Sunday, December 27, 2020

Thursday, December 24, 2020

સગપણથી સવાયો સંબંધ


સુખમાં પાછળ અને દુઃખમાં આગળ ઉભો રહે તે ખરો મિત્ર એવું લોકોકિત કહે છે. માણસની જગતવ્યાપ્ત માનસિકતા 'સોશિયાલીસ્ટ'છે.તેને કોઈને જંગલમાં એકલો અથવા કોઈ રૂમમાં પૂરી દેવામાં આવે તો તે લાંબા સમય સુધી રહી શકતો નથી.સમવયસ્ક કે સમોવડીબુદ્ધિ, સમજ ધરાવનારની ઝંખના અને હૂંફની તરસ સતત તેને લાગ્યા કરે તેનું નામ મૈત્રી. મૈત્રીને લૈગિંક રીતે સમાજ ભેદભાવ કરે છે, જુદાં પાડે છે. સમલૈંગિક મૈત્રીને સ્વીકારવાની ટેવ ભારતીય સભ્યતાને કાંધ પડી ગઈ છે. કારણ કે આપણે લિંગભેદ મૈત્રીને જાતિય સંબંધોના ડંગોરામાં જ ગણીએ છીએ. ખેર.. મૈત્રી એક એવા સંબંધનું સ્વરૂપ છે.જ્યાં તમે ખુલ્લાં અને ખાલી થઈ શકો. હૃદયની અંકુરિત સુવાસનો અહેસાસ તમે જેને કરાવી શકો અથવા આપાતકાલીન અણછાજતી આફતના વળ તમે જેની પાસે ખોલી શકો તે મિત્ર. અહીં સ્વાર્થની બાદબાકી અને ગેરહાજરી છે. પ્રતિ પક્ષે છે, ત્યાગ ,સમર્પણને ફનાગીરીનું ઝનુન.

                   મૈત્રી, સ્નેહને પાંગરવાનો પ્રસરવાનો પુરતો અવકાશ આપે છે.લાગણીના વાવેતર કરનારાં તંતુની તુલનાં બાકીનાં બધાં સંબંધોથી પર હોય છે. તમારાં જીવનમાં એક સરનામું એવું હોય કે જ્યાં તમે આનંદની હિલ્લોળી ગુલછડીઓ ઉડાવતાં હો તથા યાતનાઓનો એક છેડો તેના સુધી જતા બળીને ખાખ થઈ જતો હોય. પોતાની વિતકને પનપવાની જ્યાં 'સ્પેસ'મળતી હોય. એવાં ઘણાં કિસ્સાઓ કે ઘટનાઓ જાણી અનુભવી છે કે મિત્રની સાંત્વનાનો સધિયારો તેને અંતિમ નિર્ણય લેવાં પાછું વળીને જીવતદાન આપી ગયો હોય. જીવન આંટીઘૂંટીઓ અને ઉકેલવાની ક્ષમતા ભલે તે મિત્રમાં ન હોય અથવા તે તેના માટે યોગ્ય ન હોય પરંતુ ત્યાંથી કોઈ આશાનું કિરણ જરૂર છુપાયેલું જોવા મળે. ભૌતિક સાધનો કે આર્થિક ક્ષમતાઓથી મૈત્રી ઉપર ઊઠે છે. તેમાં સામ્યતાનાં માપદંડો ઘણીવાર માત્ર બૌદ્ધિકતા,સમજ, સ્થળ વગેરેની સાથે જોડાયેલાં હોય છે. કૃષ્ણ ચરિત્રમાં સુદામા કૃષ્ણની દોસ્તી માત્ર સમજ અને સાનિધ્યની સંગાથી હતી. ત્યાં તેની તુલનાત્મક સામ્યતા આર્થિક કે ભૌતિક માપદંડોમાં જરાય ન હતી.

                  સાંપ્રત ટેકનોક્રેટ યુગમાં મૈત્રીના માપદંડો અને સ્વરૂપો બદલાયા છે.સોશિયલ મીડિયામાં સામ સામે મેસેજ 'ડ્રોપ કે ડિલીટ' કરતાં લોકો મિત્રો નથી પરંતુ તે આભાસી મિત્રો છે. આભાસી મિત્ર એટલે કે મૈત્રીનો માત્ર આભાસ કરાવે, વાસ્તવમાં તે આપણાં સ્વજનના આત્યાંતિક મૃત્યુ માટે 'સેડ' ઇમોજી મુકવાનો પણ સમય લેતો નથી. તે  ટાઈમપાસી દોસ્ત છે. જ્યા અપેક્ષાઓને છૂટી મૂકવાની ભૂલ કરી શકાય નહીં.આજે વાસ્તવમાં પણ એવાં મિત્રોનું આવાગમન થતું રહે છે કે જે પોતાનો સંબંધ બિઝનેસ પોલીસી કે ટ્રેડ ટ્રીક તરીકે જ તમને હેન્ડલ કરે છે. ટ્રેડ ડીલ પૂરી થતાં તે વાત ત્યાં જ દફનાવાય જાય છે. એટલું જ નહિ ઘણીવાર મૈત્રીસેતુને વિકૃત ચિતરનાર આવાં પાત્રોથી સતત ચેતાતા, ચેતનવંતુ રહેવું પડે છે. મૈત્રીનું સમયાંતરે થર્મોમીટર મૂકતાં રહેવું જોઈએ. જેથી સંબંધોને વિસ્તારવા કે સંકોચવાની સીમારેખા નક્કી કરી શકાય.

                  દોસ્તોના પ્રકાર માત્ર સમલૈંગિક કે સગપણ કે સંબંધ બહારના જ હોય એવું પણ નથી.પત્ની પણ સારી ઉત્તમ મિત્ર બની શકે. હા,એવા દંપતિઓ પણ છે કે જેમણે પોતાની લગભગ તમામ બાબતોને એક બીજાને શેર કરી હોય.વિશ્વાસની અભિન્ન કેડી તેઓને સતત જોડી રાખતી હોય.વિશ્વાસ એ મૈત્રીનો પાયાનો પથ્થર છે. ક્ષણિક આવેગમાંથી સ્ફૂટ થયેલો મૈત્રીભાવ લાંબાગાળાના પથિક જેવો અડગ નથી રહેતો. તેથી એવા પાત્રો સતત સંગાથની હુંફ બની શકે છે કે જે નાઇટ વોચમેન નહીં પરંતુ રેગ્યુલર ખેલાડી હોય.

        નગર જીવન સતત માર્ગ પર દોડતું દેખાય છે.ત્યાં સમયની તાનારીરીમાં સંબંધોને વિકસવાની તક જ નથી મળતી. બે છેડાં ભેગાં કરવાં મોટાં મોટાં મહાનગરોના અનેક છેડાઓને ભેદવાં પડે છે તેથી મિત્રો કે મિત્રતા હાંસિયામાં મુકાઈ જાય છે. પત્નીને કે સાથીકર્મીને સંજોગવશ મૈત્રીનાં વર્તુળોમાં મૂકીએ તો વાત જુદી, પરંતુ ત્યાં ભયસ્થાનોની ભરમાર બહુ મોટી છે. લાંબા સમય સુધી આ સાંધણને ટકાવી રાખવું એક પડકાર પણ છે. ગમા- અણગમા કે માન-સન્માનનીથી સર્જાતાં ટકરાવો સમજના ખાલીપાથી કે નમ્રતાના અભાવથી મૈત્રીને તારતાર કરી શકે છે. તે બધા પ્રશ્નાર્થ અને મોજાને સતત જીવી લેવાની એકમેકને તૈયારી જ ખરાં અર્થમાં મૈત્રી પામ્યાનો પુરાવો છે.

- તખુભાઈ સાંડસુર

Tuesday, December 22, 2020

25% Increase in Average Time Spent Daily on Smartphones Post COVID

12:43 22/12/2020 www.egujaratitimes.com

• Excessive Usage Affecting Human Relationships

• 89% users agree that excessive use of smartphones is having an impact on the quality of time spent with loved ones

• 74% users believe periodically switching off mobile phone can actually help them spend more time with family

One of the innovative global smartphone brand, today announced the findings of the second edition of the study titled 'Smartphones and their impact on human relationships 2020', that showcases the impact of mobile devices on consumers in this year of social distancing. As the smartphone becomes the centre of universe in our lives, its impact on society, on behaviours and every day human connections is significant. The study evaluates and throws light on the various dimensions of increasing smartphone usage – extent of usage, impact of lock down on usage patterns, impact on personal health and social relationships.
Commenting on the launch of the report, Director-Brand Strategy, said, "The year 2020 was unusual – a year that nobody had imagined. Amidst the socially distant lives that the pandemic pushed us to lead, the smartphone emerged as the central nervous system for everything – be it working or learning from home or staying connected with friends and family. However, while smartphones have given much-needed flexibility to people, its excessive use has led to addiction among users, and that in turn is impacting human relationships and behaviour.
Smartphones have become an important tool in our day-to-day routines, helping us connect with our friends, family and the world in general. This significance became utmost when COVID-19 and ensued lockdowns hit people this year, forcing them to stay indoors for their safety. Hence, a smartphone became our lifeline – from improving our overall quality of life to helping us feel safe, secure and entertained in distant lands. However, excessive usage of smartphones is triggering addiction among its users.  
The study revealed that 66% of Indians believe that their smartphone improves their quality of life. Still, a shocking 70% of Indians feel that if their smartphone usage continues increasing, it is likely to impact their mental/physical health. Additionally, 74% of respondents said that periodically switching off their mobile phone can help them spend more time with family. However, only 18% of users have actually switched off their phone on their own.
Phone usage and impact of COVID-19 on it:A pandemic where people were socially distant but digitally connected. The findings below suggest how smartphones are the central nervous system for everything that consumers do:
• 25% increase in average daily time spent on smartphone has increased in the post-COVID era
• Indians are spending more time on smartphone since lockdown (April 2020) – OTT (59%), Social Media (55%) and Gaming (45%)
• The smartphones is the central nervous system for everything that consumers do.
o 79% users agree that a smartphone helps them stay connected with their loved ones
o 66% users agree that smartphones improve overall quality of life



Addiction – While smartphone emerged as a necessity and had given much-needed flexibility to people, its excessive usage has triggered addiction:
• 88% users agree that people point them out for using the phone when they are with them
• 46% people pick up the phone at least five times in an hour-long conversation
• 70% users feel excessive use of smartphones is impacting their mental and physical health
• 84% users check their phones within 15 minutes of waking up

Relationships – The smartphone addiction resulting from excessive usage of smartphone is impacting human behavior and relationships:
• 89% users agree that excessive use of smartphone is having an impact on the quality of time spent with their loved ones
• 74% feel that it is important to have a life separate from your smartphones
• 70% users feel that mindless usage of smartphones is adversely impacting their relationships

Empathy – Let's #SwitchOff for a while for a healthy mind and a healthier life
• 73% would be happier if they spent less time on smartphones
• 74% feel that periodically switching off their mobile phone can actually help them spending more time with your family

About the study:
The study was commissioned by a mobile company and executed by CyberMedia Research (CMR), India's trusted market research and advisory firm, across top 8 cities in India viz., Delhi, Mumbai, Kolkata, Bengaluru, Chennai, Hyderabad, Ahmedabad and Pune. The report cuts across age-groups and demographics: youth, working professionals and housewives spanning the age groups of 15 to 45. The total number of respondents were 2000 out of which 30% were females and 70% were males.


