''મફતમાં પણ ' નેનો' નથી જોઈતી''
By ENN,
અમદાવાદ,
ટાટા કંપનીની આમ આદમીની કાર'નેનો' ના બુકિંગ બાદ જે વ્યક્તિઓને લોટરીમાં ન લાગી તેઓ હતાશ અને નિરાશ થયા, પણ બોપલ વિસ્તારમાં રહેતા વેપારી 54 વર્ષીય રવીન્દ્ર ભગતને 'નેનો' લોટરીમાં લાગી, પણ તેઓ નિરાશ અને હતાશ થયા છે. ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ 'નેનો' વિશે રવીન્દ્ર ભગત કહે છે ''પાર્કિંગમાં પાર્ક કરેલી નેનો ભડભડ સળગી ઊઠી. કંપનીએ સસ્તી કાર બનાવવા માટે સિક્યોરિટી ફિચર સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું છે. ત્યારે હવે નેનો ન જોઈએ. કોઈ પણ કિંમતે નેનો જોઈતી નથી.'' પોતાના મકાન આગળ પાર્ક કરેલી નેનો કાર (જીજે-1-કેએ-4648) રવિવારે અચાનક સળગી ઉઠી હતી. રવીન્દ્ર ભગતે એસ.જી. હાઈવે પર આવેલા ટાટાના ડીલર 'કાર્ગો મોટર્સ' પાસે પોલીસ ફરિયાદ નોંધાવી પાંચ લાખ રૂપયાના વળતરની માગણી કરી છે.
રવીન્દ્ર ભગતને મે-2009ના રોજ નેનો લોટરીમાં લાગી. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 2009ના રોજ નેનોની ડિલિવરી લેનાર શહેરની થોડી વ્યક્તિઓમાંના એક હતા, પણ બે દિવસ પહેલાં રવિવારના રોજ રવીન્દ્રભાઈ ભગત પોતાની પત્ની સાથે ભાઈને ત્યાં શ્રાદ્ધનું જમવા ગયા હતા ત્યારે તેમના ઘર આગળ પાર્ક કરેલી નેનો અચાનક સળગી ઊઠવાના સમાચાર તેમના પાડોશીઓ દ્વારા મળ્યા . તેઓ સમાચાર મળતાની સાથે ચોંકી ઈઠ્યા હતા. પડોશીઓ દ્વારા નેનોના કાચ તોડી પાણી દ્વારા આગ કાબૂમાં કરી. છેલ્લા 25 વર્ષથી કાર ડ્રાઈવ કરતાં રવીનદ્રભાઈને પહેલી વાર ડ્રાઈવ કરવાથી ડર લાગ્યો. રવિવારે થયેલા 'નેનો અકસ્માત' ના કારણે તેમણે છેલ્લા બે દિવસથી માનસિક અસ્વસ્થ થયા છે ત્યારે નેનોની સુરક્ષા નથી તેવું લાગે છે. રવીન્દ્ર ભગતે જણાવ્યું કે, ''કંપનીના લોકોને ફોન કર્યો પણ તેઓ ગાડી કંપનીમાં લઈ જઈ તેના બદલામાં નવી કાર આપવાનું કહે છે, પણ મેં ના કહેતાં તેઓ ગાડી જોવા પણ આવ્યા નથી ત્યારે મોટી હોનારત ટાળી, હવે નેનો જોઈતી નથી.''
રવીન્દ્રભાઈ ભગતે જણાવ્યું કે, ''નેનો કારની ડિલિવરી 1.25 લાખ રૂપિયા ભરી લીધી હતી, પણ નેનો કારના સળગવાની ઘટના બાદ હવે વળતર માટે ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 25 વર્ષથી વિવિધ ગાડી ચલાવું છું પણ ગાડી પાર્કિંગમાં પડેલી સળગી ઊઠી તે પ્રથમ વાર જોયું. નેનોની સુરક્ષા પર વિશ્વાસ નથી. પાર્કિંગમાં પડેલી ગાડી સળગી ત્યારે નેનોમાં પેટ્રોલ ટેન્ક પણ આગળની સાઈડ છે ત્યારે મોટી હોનારત ટળી ગઈ. હવે નેનો માટે નો.....'' આ ઘટનાની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈએ જણાવ્યું કે, 'એફએસએલના અધિકારીઓ ગાડીમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ-સર્કિટની શક્યતા છે, પણ ચોક્કસ કારણ શોધવા નેનો કંપનીના એન્જિયરની મદદ લેવાશે.''
કોર્ગો મોટર્સના જનરલ મેનેજર ભાર્ગવ મહેતાએ જણાવ્યું કે,''ગાડી જ્યાં સુધી વર્કશોપમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કારણ વિશે કહી શકાય નહીં અને નેનોના માલિક દ્વારા વળતર માગવામાં આવ્યું તેની ખબર નથી. વર્કશોપમાં ગાડી આવ્યા બાદ ક્યાં કારણે આગ લાગી? તે જાણી શકાય.''
Friday, September 18, 2009
વાયબ્રન્ટ નવરાત્રિ 2009 એક અબજનો બિઝનેસ
અમદાવાદમાં ધમધોકાર તૈયારીઃ આયોજનમાં ઉદ્યોગગૃહોને સાંકળી લેવાયાઃ ઢોલી તારો ઢોલ ગીતની રમઝટ જામશે
By ENN,
ગાંધીનગર,
ગુજરાતને આતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન રાજય બનાવવા માટે સરકાર વાયબ્રન્ટ નવરાત્રિનો મહોત્સવ યોજે છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષથી નવરાત્રિને વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે પ્રમોટ કરીને સરકાર પ્રવાસનને ઉતેજન આપી રહી છે. કૃષિ અને બાંધકામક્ષેત્ર જે રોજગારી આપે છે. તેનાથી અનેક ઘણી રોજગારી પ્રવાસનક્ષેત્ર આપે છે.
નવરાત્રિ જેવા આતિથ્ય ઉદ્યોગને ઔધોગિક એકમો સાથે સાંકળવાની તેની મહત્તા અનેકગણી વધી ગઈ છે. આ મહોત્સવને અંકે કરી લેવા માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને પ્રવાસન નિગમે ભારે કવાયત હાથ ધરી છે.ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નવરાત્રિ ફેસ્ટીવલ સેસાયટી (GINFS)નો સાથ સહયોગ લઈને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2009ની તૈયારીઓ ધમધમાટ શરુ કરી દીધી છે. આ મહોત્સવ પાછળ રૂ.12 કરોડ઼નો ખર્ચ થશે જ્યારે વિવિધ સેક્ટરને રૂ.100 કરોડ઼નો બિઝનેસ થવાની ધારણા છે.
પ્રવાસન નિગમના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતુ કે, આ મહોત્સવનું તમામ આયોજન રાજ્ય સરકાર હસ્તક છે. જો કે આ વખતે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં ઉદ્યોગગૃહોને સાંકળી લેવામાં આવ્યાં છે. GINFSએ આ મહોત્સવ માટે નાણાકીય સહાય કરી છે. ગત વર્ષે નવરાત્રિ મહોત્સવ પાછળ રૂ.10 કરોડ઼નો ખર્ચ થયો હતો આ વર્ષે તેમાં વધારો થાય તેમ છે અને ખર્ચનો અંદાજ 12 કરોડ઼ મુકવામાં આવ્યો છે. આ વખતે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં કોઈ કચ્ચાસ બાકી રાખવામાં આવશે નહીં. આ વખતે નવી થીમ 'શક્તિની સપ્તધારા' ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જે અનુસાર અંબાજી, બહુચરાજી, ચોટીલા અને પાવાગઢ જેવી શક્તિપીઠની પ્રતિકૃતિ મુકવામાં આવશે. એટલું જ નહીં કૃષ્ણની દ્વારકા, રણછોડજીનું ડાકોર અને વિષ્ણુ અવતારનું શામળાજી તેમજ સોમનાથ અને નાગેશ્વર જેવા બાર જ્યોતિર્લિંગોમાંના બે જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ પણ વિવિધ થીમ સ્વરૂપે મહોત્સવમાં રજૂ કરાશે. આ ઉપરાંત ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારાને પણ અંકે કરવાનું આયોજન છે. અમદાવાદથી મુંબઈ જતાં રસ્તામાં આવતાં આ રળિયામણા ગિરિમથકને કઈ રીતે વિકસાવવામાં આવશે તેનું મોડલ આ મહોત્સવમાં મુકવામાં આવશે. નવરાત્રિ મહોત્સવ-2009 ના ઉદ્-ઘાટન કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, મણિપુર, મથુરા, ગોવા સહિતના વિવિધ રાજ્યોમાં 700થી વધુ કલાકારો ગરબા અને ઓડીસી, કુચીપુડી, ભરતનાટ્યમ, મોહિનીઅટ્ટમ, કથકલી જેવા પરંપરાગત નૃત્ય દ્વારા શક્તિ આરાધના કરશે. આ ઉપરાંત ગોવાનું સમસી નૃત્ય પણ રજૂ થશે જાણીતી હિન્દી ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' ના ખૂબ જાણીતા ગીત 'ઢોલી તારો ઢોલ વાગે' ના કોરિયોગ્રાફર સમીર તન્નાની કોરિયોગ્રાફી હેઠળ ગરબા અને દેશના પારંપરિક નૃત્યોને સાંકળી લેતો ફ્યુઝન કાર્યક્રમ યોજાશે.
ગુજરાતી ફિલ્મોમાં ગીતા દત્ત, લતા મંગેશકર, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર સહિતનાએ યાદગાર ગરબા ગુંજાવ્યા છે
નીતિન મૂકેશ, સુરેશ વાડકર, સોનૂ નિગમ, રૂપકુમાર રાઠોડ, સાધના સરગમે પણ ઓડિયો આલ્બમોમાં ગરબાની રમઝટ બોલાવી છે 'હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે... એની તાલી પડે છે ત્રિલોકમાં રે....'
By ENN,
હો રંગ રસિયા કયાં રમી આવ્યા રાસ જો.... આ ગરબો ગુજરાતીઓની જીભે ન હોય એવું ન બને. મીઠો મધુરો લાગતો આ ગરબો કોણે ગાયો હશે? ગૅસ કરો.... મેળ પડી ગયો ? ન પડ્યો હોય તો જાણી લ્યો કે 1976માં બનેલી ગુજરાતી ફિલ્મ 'ભાદર તારા વહેતા પાણી'માં મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરે આ ગરબો ગાયો છે! ગુજરાતના ગરબા અત્યારે વિદેશોમાં ગૂંજે છે તેમાં આવા દિગ્ગજ ગાયકોના મોટો ફાળો છે અને આ ગાયકોને ગરબા ગાતા કરનાર સંગીતકાર અવિનાશ વ્યાસનો તો સિંહ, વાઘ, હાથી ફાળો છે!
જે સમયે ગુજરાતી ફિલ્મોના સિતારા ચમકવા શરૂ થયા હતા એ સમયે 1949માં ગુજરાતી ફિલ્મ આવેલી 'મંગળફેરા'. એમાં ગીતા દત્તે 'તાલીઓના તાલે' ગરબો ગાઈને ભારે લોકપ્રિય.તા મેળવી હતી. એ પછી પણ ગીતા દત્તે ઘણાં ગરબા ગાયા. 1948ની ફિલ્મ 'ગુણ સુંદરી'માં 'આજ મારી નણંદીએ...', 'જી રે ભવાની મા...' ગીતા દત્ત એ સમયે દત્ત નહોતા ત્યારે ગીતા રૉયના નામથી એ ગરબા ગાતા! વિશ્વંભરી સ્તુતિ, આરતી અને ગરબામાં અત્યારે જેનું મોટું નામ છે તેવા પ્રફુલ્લ દવેએ આશા ભોંસલે સાથે ગુજરાતી ફિલ્મ 'અમરસિંઘ' માં ગાયેલો ગરબો 'રંગ લાગ્યો ચૂનરીએ....' ઉપર શોખીનો આજેય ઝૂમી ઉઠે છે.
ગણપતિની સ્તુતિ અને હવે હનુમાન ચાલીસા ગાનાર ભારત રત્ન ગાયિકા લત્તા મંગેશકરે પણ ગુજરાતી ગરબા લહેકા સાથે ગાયા છે. લત્તાજીએ મહંમદ રફી સાથે 1960ની ગુજરાતી ફિલ્મ 'મહેંદી રંગ લાગ્યો' માં ગરબા ઢાળનું ગીત ગાયેલું 'નયન ચકચૂર છે'.... આ ગીત પણ એટલું જ લોકજીભે ચડી ગયેલું. હિન્દી સીનેજગતમાં જેનો ડંકો વાગતો, વાગે છે તેવા ગાયિકા આશા ભોંસલેએ સૌથી વધારે ગુજરાતી ગરબા ગાયા છે. 'ગુલાલ વહુ ગરબે રમવા જાઈએ..', 'સોના વાટકડી રે...', 'હે રંગલો જામ્યો..', 'ઘોર અંધારી રે, રાતલડીમાં....' આશા ભોંસલેની જેમ ઉષા મંગેશકરે પણ ગુજરાતી ગરબા ઘણા ગાયા છે. પણ તેની નોંધ જોઈએ તેટલી લેવાઈ નથી. એવું જ સુમન કલ્યાણપુરના કિસ્સામાં થયું છે. એમણે પણ ઘણાં ગુજરાતી ગરબા લલકાર્યા છે પણ ગરબો સાંભળીને કોઈ યાદ નથી કરતું કે, આ ગરબો સુમન કલ્યાણપુરે ગાયો છે!
'હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે...' આ ગરબો 'મહેંદી રંગ લાગ્યો' માં ઉષા મંગેશકરે ગાયો છે. 'ખમ્મા મારા વીરા' ફિલ્મમાં 'પૂનમની પ્યારી રાત....' ગરબો પણ ઉષાએ જ ગાયો છે. જો કે તેમની સાથે કેશવ રાઠોડે પણ સ્વર આપ્યો છે. જ્યારે જ્યારે શરદ પૂનમના ગરબા ગવાય ત્યારે પહેલાં 'પૂનમની પ્યારી રાત....' પહેલાં ગવાય છે. સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂરનો ગરબો 'ઝૂલણ મોરલી વાગી રે....' છેક 1975થી ગવાતો આવે છે. માંડલિક ફિલ્મમાં આ ગરબો ગવાયો હતો.
અત્યારની વાત કરીએ તો સુરેશ વાડકર, નિતીન મુકેશ, સોનૂનિગમ, રૂપકુમાર રાઠોડ, શાન, શંકર મહાદેવન જેવા ગાયકોના ઓડિયો આલ્બમ માર્કેટમાં ઘૂમ મચાવે છે. અલબત. પહેલાનાં જે પ્રાચીન ઢાળ અને સયના ગરબા હતા એવા હવેના આલ્બમમાં સાંભળવા મળતા નથી. ફિલ્મી ટ્યૂન પરના રિમીક્સ ગરબાનો ટ્રેન્ડ વધારે છે. પણ મૂળ ઢાળ જેવી મીઠાસ એમાં નથી. ગુજરાતી ગરબા મુળ ઢોળવાળા ગરબાને તાલી ગરબાને હાઈટ આપી સંગીતકાર અવિનાશ વ્યાસે. એમણે પાંચ દાયકા પહેલાં કંપોઝ કરેલા ગરબા આજે પણ ગવાય છે, સંભળાય છે.
ગુજરાતના ગાંધીધામ શહેરમાં કોઈની પણ પાસે પોતાનું મકાન કે જમીન નથી
By ENN,
ગાંધીધામ,
1947માં દેશને આઝાદી મળ્યા બાદ દેશના વિકાસ અર્થે કચ્છમાં આવેલા કંડલા બંદરને વિશેષ દરજ્જો આપી કંડલાપોર્ટ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદીના 62 વર્ષ પછી પણ કંડલા ગાંધીધામ જેવા ચાર લાખની વસ્તી ધરાવતા શહેરના નાગરિકો પાસે પોતાની જમીન કે મકાન પોતાના નામ ઉપર નથી ગાંધીધામ જ એવું એક માત્ર શહેર છે કે જ્યાં જમીન કે મકાન લેવા માટે લીઝ એગ્રીમેન્ટ કરવામાં આવે છે.
આ શહેરની નજીકમાં આવેલાં કંડલાપોર્ટ સાથે સેકળાયેલા અને આઝાદી બાદ પાકિસ્તાનથી આવેલા રેફ્યુજી લાખોની સંખ્યામાં વસે છે. આ લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે, જમીન કે મકાન લેવા માટે લોન મળી શકતી નથી. અને જો લોન લેવી હોય તો કંડલા પોર્ટ ટ્રસ્ટનું નોન ઓબ્જેકશન સર્ટીફીકેટ (એનઓસી) લેવુ પડે છે. અને એનઓસીના બદલામાં કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા એક ટકા લેખે કમીશન ફી વસુલવામાં આવે છે. ઉપરાંત લીઝ એગ્રીમેન્ટનો સમય પુરો થતો ફરીથી રીન્યુ કરાવવા માટે પણ મોટી પ્રોસીજર કરવી પડતી હોય છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતાઓમાં પોતાનું મહત્વ સાબિત કરવા જોરદાર હરિફાઈ જામી છે
By ENN,
અમદાવાદ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવક્તાઓ વચ્ચે હાલ પોતાનું મહત્વ સાબિત કરવાની છૂપી હોડ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસી પ્રવક્તાઓ હાલ અસ્તિત્વની લડાઈ લડી રહ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ કોંગ્રેસમાં કુલ છ પ્રવક્તા છે. ચાર નિયમિત કાર્યાલય પર આવે છે. જ્યારે બાકીના બે પ્રવક્તા પ્રસંગોપાત કાર્યાલયની મુલાકાતે આવતાં હોવાનું જાણવા મળ્યું છે. કાર્યાલયનાં સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ કાર્યાલય ઉપર કાર્યકરો હોય કે નહીં, નેતાઓ હોય કે નહીં પરંતુ પ્રવક્તાઓની ભીડ દરરોજ જામેલી જ રહે છે. કોંગ્રેસના પ્રવક્તાઓમાં આ લડાઈ નવા પ્રવક્તા અને મીડિયા કો-ઓર્ડિનેટરની હાલમાં થયેલી નિમણુક બાદ શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૂળ કોંગ્રેસી કાર્યકર નથી તેવા આ મીડિયા કો-ઓર્ડિનેટર પ્રવક્તાની પણ કામગીરી કરતાં હોઈ અન્ય પ્રવક્તાઓમાં નારાજગી હોવાનું જણાઈ રહ્યું છે.
