15:53 15/07/2020
તીર્થોનું સેવન કરનાર ધીરજવાળી, શ્રદ્ધાયુક્ત તથા એકાગ્રચિત્તે રહે છે
તેઓ પાપી, પાપાચારી હોય, તો પણ શુદ્ધ થઈ જાય છે
ભારતમાં લાખો પવિત્ર તીર્થો આવેલાં છે. દરેક તીર્થનો મહિમાં ભારતનાં સઘળા પુરાણો, મહાભારત, રામાયણ વગેરે ગ્રંથોમાં વિસ્તાર પૂર્વ કહ્યો છે.
તીર્થ કોને કહેવામાં આવે છે. પવિત્ર નદિઓનાં રમણ્ય સ્થાનો ભગવાનનાં અવતારોનાં પ્રાગ્ટય સ્થળો, બ્રહ્માજી તથા દેવતાઓએ કરેલ યજ્ઞોની ભૂમિ, વિશિષ્ઠ ક્ષેત્રો, નદિઓનાં સંગમ સ્થાન, પવિત્ર વનો, પર્વતો, ઝરણાં, પ્રભાવશાળી સંતોના દર્શન, ઋષિ-મુનિઓ તથા મહાત્માં પુરૂષોનાં તપસ્યાનાં સ્થળો, જ્યાં સાધકો રહ્યાં હોય તેવાં સ્થળો. આ બધાને તીર્થ કહેવામાં આવે છે.
તીર્થોમાં જવાથી ભગવાનની લીલાનું સ્મરણ થાય છે. સતસંગ થાય છે, સાથે સાથે તે ભૂમિમાં રહેલી પવિત્ર તેજસ્વી ઉર્જા પ્રાપ્ત થવાથી સુઃસંસ્કાર ઉપલબ્ધ થાય છે. તેનાંથી પાપ નષ્ઠ થાય છે. પૂણ્યનો સંચાર થાય છે. શ્રદ્ધા-વિશ્વાસથી તીર્થનું ફળ અનેક ગણુ પ્રાપ્તે થાય છે.
તીર્થમાં જનારા અને રહેનારાએ દરરોજને માટે કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ, પરનિંદા અને ઇર્ષા-દ્વેષનો ત્યાગ કરવો. તે અવગુણ માંનો કોઈ એક હશે તો પણ તીર્થનું ફળ મળશે નહીં. જેમ પૂણ્ય કરવાથી પૂણ્યમાં વધારો થાય છે તેમ પાપ કરવાથી પાપમાં વધારો થાય છે.
ભારતનાં ચાર ધામ, 1 બદ્રીનાથ હિમાલયમાં, 2 જગન્નાથપુરી (ઓરીસ્સા) રાજ્યમાં. 3 રામેશ્વર, તામિલનાડુ રાજ્યમાં 4 દ્વારકા ધામ, સૌરાષ્ટ્રમાં 5 કેદાર-1, કેદારનાથ, 2 મઘ્યમેશ્વર કેદાર, 3. તુંગનાથ કેદાર 4, રૂદ્રનાથકેદાર, 5 કલ્પેતશ્વર કેદાર. આ સર્વ કેદાર હિમાલયમાં આવેલાં છે.
પાંચ સરોવર-1, માનસરોવર, કૈલાસ પાસે. 2 બિન્દુ સરોવર-ગુજરાતમાં સિદ્ધપુર પાસે. 3, નારાયણ સરોવર, કચ્છમાં 4 પંપા સરોવર-કિષ્કિશન્ધા કર્ણાટકમાં. 5, પુષ્કર સરોવર, રાજસ્થાનમાં અજમેર પાસે.
સાત પુરી - 1 અયોઘ્યાં , 2 હરિદ્વાર, 3 મથુરાપુરી, 4 ઉજ્જૈન, 5 કાશીપુરી, 6 કાંચ્ચીપુરી, 7 દ્વારકાપુરી.
સાત ક્ષેત્રો - 1 કુરૂક્ષેત્ર, 2 હરિદ્વાર ક્ષેત્ર, 3 પ્રભાસક્ષેત્ર, 4 ભૃગુક્ષેત્ર, 5 પુરૂષોત્તમ ક્ષેત્ર, 6 નૈમિષક્ષેત્ર, 7 ગયા ક્ષેત્ર, બિહાર રાજ્યમાં છે.