વેકસીન સ્વરુપ અને સમજ

સમગ્ર વિશ્વને શીતળા અને પોલિયો મુક્ત કરવામાં વેકસીન અગત્યની સાબિત થઈ છે. આપણને કૂતરૂ કરડે ત્યારે હડકવા વિરોધી રસી લેવા તાત્કાલિક જઈએ છીએ , લોખંડ વાગે ત્યારે ટીટીનસ ઇન્જેક્શન લેવાની પુરતી કાળજી રાખીએ છીએ. આપણાં બાળકોને અનેક પ્રકારની વેકસીન મૂકાવવાની પૂરતી કાળજી લઈએ છીએ. અને લગભગ દશથી સોળ જેટલી જુદા જુદા પ્રકારની વેકસીન મૂકાવવા સમય મુજબ કાળજી રાખીએ છીએ. વિશ્વના વિવિધ વૈજ્ઞાનિકો અને બાયોટેકનોલોજીકલ સંસ્થાઓ દ્વારા અથાગ મહેનત- દિન રાતના ઉજાગરા વેઠીને વેકસીન તૈયાર થઈ છે.  તેના તમામ પરિક્ષણો માં સફળ પણ થઈ છે. આ મહામારીમાં ખુબજ ટૂંકા ગાળામાં માત્ર અને માત્ર કોરોના વેકસીન તૈયાર થઈ છે. જે ધન્યવાદ ને પાત્ર છે.આવુ ઈતિહાસ માં પ્રથમ વખત બન્યું છે. કે કોઈ વેકસીન આટલી ઝડપથી તૈયાર કરી હોય અને પરિક્ષણો માં સફળ પણ થઈ હોય
--વેકસીન વિવિધ પ્રકારની હોય છે.
(૧) લાઈવ એટીનયૂટેડ વેકસીન -જેમાં ખૂબ નબળા પાડેલાં વાઇરસ હોય છે. દા. ત. શિતળા, ઓરી, અછબડા ની વેક્સિન.  
(૨) કોનજયુગેટ વેકસીન- આમાં વાઇરસ ના વિશીષ્ટ પ્રોટીન નો ઉપયોગ થાય છે દા.ત.ન્યુમોનિયા, હિપેટાઇટિસ બી અને એચ પી વી વેકસીન.
(૩) ટોક્ષોઈડ વેકસીન-પ્રતિ વિષકારક દ્રવ્યો અસરકર્તા સુક્ષ્મ જીવ માંથી  ઉપયોગ માં લેવાય છે દા.ત  ડિપથેરીયા ,ટીટેનસ ની વેકસીન).    
(૪) ઈન એકટીવેટેડ વેકસીન
(૫) સિન્થેટીક પેપટાઈડ વેકસીન
જેમાં વાઇરસ ના મૃત ઘટક હોય છે. દા.ત. પોલિયો, હડકવા વિરોધી અને હિપેટાઇટિસ - એ વગેરે                      
વિવિધ એમિનો એસિડના સંયોજનથી બને છે. દા.ત હિપેટાઇટિસ બી અને ફૂટ એન્ડ માઉથ ડિઝિસ ની વેકસીન.          
હાલમાં આપણાં દેશમાં ભારત બાયોટેક અને વિવિધ સહયોગી સ્વદેશી સંસ્થાનો દ્વારા  કોવેક્ષીન સંપૂર્ણ તૈયાર છે, જે ટૂંક સમયમાં નાગરિકો ને આપવામાં આવશે. આ વેકસીન ઈન એકટીવેટેડ વેકસીન પ્રકારની છે. જે પોલિયો  વેક્સિન જેવા પ્રકારની છે. સંપૂર્ણ સ્વદેશી અને અસરકારક છે. કોઈ પણ વેક્સિન ની આડ અસર નહિવત હોય છે. વેક્સિન માં પ્રાણીજ દ્રવ્યો, પ્રાણીના ગર્ભના દ્રવ્ય, ઈંડાના પ્રોટીન કે એન્ટીબાયોટીકસ હોતા નથી.
-વેક્સિન લેવા માટે  કોઈ ગંભીર બિમારી, સગર્ભા અવસ્થા‌, કોરોના સારવાર દરમિયાન પ્લાઝમા થેરાપી  કરી હોય, કે  કોઈ ગંભીર એલર્જી હોય તો તેની જાણ કરવી જોઈએ. કોરોના મહામારી સામે વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે તેથી વેક્સિન અંઞે ના ભ્રામક પ્રચાર થી દૂર રહીએ.તેનાથી કોઇ આડઅસર થવાની નથી.સોસિયલ મિડિયામાં પાયા વગરનાં અહેવાલ આવી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે આ લખાય છે ત્યારે અમેરિકાના દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લઈ લીધી છે.કોઈ બિમારી થી થનાર મૃત્યુને આડ અસર માં ખપાવી શકાય નહીં.વેક્સિન દ્વારા મહામારી સામે વિજય મેળવીએ તે અપેક્ષા સહ.      
-કોરોના વાઇરસ મ્યુટેશન પામતો વાઇરસ છે, તેથી તે માટેની પણ વિવિધ biotechnological સંસ્થાઓ એ તેની નોંધ પણ લીધી છે.
- બીપીનભાઈ જોષી (જીવશાસ્ત્રી)

Monday, December 21, 2020

ભારતમાં પાંચમાંથી ત્રણ મૃત્યુ માટે બિનચેપી રોગો જવાબદાર

16:13 21/12/2020
www.egujaratitimes.com
શિયાળો વર્ષની સૌથી આનંદદાયક ઋતુ છે. આ ઋતુ ઉનાળાની આગ ઝરતી ગરમીમાં અને રોગચાળો ફેલાવતા ચોમાસામાંથી અતિ જરૂરી રાહત પ્રદાન કરે છે. પણ વર્ષ 2020માં શિયાળાને લઈને લોકોમાં ડર ફેલાયેલો છે. અતિ આતુરતાપૂર્વક રાહ જોવાથી શિયાળાની સિઝન ચાલુ વર્ષે વધુ ચિંતાજનક બની ગઈ છે, કારણ કે એમાં COPD અને કોવિડ-19 જોખમોમાં વધારો થવાની અપેક્ષા છે.

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) ફેંફસાની સતત વધતી બિમારીઓ માટે વપરાતો શબ્દ છે, જેમાં એમ્ફીસેમા (ફેંફસાની કોથળીઓમાં વાયુ જમા થવાથી શ્વાસ ચઢવો), લાંબા ગાળા માટે શ્વસનનળીમાં સોજો ચઢવો અને અનિયંત્રિત અસ્થમા સામેલ છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)થી દુનિયામાં 251 મિલિયન લોકો પીડાય છે અને એનાથી 3.15 મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. COPD સાથે સંબંધિત 90 ટકાથી વધારે મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. ભારતમાં પાંચમાંથી ત્રણ મૃત્યુ માટે બિનચેપી રોગો જવાબદાર છે, જેમાં COPD મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે. એટલે ભારત ખરાં અર્થમાં દુનિયાની COPDની રાજધાની છે.

ડૉ. દવેના જણાવ્યા મુજબ, COPD વિશે સાધારણ જાગૃતિનો અભાવ ઊંચા મૃત્યુદર માટેના મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે. તેમણે કહ્યું હતું કે, "ઘણા લોકો COPDને લઈને અપૂરતી જાણકારી ધરાવે છે કે COPD ધુમ્રપાન કરતાં લોકોને થતો રોગ છે. હકીકતમાં આ રોગનું જોખમ જેટલું ધુમ્રપાન કરતાં લોકોને છે એટલું જ જોખમ ધુમ્રપાન ન કરતાં અને સેકન્ડ હેન્ડ સ્મોકનો ભોગ બનતા લોકોને છે. ખાસ કરીને 50 વર્ષથી વધારે વય ધરાવતા લોકો આ રોગનું વધારે જોખમ ધરાવે છે. જોકે BOLDના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, COPDનાં ઓછામાં ઓછા 25 ટકા દર્દીઓએ ક્યારેય ધુમ્રપાન કર્યું નહોતું. વધારે ચિંતાજનક બાબત એ છે કે, COPDનું મુખ્ય કારણ પ્રદૂષણ છે અને ગત દાયકામાં પ્રદૂષણમાં તીવ્ર વધારો થયો છે. હકીકતમાં ઘણી ગૃહિણીઓમાં COPDનું નિદાન થયું છે, જે માટે ઘરમાં ફેલાતું હવાનું પ્રદૂષણ જવાબદાર છે! COPD સતત વધતો અને અત્યારે સારવાર ન થઈ શકે એવો રોગ હોવા છતાં ઉચિત નિદાન અને સારવાર સાથે તમે COPDને નિયંત્રણમાં રાખી શકો છો અને વધારે સારી રીતે શ્વસનક્રિયાનું સંચાલન કરી શકો છો. COPD સાથે લોકો ઘણા વર્ષો સુધી જીવી શકે છે અને જીવનનો આનંદ લઈ શકે છે."

તો શિયાળો COPD માટે અને કોવિડ-19 ઇન્ફેક્શનના પ્રસાર માટે સૌથી મોટું જોખમકારક પરિબળ કેવી રીતે છે?

ડો. સિંઘના મત અનુસાર શિયાળો COPDનાં ચિહ્નો પર માઠી અસર કરે છે, જેનાથી COPDનાં દર્દીઓમાં કોવિડ-19નાં જોખમકારક પરિબળમાં વધારો થઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે, "ઠંડું હવામાન ફેંફસા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયાને અસર કરે છે. શરદી, ફ્લુ અને શ્વાસોશ્વાસના અન્ય વાયરસ ઠંડા હવામાનમાં ફરતા હોય છે. જ્યારે તમે COPD ધરાવો છો, ત્યારે તમે આ પ્રકારની બિમારીઓનું જોખમ વધારે ધરાવો છે, જે ઝડપથી તમારાં ચિહ્નો પર વધુ માઠી અસર કરે છે. શિયાળો શ્વાસોશ્વાસ સાથે સંબંધિત વાયરસ અને ઇન્ફેક્શન ફેલાવવા અને વધવા માટે આદર્શ સમય છે. શિયાળો અને COPDથી કોવિડ-19ના જોખમમાં વધારો થાય છે એવું પુરવાર ન થયું હોવા છતાં COPD વધારે નુકસાન કરી શકે છે, કારણ કે ફેંફસાની કોથળીઓને કોરોનાવાયરસ સામે લડવામાં મુશ્કેલી પડી શકે છે. COPDથી ચયાપચયની ક્રિયાને અસર થાય છે, જેથી આ દર્દીઓ હંમેશા કુપોષિત હોય છે. ફેંફસાની નબળી કોથળીઓ, શ્વાસોશ્વાસની નબળી વ્યવસ્થા અને પર્યાપ્ત પોષક દ્રવ્યોનો અભાવથી ફેંફસાની કામગીરી વધારે નબળી પડે છે. આ રીતે COPDથી પીડિત લોકો મધ્યમથી તીવ્ર કોવિડ-19નો ભોગ બનવાનું વધારે જોખમ ધરાવે છે."

આ માટે જરૂરી તમામ પગલાં અને સાવચેતીઓ લેવી જોઈએ, જેથી સંભવિત ઇન્ફેક્શનનું જોખમ ટળે.

સ્વસ્થ ભોજન લેવું, સક્રિય જીવનશૈલી અપનાવવી અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હવામાન સામે રક્ષણ આપે એવા માસ્ક અને ગ્લોવ્સ પહેરવાં – એનાથી વાયરસનો ભોગ બનવાની શક્યતા લઘુતમ થાય છે. COPDથી અગાઉથી જ પીડિત લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, ઉચિત દવાઓ લેવી જોઈએ અને ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. રોગપ્રતિકારક ખાદ્ય પદાર્થોનું સેવન, હૂંફાળા પાણીનું સેવન કરવાથી સામાન્ય શરદી કે ફ્લુ જેવી બિમારીઓ થતી નથી.

Tuesday, December 15, 2020

समस्या का समाधान हां या ना में नहीं संवाद में

देश में लगभग एक पखवाड़े से जारी किसान आंदोलन भारत के सशक्त लोकतंत्र का बेहतरीन और विपक्ष की ओछी राजनीति का ताज़ा उदाहरण है। क्योंकि आंदोलन के पहले दिन से ही किसानों की मांगों का जिस प्रकार केंद्र में बहुमत वाली सरकार सम्मान कर रही है, उनकी आशंकाओं का समाधान करने का हर सम्भव प्रयास कर रही है वो सराहनीय है। यह बात सही है कि मौजूदा सरकार कांग्रेस समेत समूचे विपक्ष के पिछले चार पांच सालों के इतिहास को देखते हुए इन कृषि सुधार कानूनों को लाने से पहले ही किसान नेताओं या फिर राज्य सरकारों को विश्वास में ले लेती तो आज पूरा देश इस अराजक स्थिति और अनावश्यक विरोध की राजनीति से बच जाता लेकिन या तो सरकार ने इस मामले में दूर की दृष्टि नहीं रखी या फिर उसने विपक्ष की ताकत को कम आंक लिया। खैर अब वो इस स्थिति में अपना नरम और सकारात्मक रुख का परिचय दे रही है चाहे वो किसानों द्वारा दिल्ली के बुराड़ी मैदान में आंदोलन करने से मना कर देना हो या किसानों द्वारा सरकार से बिना शर्त बात करने की मांग करना हो। चाहे कृषि मंत्री से लेकर गृहमंत्री तक विभिन्न स्तरों पर किसान नेताओं की बैठकों का दौर हो।और या फिर अपने ताज़ा कदम में आखिर किसानों की मांगों को देखते हुए सरकार द्वारा कृषि कानूनों में संशोधनों का प्रस्ताव किसानों के पास भेजना हो। सरकार अपने हर कदम से बातचीत करके किसानों की समस्याओं को दूर करने के प्रति अपनी प्रतिबद्धता, अपनी नीयत और मंशा स्पष्ट कर रही है। वहीं दूसरी तरफ किसान संगठनों का रवैया किसान नेताओं की मंशा और विश्वसनीयता दोनों पर सवालिया निशान लगा रहे हैं। क्योंकि इन कानूनों के जिन मुद्दों को उठाकर यह किसान आंदोलन खड़ा किया गया है सरकार उन सभी पर संशोधन करने के लिए तैयार है। बावजूद इसके किसान नेता संशोधनों को मानने के बजाए कानून वापस लेने की अपनी मांग पर ही अड़े हैं। तो किसान आंदोलन पर सवाल यहीं से खड़े हो जाते हैं क्योंकि,

1. 2015 की शांता कुमार कमेटी की रिपोर्ट के अनुसार देश के केवल 6% किसानों को ही एमएसपी का लाभ मिलता है लेकिन फिर भी किसान एमएसपी की मौजूदा व्यवस्था पर आश्वासन चाहते हैं जो कि सरकार लिख कर देने को तैयार है।

