Thursday, July 16, 2020

માછલીઘર એ ઘર નથી પરંતુ કાચનું પાંજરૂ છે

15:36 16/07/2020
નાનકડી ઓરડીઓમાં જીવન ગુજારતા લોકોના દુઃખ દર્દોને તમે સાંભળ્‍યા છે? આ લોકોને એક નાના ઘરમાં કેટકેટલી મુશ્‍કેલીઓ પડે છે તેની તો માત્ર કલ્‍પના જ કરવાની રહેશે. જો એક વ્‍યક્‍તિને નાના રૂમમાં મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હોય તો પછી એક નાના માછલીઘરમાં રહેતી માછલીઓની હાલત શું થતી હતી. માછલીઘરમાં માછલીઓ આરામથી રહી શકે છે તેમ માનવું ભૂલભરેલું છે. માછલી એક નાજૂક દરિયાઈ પ્રાણી છે. માછલીઓને તેમના દરિયાના કે તળાવના કુદરતી વાતાવરણમાંથી પકડીને તેમને માછલીઘરમાં રાખવાનો શોખ માત્ર ઘાતકી નથી પરંતુ તેનાથી દરિયાઈ પર્યાવરણને પણ નુકશાન થાય છે. આવો શોખ રાખનાર વ્‍યક્‍તિઓ બીજાના દુઃખના ભોગે તેમનો શોખ સંતોષે છે. દરિયામાંથી બહાર લાવીને તમારા માછલીઘરમાં માછલી પહોંચાડવામાં આવે તે સમગ્ર પ્રક્રિયામાં લાખ્‍ખો માછલીઓના જીવ જાય છે. માછલી એક દરિયાઈ જીવ છે. પાણી વગર તે જીવી શકે નહિ. માછલીઓને દૂરના દરિયામાંથી લઈ આવવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી જીવી ગયેલ માછલીઓએ કાચના પાંજરામાં પુરાવું પડે છે. માછલીઘરમાં તેમને કુદરતી વાતાવણ મળતું નથી. તેમને સ્‍ટ્રેસનો સામનો કરવો પડશે. અકુદરતી વાતાવરણને કારણે તેમનું જીવન ટૂંકું થઈ જાય છે. માછલીઘરમાં માછલીઓ એક કાચના નાના પાંજરામાંથી ઉપરથી નીચે સુધીની મર્યાદિત જગ્‍યામાં રહે છે અને કેટલાંક સપ્‍તાહમાં મૃત્‍યુ પામે છે. બીજા કોઈને પ્રભાવિત કરવામાં માટે કેટલાંક લોકો આ શોખ કેળવતા હોય છે. આના માટે પૈસા ખર્ચે છે અને નિર્દોષ જળચર પ્રાણીને યાતના આપે છે. માછલીઘરમાં માછલીઓ સલામત રહે છે તેવી પણ કેટલાંક લોકો માન્‍યતા ધરાવતા હોય છે. આવા લોકો બીજી પણ ખોટી માન્‍યતા ધરાવતા હોય છે. જે વિશે અહી વિગતવાર માહિતી આપવામાં આવી છે.

એક ખોટી માન્‍યતા એવી છે કે માછલીઘરમાં કુદરતી વાતાવરણનું સફળ અનુકરણ કરવામાં આવે છે. આ માન્‍યતા ભૂલભરેલી છે. માત્ર પાણી, દરિયાઈ વનસ્‍પતિ, ફુલો અને મોઢૂં ખોલતા અને બંધ કરતા દેડકા જેવા કેટલાંક પ્રાણીઓને માછલીઘરમાં મુકવાથી કુદરતી વાતાવરણનું નિર્માણ કરી શકાતું નથી. માછલીઘર કોઈ દિવસ દરિયાઈ વાતાવરણનું પર્યાઈ બની શકે નહિ. કુદરતી રીતે જોવા જઈએ તો દરિયામાં કે તળાવમાં પાણીની સ્‍થિતિમાં કેટલાંક ફેરફાર આવતો હોય છે. આ ફેરફાર લાવનાર પરિબળોમાં વરસાદ, સૂર્ય, પવન અને પાણીના પ્રવાહનો સમાવેશ થાય છે. માછલીઘરમાં આવું કંઈ જોવા મળતું નથી. માછલીઘરમાં પાણી હંમેશ સ્‍થિર રહે છે. માછલીઘરમાં પીવાના નળમાંથી આવતું પાણી ભરવામાં આવે છે. પીવાના પાણીમાં ક્‍લોરીન નાંખવામાં આવે છે. આ ક્‍લોરીન માછલીઓ માટે ખૂબ જ નૂકશાનકારક છે. માછલીઘરના પાણીનું પીએચ બેલેન્‍સ અને તાપમાન પણ દરિયાણ પાણીના પ્રમાણમાં સચવાતું નથી. આ સ્‍થિતિમાં માછલીઘરમાં માછલીની હાલત કફોડી બને છે. માછલીઘરમાં કૃત્રિમ લાઈટ પણ રાખવામાં આવે છે. આનાથી માછલીને આરામ કરવાની કોઈ જગ્‍યા મળતી નથી. રાત દિવસ માછલીએ આરામ વગર પસાર કરવો પડે છે. તમે વિચાર કરી શકો છે કે એક નાજૂક પ્રાણી આરામ વગર કેટલાં દિવસ જીવી શકે? આ કૃત્રિમ લાઈટ કુદરતી સૂર્યપ્રકાશની બરોબરી કરી શકે નહિ. કેટલાંક લોકો આ માટે માછલીઘરમાં કૃત્રિમ પહાડનું નિર્માણ કરે છે. શું આ કૃત્રિમ પહાડ માછલીને આરામ માટે પૂરતી ડાર્ક જગ્‍યા આપી શકે છે?

