Monday, April 4, 2022

62 ટકા પરિવારોનાં ઘરગથ્થું ખર્ચમાં વધારો થયો

12:27 04/04/2022 https://www.egujaratitimes.com/ 18 ટકા આ ઉનાળાની સિઝનમાં એસી/ફ્રિજ જેવા વિવેકાધિન ઉત્પાદનો ખરીદવાની કે બદલવાની યોજના ધરાવે છે: સર્વે
છેલ્લાં એક વર્ષમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નેટ સ્કોર સૌથી વધુ +19 છે
• સર્વેમાં સામેલ 10,086માંથી 67 ટકા ગ્રામીણ ભારતનાં છે, તો 33 ટકા શહેરી ભારતનાં છે
• કુલ ઘરગથ્થું ખર્ચમાં 62 ટકાનો વધારો થયો હતો, જે ગયા મહિનાથી 8 ટકા વધારે છે
• જરૂરી અને બિનજરૂરી એમ બંને પ્રકારના ખર્ચમાં 5-5 ટકાનો વધારો થયો છે
• સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઉપભોગમાં 16 ટકા પરિવારોમાં ઘટાડો થયો છે
• 55 ટકા પરિવારો માટે મીડિયા ઉપભોગ સમાન જળવાઈ રહ્યો છે
• મોબિલિટી સેન્ટિમેન્ટનો નેટ સ્કોર ઝીરો જળવાઈ રહ્યો છે
• આ ઉનાળાની સિઝનમાં 18 ટકા એસી/ફ્રિજ ખરીદવા કે બદલવાની યોજના ધરાવે છે
• જ્યારે 13 ટકા સ્થાનિક હોલિડે માટે આયોજન ધરાવે છે, ત્યારે 84 ટકા પ્રવાસની યોજના ધરાવતા જ નથી
મુંબઈ, 4 એપ્રિલ, 2022: અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપનીએ વિવિધ મુદ્દાઓ પર ઉપભોક્તાની વિભાવનાના માસિક વિશ્લેષણ ઇન્ડિયન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના એના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. માર્ચ મહિનાના તારણોમાં તમામ ઘરગથ્થું ઉત્પાદનોના ઉપભોગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે પરિવહન સાથે સંબંધિત સેન્ટિમેન્ટમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો, ત્યારે મીડિયા ઉપભોગ સાથે સંબંધિત સેન્ટિમેન્ટ ગયા મહિના જેટલું જળવાઈ રહ્યું હતું. સંપૂર્ણપણે છેલ્લાં એક વર્ષમાં ઉપભોક્તા સેન્ટિમેન્ટ સર્વોચ્ચ સ્તરે છે.
એપ્રિલમાં ચોખ્ખો સીએસઆઇ સ્કોર +9 મહિનાથી +19 વધારે/ઓછો હતો તથા છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ વધારાને પ્રતિબિંબિત કરે છે. આ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટમાં ટકાવારીમાં વધારામાંથી ટકાવારીમાં ઘટાડાને બાદ કરીને મેળવવામાં આવે છે.
સેન્ટિમેન્ટ 5 પ્રસ્તુત પેટાસૂચકાંકો વિશે જણાવે છે – સંપૂર્ણ ઘરગથ્થું ખર્ચ, જરૂરી અને બિનજરૂરી ચીજવસ્તુઓ પર ખર્ચ, હેલ્થકેર પર ખર્ચ, મીડિયા ઉપભોગની આદતો અને પરિવહનના ટ્રેન્ડ.
આ મહિને કંપનીનાં સેન્ટિમેન્ટમાં દુનિયાના વર્તમાન પ્રવાહો, આઇપીએલ ઉપભોગ અને માહિતી – ચોક્કસ રજા/લેઇઝર યોજનાઓ અને ઉપભોક્તની ઉત્પાદનની પસંદગીના સંબંધમાં ઉપભોક્તાના અભિગમ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મળી હતી.
સર્વે 36 રાજ્યોમાં 10086 લોકોના સેમ્પ્લ સાઇઝ સાથે કમ્પ્યુટર સહાયથી ટેલીફોનિક મુલાકાતો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જ્યારે તેમાંથી 67 ટકા ગ્રામીણ ભારત સાથે સંબંધિત હતા, ત્યારે બાકીના 33 ટકા શહેરી વિસ્તારો સાથે સંબંધિત હતા. ઉપરાંત 63 ટકા ઉત્તરદાતાઓ પુરુષો હતો, તો 37 ટકા મહિલાઓ હતી. પ્રાદેશિક વહેંચણીની દ્રષ્ટિએ 24 ટકા અને 21 ટકા અનુક્રમે ઉત્તર અને દક્ષિણ ભારત સાથે સંબંધિત હતા, તો 25 ટકા અને 30 ટકા અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ ભારત સાથે સંબંધિત હતા. બે મોટા સેમ્પલ ગ્રૂપની દ્રષ્ટિએ 31 ટકા 36 વર્ષથી 50 વર્ષની વયજૂથ સાથે સંબંધિત હતા, તો 27 ટકા 26 વર્ષથી 35 વર્ષની વયજૂથ સાથે સંબંધિત હતા.