હાલમાં જ પ્રવક્તા બનેલા એક અગ્રણી જોકે બધો તાલ શાંતિથી જોઈ રહ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે, તેઓ હજી આ બાબતો સમજી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકારણમાં જેમ વર્ષોથી ખુરશીની લડાઈ ચાલી આવી છે તેમ કોંગ્રેસના પ્રવક્તાઓની ખેંચતાણ પણ દરરોજ ખુરશીથી શરૂ થાય છે. કાર્યાલયમાં પ્રવકતાને અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય બે ખુરશી છે જે પહેલા આવે તે ખુરશી પર બેસી જાય અને બાદમાં આવેલા પ્રવક્તાઓએ અનેય સામાન્ય ખુરશીમાં બેસવું પડે છે તેમી નજર તો પેલી બેમાંથી એક ખુરશી ખાલી ક્યારે થાય તેના પર રહે છે. જ્વી ખુરશી ખાલી પડે કે બીજા પ્રવક્તા તેમાં બેસી જાય છે. ઉપરાંત જો બીજાનું ધ્યાન ન હોય તો અન્ય ખુરશી બેઠેલા પ્રવક્તા ધીમેથી સાથી પ્રવક્તાનું ધ્યાન ખેંચતા કહેતા હોય છે કે જલદી બેસી જાય નહીં તો પ્રવક્તાસાહેબ પાછા જમાવી દેશે.
સૂત્રોના કહેવા પ્રમાણે હમણાં થોડા દિવસ પહેલા ચાર પ્રવક્તા એકઠા થઈ જતાં તેઓમાં એવી ચર્ચા થઈ હતી કે હવે ખુરશી નહીં પરંતુ કોમન સોફો મુકવાની જરૂર છે. અખબારોમાં મોકલવામાં આવતી પ્રેસનોટમાં નામ લખવાની બાબતે પણ આ પ્રવક્તાઓમાં હુંસાતુંસી ચાલતી હોવાનું ચર્ચાય છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘણીવાર પ્રેસનોટમાં નામ લખવાની લડાઈ એટલી હદે વ્યાપી જાય છે કે દરેક પ્રવક્તા અલગ-અલગ પ્રેસનોટ બનાવી પોતાનું નામ લખાવે છે. આમ ઘણી વખત અખબારોને એક જ બાબત પર એકથી વધુ પ્રેસનોટ કોંગ્રેસ કાર્યાલય પરથી મોકલવામાં આવે છે. ઘણી વખત મીડિયામાંથી પ્રેસેનોટમાં લખાયેલી વિગત વિશે વધારે પૂછવામાં આવે તો હાજર પ્રવક્તા એવો જવાબ આપે છે કે, ''પ્રેસનોટની નાચે જુઓ કોનું નામ છે? તેને જ ખબર હોય અમને તે બાબતની જાણ નથી.'' ઉપરાંત એવો જવાબ પણ આપે છે કે, ''મને તો હજુ તે પ્રેસનોટ પણ મળી નથી.''
પ્રવક્તાઓ કાર્યાલયમાં નવરાશની પળોમાં એકબીજાને અજ્ઞાન કે બિનઅનુભવી દર્શાવવાની તક પણ ચુકતા નથી. સીધી કે આડકતરી રીતે તેઓ એકબીજા પર વ્યંગ કરતા હોય છે. આ બાબતે કાર્યાલયના સૂત્રોએ કહ્યું કે, ''નવરાશની પળોમાં ભૂતકાળને વાગોળી કોની સાથે હતા? પોતે કોને કોને મળેલા છે? વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવતી હોય છે.'' સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ ભૂતકાળની ઘટના વિશે પૂછે તો હાજર રહેલા પ્રવક્તા તે ઘટનાની માહિતી આપ્યા બાદ અન્ય પ્રવક્તાનું નામ આપીને તેને પુછવાનું પણ કહે છે. '' તમે એમને પણ પૂછો તો ખરા તે કેટલું જાણે છે? તેની તમનેય ખબર પડે.''
નિમણૂક પામેલા પ્રવક્તા ઓછા પડતા હોય તેમ એક મહામંત્રી કક્ષાના કાર્યકર પણ પોતાની જાતને અવારનવાર પ્રવક્તા તરીકે પ્રોજેક્ટ કરતા રહે છે. મળતી માહિતી પ્રમાણે તેઓ હંમેશાં ટીવીમાં દેખાતા આતુર હોય છે. પરિણામે ઘણા લોકોને તે પ્રવક્તા સુધી પહોંચવા પણ દેતા નથી. તેમના વિશે એક પ્રવક્તાએ કહ્યું કે, ''આ ભાઈને હવે કદાચ ઈલેક્શન લડવા નહીં મળે એટલે પ્રવક્તા બનવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.''
કોંગ્રેસના પ્રવક્તાઓ
1. જયંતીલાલ પરમાર
2. હિમાશું વ્યાસ
3. મનીશ દોશી
4. આશિફા ખાન
5. જયરાજસિંહ પરમાર
6. જયસુખભાઈ શાહ (મીડિયા કો.ઓડિનેટર)
By ENN,
નવરાત્રિમાં બે-ઘડી જોતાં જ રહીએ, આંખને ખેંચતા આકર્ષક વસ્ત્રોનું પણ સૌંદર્ય હોય છે. આવા વસ્ત્રો તૈયાર કરવા પાછળ ખૂબ જહેમત લેવાય છે, તે ખર્ચાળ હોય છે. ગાંધીનગરના જાણીતા ખેલૈયા ભાવિન પટેલે, આ વર્ષે નવરાત્રિ માટે 28 હજાર કિંમતનો ખાસ પ્રકારનો ડ્રેસ તૈયાર કર્યો છે. ગયા વર્ષે ભાવિને 12 હજારનો ડ્રેસ પહેર્યો હતો. ગાંધીનગરમાં નવરાત્રિમાં ચાર-પાંચ હજારનો ડ્રેસ પહેરીને ગરબે ઘુમતા સેંકડો ખેલૈયાઓ મળી આવે પણ આટલો મોંઘો ડ્રેસ પહેલીવાર ભાવિન પટેલે તૈયાર કરાવ્યો છે. હવે કેટલાક ખૂબ જ સારા ખેલૈયાઓ દસ-બાર હજારના ડ્રેસ પહેરે છે. સામાન્ય રીતે આવા મોંઘા ડ્રેસીસ છેલ્લા દિવસે મેગાફાઈનલ સ્પર્ધામાં જોવા મળતા હોય છે. પણ નવેદિવસ બે થી પાંચ હજારના ડ્રેસીસ પહેરીને ખેલૈયાઓ ઘમતા હોય છે. પનઘટ સંસ્થાના સંચાલક અને જાણીતા ખેલૈયા ભાવિન પટેલ આટલો મોંઘો ડ્રેસ બનાવનાર ગાંધીનગરના પહેલા ખેલૈયા હશે. તેઓ કહે છે કે, ગયા વર્ષે 12 હજારનો ડ્રેસ હતો આ વર્ષે ઓરીજનલ કચ્છી મટીરીયલથી નવો ડ્રેસ બનાવડાવ્યો છે. મૂળ કન્સેપ્ટ મારો છે. તેની ડીઝાઈનમાં અમદાવાદના ડીઝાઈનરની મદદ લીધી છે. કચ્છનું ભરત છે. કચ્છના પેચીસ છે. કચ્છી ભરત મોંઘુ હોય છે. કુલ પાંચ વસ્ત્રો હોય છે. પગે પહેરવાનો ચોઈણો, તેના ઉપર પહેરવાનું અંગરખું, ઉપરના ભાગે પહેરવાનું કેડીયું અને માથાના ભાગે પાઘડી. આખા ડ્રેસનું વજન છે 15 કિલો. આમ તો આટલા વજનદાર ડ્રેસ પહેરીને ઘુમવામાં પણ થોડી મુશ્કેલી પડે છે. કારણ કે, આ વજનદાર ડ્રેસ ઉપર વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ આવે છે. ડાર્ક બ્લુ કેડીયું છે. અને લાલ અંગરખું છે. એકદમ ઘેરી પીળા રંગનું ભરત છે. આ ડ્રેસમાં યાગ્ય પ્રકારના પેચીસ ગોઠવવા અઘરુ કામ છે. તેમાં ખાસ્સો સમય લાગે છે. ઓરીજનલ કચ્છી ભરતના પેચીસ મોઘા પડે છે. આખા વસ્ત્રમાં પેચીસની કિંમત વધુ છે તે એક સરખા રંગના મળવા મુશ્કેલ છે. સાદા ભરતના ડ્રેસીઝની કિંમત ખૂબ નથી હોતી. પણ ખાસ પ્રકારે કરાવાતા કચ્છી ભરતની કિંમત ઉંચી જાય છે.
