રતા સાથે થાય તે તેનું નસીબ છે. તેથી તેમને તે જે મેળવવાં માંગે છે અથવા તે જે પદ ઉપર છે તે માટે યથાર્થતા કેળવવાની મશક્કત કરવી પડતી નથી. પાત્રતા મેળવવી એટલે કે તમારા ગુણ,પુરુષાર્થ અને પ્રારબ્ધ જોડાયેલાં છે.કહેવાય છે કે સિંહણનું દૂધ સાચવવા માટે સોનાનું પાત્ર આવશ્યક છે. એટલે કે આ દૂધ માટે સોનાની પાત્રતા હોવી જરૂરી છે. એ જ રીતે  ઈતિહાસની એક ઘટનાથી સૌ અવગત છીએ  કે ચાંપરાજ વાળાના પિતાજીની પાસે રાજસ્થાનના ચારણોએ ચાંપરાજ જેવો પુત્ર રત્ન મેળવવા તેની જાત એટલે શરીરની માંગણી કરી. ત્યારે તેમણે કહ્યું હતું કે ચાપરાજની માં જેવી પાત્રતા તેવું ક્ષાત્રત્વ ધરાવતી સન્નારી હોય તો આવું રત્ન અવતરે, પુત્ર રત્ન પ્રાપ્ત થાય. તેના માટે કદાચ મારો હિસ્સો એટલો બધો અગત્યનો નથી.તમે કોઈપણ ક્ષેત્રમાં જ્યાં છો ત્યાં ઘણીવાર પાત્રતા ન હોય તો તેને અંગીકાર કરવા માટે આથમણી અને ઉગમણી દિશાઓને એકત્રિત કરવી પડે અને તે પુરુષાર્થો તમને જરૂર લગભગ હીરો બનાવીને પાત્રતા સિદ્ધ કરે.પાત્રતા પરસેવા પાસે લાચાર હોય છે તેને આમંત્રણ સ્વીકારી હાજરી નોંધાવે જ છુટકો હોય.
               સંજોગો બદલાયાં છે, ગાંગો તેલી પણ રાજાભોજ થઈને બેઠો છે. ઉકરડાઓ આબરૂદાર બન્યાં છે. જ્ઞાન ઢબુરાયું છે અને અધકચરું ઊડાઊડ કરે છે.તો પણ અનેક નિરાશામાં સત્યનો ઝબકારો દેખાય છે.સૂરજને ભલા કોણ ઢાંકી શક્યું છે..!?
- તખુભાઈ સાંડસુર

ચૈત્રમાં લીમડાનું સેવન આરોગ્ય દ્દષ્ટિકોણથી

12:19 04/04/2022 https://www.egujaratitimes.com/ આજના ઇન્ટરનેટયુગમાં વર્ષ દરમિયાન આવતાં ઉત્સવોની ઊજવણીઓને સોશિયલ મિડિયા થકી પ્રચાર- પ્રસારને ઘણો વેગ મળેલ છે એમાંય મૂળભૂત પરંપરાગત તથ્યો પર પૂરતાં સંશોધન અને યથાર્થને જાણ્યા વિના, મિથ્યા અને અતિશયોક્તિ પૂર્વકની બાબતો જણાવીને હદ પાર કરી દેવાઇ છે.
ફાગણના અંતમાં અને ચૈત્રની શરૂઆતનો સમયગાળો એટલે લીમડામાં ફ્લાવરીંગની સીઝન, નવા પાંદડા અને પુષ્પો સાથે એ મ્હોરી ઊઠયો છે, લીમડા- આંબા વગેરેનાં ઝીણાં પુષ્પગુચ્છને મ્હોર કહેવાય છે. ગુજરાતીમાં  લીમડો શબ્દ એ  સંસ્કૃતમાં 'નિમ્બ' શબ્દનું કંઈક અંશે લોકબોલીમાં થયેલ અપભ્રંશ છે, પ્રાચીનકાળમાં  અંગ્રેજીમાં એને 'માર્ગોસા' કહેવાતો. આજે તો અંગ્રેજીમાં પણ 'નીમ' જ પ્રચલિત છે. આ લીમડાનું લેટીન, સાયંટીફીક નામ 'મેલીયા અઝેડીરાકટ ઈન્ડીકા' છે. સામાન્ય રીતે લીમડાનો ફેલાવો,  દરીયાઇ નજીકની મરૂભૂમીમાં સારો થાય છે.  ગુજરાતની આબોહવા અને જમીન લીમડાનાં વૃદ્ધિ -વિકાસ માટે ઘણી માફક આવી છે, મૂળ પર્શિયન શબ્દ 'આઝાદ' અને ઝાડ માટે વપરાતો 'દરખત' શબ્દ પરથી સાંયટીફીક નામ અઝેડીરાકટ રાખ્યું છે. લીમડાનો આહાર- ઔષધ તરીકે ઉપયોગ કરાય તો, એ પચવામાં લઘુ એટલે કે હળવો છે, ગ્રાહી છે એટલે કે અન્ય વનસ્પતિઓનાં પાંદડા - સ્વરસ વગેરે વધારે લેવાય તો ઝાડા થાય છે,પણ એવું લીમડામાં થતુ નથી. લીમડો પચ્યા પછી કટુવિપાકી થાય છે.