2. किसानों को डर है कि मंडी व्यवस्था खत्म हो जाएगी जबकि यह कटु सत्य है कि मौजूदा मंडी व्यवस्था के अंतर्गत मंडियों में ही किसानों का सर्वाधिक शोषण होता है। वो मंडियों में कम दामों पर अपनी उपज बेचने के लिए आढ़तियों के आगे विवश होते हैं और ये आढ़तिये इन्हीं फसलों को आगे बढ़ी हुई कीमतों पर बेचते हैं यह किसी से छिपा नहीं है। फिर भी "तथाकथित किसानों" की मांगों को देखते हुए केंद्र सरकार राज्य सरकारों को यह छूट देने के लिए तैयार है कि वे प्राइवेट मंडियों पर बहु शुल्क लगा सकती हैं।

3.किसानों की आशंकाओं को देखते हुए सरकार कानून में संशोधन करके उन्हें सिविल कोर्ट कचहरी जाने का विकल्प देने को भी तैयार है।

4. जिस कॉन्ट्रैक्ट फार्मिंग कानून को लेकर भृम फैलाया जा रहा था कि किसानों की जमीनें प्राइवेट कंपनियों द्वारा हड़प ली जाएंगी उसको लेकर भी कानून में स्पष्ठता की जाएगी कि खेती की जमीन या बिल्डिंग गिरवी नहीं रख सकते।

5. किसानों ने यह मुद्दा उठाया था कि नए कृषि कानूनों में कृषि अनुबंधों के पंजीकरण की व्यवस्था नहीं है तो सरकार ने संशोधन में आश्वासन दिया है कि कंपनी और किसान के बीच कॉन्ट्रैक्ट की 30 दिन के भीतर रजिस्ट्री होगी।

6.किसान बिजली से जुड़े नए कानून लागू करने के खिलाफ थे, सरकार ने संशोधन में आश्वस्त किया है कि बिजली की पुरानी व्यवस्था जारी रहेगी और वो बिजली संशोधन बिल 2020 नहीं लाएगी।

7. किसानों को आपत्ति थी कि नए कानूनों से वो निजी मंडियों के चुंगल में फंस जाएंगे सरकार ने संशोधित प्रस्ताव में निजी मंडियों के रेजिस्ट्रेशन की व्यवस्था की है ताकि राज्य सरकारें किसानों के हित में फैसले ले सकें।

लेकिन किसान नेताओं द्वारा सरकार के इस संशोधित प्रस्ताव को ठुकराना और संशोधन नहीं केवल कानून वापस लेने की मांग पर अड़ जाना, सरकार के साथ बैठकों में कानून पर बात करने के बजाए ("यस और नो") हाँ या ना" के प्लेकार्ड लहराना या फिर सरकार द्वारा संशोधन भेजने के बावजूद आंदोलन और तेज करने की घोषणा करना, जिसमें अडानी अंबानी के सामान का बहिष्कार करना, जैसे कदम उठाए जा रहे हैं , इस आंदोलन में किसानों के पीछे छुपे असली चेहरों को बेनकाब कर रहे हैं। क्योंकि इससे पहले भी जब सरकार के साथ 9 तारीख को बैठक प्रस्तावित थी तब किसान संगठनों द्वारा 8 तारीख को भारत बंद का आह्वान,इस बंद को समूचे विपक्षी दलों का समर्थन और राहुल गांधी शरद पवार समेत विपक्षी दलों के एक प्रतिनिधि मंडल का राष्ट्रपति से मिलकर इन कानूनों को रद्द करने की मांग करने, ये सभी बातें अपने आप में इसके पीछे की राजनीति को उजागर कर रही हैं। खास बात यह है कि इस आंदोलन में रहने खाने से जुड़े मूलभूत विषय हो या सरकार से बात करने की रणनीति तैयार करने जैसे गंभीर विषय हों जिस प्रकार की खबरें सामने आ रही हैं या फिर प्रसाद के रूप में काजू किशमिश बांटने जैसे वीडियो सामने आ रहे हैं वो इस आंदोलन को शाहीन बाग़ जैसे आंदोलन के समकक्ष खड़ा कर रहे हैं।आंदोलन स्थल पर रोटी बनाने की मशीनें, हाइवे पर जगह जगह लगी वाशिंग मशीनें, ट्यूब वाटर पम्प का संचालन करने वाली मोबाइल सोलर वैन को मोबाइल फोन चार्ज करने और बैटरी बैंक के रूप में तब्दील करना, बिजली के लिए सोलर पैनल और इन्वर्टर का प्रयोग। अगर हमारे किसानों ने एक हाइवे की सड़क पर अपने दम पर यह इंफ्रास्ट्रक्चर खड़ा किया है तो इसका मतलब यह है कि हमारे किसान हर प्रकार से सक्षम हैं और आधुनिक तकनीक का प्रयोग भी बखूबी जानते हैं तो फिर वे अपने इस हुनर का प्रयोग आंदोलन करने की बजाए खेती और फसल को उन्नत करने में लगाते तो वो खुद भी आगे जाते और देश की तरक्की में भी अपना महत्वपूर्ण योगदान देते। लेकिन हमारे देश के किसानों की हकीकत किसी से छुपी नहीं है।देश के 86 प्रतिशत किसान छोटे किसान हैं जो खुद खेती में निवेश भी नहीं कर सकते। किसानों द्वारा की जाने वाली आत्महत्या के आंकड़े उनकी दयनीय स्थिति बताने के लिए काफी हैं। इसलिए जब इस किसान आंदोलन के जरिए हमारे देश के किसानों की यह विरोधाभासी तस्वीरें सामने आती हैं तो इनसे राजनीति की बू आती है। जब केजरीवाल एक तरफ दिल्ली में इन कृषि कानूनों में से एक को लागू करते हैं और दूसरी तरफ किसानों के बीच जा कर इन कानूनों के विरोध में खड़े हो जाते हैं। या जब राहुल गांधी किसानों से कानून वापस लेने तक पीछे नहीं हटने का आह्वान करते हैं लेकिन अपने चुनावी घोषणा पत्र में इन्हीं कृषि सुधारों को लागू करने का वादा करते हैं। या जब शरद पवार आज इन कानूनों के खिलाफ किसान आंदोलन का समर्थन करते हैं लेकिन खुद कृषि मंत्री रहते हुए राज्यों के मुख्यमंत्रियों को पत्र लिख कर इन कृषि सुधारों को लागू करने की वकालत करते हैं।

लेकिन राजनीति से इतर यह बात भी सही है कि सरकार द्वारा लाए इन कृषि सुधार क़ानूनों में छोटे किसानों के मद्देनजर और सुधार की गुंजाइश हो सकती है और किसान संगठनों का मुख्य उद्देश्य इन छोटे किसानों के ही हित की रक्षा करना होता है। इसलिए किसान नेताओं का दायित्व है कि वे विपक्ष के हाथों अपना राजनैतिक इस्तेमाल होने से बचाएं और देश के लोकतंत्र का सम्मान करते हुए सरकार से बातचीत कर आम किसानों के हितों की रक्षा की पहल करें ना कि अड़ियल रुख का परिचय दें। क्योंकि समझने वाली बात यह है कि विपक्ष की इस राजनीति में दांव पर विपक्ष नहीं बल्कि किसानों का भविष्य लगा है।

डॉ नीलम महेंद्र

Saturday, December 12, 2020

મિથુન ઉલ્કા વર્ષાનો નઝારો તા. 13-14 ના માણવા મળશે

કલાકની 150 જેટલી ઉલ્કા ખરતી જોવા મળશે

Ahmedabad: 10:50 12/12/2020: વર્ષ ૨૦૨૦ ની છેલ્લી એવી મિથુન ઉલ્કા વર્ષાની સુંદર આતશબાજી 13 અને 14ની મધરાત્રે જોવા મળવાની હોઈ ખગોળ શોખીનો રોમાંચિત થઈ ઉઠ્યા છે.

દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશીની ઉલ્કા વર્ષા નો સુંદર નઝારો જોવા મળશે. આ બાબતે સ્ટારગેજીન્ગ ઈન્ડિયાના શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે આ વર્ષે કેટલાક કુદરતી અનુકૂળ સંજોગોને કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે. ઉલ્કા વર્ષા વખતે ચન્દ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જોવા મળશે. આમતો આ ઉલ્કા વર્ષાની શરૂઆત 7મી ડિસેમ્બરથી થઈ ચુકી છે અને છૂટી છવાઈ ઉલ્કાઓ જોવા પણ મળી રહી છે પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ 13મી ની રાત્રે એટલે કે રાત્રીના 12 વાગ્યા પછી થી શરૂ થતી 14 તારીખના ખરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
 
ઈન્ટરનેશનલ મેટિયોર ઓર્ગનાઈઝેશન (આઈએમઓ) ના જણાવ્યા મુજબ ઉલ્કા વર્ષાની પરાકાષ્ટા 13 મી ની મધ્ય રાત્રીના સમયે જોવા મળશે જે ભારતિય ખગોળ શોખિનો માટે આનંદના સમાચાર છે કેમકે ત્યારે મિથુન રાશી આકાશમાં ઉંચે આવી ગઈ હશે તથા 14 મી તારીખે અમાસ હોવાથી ચન્દ્રની હાજરી પણ નહી હોવાથી આકાશ દર્શનના રસીયાઓએ ઉલ્કા નિરિક્ષણની તૈયારીઓ આરંભી દીધી છે.

આ બાબતે વધુ માહિતિ આપતાં શ્રી ગોર જણાવે છે કે ઉલ્કા દર્શન માટે ટેલિસ્કોપ કે દુરબિન જેવા ઉપકરણોની આવશ્યકતા નથી. આ ઘટના નરી આંખે નિરખવાની હોઈ શહેરી પ્રકાશથી દૂર જ્યાં વધુ અંધારૂં હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. અલબત ઠંડીની શરૂઆત થઈ ગયેલી હોઈ જરૂરીયાત મુજબ ગરમ વસ્ત્રો વિ. ની કાળજી લેવી જોઈએ.

મિથુન રાશીના બે તારા પુરૂષ અને પ્રકૃતિ મૃગ મંડળથી ઉત્તર પુર્વ તરફ ઉગેલા સહેલાઈથી ઓળખી શકાશે. આ ઉલ્કા વર્ષા આકાશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પણ ચારે તરફ જોવા મળશે આથી તમારા નિરિક્ષણ સ્થળથી જે દિશામાં વધુ અંધારૂં હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાથી વધુ ઉલ્કાઓ જોઈ શકાશે. આ વરસે કલાકની 150 ઉલ્કાઓ ખરવાની સંભાવના આઈએમઓ દ્વારા દર્શાવવામાં આવી છે.

મિથુન ઉલ્કા વર્ષાનું સ્રોત 3200 ફાયથન નામનો લઘુ ગ્રહ છે. તે 524 દિવસમાં સૂર્યની પરિક્રમા પુરી કરતો હોવાથી દર વર્ષે તે પૃથ્વિ વાસીઓને ભરોસાપાત્ર રંગીન, પ્રકાશીત, લાંબી  ઉલ્કાઓની ભેટ ધરતો રહે છે.

દર વર્ષે કચ્છના રણને માણવા આવતા પ્રવાસીઓ રણ ઉત્સવ દરમિયાન રણનો અવકાશી નઝારો માણતા જ હોય છે ત્યારે આ વખતે ઉલ્કા વર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા રણમાં વ્હાઈટ રણ કેમ્પેઈનના સહયોગથી ગોઠવવામાં આવે છે.

Wednesday, December 9, 2020

રોગપ્રતિકારક શક્તિ વધારવાના દાવા ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે: બ્લુ સ્ટાર અને અન્ય એક વોટર પ્યુરિફાયરને જાહેરખબર પરત ખેંચવાનું કહેવાયું Immunity boosting claims mislead consumers: Blue Star water and one other water purifier asked to withdraw advt

રોગપ્રતિકારક શક્તિ વધારવાના દાવા ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે: બ્લુ સ્ટાર અને અન્ય એક વોટર પ્યુરિફાયરને જાહેરખબર પરત ખેંચવાનું કહેવાયું

12:30 09/12/2020: Ahmedabad: www.egujaratitimes.com
Some brands continue to make misleading claims such as "boosting immunity" and "eradicating bacteria and viruses" in their product advertisements to influence purchase decisions of consumers vulnerability during the pandemic.

The television commercial ofBlue Star Alkaline Water Purifiers says in its voiceover:"Alkaline water is known to boost immunity. Introducing Blue Star Alkaline Water Purifiers with Immuno Boost Technology. Drink Alkaline water. Stay healthy. Stay Safe. Blue Star – the experts in alkaline water."

CERC lodged a complaint against the advt. It felt the misleading claims may prompt people to buy the purifier thinking it would protect them from Covid-19. Based on advertiser's response, Advertising Standards Council of India (ASCI) upheld CERC complaint and found the advt claims to be misleading. It made the following observations:
• The claim "Alkaline water is known to boost immunity" is inadequately substantiated and misleading by exaggeration, as the advertiser did not submit any studies showing a boost in immunity in humans. Moreover, no study has demonstrated any boost in immunity by use of the appliance.
• While "Immono Boost" is a registered trademark, advertisers should be prevented from using such trademarkswhich may cause a misunderstanding among consumers that they are an official endorsement of the claim.  The TVC does not show the TM symbol but just the words "Immuno Boost Technology" which is misleading by implication and omission.
• The claim: "Drink Alkaline water. Stay healthy. Stay Safe" is misleading as no evidence was submitted to show the long-term safety of the processed water.  
• In view of all the unsubstantiated claims as above, the claim: "Blue Star - the experts in alkaline water" is also found misleading by exaggeration.