માછલીઘરમા માછલીઓને ડ્રાય પ્રોસેસ આહાર આપવામાં આવે છે. માની લઈ કે આ આહાર પોષણક્ષમ છે. પરંતુ તે દરિણાઈ આહારનો સ્‍વાદ અને વેરાયટી આપી શકે નહિ. માછલીઓ નાનપણથી દરિયામાં મળતા આહારથી ટેવાયેલી હોય છે. માછલીઓને વિકાસ માટે અને મુક્‍ત રીતે તરવા માટે વધારે જગ્‍યાની જરૂર હોય છે. દરિયામાં તે પોતાના એક સામાજિક જૂથમાં જીવન પસાર કરે છે. તેમને વિહરવા માટે મોટી જગ્‍યા મળી રહે છે. પરંતુ માછલીઘરમાં તેમનું સામાજિક જૂથ બનતું નથી. સમાજ વગર જો માણસ ન રહી શકતો હોય અને તે જંગલી બની જતો હોય તો દરિયાઈ પ્રાણીની શું હાલત થતી હશે તેની કલ્‍પના કરી જુવો. માછલીઘરમાં માછલીઓ દરરોજ એકની એક જગ્‍યાએ ફરવાનું રહે છે. તેથી માછલીઘર એક કાચનું પાંજરૂં કે જેલ છે. તેમાં કોઈ કુદરતી વાતાવરણ નથી.

બીજી એક ખોટી માન્‍યતા એ છે કે માછલીઘરમાં માછલી તંદુરસ્‍ત અને આનંદમાં રહે છે. આ માન્‍યતાને કારણે પણ કેટલાં લોકો માછલીઘર બનાવવાનો શોખ રાખે છે. જોકે વાસ્‍તવિકતા તદ્દન અલગ છે. લોકો વારંવાર ફરિયાદ કરતા હોય છે કે માછલીઘરમાં માછલીઓ ઝડપથી મૃત્‍યુ પામે છે. આવા લોકોની સંખ્‍યા ઓછી નથી. આ માટે માછલીનો કોઈ વાંક નથી. તેનો જીવ લેવા માટે તમે જવાબદાર છે. તમે એક જળચર પ્રાણીને કુદરતી વાતાવરણમાંથી લઈ આવો છે અને તેને અનુકુળ ન હોય તેવા બંધનમાં ઘકેલી દો છો. મોટાભાગના લોકો જાણતા હોતા નથી માછલીઘરની જાળવણી કઈ રીતે કરવી. દુઃખની વાત એ છે કે તમારી અજ્ઞાનતાને કારણે બીજા નિર્દોષ પ્રાણીનો જીવ જાય છે. પ્રથમ વાત એ છે કે માછલીઘર નાનું હોય છે અને તેમાં શક્‍ય હોય તેટલી વઘુ માછલીઓ ભરવામાં આવે છે. આનાથી તમામ માછલીઓના ધીમે ધીમે મોત થાય છે. ઘણીવાર માછલીઓને તેમની વિવિધ જાત મુજબ રાખવામાં આવતી નથી. અમુક જાતની માછલીઓ પોતાના ગ્રુપમાં જ જીવી શકે છે. માંસભક્ષી માછલીઓ નબળી માછલીઓનો શિકાર કરે છે. તેમના સહ અસ્‍તિત્‍વનુ પ્રમાણ જળવાતું નથી. લોકો એક માછલીઘરમાં રાખવામાં માટે સહઅસ્‍તિત્‍વના સિદ્ધાંતનું પાલન કરવાની જગ્‍યાએ રંગબેરંગી માછલીઓ રાખવાનું વધારે પસંદ કરે છે. માછલીઓનું મૃત્‍યુ થવાનું બીજી કારણ એ છે કે માછલીઘરને યોગ્‍ય રીતે અને યોગ્‍ય સમયે સાફ કરવામાં આવતું નથી. માછલીના મળમૂત્રથી એમોનિયા વાયુ ઉત્‍પન્‍ન થાય છે. આમાંથી નાઈટ્રેટ વાયુ બને છે. આ વાયુ માછલી માટે ઝેરી છે. પાણીમાં રહેલા ક્‍લોરીન, એરોસોલાના રસાયણો અને સિગારેટના ઘુમાડા માછલીઘરના પાણીને દૂષિત કરે છે. અગાઉ કહ્યું તેમ માછલીઓ ખૂબ જ નાજૂક પ્રાણી છે. એકદમ લાઈટ કરવામાં આવે કે બંધ કરવામાં આવે તો તેમને શૉક લાગે છે. જેનાથી સ્‍ટ્રેટ જન્‍મે છે. માછલી માટે સ્‍ટ્રેટ ઉભા કરવા માટે બીજા પરિબળો પણ જવાબદાર છે. મોટાભાગના કિસ્‍સાઓમાં લોકો માછલીનું ઘ્‍યાન પોતાના તરફ ખેંચવા માટે માછલીઘરના કાચને આંગળીથી ખખડાવતા હોય છે. એક્‍વેરિયમ અંગેના પુસ્‍તકોમાં જણાવવામાં આવે છે કે માછલીઓને દિવસમાં બે કે ત્રણવાર ખોરાક આપવો જોઈએ. જોકે વાસ્‍તવિકતા એ છે કે માછલીઓને કેટલી વાર ખોરાકની જરૂર પડે છે તે આપણે જાણતા નથી. ઘણીવાર લોકો તેમના ઘેર આવેલા મહેમાનોને પ્રભાવિત કરવા માટે માછલીઓને વારંવાર ખોરાક પણ આપતા હોય છે. માછલીઘરમાં માછલીઓએ બીજુ કોઈ કામ કરવાનું હોતું નથી તેથી તે સતત ખાધા કરે છે. તેનાથી તેમની તંદુરસ્‍થી પર અસર પડવાની પૂરી શક્‍યતા છે. ઘણીવાર એવું માને છે કે માછલીને ખોરાક આપવાનું ભૂલી જવામાં આવે છે. તેથી તેમને ભૂખ્‍યા પણ રહેવું પડે છે. તેથી માછલીઘરની માછલીઓને બીજા પર નિર્ભર રહીને જીવવું પડે છે. તેમને સતત ભય અને ડરના વાતાવરણમાં રહેવું પડે છે.