1919 માં ભારતીય વનસ્પતિ વૈજ્ઞાનિકો એ લીંબોળીના તેલમાંથી એક કાર્યકારી તત્વ શોધી કાઢયું જેને 'માર્ગોઝાઈન એસીડ' નામ આપ્યુ પછી 1920 માં કોલકતા કેમીકલ્સ કંપનીએ લીમડા સાબુ બનાવ્યો જેનું નામ માર્ગો રાખ્યું. ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાંથી મળતાં લીમડાનાં સાબુ જેવી જ પદ્ધતિ અને ગુણકર્મ ધરાવતો આ 'માર્ગો સોપ' 1988 માં વિશ્વના ટોપ પાંચ સાબુઓની બ્રાન્ડમાંનો એક હતો. છેક ઋગ્વેદકાળથી અત્યાર સુધી ચર્મવિકારોમાં લીમડો વપરાતો આવ્યો છે. આયુર્વેદિકચિકિત્સાશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઇએ તો, આચાર્ય ભાવમિશ્રે જે લીમડા ના ગુણકર્મ વર્ણવેલ છે એમાં, "નિમ્બ: શિતો, લઘુ:, ગ્રાહી, કટુ-પાકો, અગ્નિવાતાનુત, અહ્ર્દ, શ્રમહ્ર્દ, કાસ જ્વર અરુચિ કૃમિ પ્રણુત નિમ્બપત્રમ સમૃતમ નેત્રયમ" લીમડાનાં પાંદડા પાતળા હોય છે એટલે બાષ્પીભવન વધુ કરે છે, વધુ બાષ્પીભવન થવાથી આસપાસની હવામાં ઠંડક પ્રસરે છે આથી ધોમધખતા તાપમાં લીમડાની છાયા શિતલ લાગે છે. લીમડાનાં સેવનથી વાયુનો પ્રકોપ અને પિત્ત એટલે કે દાહ થતી હોય તો રાહત મળે છે. લીમડો સ્વાદે અને ગંધે કડવો હોય છે એટલે અહૃદ - મન ને ગમતો નથી, પણ શ્રમહર છે. કડવો હોવાથી જ અરૂચી, તાવ અને કૃમિ તથા કફજ અને પિત્તજ ખાંસી ને પણ દૂર કરે છે લીમડો એ આંખ માટે ઉત્તમ છે, કેમ કે આંખના રોગ પિત્ત અને કફનાં સંચયથી થતાં હોય છે, જેને લીમડો દૂર કરે છે. ગુજરાતના જ પ્રખર કર્માભ્યાસુ વૈદ્ય શોઢલ પોતાના નિઘંટુ માં લખે છે કે,  "નિમ્બવૃક્ષસ્ય પંચાગ રક્તદોષહરં, પિત્તમ, કણ્ડૂં વ્રણમ દાહમ કૃષ્ઠમ ચ એવ વિનાશ્યતિ" યોગરત્નાકરમાં લખ્યું છે કે, "ફાલ્ગુને ચૈત્રમાસે ચ જન્તુપીડાકરો મત:, શીતલ અમ્બુ સમુદ્દભૂત: શ્લેષમા રાજા પરકીર્તત:"  ફાગણ - ચૈત્રમાં  શિતલ જળથી ઉત્પન્ન થનાર કફદોષ નામનો રાજા સર્વ પ્રાણીઓને પીડનાર તરીકે માનવામાં આવે છે. ચૈત્ર પછી આવતો વૈશાખ જેઠ માં પાછો આ રીતે  પિત્તદોષ ને રાજા કહેવાય છે. આરોગ્યશાસ્ત્રનાં દ્રષ્ટિકોણથી વસંતમાં  શરીરમાં સંચિત થયેલો કફ, પ્રસાર અને પ્રકોપ પામે છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની ભૌગોલીક સ્થિતિ પ્રમાણે આબોહવાને લઇને વસંતઋતુ ફાગણ-ચૈત્રની ગણાય છે. હોળીની આસપાસ ઑરી - અછબડાંના દરદી વધવા લાગે છે, પ્રાચીનકાળમાં શિતલાદેવી સાથે નિમ્બપત્ર  પણ દર્શાવેલ છે, એટલે વસંતઋતુ, કફનો પ્રકોપ અને લીમડાના પાંદડાનો ઔષધિય પ્રયોગ એ ત્રણે અસર પરસ જોડાયેલાં છે. આ સમયગાળામાં ભુખ જ ના લાગવાની ફરિયાદો સાથે દરદીઓ વધવા લાગે છે, આ વસંત ઋતુ માં જો સંચિત થયેલ કફને વમનકર્મ દ્વારા બહાર કાઢી લેવાય તો અરૂચી, ખંજવાળ, ગુમંડા આદીથી શરીર સુરક્ષિત રહે  છે. એ મૂળ ચિકિત્સા સિદ્ધાંત આધારીત લોક વૈદકમાં લીમડાંના ત્રણ - ચાર નવ પલ્લવીત પાંદડા તથા ત્રણચાર ફુલમંજરીઓની ડાળીઓ એકસાથે લસોટી એના એક ગ્લાસ પાણીમાં બનાવેલ મિશ્રણમાં જરીક સૈંધવ નમક નાંખી ને પ્રાતઃ પીવાય તો સંભવતઃ વમન થઇ જાય છે જેથી સંચિત કફ બહાર આવી જાય છે અને આ પ્રક્રિયા  સાત દિવસ પ્રતિદિન કરાય છે. જે વ્યક્તિઓને  ગ્રીષ્મમાં પિત્તનો પ્રકોપ રહેતો હોય એમને 10 ગ્રામ જેટલાં  લીમડાં નવા તાજા  પાન  10 ગ્રામ સાકર સાથે ચાવી ને ખાઇ લેવાં આ પ્રયોગ પણ ચૈત્ર સુદ એકમથી સાત દિવસ જ કરવો. મહારાષ્ટ્રમાં 'ગુડી પૂજન' બાદ આજ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. દક્ષિણ ભારતનાં કેટલાક રાજયોમાં જે ચૈત્રમાસમાં નવ વર્ષની ઉજવણીનો ઉગાડી તહેવાર મનાવાય છે એમાં બનતી ખાસ વાનગી 'પચડી'માં લીમડાનાં પુષ્પો નખાય છે, એ પણ આરોગ્યતાનો સંદેશ આપે છે. વૈજ્ઞાનીક સંશોધન બતાવે છે કે, કફ અને મેદ ના કારણે થતાં કૃષ્ઠ થી કેન્સર સુધીના વિકારોમાં લીમડાનાં પાંદડા ઉપયોગી છે, પણ લીમડાનું અતિસેવન મનુષ્યોના શુક્રાણુઓનો નાશ કરે છે. ઊંટ નો પ્રિય ખોરાક  લીમડો છે, પણ કુદરતી રીતે  ઊંટના શરીરમાં વીર્યાશય એટલે કે  'સેમીનલ વેસીક્લ્સ' હોતું જ નથી. આથી એના વીર્યમાં રહેલ શુક્રાણુઓ લીમડાનાં અતિસેવન થી નાશ પામતાં નથી.લીમડનો જંતુનાશક તરીકે ઉપયોગ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલ છે, એનાં પાંદડા તથા લીંબોળીનાં તેલનાં ઉપયોગથી ખેતપેદાશમાં પણ જંતુઓથી રક્ષણ માટે ઉપયોગી તો છે જ, શ્વેત ચંદન જેને સુખડ પણ કહે છે એની ખેતીમાં લીમડાનું યોગદાન સારુ છે. એક શ્વેતચંદનની આસપાસ જો લીમડા વવાય તો ચંદન સારી રીતે વિકસે છે, સુખડમાં સુંગધ અને શિતળતા છે, પણ લીમડામાં શિતળતા અને આરોગ્યતા પણ છે.  લીમડાનો સ્વાસ્થ્ય રક્ષા તરીકે કે દેખાદેખીમાં શરીર પર વધુ અને જરૂરીયાત વિના પ્રયોગ કરવો હિતાવહ નથી. લીમડાનું વાવેતર અને સંવર્ધન દરેક માટે જરૂરી છે. લીમડો એ આજના સમયમાં કલ્પવૃક્ષ છે. જે ઇચ્છો એ આપે છે. નવકારશી આવે પછી કડવા લીમડાંનું ઓષધ લેવાનું છે.
- સંકલન : અતુલ શાહ