બીજાઓની 'હા'માં હા અને 'ના'માં ના પુરાવીને એમને વહાલા થઈને પોતાનું કામ કઢાવી લેવાની વૃત્તિ ધરાવનારા અનેક લોકોને તમે તમારી આસપાસ જોયા હશે. ક્યારેક આપણેપોતે આવું વર્તન કરી બેઠાં હોઈશું. આવી રીતે વર્તનારા લોકો કદીય પોતાની સેલ્ફ એસ્ટીમ જાળવી શકતા નથી. કારણ કે, સેલ્ફ એસ્ટીમ જાળવવા માટે તમારે કશાકનો ભોગ આપવો પડતો હોય છે, કશુંક જતું કરવું પડતું હોય છે. જો તમે તમારા સ્વાર્થની કોઈ વાત જતી કરવા ન માગતા હો તો તમારે આત્મ સન્માનને નેવે મૂકીને બીજાના ઓશિયાળા બની જવું પડે એ સ્વાભાવિક છે.
No comments:
Post a Comment