ASCI said the claims are likely to cause grave and widespread disappointment in the minds of the consumers. The advertiser has been asked to modify the advt or withdraw it by 11 December 2020.

Earlier, in 2018, CERC had complained against anadvt of Blue Star Water Purifier making similar claims, which was also found to be misleading by ASCI. In view of this, CERC has written to the Central Consumer Protection Authority(CCPA), newly established under the Consumer Protection Act 2019, urging it to take strict action in this matter.

In another instant, CERC has also complained about another similar misleading advt. of Cuckoo Water Healthifiers. The advt claimed that the product "uses nano-filtration and a five-step advanced purification process to enrich the water with minerals, increases the alkaline level and eradicates 99.9% bacteria and viruses to make it the healthiest and the purest form of water for human consumption".ASCI upheld all CERC's objections and found the advertisement claims to be misleading by ambiguity.  

Monday, December 7, 2020

કડવુ મધ.. . . .

*કડવુ મધ. . . . .*

16:28 07/12/2020: www.egujaratitimes.com

By Shailesh Bhatt:

सेंटर ऑफ साइंस एंड एनवायरनमेंट (CSE) ने हाल के दिनों में भारत में कई बड़े ब्रांडों के शहद में मिलावट की रिपोर्ट दी। CSE की महानिदेशक सुनीता नारायण ने बताया था कि भारतीय बाजारों में बिक रहे शहद के लगभग सभी ब्रांडों में जबरदस्त तरीके से शुगर सिरप की मिलावट हो रही है। इसके अनुसार डाबर, पतंजलि, बैद्यनाथ, झंडू, हितकारी और एपीआईएस हिमालय सहित शहद के 17 ब्रांड मिलावट कर रहे हैं। टेस्ट में केवल 3 ब्रैंड ही पास हुए है। 

શબ્દ એ શુકનથી પણ આગળ છે

શુકનશાસ્ત્ર એ ટાઈમ ટેસ્ટેડ અનુભવોનો નિચોડ છે

શુકન - અપશુકનમાં માનવું કે ન માનવું એ એક વ્યક્તિગત પસંદગીનો વિષય છે. પરંતુ આપણા વડવાઓએ અસંખ્ય વર્ષના અનુભવ પછી આપેલા સનાતન સત્યના નિચોડ સ્વરૂપે હોય છે. આપણા વડવાઓ કહેતા કે ચપ્પલ ઊંધા ન રાખવા, સાવરણી ઊભી ન રાખવી, જતી વખતે ખાવાનું નામ લઈને ન નીકળવું વગેરે અનેક વાતો આપણે તેમની પાસેથી સાંભળી છે. અહીંયા આવા કેટલાક વિધાનો અનેક ગ્રંથોના આધારે અને વડવાઓ પાસેથી સાંભળેલી વાત મુજબ જણાવાયા છે. પશુ-પંખીના અવાજો પરથી પણ ભવિષ્ય કહેનારાઓ આપણે ત્યાં ઓછા ન હતા.

ચોરો જ્યારે ચોરી કરવા જાય ત્યારે પંખીઓની સાંકેતીક ભાષા તેમના નાના બાળકો પણ ઉકેલીને ચોરી કરવા જતા હોય છે. જેમ કે આજે માલ મળશે કે નહીં મળે કે ધોલધપાટ મળશે કે નહીં તેની આગોતરી જાણ વડના વૃક્ષમાંથી બનાવેલ વિશિષ્ટ ઔષધિ દ્વારા થઈ જતી હોય છે. ચોરોના સરદારે એક વખત એક સંતપુરુષ પાસે આ કબૂલાત કરી હતી કે વૈશાખ સુદ 3 ને દિવસે અમે ગાઢ જંગલમાં વડના વૃક્ષ ઉપર એક માટલું બાંધતા હોઈએ છીએ અને બરાબર એની નીચે જમીન ઉપર એક અડધું તૂટેલું માટલું મુકતા હોઈએ છીએ. ઉપરના માટલામાં એક નાનકડું છીદ્ર પાડવા દ્વારા ધીમે ધીમે નીચેના માટલામાં પાણી ટપક ટપક પડતું હોય છે. ગાઢ જંગલમાં અનેક પશુ પંખીઓ આ પાણીને બોટે છે. વડના વૃક્ષમાંથી પડતી ઝાંકળ કે વરસાદ આદિનું પાણી પણ આ નીચેના માટલામાં પડે છે અને સિંહ, વાઘ, વરુ સહિત સાપ, ચકલી કે કબૂતર પણ આ પાણી પીવા માટે આવે છે. બરાબર એક વર્ષ પછી અમારા નસીબ બળીયા હોય તો હિંસક પશુઓથી બચતા બચતા અમે ગાઢ જંગલમાં એ માટલા પાસે જઈને જો એમાં કોઈ પાણી બચ્યું હોય તે લેતા આવીએ છીએ અને અને અમારા ઘરમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ગળથુંથીમાં આ પાણી પીવડાવીએ છીએ જેથી તે બાળકને સહજ પશુ-પંખીની આ સાંકેતિક ભાષા આવડી જાય છે.

શુકન જ્યારે સામે આવે ત્યારે આપણી જમણી બાજુથી તેને પસાર થવા દેવું જોઈએ. તો તે શુકન સુદ્રઢ થાય છે. અપશુકન થાય ત્યારે તેને ડાબી બાજુથી જવા દેવાથી તે અપશુકન નિષ્ફળ જાય છે. શુકનોનું બહુ મોટું લિસ્ટ આપવામાં આવ્યું છે. બે સફેદ બળદ સામેથી આવે, કુંવારી ક્ધયા આવે, બેડું ભરેલી પનીહારી આવે, ૐ, જય કે શ્રી નામનો કોઈ ઉચ્ચાર કરે અથવા તો તેવા સૂચકનું ચિન્હ આવે તો તે શુકન ગણાય છે. પરંતુ સામેથી કોઈ દૂધ લઈ આવે અથવા બહારગામ જતી વખતે ઘી, પાપડ સાથે ન લઈ જાય અથવા તેલ અને સાબુ સાથે તો ન લઈ જાય પણ નામોચ્ચરણ પણ ન કરે તેવી કિંવદંતી છે.

કાગડાના ટોળા છત પર આવીને ઝઘડા-ઝઘડી કે બુમાબુમ કરે તો ઘરના માલિક પર સંકટનો સંકેત છે. સવારના પહોરમાં કાગડાઓ કાઉ-કાઉનો અવાજ કરતા હોય તો સમજવું કે મહેમાન પધારવાના છે. સવારના સમયે કાગડો ઉડીને પગનો સ્પર્શ કરે તો તે આર્થિક લાભ કરાવીને જીવનમાં પ્રગતિ કરાવે છે. કોઈ વ્યક્તિના શરીર પર કાગડાની હગાર પડે તો શારીરિક અને માનસિક પીડાનો સામનો કરવો પડે છે. અને માથા પર આવીને બેસે તો રોગ અને ધનની હાનિ થાય છે. કાગડાના મોઢામાં રોટલી અથવા માંસનો ટૂકડો દેખાય તો મનોકામના પૂર્ણ થવાના સંકેત છે. બહારગામ જતા હોય અને કાગડો કોઈ વાસણમાં પાણી પીતો દેખાય તો કાર્યની સફળતા અને ધનલાભનું સૂચક છે. ઘરની છત ઉપર આવીને કાગડો દક્ષિણ તરફ મુખ કરીને બોલે તો અશુભ સંકેત માનવામાં આવે છે. પણ બપોર પહેલા કાગડાનો અવાજ પૂર્વ અને ઉત્તર દિશાથી સંભળાય તો લાભપ્રદ સુખનો સંકેત માનવામાં આવે છે.

શુભ પ્રસંગે 108 જુદા જુદા શુકનો કરતા હોય છે. જે નીચે પ્રમાણે છે. લીલા પાન સાથે જોડાયેલી શેરડી, અબીલ, મંત્રાક્ષરોથી મંગળ કળશ, ગુલાલ, ॐ, र्एं, अर्हं, र्श्रीं, र्ह्रीं, र्क्लीं વગેરે મંત્રાક્ષરો, નંદ્યાવર્ત, કંકુ, ચક્ર, સ્વસ્તીક, સવા રૂપિયો, ધર્મ ધજા, સંપૂટ, ચામર, ઘંટ, મીનયુગલ, શુભનામ, 24 તીર્થંકર પરમાત્માના નામ, ગચ્છાધિપતિના નામ, પુષ્પની માળા, દર્પણ, શુભ નામનો જયનાદ, પદ્મસરોવર, સીંહાસન, દીશાઓના શુભનામ (પૂર્વ અને ઉત્તર), લક્ષણથી યુક્ત એવી ચીજ,  શ્રીવત્સ, શુભ આકાર (ચતુષ્કોણ), નંદીસૂત્ર, હાથી, અષ્ટકોણ વગેરે, પોઠિયો (નંદી), બળદ,  ઘોડા, પુષ્પવૃષ્ટી, પુષ્પનું ઘર, પંચવર્ણફૂલ, ખીર, કાળા અડદ,  કમળ,  લાપસી,  મગ, કસ્તુરી, આંબાના પાન (અથવા ચૈત્યવૃક્ષ), છત્ર, નાગરવેલના પાન, આસોપાલવનું તોરણ, સોપારી, સુવર્ણ,  સારંગી, દુર્વા, કુવારી ક્ધયા, પંચવર્ણ ચોખા, તંબોલ, સુહાગણ સ્ત્રી, મોતી, તજ,  સંપૂર્ણ ભરેલો ઘડો, કેસર, લવીંગ, લાલ કપડું,  બદામ, એલચી, હળદળનો ગાંઠીયો, ગુલાબજળ, તુલસી, નીમક,  વરખ, આસોપાલવ, ગોળધાણા, પંચામૃત, કેલીઘર (કેળાના ગુચ્છા), ધાણા, મીંઢોળ, શ્રીફળ, નાડાછડી, 14 સ્વપ્ન, ગોળ, ધૂપ,  અષ્ટમંગળ, સાકર, દીપ, ચામર, ચોખા, મોરપીછ (વિષઉતારનાર), સુગંધી ફુલો, મગ, ખારેક,  માંગલિક આકાર-મીઠાઈ, શહેનાઈ, સૂર્ય,  બીજોરૂ, ઢોલ (દીવ્યધ્વની), ચંદ્ર, લીલુ શ્રીફળ, શંખ, બાજોઠ, સમવસરણના ત્રણ ગઢ,  શંખનાદ, કમળ કાકડી (પબડી), અશોકવૃક્ષનું તોરણ, કોડી,  સુખડી (ગોળપાપડી), શુભ - લાભ નું તોરણ, નવકાર મંત્ર, સંખ્યાથી 9,99,81=8+1=9 જેટલા મંગળ કરો તે આંકડો ,  શ્રી 1ા નું ચિન્હ, રૂપાનાણું, એકી સંખ્યા, ડ્રાય ફ્રુટ.

મિસ્ડકોલ મારીશ એને બદલે કરીશ શબ્દપ્રયોગ મંગળકારી છે. મંગળ ગ્રહની આડઅસર ઓછી કરવા વડવાઓએ એનું નામ જ મંગળ રાખી દીધું. એટલે અડધી આડઅસર તો શબ્દ બોલવાથી જ ઓછી થાય છે. સારા શબ્દો તે શુકનથી પણ આગળ હોય છે. અને બાળકના અને મેઘના વચનની જેમ અમોઘ હોય છે. વારે વારે ઓકે શબ્દ બોલવાને બદલે ભલે શબ્દ બોલવાથી મંગળ થતું હોય છે. સવારમાં ગુડ મોર્નિંગ કહેવાને બદલે વિમલશ્રી સુપ્રભાતમ્ નો શબ્દ એકવાર વાપરીને બોલનાર અને સાંભળનારના જીવનમાં મંગળનો અખતરો કરી જોજો. કોઈના લગ્ન પ્રસંગે કે શુભ પ્રસંગે કોન્ગ્રેચ્યુલેશન્સ કે બેસતા વર્ષે હેપ્પી ન્યુયર કહેવાને બદલે મંગલ કામના શબ્દ બોલવાથી પણ અનેક મંગળો પ્રગટે છે અનેક પ્રકારના અનુમોદનાના પાપમાંથી બચી જવાય છે.

લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સીએ

Tuesday, December 1, 2020

આયુર્વેદિક સૂત્રોથી બનાવેલા ઓસડીયા કોરોના વાઈરસ સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઈન્ફેમેટરી ફાયદા ધરાવે છે

આયુર્વેદિક સૂત્રોથી બનાવેલા ઓસડીયા કોરોના વાઈરસ સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઈન્ફેમેટરી ફાયદા ધરાવે છે

ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન

13:26 01/12/2020: By Shailesh Bhatt: http://www.egujaratitimes.com/ વૈશ્વિક આધ્યાત્મિક નેતા અને માનવતાવાદી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ કોવીડ-૧૯ના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ ઔષધોની અસરકારકતા સંબંધિત વ્યાપક સ્તર પર અભ્યાસ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. આ માટેનું કારણ પ્રારંભિક સંશોધનોમાં મળેલી સફળતા છે,જેમાં ફ્રેંકફર્ટ બાયોટેકનોલોજી ઈનોવેશન સેંટરમાં કરાયેલા મહત્વના અભ્યાસનો પણ સમાવેશ થાય છે.
           
