જે લોકો સતત બીજાને ઉતારી પાડવાની ટેવ ધરાવતા હોય, જેમને એમ જ હોય કે હું એકલો ગ્રેટ અને બાકીના બધા તો વહેંતિયા છે એ લોકો વખત આવ્યે પોતાના આત્મ સન્માનને ગીરવે મૂકી દેતાં અચકાતાં નથી. કારણ કે એમને ખબર હોય છે કે અન્યથા એમની તથાકથિક મહાનતા છીનવાઈ જશે. તેઓ ખાનગીમાં સેલ્ફ એસ્ટીમ વેચીને જાહેરમાં બીજાઓને ઊતારી પાડવાનું ચાલુ રાખશે, જેથી પોતાનો ઈગો અખંડ રહે.
No comments:
Post a Comment