ત્રીજી એક ખોટી માન્‍યતા એવી છે કે માછલીઘરમાં રાખવાથી શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરી શકાય છે. આનાથી દરિયાઈ જીવ અંગે માહિતી મેળવી શકાય છે અને બીજાને શિખવાડી શકાય છે. જોકે મારો પ્રશ્ન એ છે કે તમારામાંથી કેટલા વ્‍યક્‍તિઓને માછલીઘરમાંથી દરિયાઈ જીવ વિશે કંઈક જાણવું મળ્‍યું ? તેમને પ્રાણી સંગ્રહાલયમાંથી શું શું શીખવા મળ્‍યું છે ? આ માટે પુસ્‍કતનું જ્ઞાન પૂરતું છે. કેટલાંક લોકો આનાથી સ્‍વોર્ડટેઈલ, એન્‍જલફીશ, ગુપ્‍પી, મોલી જેવા નામો જાણી શકે છે. આનાથી વિશેષ નહિ. માછલી કઈ રીતે સાથે મળીને જીવે છે, તેમનો ઉછેર કેવી રીતે થાય છે, તેમની પસંદગી - નાપસંદગી શું છે તેમની નબળાઈ શું છે, તેમની મજબૂતાઈ શું છે, તે તમારા જીવન પર શું અસર કરે છે, તે પાણીને કેવી રીતે સ્‍વચ્‍છ રાખે છે, તે તેમના બચ્‍ચાઓને કઈ રીતે ઉછેરે છે. આ બઘુ કેટલા લોકોએ જાણ્યું અથવા જણવાનો પ્રયાસ કર્યો. આમ માછલીઘરથી કંઇ શીખવા મળતું નથી ઉપરથી તમે અસંવેદનશીલ બની જાય છે. માછલી એક શૈક્ષણિક સાધન નથી. માછલી કઈ રીતે જીવે છે તેની સાચી માહિતી માછલીઘરથી મેળવી શકાય નહિ.
સૌથી ખોટી માન્‍યતા એ છે કે માછલીઘર આનંદ અને મનોરંજન પૂરૂં પાડે છે. જોકે આ માન્‍યતા પણ સાચી નથી. તમે માછલી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી શકતા નથી. તે તમને ઓળખી શકતી નથી. તેને તમારી કોઈ પડી હોતી નથી. તે મનોરંજન માટે કોઈ યુક્‍તિ કે પ્રયુક્‍તિ કરતી નથી. તે કોઈ અવાજ પણ કરતી નથી. તેમનામાં કોઈ ખાસ તીક્ષ્ણ બુદ્ધિ હોતી નથી. તમે માછલીને ખાઈ પણ શકતા નથી. આ તમામ જાણ્યા પછી આપણે એ વાત સમજી શકતા નથી કે માછલી કઈ રીતે આનંદ કે મનોરંજન આપી શકે છે. વેઈટીંગ રૂમ, એરપોર્ટ કે લોબી પર આવેલા માછલીઘરો એક પ્રકારની ક્રુરતા છે. તમે જયા જયા આવા માછલીઘર જુવો ત્‍યાં ત્‍યાં તેનો વિરોધ કરવો જોઈએ. જો તમારી પાસે માછલીઘર હોય તો તે માટેનો શોખ છોડી દો. આવી ટેન્‍કને ઈન્‍ડોર ગાર્ડનમાં બદલી નાંખો. જેમાં ઈન્‍ડોર છોડનો ઉછેર કરો. કાચની જેલ કરતા ગાર્ડન વધારે સુંદર છે. પાંચમી ખોટી માન્‍યતા એ છે કે માછલીઘર માટે માછલી વેચનાર વ્‍યક્‍તિઓ આ અંગેના નિષ્‍ણાત હોય છે. જોકે વાસ્‍તવિકતા અલગ છે. આવા લોકો કોઈ દિવસ નિષ્‍ણાત ન હતા કે છે પણ નહિ. જો આમ હોત તો તેઓ આવા વ્‍યાપારમાં ન હોત. તેઓ માત્ર દુકાનદાર કે વ્‍યાપારી છે. તેઓ પગરખા કે છત્રીઓ વેચવાની જગ્‍યાએ માછલી, ટેન્‍ક અને પ્‍લાસ્‍ટીંકના ફુલો વેચે છે. તેઓ માછલી અંગે કંઈ જાણવાનો પણ પ્રયાસ કરતા નથી. કારણ કે તમારી પાસે રહેલી માછલી જેટલી ઝડપથી મૃત્‍યુ પામશે એટલા ઝટપથી તેમને ધંધો મળી રહેશે. તેઓ આ નિયમને સારી રીતે જાણે કે ફીશટેન્‍ક ખરીદનાર વ્‍યક્‍તિ ફરી માછલીઓ ખરીદવા આવશે. તેથી જેટલી વઘુ માછલી મૃત્‍યુ પામે તેટલા તે વઘુ પૈસાદાર બને છે. આવા લોકો દ્વારા માછલીને ખવડાવવા માટે આપવામાં આવતો ખોરાક પણ મારી નાંખવામાં આવેલી માછલીમાંથી બનાવવામાં આવેલ છે. આવા લોકો માત્ર પૈસા કમાવવામાં નિષ્‍ણાત હોય છે. તેથી આ એક નફાકારક ધંધો છે. તમે માછલી ખરીદો એટલા માટે આ લોકો તેમને જુઠાણા ભણાવી દે છે. સૌથી મોટું જુઠાણું એ છે કે તમે તેનો ઉછેર કરો છે. માછલીઓને બંધન અવસ્‍થામાં વિકાસ થઈ શકે નહિ. તેથી માછલીઘર માટે માછલીની ખરીદી કરીને તમે કસાઈના બિઝનેસને પ્રોત્‍સાહન આપી રહ્યા છો. માછલી દરિયાઈ પ્રાણી છે. તે પાળતું પ્રાણી નથી.