કંપનીના સીએમડી પ્રદીપ ગુપ્તાએ સીએસઆઇ રિપોર્ટ પર કહ્યું હતું કે, "ભૂ-રાજકીય ચિંતાઓ વધવાથી, અર્થતંત્રો ખુલવાથી અને કોવિડ-19નો ડર ઓસરી જવાથી ભારતીય ઉપભોક્તાઓ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેમની વચ્ચે સેન્ટિમેન્ટ છેલ્લાં એક વર્ષમાં સૌથી વધુ છે. જ્યારે તેઓ ઇન્ટરનેટની સતત વધતી પહોંચની મદદ સાથે દરેક નવી માહિતી મેળવવાની ઇચ્છા ધરાવે છે, ત્યારે બહુમતી લોકો આ માહિતી મેળવવા હજુ પણ ટેલીવિઝન જેવા પરંપરાગત માધ્યમો પર નિર્ભર છે. સરકારે યુક્રેનમાં ભારતીય સમુદાયના કલ્યાણ અને સુરક્ષાની ચિંતાઓને આધારે તથા રશિયા સાથે લાંબા ગાળાના રાજકીય અને વ્યૂહાત્મક સંબંધોને આધારે મતદાનમાંથી ગેરહાજર રહેવાનો નિર્ણય દેશવાસીઓના સેન્ટિમેન્ટનો પડઘો પાડે છે. તમામ કેટેગરીઓમાં ખર્ચમાં વધારો, સ્થાન પ્રવાસ અને આઇપીઓ માટે એકમંચ પર આવવા જેવા પરિબળો ઉપભોક્તાઓ વચ્ચે આશાવાદને પ્રતિબિંબિત કરે છે. આ જીવન અને જીવનશૈલીમાં સુધારા માટેનો ઇરાદો વ્યક્ત કરે છે."
મુખ્ય તારણો:
• કુલ 62 ટકા પરિવારો માટે ઘરગથ્થું ખર્ચમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી 8 ટકા વધારે છે. ગયા મહિને નેટ સ્કોર +43 હતો, જે ચાલુ મહિને +10 વધીને +53 થયો હતો.
• પરિવારો માટે પર્સનલ કેર અને ઘરગથ્થું ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ 48 ટકા વધ્યો છે, જે ગયા મહિનાની સરખામણીમાં +5નો વધારો પ્રતિબિંબિત કરે છે. જોકે 33 ટકા પરિવારો માટે ખર્ચ એકસરખો જળવાઈ રહ્યો છે, જે ગયા મહિનાથી -5 ઘટ્યો છે. ગયા મહિને નેટ સ્કોર +24 હતો, જે ચાલુ મહિને વધીને +29 થયો હતો.
• એસી, કાર, રેફ્રિજરેટર જેવા બિનજરૂરી અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 13 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 5 ટકા વધારાને પ્રતિબિંબિત કરે છે. તેમ છતાં 82 ટકા પરિવારો માટે આ ખર્ચ સમાન જળવાઈ રહ્યો છે. ચાલુ મહિને નેટ સ્કોર +8 છે, જે ગયા મહિને +3 હતો.
• 46 ટકા પરિવારો માટે સ્વાસ્થ્ય સાથે સંબંધિત ઉપભોગ વધતાઓછા અંશે સમાન જળવાઈ રહ્યો છે, તો 16 ટકા પરિવારો માટે ઘટાડો થયો છે. હેલ્થ સ્કોર નેગેટિવ કે નકારાત્મક સૂચિતાર્થ ધરાવે છે, એટલે કે સ્વાસ્થ્યલક્ષી ચીજવસ્તુઓ પર ખર્ચ જેમ ઓછો તેમ સેન્ટિમેન્ટ વધારે સારું. હેલ્થકેરનો નેટ સ્કોર ચાલુ મહિને -22 છે.
• 22 ટકા પરિવારો માટે મીડિયા ઉપભોગ વધ્યો છે, જે ગયા મહિને જેટલો ઉપભોગ સૂચવે છે. 55 ટકા પરિવારો માટે આ ઉપભોગ એકસમાન જળવાઈ રહ્યો છે. સંપૂર્ણ નેટ સ્કોર +1 છે, જે ગયા મહિને -1 હતો.
• 89 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંકા વેકેશન માટે, મોલ અને રેસ્ટોરાં માટે જવાનું પ્રમાણ એકસમાન જળવાઈ રહ્યું છે. 6 ટકા પરિવારો વચ્ચે પ્રવાસમાં વધારે સૂચવે છે, જે ગયા મહિનાથી +1 વધારે છે. સંપૂર્ણ મોબિલિટી નેટ સ્કોર 0 છે.