ભાવિન કહે છે કે, યુવતીઓ માટેના વણકેટલાક ભારે ડ્રેસીઝ તેની કિંમત ચાર-પાંચ હજાર થવા જોઈએ . ગયા વર્ષે કલ્ચરલ ફોરમની ફાઈનલમાં 25 ખેલૈયાઓ એવા હતા, જેમણે મોઘા ડ્રેસ પહેર્યા હતા. તેમાંથી 15 ખેલૈયા તો ગાંધીનગરના હતા. ભાવિન પટેલ છેલ્લા 15 વર્ષથી આ પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. તેમનો શોખ પણ છે. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારથી ગરબે ઘુમે છે. આ શોખ પિતા પાસેથી વારસામાં મળ્યો છે.
Tuesday, September 15, 2009
દોઢિયું, પોપટીયુ, હિચ, પાંચયુ જેવી સ્ટાઈલો સાથે વેસ્ટ્રર્ન સ્ટાઈલ મીક્સ કરી ખેલૈયાઓએ નવી સ્ટાઈલો વિકસાવી
અમદાવાદ,
બે-ત્રણ તાલીના ગરબાની ફેશન તો ક્યારનીય જુની પુરાણી થઈ ગઈ. દોઢિયુ, પોપટીયુ, પાંચયુ જેવી ગરબા સ્ટાઈલ પણ હવે બધા જ શીખી ગયા છે. આ વર્ષે કંઈક નોખું કંઈક અનોખી કરવા માંગતા ખેલૈયાઓએ દોઢીયું, પોપટીયું, પાંચેય સ્ટાઈલની સાથે વેસ્ટ્રર્ન સ્ટાઈલ મીક્સ કરી ક્રિષ્ના, મોરપીંછ, જલતરંગ, રંગીલો જેવી આધુનીક સ્ટાઈલ વિકસાવી છે. ગ્રુપમાં થતી આ સ્ટાઈલ ગરબા ગ્રાઉન્ડ પર અનોખુ આકર્ષણ ઉભુ કરે છે.
ઘર આંગણે ખુલ્લા મેદાનમાં થતા શેરી ગરબામાં એકાદ-બે કતારમાં થતા બે-ત્રણ તાલીના ગરબા હવે ખુબ ઓછા ગવાય છે. પાર્ટીપ્લોટમાં થતા નવરાત્રી મહોત્સવે ગરબાની અલગ અલગ સ્ટાઈલો વિકસાવવાનો અવસર આપ્યો છે. ગુજરાત સૌરાષ્ટ્રના ગામડાઓમાં થતી કઠીન પરંતુ પરંપરાગત સ્ટાઈલો જેવી કે, દોઢિયું, પાંચીયુ, પોપટીયું, હુડો, હિંચ હવે પાર્ટીપ્લોટમાં થતા નવરાત્રી મહોત્સવમાં યુવક-યુવતીઓ કરતા હોય છે. જેમને આ સ્ટાઈલો આવડતી નથી તેઓ ક્લાસીસ જોઈન્ટ કરી તે શીખી લે છે. હવે તો બાળકો અને કિશોરો પણ ખુબ સહજતાથી -સરળતાથી તે શીખી લે છે. વિવિધ પ્રાઈઝ પણ જીતી લાવે છે. ગુજરાતના વિવિધ શહેરોમાં થતી ગરબા સ્ટાઈલ અલગ અલગ હોય છે. મુંબઈમાં ડિસ્કો ડાંડિયા લોકપ્રિય છે તેમ બરોડા સ્ટાઈલ, ભાવનગરી સ્ટાઈલ અને અમદાવાદી સ્ટાઈલના ગરબા જે તે પ્રદેશમાં લોકપ્રિય થાય છે. પાર્ટીપ્લોટમાં થતા નવરાત્રી મહોત્સવોમાં ઈનામોનું ખુબ આકર્ષણ હોય છે. જેના કારણે અહીં ઉભરાતી ખેલૈયાઓની ભીડમાં અલગ તરી આવવા કંઈક અનોખુ કરો તો જ નિર્ણાયકોની નજરમાં આવી શકાય છે. નવરાત્રીની અસલ મજા ગ્રુપ કે પેરમાં આવે છે. નવરાત્રી શરૂ થાય તેના થોડાક દિવસો પહેલાથી જ ખેલૈયાઓનું ગ્રુપ કે પેર આવી અનોખી સ્ટાઈલ શોધી તેની પ્રેક્ટીસ કરવા માંડે છે. મોટાભાગે દોઢિયું, પાંચીયું, પોપટીયું, હીચ જેવી પરંપરાગત સ્ટાઈલ મીક્સ કરીને નવી અને આગવી સ્ટાઈલ વિકસાવવામાં ખેલૈયાઓ માહેર થઈ ગયા છે. આ વખતે ખેલૈયાઓના ગ્રુપે આવી જ કેટલીક નવી સ્ટાઈલો વિકસવી છે, જેને ક્રિષ્ના, મોરપીંછ, જલતરંગ, રંગીલો, પાયલ, ઝનકાર, બોમ્બે વન, ટુ, થ્રિ ના નામે ઓળખવામાં આવે છે. લેડિઝ માટે ખાસ એરોબીક્સ વીથ ગરબાની સ્ટાઈલ વિકસાવવામાં આવી છે. જેથી કરીને તેઓ રાધમનો ખ્યાલ મેળવી શકે. સનેડાની ફેશન છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલતી હોઈ તેની વીકસાવવામાં આવી છે. અમદાવાદના એસ. જી. હાઈવે પર વેસ્ટર્ન અને ફિલ્મી મ્યુઝિકના આધારે યોજાતી ગરબા નાઈટ્સ માટે કેટલાક ખેલૈયાઓ વેસ્ટર્ન સ્ટાઈલ શીખવાનો આગ્રહ રાખે છે. આવી વેસ્ટર્ન સ્ટાઈલને હીપ હોપ ગરબા સ્ટાઈલ તરીકે ઓળખાય છે, જ્યાં ફ્યુઝન મ્ટુઝિકનો વધુ ઉપયોગ થતો હોય ત્યાં આવા પ્રકારની સ્ટાઈલના ગરબા થતા જોવા મળે છે. આ વખતે નવરાત્રીનો માહોલ ખુબ સારો જામ્યો છે ત્યારે ખેલૈયાઓ નવી સ્ટાઈલો શીખી ઈનામો પોતાને નામ કરવા થનગની રહ્યા છે.