Wednesday, July 15, 2020

તીર્થનું ફળ કોને મળે છે?

15:53 15/07/2020

તીર્થોનું સેવન કરનાર ધીરજવાળી, શ્રદ્ધાયુક્ત  તથા એકાગ્રચિત્તે રહે છે

તેઓ પાપી, પાપાચારી હોય, તો પણ શુદ્ધ થઈ જાય છે

ભારતમાં લાખો પવિત્ર તીર્થો આવેલાં છે. દરેક તીર્થનો મહિમાં ભારતનાં સઘળા પુરાણો, મહાભારત, રામાયણ વગેરે ગ્રંથોમાં વિસ્તાર પૂર્વ કહ્યો છે.

તીર્થ કોને કહેવામાં આવે છે. પવિત્ર નદિઓનાં રમણ્ય સ્થાનો ભગવાનનાં અવતારોનાં પ્રાગ્ટય સ્થળો, બ્રહ્માજી તથા દેવતાઓએ કરેલ યજ્ઞોની ભૂમિ, વિશિષ્ઠ ક્ષેત્રો, નદિઓનાં સંગમ સ્થાન, પવિત્ર વનો, પર્વતો, ઝરણાં, પ્રભાવશાળી સંતોના દર્શન, ઋષિ-મુનિઓ તથા મહાત્માં  પુરૂષોનાં તપસ્યાનાં સ્થળો, જ્યાં સાધકો રહ્યાં હોય તેવાં સ્થળો. આ બધાને તીર્થ કહેવામાં આવે છે.

તીર્થોમાં જવાથી ભગવાનની લીલાનું સ્મરણ થાય છે. સતસંગ થાય છે, સાથે સાથે તે ભૂમિમાં રહેલી પવિત્ર તેજસ્વી ઉર્જા પ્રાપ્ત થવાથી સુઃસંસ્કાર ઉપલબ્ધ થાય છે. તેનાંથી પાપ નષ્ઠ થાય છે. પૂણ્યનો સંચાર થાય છે. શ્રદ્ધા-વિશ્વાસથી તીર્થનું ફળ અનેક ગણુ પ્રાપ્તે થાય છે.

તીર્થમાં જનારા અને રહેનારાએ દરરોજને માટે કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ, પરનિંદા અને ઇર્ષા-દ્વેષનો ત્યાગ કરવો. તે અવગુણ માંનો કોઈ એક હશે તો પણ તીર્થનું ફળ મળશે નહીં. જેમ પૂણ્ય કરવાથી પૂણ્યમાં વધારો થાય છે તેમ પાપ કરવાથી પાપમાં વધારો થાય છે.

ભારતનાં ચાર ધામ, 1 બદ્રીનાથ હિમાલયમાં, 2 જગન્નાથપુરી (ઓરીસ્સા) રાજ્યમાં. 3 રામેશ્વર, તામિલનાડુ રાજ્યમાં 4 દ્વારકા ધામ, સૌરાષ્ટ્રમાં 5 કેદાર-1, કેદારનાથ, 2 મઘ્યમેશ્વર કેદાર, 3. તુંગનાથ કેદાર 4, રૂદ્રનાથકેદાર, 5 કલ્પેતશ્વર કેદાર. આ સર્વ કેદાર હિમાલયમાં આવેલાં છે.

પાંચ સરોવર-1, માનસરોવર, કૈલાસ પાસે. 2 બિન્દુ  સરોવર-ગુજરાતમાં સિદ્ધપુર પાસે. 3, નારાયણ સરોવર, કચ્છમાં 4 પંપા સરોવર-કિષ્કિશન્ધા કર્ણાટકમાં. 5, પુષ્કર સરોવર, રાજસ્થાનમાં અજમેર પાસે.