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ કહ્યું,"હું ભારત સરકાર અને આયુષ
વિભાગને આપણી પારંપરિક આયુર્વેદિક ઔષધોની પધ્ધતિને અજમાવવા બદલ અભિનંદન પાઠવવા ઈચ્છું છું. એનાથી આ ઔષધોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના તથા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય વિષયક ફાયદા વિશે વધુ સંશોધન  થઈ શકે.આપણે ઘણી વાર આપણી પરંપરાગત ઔષધીય પધ્ધતિની ઉપયોગિતાને અવગણીએ છીએ. આ પધ્ધતિઓના ફાયદાઓને વૈજ્ઞાનિક રીતે ચકાસવાની આવશ્યકતા છે,જેથી દુનિયાભરમાં વ્યાપક સ્તરે તેમનો સ્વીકાર થઈ શકે.તામિલનાડુની બહાર ઘણાને સિધ્ધ ઔષધ પધ્ધતિની માહિતી નથી.પરંતુ સિધ્ધ આધારિત બનાવેલા વનસ્પતિજન્ય ઔષધો પર અત્યારે જર્મન સંશોધકો કામ કરી રહ્યા છે."
               
ગુરુદેવ ઉપરાંત અન્ય મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત હતા,જેમ કે,FIZ ફ્રેંકફર્ટના ફ્રેંકફર્ટ બાયોટેકનોલોજી ઈનોવેશન સેંટરના મેનેજીંગ ડિરેકટર ડૉ. ક્રિશ્ચિયન ગાર્બે,ન્યુ દિલ્હીથી આયુષ વિભાગના ડૉ. રાજ માનચંદા,ચેન્નાઈની સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રીસર્ચ ઈન સિધ્ધ ( CCRS)ના ડાયરેક્ટર જનરલ પ્રો.ડૉ.કે. કનકવલ્લી,શ્રી શ્રી તત્વના મેનેજીંગ ડિરેકટર શ્રી અરવિંદ વર્ચસ્વી તથા શ્રી શ્રી તત્વના ચીફ સાયન્સ ઓફીસર ડૉ. એમ. રવિ કુમાર રેડ્ડી.
           
FIZ ના મેનેજીંગ ડિરેકટર ડૉ. ક્રિશ્ચિયન ગાર્બે જણાવ્યું,"આ અનોખી સંશોધન યોજના શરુ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને એના થકી કોરોના વાઈરસ સામેના જંગમાં અમે પ્રદાન પણ કરી શકીશું.અમે ૨૦૨૦ ના મધ્યમાં 'આયુર્જીનોમિક્સ' સંશોધન યોજના શરુ કરી.તેનો આશય કોરોના વાઈરસ  SARS-CoV-2 ના પ્રતિ આયુર્વેદિક ઔષધોની એન્ટીઈન્ફેમેટરી તથા રોગ પ્રતિકારક શક્તિ વધારનાર અસરકારકતા ચકાસવાનો હતો." ડૉ. ગાર્બેએ સમજાવ્યું કે આયુર્જીનોમિક્સ એટલે આયુર્વેદ માટે રંગસૂત્રો વિષયક અભ્યાસ અને તેના દ્વારા પ્રકૃતિ(વ્યક્તિનું માનસશાસ્ત્રીય- ફીઝીયોલોજીકલ બંધારણ) તથા રંગસૂત્રો વચ્ચેના સંબંધ પર સંશોધન કરવું.
         
દિલ્હીના આયુષ વિભાગનું પ્રતિનિધિત્વ કરતા ડૉ. રાજ માનચંદાએ કહ્યું,"શ્રી શ્રી તત્વ તરફથી ૧૦,૦૦૦ લોકોમાં નિઃશુલ્ક વિતરણ માટે કબાસુર કુડીનીર ઔષધની ટેબ્લેટ મેળવીને મને આનંદ થાય છે.અમે તેના પરિણામોનો અહેવાલ બનાવીશું અને જાહેર કરીશું." હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પારંપરિક ભારતીય ઔષધોની રોગ પ્રતિકારક શક્તિ ઉપર થતી અસરો પર અનેક અભ્યાસ થઈ રહ્યા છે.
         
FIZ માં હાથ ધરાયેલું એક મહત્વનું સંશોધન કબાસુર કુડીનીર કે જે સિધ્ધ પધ્ધતિની એક ઉત્કૃષ્ટ બનાવટ છે,તેની અન્ય આયુર્વેદિક ઔષધો સાથે અસરકારકતા દર્શાવતા જણાવે છે કે તે SARS-CoV-2 ના સ્પાઈક્સ અને  ACE2  વચ્ચે જોડાણ થતું અટકાવે છે. લેબોરેટરીમાં કરાયેલા પ્રયોગોમાં જણાયું કે કબાસુર કુડીનીર ટેબ્લેટ્સ કોરોના વાઈરસની જુદી જુદી જાતોમાં સ્પાઈક્સના ગ્લાયકોપ્રોટીનના પ્રતિ સૌથી પ્રબળ(૮૪%) પ્રતિબંધક હતી.આ દર્શાવે છે કે તેનાથી વાઈરસનો કોષોમાં પ્રવેશ અસરકારક રીતે પ્રતિબંધિત થઈ જાય છે.
         
ચેન્નાઈની CCRS ના DG ડૉ.કનકવલ્લીએ જણાવ્યું," અમે તામિલનાડુમાં કબાસુર કુડીનીરનું વિતરણ રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગના અટકાવ માટે કર્યું હતું.અને તે અસરકારક જણાયું."
    બેંગ્લોરના નારાયણ હ્રદયાલયમાં અન્ય એક ઔષધીય અભ્યાસ કરવામાં આવ્યો,જેમાં કોવીડ-૧૯ ના નિયંત્રણ માટે આયુષ ઔષધોની અસરકારકતા માપવામાં આવી.હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને વધારાના ઉપચાર તરીકે કબાસુર કુડીનીર અને અન્ય ઔષધો આપવામાં આવ્યા.આ અભ્યાસમાં જણાયું કે આયુષ ઔષધોના વધારાના ઉપચાર તરીકે ઉપયોગ કરવાથી કોવીડ-૧૯ ના સારવારકીય પરિણામો પર કોઈ નકારાત્મક અસર થતી નથી.રોગના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને શ્રી શ્રી તત્વ કબાસુર કુડીનીર ટેબ્લેટ્સ,શક્તિ ડ્રીમ્સ અને ટર્મેરિક પ્લસ ટેબ્લેટ્સ(શ્રી શ્રી તત્વની અધિકૃત દવાઓ) આપવામાં આવી તો કોઈ પણ પ્રતિકૂળ પરિણામ વગર આ આયુષ દવાઓનો સલામત તથા અનુકૂળ ઉપયોગ કરી શકાય છે એવું નિશ્ચિત થયું.બેંગલોર મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં કરાયેલા એક અભ્યાસમાં અમૃત ટેબ્લેટ્સ,તુલસી અર્ક, શક્તિ ડ્રીમ્સ અને ટર્મેરિક પ્લસ ટેબ્લેટ્સની  રોગ પ્રતિકારક શક્તિ પર થતી અસરો કોવીડ-૧૯ વોર્ડમાં ૯૬ હેલ્થ કેર વર્કર્સ પર માપવામાં આવી.આના પ્રારંભિક પરિણામો આશાસ્પદ છે.
         
શ્રી શ્રી તત્વના એમ ડી શ્રી અરવિંદ વર્ચસ્વી અનુસાર "આજના ઉપયોગકર્તા પોતાની પસંદગી બાબતે જાગૃત છે.પોતાની તંદુરસ્તી જાળવવા માટે આયુષ પધ્ધતિ પસંદગીમાં અગ્રેસર છે.અમે હંમેશાં વૈજ્ઞાનિક અભિગમથી કામ કરીએ છીએ. આપણે આયુષ ઔષધોનો રોગના અટકાવ અને સારવાર બન્ને પ્રકારના ઉપયોગ માટે તથા પારંપરિક સારવાર પધ્ધતિઓના ફાયદા બાબતે જાગૃતિ જગાવવા પ્રોત્સાહન આપવું જોઈએ. દિલ્હીમાં આયુષ વિભાગને નિઃશુલ્ક વિતરણ અને દવાઓની અસરના અભ્યાસ અર્થે ૧૦,૦૦૦ દવાઓ ના ડોઝ આપવામાં આનંદ અનુભવીએ છીએ."
(આ અભ્યાસોની વિશેષ માહિતી આ સાથેના બિડાણમાં સામેલ છે.)
https://drive.google.com/drive/folders/1sDGyw_99Tiih1TQzHYzCl5HZhRw2iWsc?usp=sharing

Saturday, November 28, 2020

શિયાળો કોરોનાની સ્થિતિ પર ગંભીર અસર કરે એવી શક્યતા

12:23 28/11/2020: Shailesh Bhatt: www.egujaratitimes.com
ડૉ. શાંતિ ભૂષણના જણાવ્યા મુજબ, "જ્યારે કોવિડ19 સાથે સંબંધિત ડર અને અનિશ્ચિતતાની લાગણી પ્રવર્તે છે, ત્યારે વ્યક્તિએ તેમના ચિહ્નો પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઋતુ બદલાઈ ગઈ છે. ઘણા લોકોને સામાન્ય શરદી અને તાવ થવાની શક્યતા છે. જ્યારે સામાન્ય શરદી અને કોવિડના પ્રાથમિક ચિહ્નો એકસમાન છે, ત્યારે દર્દીએ ધીરજ રાખીને ઉચિત નિદાન માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જોકે વ્યક્તિએ, ખાસ કરીને અગાઉથી ડાયાબીટિસ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ જેવી બિમારીઓથી પીડિત લોકોએ તમામ પ્રકારની કાળજી રાખવી જોઈએ."
શિયાળામાં ઇન્ફ્લુએન્ઝા સહિત શ્વાસોશ્વાસમાં ઘણા વાયરસથી ઇન્ફેક્શનમાં વધારો થાય છે અને ઉનાળામાં ઘટાડો થાય છે. પણ વધુને વધુ પુરાવા સૂચવે છે કે, નાની સિઝનલ અસર શિયાળામાં મોટા રોગચાળામાં પ્રદાન આપશે. જોકે આ પ્રકારના ચેપી રોગો અને કોવિડ19 ફેલાવવાના મુખ્ય કારણો પૈકીનું એક કારણ વ્યક્તિની બેદરકારી હશે.
વધુને વધુ લોકોમાં કોવિડ-19ને લઈને ચિંતામુક્ત અભિગમ વિકસવાની શરૂઆત થઈ છે. આ સામૂહિક મેળાવડામાં લોકોની સંખ્યામાં વધારો, તહેવારની ઉજવણીમાં જોઈ શકાય છે, લોકો ભીડ હોય એવી જગ્યાઓમાં ખરીદી કરવા જઈ રહ્યાં છે અને માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. એના પગલે વ્યક્તિની સાથે એમનો આખો પરિવાર કોવિડ માટે પોઝિટવ આવી રહ્યો છે.
કોવિડ19 રોગચાળાના પ્રસાર માટે શિયાળો આદર્શ વાતાવરણ પૂરું પાડશે. વાયરસ સામે પોતાની જાતની કાળજી રાખવા જરૂરી પગલાં લેવા અને સાવચેતીઓ રાખવી વ્યક્તિની પોતાની જવાબદારી છે.
જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અને મોજાં પહેરવા
ઘરની અંદર હવાઉજાસ ઉચિત પ્રમાણમાં જાળવવા
સતત સંસર્ગમાં આવતી અને ઉપયોગ થતી સપાટીને સ્વચ્છ રાખવી
ભીડ હોય એવી જગ્યાઓમાં જવાનું ટાળવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું
શાકભાજી અને ફળફળાદિને બરોબર સાફ કરવા
રોગપ્રતિકારક ક્ષમતા સંવર્ધક તત્ત્વો ઉચિત પ્રમાણમાં લેવા
જ્યારે સામાન્ય શરદી કે કોવિડના ચિહ્નો જોવા મળે, ત્યારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો

SBKB HARDIK BHATT LIVE ORCHESTRA

SBKB HARDIK BHATT LIVE ORCHESTRA

गुरुनानक देव जी की सीखें हर काल में प्रासंगिक रहेंगी

ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ

ਜਪੁ

ਆਦਿ ਸਚੁ ਜੁਗਾਦਿ ਸਚੁਹੈ ਭੀ ਸਚੁ ਨਾਨਕ ਹੋਸੀ ਭੀ ਸਚੁ1

एक ओंकार सतनाम, कर्तापुरख, निर्माह निर्वैर, अकाल मूरत, अजूनी सभं. गुरु परसाद ॥

॥ जप ॥

आद सच, जुगाद सच, है भी सच, नानक होसे भी सच ॥

ये गुरुनानक देव जी के मुख से निकले केवल कुछ शब्द नहीं हैं। ना ही इनकी ये पहचान है कि ये गुरुग्रंथ साहिब का पहला भजन है। ये तो वो मूल मंत्र है जो ना सिर्फ सिख संगत को उस सर्वशक्तिमान ईश्वर के गुणों से रूबरू कराता है बल्कि सम्पूर्ण मानव समाज को ही दिशा दिखाता है। श्री गुरुनानक देव जी के मुख से निकले ये शब्द वो बीज हैं जो कालांतर में सिख धर्म की नींव बने।