એ.સી. વાળા મોલ્સની ભરમાર છતાં બજારમાં ખરીદીના મજા કંઈક જુદી જ છે
ખરીદી માટે ત્રણ દરવાજા, પાનકોરનાકા, ઢાલગરવાડ, ભદ્ર, રતનપોળ સૌના માનીતા સ્થળ
By ENN,
અમદાવાદ,
શહેરમાં છેલ્લા એકાદ દાયકાથી મોર્ડન શોરૂમ અને શોપીંગ મોલ્સનો રાફડો ફાટી રહયો છે અને લોકો પણ ચેન્જ ખાતર પરંપરાગત દુકાનમાંથી કરાતી ખરીદી તરફથી આવા મોલ અને શોરૂમ તરફ વળ્યા હતા પરંતુ નવું નવું નવ દિવસની જેમ મોટાભાગના લોકો પુનઃ ફુટપાથ અને દુકાનની ખરીદી તરફ વળ્યા છે અને આ લોકોની ખરીદીનું પસંદગીનું સ્થળ છે ભદ્ર, ત્રણ દરવાજા, ઢાલગરવાડ, પાનકોરનાકા અને રતનપોળ અહીં સ્ટોર્સ કે મોલની જેમ એ.સી.માં ખરીદવાનો લ્હાવો મળતો ન હોવા છતાં તડકામાં રખડપટ્ટી કરીને પણ ખરીદીની જે મજા મળી છે તેનો આનંદ જ કંઈ ઓર હોય છે.
મોલ્સ અને સ્ટોર્સમાં ખરીદી કરનારો પણ એક ચોક્કસ વર્ગ છે. જ્યારે મધ્યમ વર્ગ પણ આવા મોલ્સની ખરીદી તરફ વળ્યો છે. પરંતુ એ પણ અનાજ કરીયાણા સહિતની જીવન જરૂરી માટે જ પરંતુ જ્યારે વસ્ત્રો અને કાપડની તથા ઘરવપરાશની અન્ય વસ્તુની ખરીદીની વાત આવે ત્યારે મોટાભાગના લોકોની નજર મંડાય છે ત્રણ દરવાજા તરફ. આ વિસ્તારમાં આવો એટલે મોટાભાગની જીવન જરૂરી વસ્તુ અહીં વ્યાજબી દરે મળી રહે છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં શ્રેયસ ક્રોસિંગ નજીક રહેતા પલ્લવીબોન શાહ જણાવે છે કે, મારા આઠ વર્ષના પુત્ર કૃણાલને એ.સી. વિના ચાલતું નથી. ઘરમાં, કારમાં એ.સી. હોવાથી તેને એવી આદત પડી ગઈ છે કે, ગરમીમાં અકળામણ અનુભવે છે. પરંતુ જ્યારથી હું તેને ત્રણ દરવાજા વિસ્તારમાં ખરીદી માટે લાવી છું ત્યારથી તે ગરમીની પરવા કર્યા વિના મમ્મી ચાલોને ત્રણ દરવાજા ખરીદી કરવા જોઈએ, એવી જીદ પકડે છે. આથી મારે એને અહીં ખરીદી માટે લાવવો પડ્યો અને નવાઈની વાત એ છે કે, હાલ આટલી ગરમીમાં પણ તે ખરીદીમાં એટલો ઓતપ્રોત બની ગયો છે કે એસીની આદત છે તે ભુલી જ ગયો છે અને ખરૂ પુછો તો હું પણ મારા પિયરમાં હતી ત્યારે કોલેજ કાળથી ખરીદી કરવા તો અહીં જ આવતી હતી. આ બજારમાં પસંદગીની વિશાળ તક અને એ પણ સામાન્ય દરે મળી રહે છે. ઈસનપુર વિસ્તારમાં રહેતા એક સરકારી અધિકારી જણાવે છે કે મને ફેમિલી સાથે ખરીદી કરવાની ખૂબ મજા આવે છે. આથી દર મહિને અમે ખરીદી કરવા ત્રણ દરવાજા, ઢાલગરવાડ તથા આસપાસના બજારમાં ફરીએ છીએ. અહીં રસ્તામાં ફરતા-ફરતા વસ્તુની પસંદગી કરી ખરીદી કરવાની અને બોર્ગેઈનિંગ કરવાની મજા જ કંઈ ઓર છે જે મોટા સ્ટોર્સ કે મોલમાં નથી આવતી પણ અહીં એક સમસ્યા છે પાર્કિંગની, બજારમાં ખૂબ ભીડ હોય ત્યારે કાર કયાં પાર્ક કરવી એ સમસ્યા સર્જાય છે. આથી હાલ તહેવારોની મોસમ હોઈ ભીડ વધુ રહેવાની આથી અમે રિક્ષામાં આવ્યા છીએ પરંતુ અહીંની ખરીદી કરવાનો મોહ છુટતો નથી.