સાત પુરી - 1 અયોઘ્યાં , 2 હરિદ્વાર, 3 મથુરાપુરી, 4 ઉજ્જૈન, 5 કાશીપુરી, 6 કાંચ્ચીપુરી, 7 દ્વારકાપુરી.

સાત ક્ષેત્રો - 1 કુરૂક્ષેત્ર, 2 હરિદ્વાર ક્ષેત્ર, 3 પ્રભાસક્ષેત્ર, 4 ભૃગુક્ષેત્ર, 5 પુરૂષોત્તમ ક્ષેત્ર, 6 નૈમિષક્ષેત્ર, 7 ગયા ક્ષેત્ર, બિહાર રાજ્યમાં છે.

ભારતની પવિત્ર અઢાર નદીઓ પ્રાચીન તીર્થ છે તેનાં નામ છે
1, દેવનદી ગંગા. 2. યમુનાં 3 સરસ્વતી, 4 નર્મદા, 5 ગોદાવરી, 6 સરયું, 7 ગોમતી, 8 વાગમતી, 9 શીપ્રા, 10 ઈક્ષુમતી, 11 પયોષ્ણી, 12 ગંડદી, 13 તમસા, 14 સિંઘુનદી, 15 કાવેરી નદી, 16 કૃતમાલા, 17 સાબરમતી, 18 ચંદ્રભાગા. આ નદીઓ તીર્થમાં લેખાય છે તેમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે.

સોળ પર્વતો : 1 હિમાલય, 2 વિદ્યાચલ, 3 પારિજાત, 4 મહેન્દરચલ, 5 શુક્તિમાન, 6 ચિત્રકુટ, 7 ઋક્ષવાન, 8 ઋષ્ય મુક, 9 શ્રીશૈલે, 10 અરૂણાચલ, 11 કામગિરિ, 12 રામગિરિ, 13 મલયગિરિ, 14 સઘ્યવગિરિ, 15 રૈવતગિરિ (ગિરનાર), 16 ગોવર્ધન પર્વત. આ સોળ પર્વતો ભારતમાં પ્રાચીન તીર્થ સ્થાનો છે. જેનાં દર્શન માત્રથી પાપનો નાશ થાય છે.