ભારતની પવિત્ર અઢાર નદીઓ પ્રાચીન તીર્થ છે તેનાં નામ છે
1, દેવનદી ગંગા. 2. યમુનાં 3 સરસ્વતી, 4 નર્મદા, 5 ગોદાવરી, 6 સરયું, 7 ગોમતી, 8 વાગમતી, 9 શીપ્રા, 10 ઈક્ષુમતી, 11 પયોષ્ણી, 12 ગંડદી, 13 તમસા, 14 સિંઘુનદી, 15 કાવેરી નદી, 16 કૃતમાલા, 17 સાબરમતી, 18 ચંદ્રભાગા. આ નદીઓ તીર્થમાં લેખાય છે તેમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે.
સોળ પર્વતો : 1 હિમાલય, 2 વિદ્યાચલ, 3 પારિજાત, 4 મહેન્દરચલ, 5 શુક્તિમાન, 6 ચિત્રકુટ, 7 ઋક્ષવાન, 8 ઋષ્ય મુક, 9 શ્રીશૈલે, 10 અરૂણાચલ, 11 કામગિરિ, 12 રામગિરિ, 13 મલયગિરિ, 14 સઘ્યવગિરિ, 15 રૈવતગિરિ (ગિરનાર), 16 ગોવર્ધન પર્વત. આ સોળ પર્વતો ભારતમાં પ્રાચીન તીર્થ સ્થાનો છે. જેનાં દર્શન માત્રથી પાપનો નાશ થાય છે.
ચૌદ પ્રયાગ - 1, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશમાં ગંગા, યમુનાં, સરસ્વતીનું સંગમ થાય છે, 2. દેવ પ્રયાગ - હિમાલયમાં અલકનંદા-ભાગીરથીનું સંગમ થાય છે. 3 રૂદ્ર પ્રયાગ - અલકનંદા - મંદાકિનીનું સંગમ થાય છે. 4 કર્ણપ્રયાગ-પિંડરગંગા-અલકનંદાનું સંગમ થાય છે. 5 નંદ પ્રયાગ-અલકાનંદ-નંદગંગાનું સંગમ થાય છે. 6 વિષ્ણુપ્રયાગ - વિષ્ણુ ગંગા-અલકનંદાનું સંગમ થાય છે. 7, સૂર્યપ્રયાગ-અલસતરંગિણી-મંદાકિનીનું સંગમ થાય છે. 8 ઈન્દ્રા પ્રયાગ - ભાગીરથી - વ્યાસગંગાનું સંગમ થાય છે. 9, સોમ પ્રયાગ સોમનદી-મંદાકિનીનું સંગમ થાય છે. 10 ભાસ્કગર પ્રયાગ - ભાસ્વ્તી - ભાગીરથીનું સંગમ થાય છે. 11 હરિપ્રયાગ-હરિગંગા-ભાગીરથીનું સંગમ થાય છે, 12 ગુપ્ત પ્રયાગ - નીલગંગા - ભાગીરથીનું સંગમ થાય છે. 13, શ્યામ પ્રયાગ - શ્યાથ ગંગા - ભાગીરથીનું સંગમ થાય છે. 14, કેશવ પ્રયાગ - અલકનંદા - સરસ્વ્તીનું સંગમ થાય છે.
આ કુલ ચૌદ પ્રયાગમાં તેર પ્રયાગ હિમાલયમાં છે, તેમાં સ્નાન કરવાથી મનની મલિન્તા તથા સઘળા પાપો ધોવાય જાય છે.
પ્રાંચીન તીર્થ સ્થાનો છે. અમર પ્રયાગો છે. સ્નાન કરતી વખતે આ નદીઓનાં નામ લેવાથી કરેલાં પાપનો નાશ થાય છે.
પુષ્ક ર, માનસરોવર આ બન્ને બ્રહ્માજીનાં મનથી ઉત્પન્ન થયા છે.
ત્યાં બ્રહ્માજીએ અનેક યજ્ઞ કર્યા અને યજ્ઞ થતા રહેવાથી મહાન તીર્થોમાં તેની ગણનાં થાય છે. શાસ્ત્રો કહે છે, જેનું શરીર અને મન સંયમી રહે તેઓને તીર્થનું વિશેષ ફળ મળે છે.