આમ શહેરમાં કોઈપણ ખૂણે કે ગુજરાતના કોઈપણ ગામડામાં રહેતા વ્યક્તિ અમદાવાદ આવ્યો હોય ત્યારે કયારેક ને કયારેક તો ત્રણ દરવાજા, ભદ્ર, પાનકોરનાકા કે ઢાલગરવાડ, રતનપોળ વિસ્તારમાં ખરીદી કરવા ન આવે તેવું બની જ ન શકે. આથી જ હાલ નવરાત્રી અને રમઝાન ઈદનો પર્વ નજીક આવી રહયો છે. ત્યારે આ બજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે.
અવાજમાં તકલીફ ઊભી ન થાય માટે ગાયકો બ્રીધીંગ એકસરસાઈઝ કરે છે.
સ્પીચ થેરાપીસ્ટના સતત સંપર્કમાં રહતા નવરાત્રિના ગાયકો
By ENN,
અમદાવાદ,
નવરાત્રી દરમ્યાન ગળાને કે અવાજમાં કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે ગાયકો સ્પીચ થેરાપીસ્ટનું માર્ગદર્શન મેળવીને બ્રીધીંગ એકસરસાઈઝ કરી રહ્યા છે. સારા અને વ્યવસાયિક ગાયકો મોટેભાગે સ્પીચ થેરાપીસ્ટની અવારનવાર મુલાકાત લેતા હોય છે. આમ તો ગાયકોને અવાજની કુદરતી બક્ષીસ હોય છે એટલે તેમને કોઈ તકલીફ થતી નથી. પરંતુ નવરાત્રીમાં ધૂડિયા અને ધુમાડિયા વાતાવરણમાં ગાવાનું હોય છે. ઘણો લાંબો સમય ગાવાનું હોય છે. અવાજમાં વારંવાર ફેરફાર કરવો પડે છે. આ કારણોને લીધે ગાયકોને ઘણી તકલીફ ઉભી થાય છે. આવી તકલીફો ઉભી ન થાય તે માટે શ્વાસોચ્છવાસને લગતી કસરતો ગાયકો કરી રહ્યા છે.જેમાં ફેફસાંમાં વધુમાં વધુ હવા ભરાય તે રાતે ધીમે શવાસ લેવો અને શવાસ રોકવાની કસરત કરતા હોય છે.
એક સ્પીચ થેરાપીસ્ટના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એક મીનીટમાં 15 બ્રીધીંત થતા હોય છે. ગાયકોએ રોજ અડધો કલાક એક મીનીટમાં આઠ બ્રીધીંગ થાય તેવી કસરત કરવી જોઈએ. ચા, કાફી, ઠંડા પીણા, ઠંડુ પાણી નહીં પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત ગેસ થાય તેવો કોઈપણ ખોરાક આ ગાયકો લેતા નથી. સામાન્ય રાતે વધુમાં વધુ 30 મીનીટ સળંગ ગાવું જોઈએ ત્યારબાદ 10 મીનીટનો આરામ લેવો જોઈએ. કેટલાય ગાયકો પોતાના અવાજમાં તકલીફ ઉભી ન થાય તે માટે જેકી મધ, લવીંગ રાખતા હોય છે. જેનાથી લાળ વધે છે.
નારોલ, નરોડા અને વટવામાં દૂષિત પાણીનો ત્રાસઃ નાગરિકો ત્રાહિમામ્
By ENN,
અમદાવાદ,
શહેરના ઔધોગિક વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી બેક મારતા રોડ પર ગંદુ પાણી વહેતું હોવાની ફરિયાદો નગરજનોમાં ઉઠવા પામી છે. આ સંદર્ભે મ્યુનિ. આરોગ્ય તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી ગયેલ હોવાથી નગરજનો જીવતા દોઝખમાં મુકાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. શહેરના ઔધોગિક વિસ્તાર જેવા કે નારોલ, ઇસનપુર, વટવા અને નરોડા વગેરેમાં 90ની ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી છે. આ ઈન્ડસ્ટ્રીયલ લાઈનમાં ડોમેસ્ટ્રીક ગેરકાયદેસર લાઈનો જાડી દેવાતા ગટરોની ઓવરફ્લો થાય છે તો ક્યારેક બેક મારતી હોવાની ફરિયાદો નગરજનોમાં સામાન્ય બની છે. આ વિસ્તારની ગટરો બેક મારતા ઉદ્યોગ-ફેકટરીનું ટ્રીટમેન્ટવાળું ગંદુ પાણી રોડ પર વહે છે જેના લીધે આ વિસ્તારની સોસાયટીના રહીશોને આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. અને આ બાબતે મ્યુનિ. હેલ્થ વિભાગને વ્યાપક ફરિયાદો કરવા છતાં પરિણામ શૂન્ય આવેલ છે. સ્થાનિક લોકો ગટરના પાણી ને લીધે જીવતા દોઝખમાં મુકાયા હોવાનું અહેસાસ કરી રહ્યા છે.
નવરાત્રિમાં ડાન્સ પે ચાન્સ માર લે અને નગારા નગારા ગીતો હોટ ફેવરિટ રહેશે
યુવાનોની પસંદગી પ્રમાણે ઓરકેસ્ટ્રાના સંચાલકો રીહર્સલ કરી રહ્યા છે
By ENN,
અમદાવાદ,
નવરાત્રિમાં પાર્ટી પ્લોટ, કલબોમાં મોટે ભાગે ફિલ્મી ગીતો પર ગરબા ગવાતા હોય છે. ચાલુ વર્ષે રબને બના દી જોડી અને જબ વી મેટ ફિલ્મના ગીતો હોટ ફેવરિટ રહેશે અને હાલ ઓરકેસ્ટ્રાના સંચાલકો તેની પ્રેક્ટિસ કરી રહ્યા છે. શેરી ગરબા જ્યાં ગવાતા હોય અથવા તો માત્ર માતાજીના જ ગરબા ગાવાની પ્રથા હોય તેવા સ્થળે નવરાત્રીના ગરબામાં ફિલ્મી ધૂન કે પછી ફિલ્મી ગીતો ગવાતા નથી પરંતુ તે સિવાય મોટાભાગની કલબો, પાર્ટી પ્લોટ કે વ્યવસાયિક રીતે ગરબાનું આયોજન થાય છે ત્યાં ફિલ્મી ગીતોના આધારે ગરબા ગવાતા હોય છે. ગરબાની શરૂઆત થાય ત્યારે શરૂઆતમાં પાંચથી દસ માતાજીના ગરબા ગવાતાં હોય છે. એક કલાક થાય અને નવરાત્રી બરાબર જામે એટલે ઓરકેસ્ટ્રાવાળા ફિલ્મી ગીતોની ધુન અને કેટલીક જગ્યાએ તો ફિલ્મી ગીતો જ ગવાય છે. આથી ઓરકેસ્ટ્રાવાળાને હાલના યુવાનોની પસંદગી પ્રમાણે ગીતો પણ તૈયાર કરવા પડે છે. જે એવું ગીત હોય તેના આધારે ગરબાના તાલ મિલાવી શકાય. જેમાં રબને બનાદી જોડીનું ગીત 'ડાન્સ પે ચાન્સ મારલે', ' હોલે હોલે હોજા યેગા પ્યાર' તથા જબ વી મેટનું ગીત નગારા નગારા બજા તે રીતે નાગીન ફિલ્મનું ધૂન પર રિમિક્સ થયેલું લવ આજકાલનું અંગ્રેજી-હિન્દી શબ્દોવાળું ગીત 'કેન બી ટ્વીસ' ની પણ માગ વધારે રહેશે.
