Wednesday, July 22, 2020

૬૮૦૦ વર્ષમાં એક વખત પસાર થતો નિયોઇઝ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવ્યો

11:49 22/07/2020:

દુર્લભ અવકાશી નજારો: ૬૮૦૦ વર્ષમાં એક વખત પસાર થતો નિયોઇઝ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવ્યો

ધૂમકેતુ પૃથ્વીની નજીક આવતાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોને મળતી તક :  ડો.પંકજ જોશી


કોવિડ ૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે એક દુલર્ભ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ નજીક આવ્યો છે,  જે ૬૮૦૦ વર્ષમાં એક વખત જ પસાર થતો હોય હાલમાં દુર્લભ અવકાશી નજારો સર્જાયો હોય લોકો રસપૂર્વક આકાશના અવલોકનો કરી રહ્યા છે. ત્યારે નિયોઇઝ ધૂમકેતુ સહિતના ધૂમકેતુ માટેના એસ્ટ્રોફિઝીક્સ અને રહસ્યો તથા કુદરતના અદ્દભૂત સર્જન વિશે બ્રહ્માંડ વિજ્ઞાની ડો.પંકજ જોશી દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. 
ધૂમકેતુ ક્યાંથી આવે છેતેને પૂંછડી જેવો ભાગ કેમ હોય છેકુદરતનું અદ્દભૂત સર્જન અને ધૂમકેતુ સાથે સંકળાયેલી માન્યતાઓ વિશે વાત કરતાં ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને બ્રહ્માંડ વિજ્ઞાની ડો.પંકજ જોશીએ જણાવ્યું કેધૂમકેતુ એ ૭૦થી ૧૦૦ કિમી જેટલો બરફધૂળ અને પથ્થરોનો બનેલો ગોળો છેજે સૂર્યમાળાની અંદર સૂર્યની નજીક પ્રવેશ કરે છે ત્યારે જેમ જેમ સૂર્યની નજીક જાય તેમ સોલાર રેડિયેશનને કારણે બરફ અને ગેસમાંથી જુદા જુદા ગેસીસ કન્વર્ટ થાય છે એમાંથી પૂંછડી જેવું રચાય છે. ધૂમકેતુનું ૭૦થી ૮૦ કિમી સુધીનું ન્યુક્લીયર્સ હોય છે પરંતુ જે પૂંછડી છે તે હજારો અને ઘણીવાર લાખો કિમી સુધી વધેલી હોય છે. આમ સૂર્યના વિકિરણોથી પૂંછડી રચાય છે. ધૂમકેતુની ભ્રમણકક્ષામાં પણ ધૂમકેતુ દૂરથી એકદમ નજીક આવે છે અને એકદમ દૂર ચાલ્યો જાય છે. ઘણા ધૂમકેતુને પાછા આવતાં હજારો વર્ષ નીકળી જાય છે. નિયોઇઝ ધૂમકેતુને પાછા આવતાં ૬૮૦૦ વર્ષ લાગે છે. જ્યારે હેલી ધૂમકેતુ ૭૫ વર્ષે સૂર્યમંડળની મુલાકાત લે છે. ધૂમકેતુનું વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ અને સમજવા જેવું છે. નાસા દ્વારા વર્ષ ૨૦૦૫માં ધૂમકેતુ પર મોટો આધાત કરીને રોબોટીક્સ અભ્યાસ કરવામાં આવ્યો હતો. હાલમાં નિયોઇઝ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ નજીક છેત્યારે અદ્દભૂત અવકાશી નજારો જોવાનો લ્હાવો મેળવવા સાથે વૈજ્ઞાનિક અભ્યાસ માટેની તક પણ સાંપડે છે. 

પૃથ્વી પર મહત્તમ પાણીના હિસ્સો ધૂમકેતુને કારણે હોવાની માન્યતા
ડો.પંકજ જોશીએ જણાવ્યું કેધૂમકેતુ મોટાભાગે બરફના બનેલા હોય છે. પૃથ્વીનો ઉદ્દભવ થયો ત્યારે ઘણા ધૂમકેતુ પૃથ્વીની નજીક આવી ગયેલા અને પૃથ્વી સાથે અથડાયેલા એના કારણે પૃથ્વી પર મોટા પ્રમાણમાં પાણીનો હિસ્સો હોવાની માન્યતા છે. સાથે સાથે, પૃથ્વી પર જીવનનો ઉદ્દભવ થયો એની પાછળ પણ ધૂમકેતુ હોવાની પણ માન્યતા છે. ધૂમકેતુમાં રહેલા ઓર્ગેનિક મોલેક્યુલસ ને કારણે જીવનની ઉત્પતિ થઇ હોવાનું માનવામાં આવે છે.  બ્રહ્માંડમાં અનેકવિધ રહસ્યો છુપાયેલા છે જેનો અભ્યાસ કરવાની જિજ્ઞાસા હોય છે. જેથી ધૂમકેતુ પૃથ્વીની નજીક આવે ત્યારે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની તક મળી રહે છે. 

No comments:

Post a Comment