તીર્થનું ફળ કોને મળે છે. કોને નથી મળતું તે વિષે શાસ્ત્રેકારોએ બહુ સમજ આપી છે. તે સમજવાથી તીર્થો વિષે અજ્ઞાનતા રૂપી ઘેલચ્છા ચાલી જાય. તેમાં ખાસ નારદપુરાણ તથા સ્કીન્દપુરાણમાં સારી સમજ આપવામાં આવી છે.
(1) જેનાં હાથ, પગ અને મન સમજ પૂર્વક સંયમમાં રહે છે એટલે કે જેનાં હાથ સેવાનાં કાર્યોમાં લાગ્યાં રહે છે. પગ ભગવાન કથાઓનાં સત્સંગમાં તથા તીર્થોમાં ભગવાનનાં દર્શન તરફ ગતી કરતાં હોય, અને મન જગતનાં વ્યર્થ ચિંતન કરવા કરતાં ભગવાનનાં ચિંતનમાં લાગ્યું રહે છે.
જેની પાસે આઘ્યા્ત્મ વિદ્યા છે જેઓ ધર્મનાં પાલન માટે કષ્ટ વેઠે છે જેઓ એવું માને છે કે મારી કીર્તિ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેવાં મનુષ્યો તીર્થનું ફળ પ્રાપ્ત કરે છે.
(2) જો પ્રતિગ્રહ નથી લેતા જેઓને અનુકુળ સમયે કે પ્રતિકુળ જે કાંઈ મળી જાય તેમાં સદા સંતોષ રહે છે, જેનામાં અંહકાર જરાપણ નથી, તેઓ પણ તીર્થનું ફળ પ્રાપ્ત કરે છે.
(3) જેઓ પાખંડ નથી કરતાં, નવાં નવાં કામનો આરંભ નથી કર્યા કરતાં જેઓ આહાર થોડો લેતા હોય. જેઓ દરેક ઇન્દ્રિયો પર વિજય મેળવી શક્યાં છે. દરેક પ્રકારની આશક્તિમાંથી નિવૃત્ત હોય તેઓ તીર્થનું ફળ પ્રાપ્ત કરે છે.
(4) જેનામાં ક્રોધ નથી જેની મુદ્ધિ નિર્મળ છે જે સત્યી બોલે છે વચન પાળવામાં દ્રઢ છે, જગતનાં દરેક પ્રકારનાં પ્રાણીને પોતાનાં આત્માં સમાન લેખે છે તેઓ તીર્થનાં ફળને પ્રાપ્તા કરે છે.
(5) તીર્થોનું સેવન કરનાર ધીરજવાળી, શ્રદ્ધાયુક્ત તથા એકાગ્રચિત્તે રહે છે તેઓ પેલાં પાપી, પાપાચારી હોય, તો પણ શુદ્ધ થઈ જાય છે. તો પછી જેઓ શુદ્ધ કર્મ કરવાવાળા જ છે તેની તો વાત જ શું કહેવાની હોય.
(6) જે અશ્રદ્ધાળું છે પાપનાં પુતળા જેવાં એટલે પાપ કરવામાં ગૌરવ લેતા હોય, પોતાની જાતને મુદ્ધિમાન સમજતા હોય. નાસ્તિક હોય, સંશય આત્માં હોય, તર્કમાં જ ડુમ્યા રહેતા હોય આવા પાંચ પ્રકારનાં મનુષ્યો તીર્થનું ફળ મેળવી શકતા નથી.
(7) પાપી મનુષ્યો તીર્થ સ્થળોમાં જાય તો તેનાં પાપની શાંતિ થાય છે અંતઃકરણ જેનું શુદ્ધ છે તેવાં મનુષ્યને તીર્થનું મન માન્યું ફળ મળે છે.
(8) જે મનુષ્ય કામ, ક્રોધ, લોભ જીતી તીર્થમાં જાય છે તે મનુષ્ય તીર્થમાં કોઈ વસ્તું કલ્યાણકારી મેળવવી અશક્ય નથી તે સર્વ પ્રાપ્ત્ કરી શકે છે.
(9) જે મનુષ્ય વિધિસર તીર્થયાત્રા કરે છે તેનામાં સર્વદ્વોને સહન કરવાની શક્તિે છે તેવો પુરૂષ સ્વર્ગમાં જાય છે.

No comments:
Post a Comment