विश्व के पांचवे सबसे बड़े धर्म के संस्थापक गुरुनानक देव जी की सीखों की वर्तमान समय में प्रासंगिकता की बात करने से पहले हम सिख शब्द को समझ लें। दरअसल सिख का अर्थ होता है शिष्य। अर्थात जो गुरुनानक देव जी की सीखों को एक शिष्य की भांति अपने आचरण और जीवन में अपना ले, वो सिख है और हम सभी जानते हैं कि उनकी सीखों में सबसे बड़ा धर्म मानवता है इसलिए उनकी सीखें हर काल में प्रासंगिक हैं।

 जब गुरुनानक देव जी कहते हैं कि "एक ओंकार, सतनाम", तो उनके आध्यात्म की इस परिभाषा को केवल उनके अनुयायी ही नहीं बल्कि प्राचीन वेद विज्ञान से लेकर आधुनिक विज्ञान भी स्वीकार करने पर विवश हो जाता है। वे कहते हैं, एक ओंकार सतनाम यानी ओंकार ही एक अटल सत्य है। ओंकार यानी ॐष्। यह तो हम सभी जानते हैं कि हम जो भी कहते हैं, जिन भी शब्दों का उच्चारण करते हैं उनकी एक सीमा होती है लेकिन ओंकार असीमित है। प्राचीन ऋषियों ने भी ॐ को अजपा कहा है क्योंकि ॐ शब्दातीत है यानी शब्दों से परे है। और आधुनिक विज्ञान भी यह स्वीकार करता है कि ॐ कोई ध्वनि नहीं बल्कि एक अनाहत नाद है। क्योंकि ध्वनि तो दो वस्तुओं के टकराने से या कंपन से उत्पन्न होती है लेकिन ॐ किसी से टकराने से उत्पन्न नहीं हुआ। जहाँ टकराहट हो वहाँ भला ॐ कहाँ? जब भीतर बिल्कुल शांति हो, अंदर के सारे स्वर बंद हो जाएं, सभी द्वंद मिट जाएं तो एक अनाहत से हमारा संपर्क होता है और हम ॐ से जुड़ पाते हैं और एक अनोखी ऊर्जा को महसूस कर पाते हैं। ॐ का हमारे भीतर के सत्य और शुभ से लेना देना है। इसलिए जब वे कहते हैं एक ओंकार तो वे कहना चाहते हैं कि ईश्वर एक ही है जो हम सब के भीतर ही निवास करता है और यही सबसे बड़ा सत्य भी है।

जब 15 वीं सदी में गुरुनानक देव जी ने सिख धर्म की स्थापना की थी, तो यह धर्म के प्रति लोगों के नज़रिए पर एक क्रांतिकारी बदलाव की शुरुआत थी। यह उस विरोधाभासी सोच पर प्रहार था जो व्यक्ति के सांसारिक जीवन और उसके आध्यात्मिक जीवन को अलग करती थी। अपने विचारों से गुरुनानक देव जी ने उस काल के सामाजिक और धार्मिक मूल्यों की नींव ही हिला दी थी। उन्होंने पहली बार लोगों को यह विचार दिया कि मनुष्य का सामाजिक जीवन उसके आध्यात्मिक जीवन की बाधा नहीं है बल्कि उसका अविभाज्य हिस्सा है। सदियों की परंपरागत सोच के विपरीत गुरुनानक जी वो पहले ईश्वरीय दूत थे जिन्होंने जोर देकर कहा था कि ईश्वर पहाड़ों या जंगलों में भूखा रहकर खुद को कष्ट देने से नहीं मिलते बल्कि वो सामाजिक जीवन जीते हुए दूसरों के कष्टों को दूर करने से मिलते हैं। उनके अनुसार व्यक्तिगत मोक्ष का रास्ता सेवा कार्य द्वारा समाज के लोगों को दुखों से मोक्ष दिला कर निकलता था। इसके लिए उन्होंने अपने भक्तों को सेवा ते सिमरन का मंत्र दिया। उस दौर में जब लोगों को यकीन था कि ईश्वर से एकाकार के लिए सन्यास के मार्ग पर चलना आवश्यक है, उन्होंने अपने भक्तों को मध्यम मार्ग अपनाने पर बल दिया जिस पर चलकर गृहस्थ आश्रम का पालन भी हो सकता है और आध्यात्मिक जीवन भी अपनाया जा सकता है। आज के भौतिकवादी युग में गुरुनानक देव जी का यह नज़रिया आत्मकल्याण ही नहीं समाज कल्याण की दृष्टि से भी बेहद प्रासंगिक है। और उन्होंने अपने इस जीवन दर्शन को अपनी जीवन यात्रा से चरितार्थ करके भी दिखाया। अपने जीवन काल में उन्होंने खुद एक गृहस्थ जीवन जीते हुए आध्यात्म की ऊँचाइयों को छूने वाले एक संत का सर्वश्रेष्ठ उदाहरण समाज के सामने प्रस्तुत किया। इस सोच के विपरीत कि संसार माया है, मिथ्या है, झूठ है, फरेब है, उन्होंने कहा कि संसार ना सिर्फ सत्य है बल्कि वो साधन है, वो कर्मभूमि है जहाँ हम ईश्वर की इच्छा से उनकी इच्छानुसार कर्म करने के लिए आए हैं। उनका मानना था, हुकम राजायी चलना नानक लिख्या नाल अर्थात सबकुछ परमात्मा की इच्छा के अनुसार होता है और हमें बिना कुछ कहे इसे स्वीकार करना चाहिए।

लेकिन परमात्मा के करीब जाने के लिए संसार से दूर होने की आवश्यकता नहीं है बल्कि उस परमपिता के द्वारा दिए गए इस जीवन में हमारा नैतिकता पूर्ण आचरण ही हमारे जीवन को उसका आध्यात्मिक रूप और रंग देता है। उन्होंने ध्यान, तप योग से अधिक सतकर्म को और रीत रिवाज से अधिक महत्व मनुष्य के व्यक्तिगत नैतिक आचरण को दिया। इसलिए वे कहते थे कि सत्य बोलना श्रेष्ठ आचरण है लेकिन सच्चाई के साथ जीवन जीना सर्वश्रेष्ठ आचरण है। आज जब पूरी दुनिया में दोहरे चरित्र का होना ही सफलता प्राप्त करने का एक महत्वपूर्ण गुण बन गया हो और नैतिक मूल्यों का लगातार ह््रास हो रहा हो, तो गुरुनानक जी की यह सीखें सम्पूर्ण विश्व के लिए पथप्रदर्शक का काम कर सकती हैं।

 आज जब मशीनीकरण के इस युग में हम उस मोड़ पर पहुंच गए हों जहाँ समय के अभाव में मनुष्य खुद भी कुछ कुछ रोबोटिक सा होता जा रहा हो और उसका सुकून भी छिनता जा रहा हो, तो गुरुनानक देव जी की दिखाई राह उसे वापस ईश्वर से जोड़कर दैवीय सुकून का एहसास करा कर असीम मानसिक शांति दे सकती है। ईश्वर से जुड़ने के लिए वो वैराग्य त्याग तप या फिर सांसारिक सुखों से दूर होने के बजाए संसार को प्रेम से गले लगाने की सीख देते थे, दूसरों के दुखों को दूर करने की सीख देते थे जिसके लिए उन्होंने जीवन जीने की बहुत ही व्यवहारिक राह दिखाई थी जो आज भी प्रासंगिक है। आज के दौर में जब मनुष्य अपने खुद के लिए भी समय न निकाल पा रहा हो ऐसे समय में गुरुनानक देव जी के द्वारा जीवन जीने के लिए दिए गए बेहद सरल तीन सूत्र निस्संदेह मनुष्य को न सिर्फ खुद से बल्कि अपने परिवार और समाज दोनों से जोड़कर असीम शांति का अनुभव करा कर उसके तन मन और जीवन तीनों में एक नई ऊर्जा भर सकते हैं। ये तीन सूत्र हैं, जपना, कीर्त करना और वंड के छकना।

1,जपना, यानी सबसे पहले जप करना अर्थात उस परम पिता का नाम जपना जब भी समय मिले जहाँ भी जगह मिले पूरी श्रद्धा से उस सर्वशक्तिमान को याद करना उसका शुक्रिया अदा करना। उनका कहना था कि इसके लिए मंदिर या माजिद जाने की जरूरत नहीं है क्योंकि ईश्वर तो हमारे भीतर है। वो खुद भी कहीं भी कभी भी ईश्वर के ध्यान में बैठ जाते थे। कभी बकरियाँ चराते समय तो कभी खेतों में, कभी किसी पेड़ के नीचे तो कभी समुद्र में।

2, दूसरा कीर्त मतलब कमाई करना, क्योंकि प्रभु ने हमें जो परिवार दिया है उसका पालन करने के लिए हमें कर्म करना चाहिए। वे कहते थे, किसी से मांग कर नहीं खाना और ना किसी का हक मार कर खाना। अपनी मेहनत पर ही हमारा हक है और मेहनत करना हमारा फ़र्ज़ है।

3, तीसरा वंड के छकना मतलब बांट कर खाना। वे कहते थे कि हर मनुष्य को अपनी कमाई का दसवां हिस्सा परोपकार में लगाना चाहिए। वो स्पष्ट कहते थे कि धन को केवल जेब तक ही सीमित रखना चाहिए उसे अपने हृदय में स्थान नहीं बनाने देना चाहिए वो क्योंकि मानव की मुक्ति का मार्ग समाज के दुखों की मुक्ति से होकर निकलता है धन दौलत इकट्ठा करने से नहीं।

दरअसल वो जानते थे कि कोई भी समाज तब तक तरक्की नहीं कर सकता और ना ही स्वस्थ रह सकता है जब तक कि उस समाज में कर्म के महत्व को एक गौरव नहीं प्रदान किया जाता। इसलिए उन्होंने कर्म को मानव जीवन का ना सिर्फ एक महत्त्वपूर्ण गुण बताया अपितु उसे मनुष्य की सामाजिक और आध्यात्मिक जिम्मेदारी भी बताया। यही कारण है कि आज भी देश या विदेश के किसी भी संकट के समय चाहे वो युद्ध हो या कोई प्राकृतिक आपदा, सिख संगत मदद के लिए सबसे आगे रहती है। सिख समाज ना सिर्फ गुरुद्वारे में लंगर बल्कि जरूरत के वक्त जरूरतमंदों को निःशुल्क स्वच्छ भोजन पानी और अन्य बुनियादी सुविधाएं देने के लिए आगे आता है।

इसके अलावा गुरुनानक देव जी का कहना था कि इस धरती पर सभी मनुष्य समान हैं वे ऊंच नीच को नहीं मानते थे और ना ही जात पात के भेदभाव को। उनका कहना था कि न कोई हिन्दू है ना मुसलमान। सभी लोग एक ही ईश्वर की संतानें हैं। आज जब पूरे विश्व में धर्म के नाम पर आतंकवाद और हिंसा की घटनाएं लगातार हो रही हैं तो गुरुनानक जी के ये शब्द बहुत महत्वपूर्ण और प्रासंगिक हो जाते हैं। उनका स्पष्ट मानना था कि दुनिया में दुख क्लेश और असंतोष का मूल कारण जाति और धर्म के नाम पर किया जाने वाला भेदभाव है। और इस भेदभाव को मिटाने के लिए भी उन्होंने बहुत ही सीधा और सरल उपाय बताया था, संगत ते पंगत। अर्थात बिना किसी धर्म जाति नस्ल या रंग के भेदभाव के बिना एक पंगत यानी पंक्ति में बैठकर एक साथ भोजन यानी लंगर की शुरुआत की। इसके पीछे गुरुनानक जी का स्पष्ट संदेश था कि जितने भी संघर्ष हैं, युद्ध हैं, असुरक्षा और निराशा की भावना, गरीबी और अन्य सामाजिक बीमारियाँ हैं, इंसान इन पर तब तक विजय नहीं प्राप्त कर सकता जब तक कि वो अपने अहम का त्याग ना कर दे। उनका मानना था कि यह स्वयं मनुष्य के हाथ में है कि उसके हृदय में ईश्वर का वास हो या फिर उसके अहम का। इसलिए वे समझाते थे कि किस बात का घमंड? तुम्हारा कुछ नहीं है, खाली हाथ आए थे खाली हाथ जाओगे। कुछ करके जाओगे तो लोगों के दिलों में हमेशा जिंदा रहोगे। आज जब हम अपने आसपास समाज में भौतिकवाद में जकड़े लोंगो में वी आई पी संस्कृति और स्वार्थपूर्ण आचरण का बोलबाला देखते हैं तो गुरुनानक देव जी की यह बातें और उनकी एहमियत सहसा स्मरण हो उठती हैं।