ચૌદ પ્રયાગ - 1, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશમાં ગંગા, યમુનાં, સરસ્વતીનું સંગમ થાય છે, 2. દેવ પ્રયાગ - હિમાલયમાં અલકનંદા-ભાગીરથીનું સંગમ થાય છે. 3 રૂદ્ર પ્રયાગ - અલકનંદા - મંદાકિનીનું સંગમ થાય છે. 4 કર્ણપ્રયાગ-પિંડરગંગા-અલકનંદાનું સંગમ થાય છે. 5 નંદ પ્રયાગ-અલકાનંદ-નંદગંગાનું સંગમ થાય છે. 6 વિષ્ણુપ્રયાગ - વિષ્ણુ ગંગા-અલકનંદાનું સંગમ થાય છે. 7, સૂર્યપ્રયાગ-અલસતરંગિણી-મંદાકિનીનું સંગમ થાય છે. 8 ઈન્દ્રા પ્રયાગ - ભાગીરથી - વ્યાસગંગાનું સંગમ થાય છે. 9, સોમ પ્રયાગ સોમનદી-મંદાકિનીનું સંગમ થાય છે. 10 ભાસ્કગર પ્રયાગ - ભાસ્વ્તી - ભાગીરથીનું સંગમ થાય છે. 11 હરિપ્રયાગ-હરિગંગા-ભાગીરથીનું સંગમ થાય છે, 12 ગુપ્ત પ્રયાગ - નીલગંગા - ભાગીરથીનું સંગમ થાય છે. 13, શ્યામ પ્રયાગ - શ્યાથ ગંગા - ભાગીરથીનું સંગમ થાય છે. 14, કેશવ પ્રયાગ - અલકનંદા - સરસ્વ્તીનું સંગમ થાય છે.
આ કુલ ચૌદ પ્રયાગમાં તેર પ્રયાગ હિમાલયમાં છે, તેમાં સ્નાન કરવાથી મનની મલિન્તા  તથા સઘળા પાપો ધોવાય જાય છે.
પ્રાંચીન તીર્થ સ્થાનો છે. અમર પ્રયાગો છે. સ્નાન કરતી વખતે આ નદીઓનાં નામ લેવાથી કરેલાં પાપનો નાશ થાય છે.
પુષ્ક ર, માનસરોવર આ બન્ને બ્રહ્માજીનાં મનથી ઉત્પન્ન થયા છે.
ત્યાં બ્રહ્માજીએ અનેક યજ્ઞ કર્યા અને યજ્ઞ થતા રહેવાથી મહાન તીર્થોમાં તેની ગણનાં થાય છે. શાસ્ત્રો કહે છે, જેનું શરીર અને મન સંયમી રહે તેઓને તીર્થનું વિશેષ ફળ મળે છે.
તીર્થનું ફળ કોને મળે છે. કોને નથી મળતું તે વિષે શાસ્ત્રેકારોએ બહુ સમજ આપી છે. તે સમજવાથી તીર્થો વિષે અજ્ઞાનતા રૂપી ઘેલચ્છા ચાલી જાય. તેમાં ખાસ નારદપુરાણ તથા સ્કીન્દપુરાણમાં સારી સમજ આપવામાં આવી છે.
(1) જેનાં હાથ, પગ અને મન સમજ પૂર્વક સંયમમાં રહે છે એટલે કે જેનાં હાથ સેવાનાં કાર્યોમાં લાગ્યાં રહે છે. પગ ભગવાન કથાઓનાં સત્સંગમાં તથા તીર્થોમાં ભગવાનનાં દર્શન તરફ ગતી કરતાં હોય, અને મન જગતનાં વ્યર્થ ચિંતન કરવા કરતાં ભગવાનનાં ચિંતનમાં લાગ્યું રહે છે.
જેની પાસે આઘ્યા્ત્મ વિદ્યા છે જેઓ ધર્મનાં પાલન માટે કષ્ટ વેઠે છે જેઓ એવું માને છે કે મારી કીર્તિ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેવાં મનુષ્યો તીર્થનું ફળ પ્રાપ્ત કરે છે.
(2) જો પ્રતિગ્રહ નથી લેતા જેઓને અનુકુળ સમયે કે પ્રતિકુળ જે કાંઈ મળી જાય તેમાં સદા સંતોષ રહે છે, જેનામાં અંહકાર જરાપણ નથી, તેઓ પણ તીર્થનું ફળ પ્રાપ્ત કરે છે.
(3) જેઓ પાખંડ નથી કરતાં, નવાં નવાં કામનો આરંભ નથી કર્યા કરતાં જેઓ આહાર થોડો લેતા હોય. જેઓ દરેક ઇન્દ્રિયો પર વિજય મેળવી શક્યાં છે. દરેક પ્રકારની આશક્તિમાંથી નિવૃત્ત હોય તેઓ તીર્થનું ફળ પ્રાપ્ત  કરે છે.
(4) જેનામાં ક્રોધ નથી જેની મુદ્ધિ નિર્મળ છે જે સત્યી બોલે છે વચન પાળવામાં દ્રઢ છે, જગતનાં દરેક પ્રકારનાં પ્રાણીને પોતાનાં આત્માં સમાન લેખે છે તેઓ તીર્થનાં ફળને પ્રાપ્તા કરે છે.
(5) તીર્થોનું સેવન કરનાર ધીરજવાળી, શ્રદ્ધાયુક્ત તથા એકાગ્રચિત્તે રહે છે તેઓ પેલાં પાપી, પાપાચારી હોય, તો પણ શુદ્ધ થઈ જાય છે. તો પછી જેઓ શુદ્ધ કર્મ કરવાવાળા જ છે તેની તો વાત જ શું કહેવાની હોય.
(6) જે અશ્રદ્ધાળું છે પાપનાં પુતળા જેવાં એટલે પાપ કરવામાં ગૌરવ લેતા હોય, પોતાની જાતને મુદ્ધિમાન સમજતા હોય. નાસ્તિક હોય, સંશય આત્માં હોય, તર્કમાં જ ડુમ્યા રહેતા હોય આવા પાંચ પ્રકારનાં મનુષ્યો તીર્થનું ફળ મેળવી શકતા નથી.
(7) પાપી મનુષ્યો તીર્થ સ્થળોમાં જાય તો તેનાં પાપની શાંતિ થાય છે અંતઃકરણ જેનું શુદ્ધ છે તેવાં મનુષ્યને તીર્થનું મન માન્યું ફળ મળે છે.
(8) જે મનુષ્ય કામ, ક્રોધ, લોભ જીતી તીર્થમાં જાય છે તે મનુષ્ય તીર્થમાં કોઈ વસ્તું કલ્યાણકારી મેળવવી અશક્ય નથી તે સર્વ પ્રાપ્ત્ કરી શકે છે.
(9) જે મનુષ્ય વિધિસર તીર્થયાત્રા કરે છે તેનામાં સર્વદ્વોને સહન કરવાની શક્તિે છે તેવો પુરૂષ સ્વર્ગમાં જાય છે.

Friday, July 10, 2020

અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે : ઘરડા થવાની ઉંમર હું આજે છું એનાં પંદર વર્ષ પછીની જ હોય છે.

टिकटॉक की जगह TakaTak

TikTok अब चीन से नाता तोड़ना चाहता है
16:51 10/07/2020:
भारत में बैन TikTok ऐप अब चीन (China) से नाता तोड़ना चाहता है। बाइटडांस (Bytedance) लिमिटेड ने कहा कि वह अपने TikTok कारोबार के कॉर्पोरेट ढांचे (Corporate structure) में बदलाव करने की सोच रहा है। कंपनी ने कहा कि अमेरिका की चिंता मूल कंपनी के चीनी ओरिजिन को लेकर है। इसको लेकर कंपनी के अधिकारियों की बैठक हुई। बैठक में शामिल एक अधिकारी के मुताबिक, इसमें TikTok के लिए एक नया मैनेजमेंट बोर्ड बनाने और चीन के बाहर ऐप के लिए एक अलग मुख्यालय स्थापित करने जैसे विकल्पों पर चर्चा की गई।
---
फ्लिपकार्ट ने कहा कि उसने स्थानीय कला, शिल्प और हथकरघा क्षेत्रों को बढ़ावा देने के लिये कर्नाटक सरकार के साथ एक समझौता किया है।
---
MX Player ने TakaTak ऐप लॉन्च किया है। TakaTak ऐप भी टिकटॉक की तरह ही है जो यूजर्स को वीडियो बनाने की सुविधा देता है।
---
पंजाब एंड सिंध बैंक ने कहा कि उसने महा एसोसिएटेड होटल्स के एनपीए के रूप में वर्गीकृत एक ऋण खाते को धोखाधड़ी घोषित किया है। बैंक ने शेयर बाजार को बताया कि संबंधित ऋण खाते में 71.18 करोड़ रुपये का बकाया है।
---
पिछले साल जून के मुकाबले इस साल जून में टेबल और चेयर की मांग क्रमश: 175 फीसदी और 135 फीसदी बढ़ गई है.