વર્તમાન રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર:
• કંપનીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ અને એના પગલે ઊભી થયેલી કટોકટી વિશે ગ્રાહકોના અભિપ્રાયોનું મૂલ્યાંકન થયું હતું. ભારતના વલણ પર ઉપભોક્તાના અભિપ્રાયનો તાગ મેળવતા સર્વેમાં જાણકારી મળી હતી કે, 55 ટકા માને છે કે, ભારતે યુક્રેન પર રશિયાના આક્રમણની ટીકા ન કરીને ઉચિત વલણ અપનાવ્યું હતું. આ દેશવાસીઓના સરકારના રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક હિત પર આધારિત નિર્ણયો લેવામાં સરકારમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
• આઇપીએલ સાથે સંબંધિત રોમાંચ વિશે સર્વેમાં જાણકારી મળી હતી કે, 33 ટકા લોકો ઘરે ટેલીવિઝન પર કે બહાર (મોલ/પબ/મિત્રના ઘરે) સિઝન જુએ છે, તો 10 ટકાએ ડિજિટલ વ્યૂઇંગમાં રસ દાખવ્યો હતો. ફક્ત 2 ટકાએ સ્ટેડિયમમાંથી મેચ લાઇવ જોવામાં રસ દાખવ્યો હતો. એટલે માર્કેટર્સને ટેલીવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો પર મોટી ટકાવારીમાં વ્યૂહઅરશિપ મળવાની અપેક્ષા છે, જે સર્વે મુજબ સૌથી પસંદગીના માધ્યમો છે.
• ઉનાળા સાથે સંબંધિત બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી પર ઉપભોક્તાઓના અભિપ્રાયો વિશે કંપનીના સર્વેમાં જાણકારી મળી હતી કે, 18 ટકા એર-કન્ડિશનર્સ/ફ્રિજની ખરીદવાની કે ઉનાળાની આ સિઝનમાં જૂનાં એસી/ફ્રિજને બદલવાની યોજના ધરાવે છે. જોકે 65 ટકા હજુ પણ સાવચેતીભર્યું વલણ જાળવી રહ્યાં છે.
• સીએસઆઇ-સર્વેમાં સમર વેકેશન/હોલિડ પ્લાન પર ઉપભોક્તાના અભિપ્રાયોની જાણકારી મળી હતી. 13 ટકા સ્થાનિક પ્રવાસનો વિચાર કરે છે, તો ફક્ત 1 ટકા આંતરરાષ્ટ્રીય ટ્રિપ માટે વિચારે છે. 84 ટકા લોકો લેઇઝર માટે પ્રવાસ કરવાનું હજુ ટાળે છે.
• માહિતી મેળવવા પર ઉપભોક્તાના અભિગમને સમજવાના પ્રયાસરૂપે કંપનીના સર્વેમાં જાણકારી મળી હતી કે, 60 ટકા નવી માહિતી મેળવવા ઇન્ટરનેટ પર નિર્ભર છે. જોકે 41 ટકા ટેલીવિઝનનો ઉપયોગ કરે છે, જેઓ તેને માહિતી મેળવવાનું વિશ્વસનિય માધ્યમ ગણે છે. ત્યારબાદ 33 ટકા ડિજિટલ માધ્યમો અને 22 ટકા પ્રિન્ટને માહિતી મેળવવાનું વિશ્વસનિય માધ્યમ ગણે છે. આ માધ્યમની પ્રકૃતિ અને ઉપભોક્તાઓની જરૂરિયાતના પ્રકાર વચ્ચે સહસંબંધ તરફ ધ્યાન દોરે છે. જ્યારે ડિજિટલ માધ્યમો તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરે છે, ત્યારે ટેલીવિઝન ઉપભોક્તની માહિતી મેળવવાની સચોટ અને પ્રામાણિક જરૂરિયાતો પૂર્ણ કરે છે. 

No comments:

Post a Comment