लेकिन अपनी सीखों से विश्व इतिहास में पहली बार मानवता और सत्कर्मों को ही सबसे बड़ा धर्म बताकर सिख धर्म की नींव रखने वाले गुरुनानक देव जी ने समाज में एक और जो सबसे बड़े क्रांतिकारी बदलाव का आगाज़ किया, वो था स्त्रियों को बराबरी का दर्जा देना। 15 वीं शताब्दी वो दौर था जब चाहे इस्लाम हो चाहे ईसाईयत स्त्री को अपवित्र माना जाता था और हिन्दू धर्म में भले ही स्त्री को देवी का दर्जा प्राप्त था लेकिन ईश्वर की प्राप्ति के लिए व्यक्ति को साधु का जीवन व्यतीत करना पड़ता था, विवाहित जीवन और स्त्री से दूर रहना पड़ता था, गुरुनानक देव जी ने ना सिर्फ स्त्री को पुरूष के साथ समानता का दर्जा दिया बल्कि वैवाहिक जीवन को भी पवित्रता प्रदान की। अगर हमने गुरुनानक जी के संदेशों को गहराई से समझा होता और एक समाज के रूप में अपने आचरण में उतारा होता तो आज हमें महिला सशक्तिकरण और स्त्री मुक्ति जैसे शब्दों की बातें ही नहीं करनी पड़ती।

दरअसल गुरुनानक देव जी का आध्यात्म आडंबर युक्त नहीं आडंबर मुक्त है। इसलिए जब वे नौ वर्ष के थे और उनका जनेऊ संस्कार होना था, तो उन्होंने जनेऊ पहनने से साफ इंकार कर दिया था। उनका कहना था कि मनुष्य जब इस संसार को छोड़ कर जाएगा तो कपास से बना जनेऊ का यह धागा तो यहीं रह जाता है। मुझे जनेऊ पहनाना ही है तो वो जनेऊ पहनाओ जो मेरे साथ परलोक में भी जाए। जब उनसे पूछा गया कि ऐसा जनेऊ किस प्रकार का होता है, तो उन्होंने कहा,

 "दया कपाह संतोख सूत जत गंदी सत बट

  ऐह जनेऊ जीअ का हई तां पाडें घत" अर्थात

 इस जनेऊ को बनाने के लिए जब दया रूपी कपास, संतोष रूपी सूत, जत रूपी गांठ और सत रूपी बल का प्रयोग किया गया हो तो यह आत्मा का जनेऊ बन जाता है। यह जनेऊ पहन कर मनुष्य जब अच्छे काम करता है, सच्ची नेक कमाई करता है तो वह नीच जाति का होकर भी स्वर्ण जाति का बन जाता है।

ऐसे गुरुनानक देव जी की सीखें हर काल में प्रासंगिक रहेंगी।

= डॉ नीलम महेंद्र

Friday, November 27, 2020

Wednesday, October 7, 2020

Aum, Om, ઓમ

Friday, October 2, 2020

ચાલો તાવની સાચી સમજણ કેળવીએ

તાવ ક્યારેય જીવલેણ હોતો નથી એ તો સજાગ  રોગ પ્રતિકારક શક્તિનું પરિણામ છે.


આપણે સારવાર ઇન્ફેક્શનની કરવી જોઈએ તાવની નહીં


અકુદરતી રીતે તાવ ને ઉતારવાથી કેટલા ગેર ફાયદા થાય છે તેની સમજણ દરેક વ્યક્તિએ કેળવવી જોઈએ. 


જ્યારે વ્યક્તિના શરીરમાં તાવ આવે છે તો તે એક તંદુરસ્ત પ્રક્રિયા છે. એક સાદા ઉદાહરણથી આ બાબતને સમજવાની જરૂર છે આપણે જ્યારે ઘરમાં દૂધ લાવીએ છીએ તો સૌથી પહેલું કામ તેને ઉકાળવાનું કરીએ છીએ કારણ કે દૂધને ઉકળવા થી તે જંતુ રહિત થઇ જાય છે.આ જ રીતે આપણે પાણીને ઉકાળી એ તો તે પણ જંતુ રહિત થઇ જશે અહીં આપણે એ સમજવાની જરૂર છે તે તાવ શરીરમાં લાગેલા ઈન્ફેક્શનને દૂર કરવા માટેની એક તંદુરસ્ત પ્રક્રિયા છે. આપણા શરીરમાં જ્યારે ટેમ્પરેચર એક લેવલ ઉપર પહોંચે છે ત્યારે શરીર glutathione નામનો એન્ઝાઈમ બનાવે છે જે નું કામ શરીરમાંથી ઈન્ફેક્શનને દૂર કરવાનું છે શરીર દ્વારા ઉત્પન્ન થતું આટલું મહત્વનો enzyme જ્યારે તાવ ઉતારવાની એલોપેથિક દવાઓ આપવામાં આવે છે ત્યારે આ enzyme નષ્ટ પામે છે આનાથી દરદીને એની તકલીફમાં રાહત અનુભવાય છે પરંતુ સરવાળે તેના માટે કૃત્રિમ રીતે ઉતારેલો તાવ એક મોટી બીમારીને નોતરી શકે છે અને ઈન્ફેક્શનના અંદર ઉતરવા માટેની એક સગવડ કરી આપે છે તાવ એ શરીર માં ઇન્ફેકશન ઘૂસી ન જાય તેના માટેનું અતિશય જરૂરી અવરોધક છે શરીરમાં તાવ હશે તો ઇન્ફેક્શન અંદર નહીં પહોંચી શકે પણ કૃત્રિમ રીતે ઉતારેલો તાવ વિઘાતક થઈ શકે છે.


પરંતુ જ્યારે વ્યક્તિ ઇન્ફેક્શનમાં સપડાય છે ત્યારે તે ઇન્ફેક્શનને ધ્યાનમાં રાખવાની જગ્યાએ તાવને તકલીફનું બેરોમીટર બનાવી દે છે જ્યારે તાવ high grade થાય ક્યારે વ્યક્તિએ એમ સમજવાની જરૂર છે કે આ high grade fever ડેંગૂ જેવા ઇન્ફેક્શન ને રોકવા માટે જરૂરી છે. એક વખત તાવ ઉતારવાની એલોપેથીક દવાના ઉપયોગ વગર ટ્રીટ થયેલો ડેન્ગ્યુ પેશન્ટને આજીવન ડેન્ગ્યુ સામે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન કરી આપે છે. અને આ રીતે ટ્રીટ થયેલા પેશન્ટને ભવિષ્યમાં ડેન્ગ્યુનો તાવ ફરીથી થવાની શક્યતા રહેતી નથી. 


ચિકનગુનિયાના ઇન્ફેક્શન વખતે જે જે લોકોએ તાવ ઉતારવાની આડેધડ દવાઓ લીધી હતી તેના પરિણામ સ્વરૂપે તેમનો તાવ તો ઉતરી ગયો પણ ઇન્ફેક્શન ઊંડું ઉતરી જવાના કારણે ઘણા લોકોને કાયમી હાથ પગના દુખાવા રહી ગયા એટલે તાવ નામની આ તંદુરસ્ત પ્રણાલી ની સામે અકુદરતી ઉપચારો ટાળવા જોઈએ. આ સમયે દર્દીને પુષ્કળ પાણી પીવડાવીને રી હાઇડ્રેટ કરતા રહેવું જોઈએ. શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે તે આ પ્રકારના ઇન્ફેક્શન માટે અતિઆવશ્યક છે. પાણીના પોતા પણ મૂકી શકાય ખરા પણ નવશેકા પાણીના બરફના કે ઠંડા પાણીના નહીં. 


એક બાબતનું સંશોધન થવાની ખૂબ આવશ્યકતા એ છે કે જે લોકો ડેન્ગ્યુના, કોરોના ના કારણે કે ચિકકું ગુનિયા કારણે મૃત્યુ થયા છે તે લોકોએ તાવ ઉતારવાની દવા લીધી હતી કે નહીં તે વિશે એક સંશોધન થવું જોઈએ. અત્યાર સુધી એની કોઈપણ સ્પેસિફિક દવા એલોપથીમાં શોધાઇ નથી. તેમાં ફક્ત અને ફક્ત તાવ ઉતારવાની દવા આપવામાં આવે છે.


WHO ઇન્ડિયન હેલ્થ મિનિસ્ટ્રી તથા દિલ્હી ગવર્મેન્ટની વેબસાઈટ ઘણી બધી તાવ ઉતારવાની દવાઓ સામે લાલબત્તી ધરે છે તેમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ડેન્ગ્યુ થયો હોય તે લોકોએ બ્રુફેઁન આઇબુપ્રોફેન નાઈસ જેવી દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.


By Dr Prashant P Shah MD (Hom.)

Thursday, October 1, 2020

ગુજરાતનાં તમામ ST બસ સ્ટેશનનાં ફોન નંબરોનું લિસ્ટ

ગુજરાતનાં તમામ ST બસ સ્ટેશનનાં ફોન નંબરોનું લિસ્ટ
.....
અમદાવાદ (CBS) - 079 25463409
અમદાવાદ (CBS) - 079 25463382
અમદાવાદ (CBS) - 079 25463396
અમદાવાદ (બાપુનગર) - 079 22703883
અમદાવાદ (નહેરુનગર) - 9998953057
અમદાવાદ (રાણીપ) - 079 27526877
ચંડોલા (CBS) - 079 25460194
ચંડોલા (ક્રિષ્નાનગર) - 079 29293353
બરેજા - 02718 282221
સાણંદ - 02717 222049
વિરમગામ - 02733 273336
ધોળકા - 02714 221707
ધંધુકા - 02713 223045
બાવળા - 02714 232827
દહેગામ - 02716 232337
ગાંધીનગર - 079 23222842
સુરત (1) - 0261 2422006
સુરત (2) - 0261-2550772
બારડોલી - 02622 223733
બારડોલી (રેલ્વે સ્ટેશન) - 02622 220188
મહુવા - 02625 255740
વાલોદ - 02625 222056
માંડવી - 02623 221060
મઢી (માંડવી) - 02622 242079
કડોદ - 02622 246128
સોનગઢ - 02624 222057
વ્યારા - 02626 220092
ઓલપાડ - 02621 222034
કાઠોર (ઓલપાડ) - 02621 256234
અડાજણ - 0261 2268499
જૂનાગઢ - 02825 630303
વિસાવદર - 02873 222081
મેંદરડા - 02872 241330
પોરબંદર - 02862 240959
કુતિયાણા - 02804 261333
રાણાવાવ - 02801 230714
વેરાવળ - 02876 221666
સોમનાથ - 02876 221886
તલાલા - 02877 222352
ઉપલેટા - 02826 221449
ભાયાવદર - 02826 274480
કેશોદ - 02871 236016
માળીયા હાટીના - 02870 222238
વંથલી - 02872 222084
ધોરાજી - 02824 221845
જામકંડોરણા - 02824 271478
માંગરોળ - 02878 222093
માધવપુર - 02878 272446
બાંટવા - 02874 241444
માણાવદર - 02874 221555
જેતપુર - 02832 220116
ભેંસાણ - 02873 253442
પાલનપુર - 02742 252339
અંબાજી - 02749 262141
ડીસા - 02744 221600
સિદ્ધપુર - 02767 220314
થરાદ - 02737 222008
રાધનપુર - 02746 275388
દિયોદર - 02735 244453
ભાવનગર - 0278 2424147
સિહોર - 02846 222174
વલ્લભીપુર - 02841 222465
તળાજા - 02842 222054
મહુવા - 02844 222217
પાલીતાણા - 02848 252168
ગારીયાધાર - 02843 250055
ઢસા - 02847 233044
ગઢડા - 02847 253556
બોટાદ - 02849 251420
બરવાળા - 02711 237450
નડિયાદ (જૂનું સ્ટેન્ડ) - 0268 2566411
નડિયાદ (નવું સ્ટેન્ડ) - 0268 2568965
આણંદ - 02692 253293
બોરસદ - 02696 220028
વાસદ - 02692 274205
ખંભાત - 02698 220242
તારાપુર - 02698 255627
ડાકોર (જૂનું સ્ટેન્ડ) - 02699 244277
ડાકોર (નવું સ્ટેન્ડ) - 02699 245277
સેવલીયા - 02699 233316
ઉમરેઠ - 02692 276068
બાલાસિનોર - 02690 266026
વિરપુર - 02690 278156
ખેડા - 02694 222034
મેહમદાબાદ - 02694 244137
કપડવંજ - 02691 252816
કઠલાલ - 02691 243476
મહુધા - 0268 2572526
માતર - 02694 285536
પેટલાદ - 02697 224371
ધર્મજ - 02697 244245
સોજીત્રા - 02697 233255
અમરેલી - 02792 222158
બાબરા - 02791 222123
ચલાલા - 02797 251560
સાવરકુંડલા - 02845 222626
બગસરા - 02796 222061
ઉના - 02875 221600
ધારી - 02797 225040
રાજુલા - 02794 222070
કોડીનાર - 02795 221398
ભરૂચ - 02642 260609
ભરૂચ (GNFC) - 02642 232329
જંબુસર - 02644 220138
અંકલેશ્વર - 02646 247030
અંકલેશ્વર (GIDC) - 02646 223190
હાંસોટ - 02646 262052
ઝઘડિયા - 02645 220031
રાજપીપળા - 02640 220037
દેડિયાપાડા - 02649 235201
કેવડિયા - 02640 223201
વાગરા - 02641 225113
વડોદરા (CBS) - 0265 2794700
વડોદરા (CBS-A) - 0265 2793887
વડોદરા (મકરપુરા) - 0265 2643444
વડોદરા (પાણીગેટ) - 0265 2560367
વડોદરા (નિઝામપુરા) - 0265 2760660
વડોદરા (ઇન્ટર સીટી) - 0265 2222015
વડોદરા (કીર્તિ સ્તંભ) - 0265 2416990
વડોદરા (ભૂતડી ઝાંપા) - 0265 2416590
છોટાઉદેપુર - 02669 232054
બોડેલી - 02665 232054
સંખેડા - 02663 233483
પાદરા - 02662 222313
કરજણ - 02666 232064
ડભોઇ - 02663 256343
વાઘોડિયા (ડેપો મેનેજર) - 02668 262579
ભુજ - 02832 220002
નારાયણ સરોવર - 02839 266664
માંડવી - 02834 232544
મુન્દ્રા - 02838 222125
અંજાર - 02836 242692
ગાંધીધામ - 02836 220198
ભચાઉ - 02837 224049
રાપર - 02830 220002
નલિયા - 02831 222119
નખત્રાણા - 02835 222129
હિમ્મતનગર - 02772 241233
ઇડર - 02778 250091
મોડાસા - 02774 246239
મોડાસા (મેઘરાજ) - 02773 244481
મોડાસા (માલપુર) - 02773 223094
બાયડ - 02779 222041
બાયડ (ધનસુરા) - 02774 222044
વિજાપુર - 02763 220014
માણસા - 02763 270016
ખેડબ્રહ્મા - 02775 220074
ભિલોડા - 02771 232022
શામળાજી - 02771 240123
પ્રાંતિજ - 02770 230517
તાલોદ - 02770 220329
ગોધરા - 02672 241923
ગોધરા (વેજલપુર) - 02672 234655
દાહોદ - 02673 220043
લુણાવાડા - 02674 250001
લુણાવાડા (શેહરા) - 02670 226360
ઝાલોદ - 02679 224152
ઝાલોદ (લીંબાડી) - 02679 236160
સંતરામપુર - 02675 220029
હાલોલ - 02676 220422
પાવાગઢ - 02676 245646
બારીયા - 02678 220271
જામનગર - 0288 2550270
કાલાવાડ - 02894 222093
ખંભાળિયા - 02833 234772
દ્વારકા - 02892 234204
ઓખા - 02892 262104
ધ્રોલ - 02897 222030
જામજોધપુર - 02898 220098
ભાણવડ - 02896 232401
રાજકોટ (1) - 0281 2235025
રાજકોટ (2) - 0281-2235026
સુરેન્દ્રનગર - 0275 2221152
ગોંડલ - 02825 220096
વીરપુર - 02823 281540
લીંબડી - 02753 260083
સાયલા - 02855 280624
મોરબી - 02822 230701
જસદણ - 02821 220220
આટકોટ - 02821 288722
વાંકાનેર - 02828 220558
ધ્રાંગધ્રા - 02754 262854
હળવદ - 02758 261455
ચોટીલા - 02751 280313
મહેસાણા - 02762 251151
વિસનગર - 02765 231330
કડી - 02764 242716
બેચરાજી - 02734 286337
કલોલ - 02764 223113
વડનગર - 02761 222054
ચાણસ્મા - 02734 222060
ખેરાલુ - 02761 231027
હારીજ - 02733 222065
પાટણ - 02766 222222
ઊંઝા - 02767 253565
વલસાડ - 02732 244161
નવસારી - 02637 258976
બીલીમોરા - 02634 284414
ગણદેવી - 02634 262325
ચીખલી - 02634 232388
વાસંદા - 02630 222413
વાપી - 0260 2465731
વાપી (ઉમરગામ) - 0260 2562227
વાપી (સેલવાસ) - 0260 2642830
વાપી (નારગોલ) - 0260 2597230
ધરમપુર (ડેપો મેનેજર) - 02633 242023
આહવા - 02631 220030
સાપુતારા - 02631 237279