ये गलती करेंगे तो इनवैलिड हो जाएगा आपका आधार कार्ड

15:30 10/07/2020:
लोग अपने आधार कार्ड को सुरक्षित रखने के मकसद से उसका लैमिनेशन करवा लेते हैं। बहुत से लोग आधार कार्ड का प्लास्टिक कार्ड भी बनवा लेते हैं, जो दिखने में बिल्कुल किसी पैन कार्ड जैसा नजर आता है। अगर आपने भी अपने आधार कार्ड का लैमिनेशन करवाया है या फिर प्लास्टिक कार्ड बनवाया है तो इनवैलिड हो जाएगा आपका आधार कार्ड।
---
मोबाइल फोन बनाने वाली कंपनियां देश में निचले तबके द्वारा उपयोग में लाए जाने वाले फीचर फोनों को स्मार्टफोन से बदलने की एक योजना पर काम कर रही हैं।
---
कपड़ों के लिए अमेरिका के राष्ट्रपतियों की पहली पसंद रही 200 साल की कंपनी बूक्स ब्रदर्स (Brooks Brothers) दिवालिया हो गई है। ब्रूक्स ब्रदर्स की स्थापना

न्यूयॉर्क में 1818 में हुई थी। अब्राहम लिंकन की 1865 में जब हत्या हुई थी, उस समय उन्होंने ब्रूक्स ब्रदर्स का ही कोट पहना हुआ था।
---
देश में कोरोना से मरने वालों में 30 से 44 साल और 45 से 59 साल के बीच के लोगों की तादाद 43 प्रतिशत है जबकि 47 प्रतिशत लोगों की उम्र 60 साल से कम

है। भारत में 45 साल से ज्यादा कम उम्र वालों के लिए कोरोना ज्यादा खतरनाक साबित हो रहा है।
---
सरकार देश में 300 से ज्यादा ऐप के माध्यम से नागरिक सुविधाएं पहुंचा रही है।
---
देश में करीब 45 करोड़ लोग स्मार्टफोन का इस्तेमाल करते हैं।
---
2022 तक देश में कुल 82.9 करोड़ स्मार्टफोन होने का अनुमान जताया गया है। यह करीब देश की 60 प्रतिशत आबादी के बराबर है।
---
देश भर में लागू लॉकडाउन के कारण नौ प्रमुख शहरों में मकानों की बिक्री 67 प्रतिशत घटकर 21,294 इकाई रह गई। जो एक साल पहले की अवधि में 64,378 इकाई

थी।

Friday, July 3, 2020

આત્મહત્યા એ કોઇ સમસ્યાનું સમાધાન નથી: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

અમદાવાદ, 12:19 03/07/2020, દુઃખથી દૂર ભાગવા માટે લોકો આત્મહત્યા કરે છે પણ તેમને ખબર નથી કે આવાં પગલાંથી તો તેઓ વધુ ઊંડા દુઃખમાં ડૂબી રહયાં છે. આ તો એવી વાત થઇ કે કોઈને ખૂબ ઠંડી લાગે છે અને ઠંડી સહન ન થતાં તે બહાર જઈને પોતાનો કોટ ઉતારે છે! આ રીતે ઠંડી દૂર થઇ શકે? ના! જેઓ આત્મહત્યા દ્વારા જીવન નો અંત આણે છે તેઓ વાસ્તવમાં જીવન પ્રતિ અત્યંત મોહ ધરાવે છે. તેમને જીવનમાં કોઈ વિશેષ ખુશી માટે એટલી હદે ઈચ્છા હોય છે કે તે ન મળતાં તેઓ પોતાનાં જીવનનો જ અંત આણવા ચાહે છે. અને જયારે તેઓ આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત લાવે છે, ત્યારે તેઓ વધુ ઊંડાં દુઃખનાં દરિયા ડૂબવાનો અનુભવ કરે છે. તેઓ અનુભવે છે કે " ઓહ, જે બેચેની, જે ઈચ્છાઓ એ મારી અંદર તીવ્ર વ્યથા અને પીડા  ઉત્પન્ન કરી, તે પીડા તો ગઈ જ નથી. માત્ર શરીરનો નાશ થયો, પરંતુ પીડા અને યાતના તો રહી જ ગઈ. " ઊંડી પીડા થી છુટકારો મેળવવો હોય તો તે માત્ર અને માત્ર શરીરનાં માધ્યમ દ્વારા જ સંભવ બને છે, પરંતુ આત્મહત્યા કરનાર વ્યક્તિ પીડા દૂર કરનાર, શરીર રૂપી સાધન નો જ નાશ કરે છે.  

*આપની પ્રાણ શક્તિ પર ધ્યાન આપો:* જયારે પ્રાણ શક્તિ ઓછી હોય છે ત્યારે વ્યક્તિ હતાશ થઇ જાય છે. પ્રાણ શક્તિ ખુબ જ ઓછી હોય છે ત્યારે વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. જયારે પ્રાણ શક્તિ વધારે હોય ત્યારે આપ અન્ય પ્રત્યે કે સ્વયં પ્રત્યે હિંસક બની શકતા નથી. શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયાઓ, પ્રાણાયામ , ધ્યાન અને યોગ્ય સંગત વડે પ્રાણશક્તિમાં વધારો કરી શકાય છે. જેમને આત્મહત્યાના વિચારો આવતા હોય તેમને તરત જ ધ્યાન, પ્રાણાયામ અને લયબદ્ધ શ્વસન નું શિક્ષણ આપતા પ્રશિક્ષક પાસે લઇ જવા જોઈએ। ધ્યાન અને પ્રાણાયામથી તેમની પ્રાણ શક્તિમાં ચોક્કસ વધારો થશે. સમાજ ને તણાવ અને હિંસા મુક્ત કરવા માટે ધ્યાન નું શિક્ષણ આપવું એ એક અસરકારક ઉપાય છે. ઘણી વાર આપણે ધ્યાનમાં બેસીએ છીએ તો મન સ્થિર રહી શકતું નથી અને વિચર્યા કરે છે. સુદર્શન ક્રિયા અને યોગ આ બંને દ્વારા મનને શાંત અને પવિત્ર બનાવી શકાય છે.

*આંતરિક વિકાસ પ્રત્યે સજગ બનો :* વ્યક્તિગત વિકાસ દરેક માટે ખુબ મહત્વપૂર્ણ છે. જીવનને એક વિશાલ દ્રષ્ટિકોણ થી જોવું જોઈએ. ૮૦ જેટલાં વર્ષનું આપણું આયુષ્ય છે. શું તે દુઃખી અને તણાવ માં રહેવા માટે છે? આટલા ટૂંકા જીવન દરમ્યાન આપણે આપણો સમય પ્રસન્ન રહેવામાં અને અન્યને ખુશી આપવામાં વિતાવવો જોઈએ.

જો આત્મહત્યા ના વિચારો આવે તો

1. જાણો કે આપની પ્રાણ શક્તિ ઓછી છે, આપ વધુ ને વધુ પ્રાણાયામ કરો.
2. આ પૃથ્વી પર, લાખો લોકો આપના કરતાં ખુબ વધુ દુઃખમાં છે, જયારે આપ, અન્યની સરખામણીમાં આપનું દુઃખ નાનું છે તે જોઈ શકશો ત્યારે  આત્મહત્યાના વિચારો આપમેળે જતા રહે છે.
3. જાણી લો કે પૃથ્વી પર આપની જરૂર છે. આપ અહીં ખુબ ઉપયોગી  છો. આપ વિશ્વને બહેતર બનાવવા ઘણું કરી શકો તેમ છો.  
4. ભૂલી જાઓ કે લોકો આપના માટે શું વિચારે છે! વ્યક્તિ આત્મહત્યા કરે છે કારણ તે વિચારે છે કે તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે, તેની આબરૂ ને ઠેસ  પહોંચી છે. કેવી પ્રતિષ્ઠા? કોની પાસે સમય છે આપની પ્રતિષ્ઠા વિષે વિચારવાનો? લોકો પોતાના મન થી આગળ કશું વિચારી શકતાં નથી, ત્યાં આપના વિષે, આપની પ્રતિષ્ઠા વિષે વિચારવાનો એમની પાસે સમય જ ક્યાં છે? સમાજ શું વિચારશે તેની ચિંતા કરવી તે બિલકુલ વ્યર્થ છે.

*જીવનને વિશાળ  દ્રષ્ટિકોણ થી જુઓ :* જીવન એટલે માત્ર સુખ, સુવિધા, સગવડ જ નથી. જીવન માત્ર ભૌતિક ઉપલબ્ધીઓ પૂરતું સીમિત નથી. લોકોના આરોપ કે પ્રશંસા ઉપર જ જીવન આધારિત નથી. કોઈ સંબંધ, વ્યવસાય કે નોકરી નું હોવું, એ જ જીવન એવું નથી. જીવન આ બધા કરતાં ખુબ મૂલ્યવાન છે. સંબંધોમાં નિષ્ફળતા, નોકરી-વ્યવસાયમાં નિષ્ફળતા કે કોઈ ઈચ્છા પુરી ન થવી જેવાં કારણો આત્મહત્યા માટે જવાબદાર હોય છે. આ બધાં કારણો કરતાં આપનું જીવન અતિ વિશાળ  છે, બહુમૂલ્ય છે. મનમાં, ચેતનામાં ઉઠતી ઈચ્છાઓ કરતાં જીવન અતિ અગત્યનું છે.  જયારે આપ નિરાશા અને નકારાત્મકતા થી ઘેરાયેલા હો ત્યારે ઉઠી જાઓ, અને આપના પરિવારમાં, સમાજમાં પૂછો કે હું આપના માટે શું કરી શકું? આપને કઈ રીતે મદદરૂપ થઇ શકું? અને આપ જોશો કે સેવા વડે આપ તરત જ નકારાત્મક લાગણીઓમાં થી બહાર આવી જાઓ છો. સેવા આપને પ્રસન્નચિત્ત અને સકારાત્મક બનાવે છે.