Thursday, August 13, 2020

કોવીડ વાયરસના ચેપને અટકાવવા અમદાવાદના યુવાને વિકસાવી ટૅકનૉલોજી

13:52 13/08/2020
સમગ્ર વિશ્વમાં કોવીડ મહામારીને નાથવા માટે સંશોધકો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના આદિત્ય અને દિલ્હીના યશે એક એવું સાધન વિકસાવ્યું છે કે જેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી વાયરસનું સંક્રમણ વધતું અટકાવી શકાય છે. ખાસ કરીને કોઈ પદાર્થની સપાટી પરથી ફેલાતું સંક્રમણ અટકાવવા આ સાધન મહત્વનું ચે.  મહત્વની વાત એ છે કે આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા બે યુવા સંશોધનકારોએ બે પ્રોડક્ટ વિકસાવી છે. અલ્ટ્રાલુપ (ઓ) એટલે કે અલ્ટ્રાલુપ ઓવન. જેના દ્વારા શાકભાજી, કરિયાણુ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને વાસણો માત્ર 45 સેકન્ડમાં જંતુમુક્ત થાય છે. અને અલ્ટ્રાલુપ (એક્સ). જેનો ઉપયોગ જાહેર સ્થળોએ કન્વેયર બેલ્ટમાં મુકાતી ચીજ-વસ્તુઓને જંતુમુક્ત કરવા માટે થઈ શકે છે.
આદિત્ય અને યશે એપ્રિલ મહિનામાં તેમના  અને અલ્ટ્રાલુપ (GUSEC) બ્રેકથ્રુ એક્સલરેટર કાર્યક્રમ હેઠળ તેની નોંધણી કરાવી છે. જે તે સમયે તેની પ્રોટોટાઈપ બનાવી ન હતી, પણ તેમણે માત્ર પંદર દિવસમાં જ પ્રોટોટાઈપ બનાવી નાખી છે.
આ સંશોધનના વિચારબીજ અંગે વાત કરતાં આદિત્ય કહે છે કે,'' જ્યારે તે અમેરિકાથી ભારત પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને આ વિચાર આવ્યો હતો. તેને લાગ્યું કે સંક્રમણને અટકાવવા માટે ટેકનોલોજીનો વધુ સારો ઉપયોગ કરવાની જરુર છે. આ ગડમથલમાંથી આ વિચાર જન્મ્યો.'' એમ તે ઉમેરે છે.  
આદિત્ય તેમના આ સંશોધનમાં ઉભા થયેલા પડકારો અંગે કહે છે કે, '' જ્યારે ભારતમાં લોકડાઉનનો અમલ ચાલુ હતો ત્યારે જરુરી સાધનો ન મળવાના કારણે પ્રોટોટાઈપ બનાવવાનું કામ મુશ્કેલ હતું, પરંતુ સતત મહેનતના કારણે આ કામ માત્ર પંદર દિવસમાં શક્ય બન્યું અને ત્યારબાદ તેને ISO, CISR-CISO અને CFના પ્રમાણપત્રો મળી ચૂક્યા છે.  
અલ્ટ્રાલુપ ઓવનની જેમ અલ્ટ્રાલુપ (એક્સ) એ તેમનું બીજું સંશોધન છે, જેનો ઉપયોગ જાહેર સ્થળોએ થઈ શકે છે. જેમ કે, એરપોર્ટ, રેલવે સ્ટેશન વગેરે. જાહેર સ્થળોએ વપરાતા કન્વેયર બેલ્ટમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
આ યુવાનોને તેમનો આ વિચાર અમલી બનાવવામાં ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ એન્ટરપ્રિન્યોર કાઉન્સિલ(GUJSEC)માંથી આ અંગે જરુરી તકનીકી માર્ગદર્શન અને માળખાગત સુવિધાઓની ઉપ્લબ્ધિઓને કારણે આ વિચારને વાસ્તવમાં અમલમાં મુકવાનું શક્ય બન્યું.
આ વિચારને અમલમાં મુકતા પહેલા તેમણે ઘણું સંશોધન કર્યું હતું. તેમાં તેમને જાણવા મળ્યું કે વર્ષ -2003માં સિવિયર એક્યૂટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ(SARS) વાયરસને નિયંત્રિત કરવામાં અને તાજેતરમાં ફેલાયેલા કોવીડ વાયરસને નિયંત્રિત કરવા માટે ચાઈનાએ તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.
આ બંને પ્રોડક્ટને બજારમાં મુકવા માટે ક્રાઉડ ફંડિંગ કેમ્પેઈનની મદદ લઈને સમાજમાં સસ્તા દરે સારી ટેકનોલોજીયુક્ત આ પ્રોડક્ટ લોકભોગ્ય બને તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમના આ સંશોધન અંગે ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ એન્ટરપ્રિન્યોર કાઉન્સિલ(GUJSEC)ના સી.ઈ.ઓ  રાહુલ ભાગચંદાની કહે છે કે, ''કોરોનાના સંક્રમણના કારણે એક પડકાર ઉભો થયો છે, તેની સામે તક પણ ઉભી થઈ છે. આ તકને યુવા સંશોધનકારોએ પરિણામલક્ષી બનાવતા બંને સંશોધનો શક્ય બન્યા છે.''    
ઉલ્લેખનીય છે કે GUJSEC દ્વારા આવા નવીન અને નૂતન આવિષ્કારો માટે યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. 

Friday, July 31, 2020

સવજીભાઈ પાસે 3000થી વધુ પુસ્તકોની અંગત લાઈબ્રેરી છે

16:41 31/07/2020

ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1974-75-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્કુલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુક્યું.

સવજીભાઈએ એ વખતે સંકલ્પ કર્યો કે મારે ભલે અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો પણ હું શાળાએ ગયા વગર પુસ્તકો વાંચીને આજીવન ભણતો રહીશ.  શરૂઆતમાં મુંબઇ અને ત્યારબાદ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું. સુરતમાં લાઈબેરીના સભ્ય બનવા માટે ગયા ત્યારે ફોર્મમાં બે પ્રતિષ્ઠિત વ્યક્તિના સહી સિક્કા કરાવી લાવવાનું કહ્યું. હીરા ઘસવાનું કામ કરનારને તો બીજું કોણ ઓળખતું હોય ! સવજીભાઈએ નક્કી કર્યું કે લાઈબ્રેરીના સભ્ય બનવાને બદલે આપણી પોતાની જ લાઈબ્રેરી બનાવીએ. 

ઓછામાં ઓછા ખર્ચથી ઘર ચલાવે અને જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પહેરવા માટેના કપડાં પણ નવા ખરીદવાના બદલે ગુજરી બજારમાંથી લઇ આવે અને એવી રીતે જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પોતે વાંચે અને બીજાને વાંચવા માટે આપે. આજે સવજીભાઈ પાસે 3000થી વધુ પુસ્તકોની અંગત લાઈબ્રેરી છે.

સવજીભાઈ હાલમાં ધોરાજીમાં રહે છે. આંખોની ઝાંખપને લીધે હીરા ઘસવાનું છૂટી ગયું અને અત્યારે મજૂરી કરીને જીવનનિર્વાહ કરે છે પણ પુસ્તકપ્રેમ ઓછો નથી થયો. પુસ્તકો રાખવા માટે સારી જગ્યા પણ નથી પતરા વાળા મકાનમાં જુના પતરાના ડબા, અનાજ ભરવાની કોઠી વગેરેમાં જુના બધા પુસ્તકો અને સમાયિકોને જીવની જેમ સાચવીને રાખે છે. આર્થિક સંકડામણને લીધે એકવખત જમવાનું છોડી શકે પણ પુસ્તક ખરીદવાનું ન છોડી શકે એવા સવજીભાઈ એમ કહે છે કે 'માણસ વાંચે એટલે વિચારે અને વિચારોથી જ સમાજમાં પરિવર્તન આવે.

2013માં જ્યારે સવજીભાઈના માતાનું અવસાન થયું ત્યારે ખેતીની મોસમ ચાલતી હતી એટલે કોઈ હેરાન ન થાય એવા ઈરાદાથી માતાના અંતિમ સંસ્કારમાં કોઈને બોલાવ્યા જ નહીં. ગામના નજીકના જે લોકો સ્મશાનમાં હાજર હતા એ બધાને હાથ જોડીને કહ્યું કે 'મારા બા જીવતા હતા ત્યારે દીકરા તરીકે મારાથી થાય એ બધી જ સેવા કરી છે એટલે એમની વિદાય પછી હવે બીજી કોઈ જ પ્રકારની વિધિઓ કરવી નથી અને કોઈનો સમય બગાડવો નથી.' મરણોત્તર વિધિઓ પાછળ થતો બિનજરૂરી ખર્ચ બંધ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો. પોતાની અંગત લાઈબ્રેરીને માતા જીવિબેન અને પિતા નાથાભાઇના નામ પરથી 'જીવનાથ પુસ્તકાલય' નામ આપીને માતા-પિતાને જ્ઞાનાંજલિ આપી.

ધોરાજીમાં સાવ સામાન્ય મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા આ જ્ઞાનપીપાસુ માણસ 'પુસ્તક તમારે દ્વાર' પ્રવૃત્તિ દ્વારા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર તમને ગમતાં પુસ્તક તમારી ઘરે આપી જાય અને પુસ્તક વાંચી લો એટલે ઘરે આવીને પરત લઇ જાય. બે દિકરામાંથી એક દીકરો મનોદિવ્યાંગ છે આમ છતાં સવજીભાઈ એમ કહે છે કે હું મારા નિજાનંદમાં રહુ છું અને દીકરો એના નિજાનંદમાં રહે છે.

પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આજીવન ભણતા રહેવાના સંકલ્પને વળગીને જ્ઞાનની પરબ ચલાવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.

સવજીભાઈનો સંપર્ક નંબર 9824003768. તેઓ સાદો ફોન વાપરે છે.