તુષાર ડી. શાહ દ્વારા,
2008ના ફેબ્રુઆરી માસમાં વન અને પર્યાવરણ મંત્રાલયના પ્રસિધ્ધ થયેલા આંકડા અનુસાર ભારતભરમાં કુલ 37 ટાઈગર રિર્ઝવમાં વાઘની સંખ્યા 1411 હતી. દેશમાં જ્યારે 1973 માં ટાઈગર પ્રોજેક્ટનો પ્રારંભ થયો ત્યારે વાઘની સંખ્યા 1827 હતી. જે છેલ્લી 2002ની વાઘની વસ્તી ગણતરીમાં 3600 વાઘ હોવાનું નોંધાયેલ છે. પરંતુ છેલ્લા વર્ષોમાં માણસના જંગલ કરફના અતિક્રમણથી અને ઘટતા જતા જંગલોથી અને શિકારીઓના વાઘના વધતા જતા શિકારથી આ શાનદાર પ્રાણી લુપ્ત થવાના આરે છે. કહેવાય છે કે, મરેલો વાઘ પણ શિકારીને 10 થી 15 લાખની કમાણી કરાવી આપે છે. વાઘના ચામડાથી લઈને તેના હાડકા સુધીને વેપાર થાય છે.
છેલ્લા જુલાઈ 2009ના આંકડા અનુસાર મધ્યપ્રદેશના પન્ના ટાઈગર અભયારણ્યમાંથી તમામ 24 વાઘ લુપ્ત થઈ ગયા જ્યારે રાજસ્થાનના સારિસ્કા અભયારણ્યમાંથી તો વર્ષ 2005 માં જ તમામ 35 વાઘ ગાયબ થઈ ગયા હતા. વાઘના અસ્તિત્વ નષ્ટ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમ કે, ઘટતા જતાં જંગલો અને જંગલમાં રહેતા માનવ ઘર્ષણના બનાવો જંગલમાં બને છે. બીજું જંગલમાં તૃણભક્ષી પ્રાણી જે વાઘનો મુખ્ય ખોરાક છે જેવા કે, સાબર , ચિંતલ, હરણ, સુવરની સંખ્યા ઘટતી જાય છે. તેથી વાઘ શિકારની શોધમાં માનવ વસાહત તરફ આવે છે અને ઘર્ષણ થાય છે. આ અંગે જે તે રાજ્ય સરકારે જંગલમાં રહેતા લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાવી જંગલોને માનવ વસાહતથી મુક્ત કરાવવા જોઈએ.
જાન્યુઆરી 2009થી ઓગસ્ટ 2009 સુધીમાં કુલ 66 વાઘ શિકારીઓના શિકારથી અને કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે જેમાં 23 વાઘ શિકારીઓના શિકારથી અને 43 વાઘ ઉંમર થવાના કારણે મૃત્યુ પામ્યા છે. હાલની પરિસ્થિતિ જોતાં સમગ્ર ભારતના જંગલોમાં કુલ 1300 વાઘ બચ્યા છે. ગુજરાત રાજ્ય વાઘની બાબતમાં કમનશીબ રાજ્ય છે. ગુજરાતના જંગલમાં એક પણ વાઘ મુક્ત વિહારતા નથી છેલ્લે 1997ના વર્ષમાં ડાંગના જંગલમાં એક વાઘ નજરે પડ્યો હતો જે ગાયબ થઈ ગયો. ભારતના રાષ્ટ્રીય પ્રાણીના પ્રતીક સમાન ગુજરાતના જંગલમાં ફરી વાઘનું આગમન થાય તે ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી તથા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી વચ્ચે થયેલ વાત અનુસાર ગુજરાતમાંથી સિંહ મધ્યપ્રદેશમાં મોકલવવામાં આવે તો જ ગુજરાતના જંગલમાં વાઘનું આગમન થઈ શકે જે યોગ્ય નથી કેમ કે, સિંહ સમગ્ર એશિયામાં ગુજરાતના ગીરના જંગલમાં જ 359ની સંખ્યામાં વસવાટ કરે છે. અને સિંહ એ ગુજરાતના ઘરેણાં સમાન છે.આથી સિંહ આપીને વાઘ લાવવાની વાત છે તે યોગ્ય નથી તેથી ગુજરાત સરકારે વચ્ચેનો રસ્તો કાઢીને ગુજરાતના ડાંગનાં જંગલમાં ફરી વાઘની ત્રાડો સંભળાય છે અને વાઘથી ગુજરાતનું જંગલ શોભી ઉઠે અને મુલાકાતીઓને વાઘના દર્શન થાય તેવું આયોજન કરી ગુજરાતમાં પુનઃવાઘનો વસવાટ શક્ય બને તે દિશામાં પગલાં લેવા જોઈએ.
વન્ય જીવોની સુરક્ષા પર્યાવરણ માટે પણ આવશ્યક છે તેથી આજથી યુવા પેઢીએ વાઘ બચાવો અભિયાન શરૂ કરી લોકોને જાગૃત કરવા જોઈએ. આજની યુવા પેઢી વેલેન્ટાઈન ડે, ફ્રેન્ડશિપ ડે વગેરે ડે ઉજવે છે. તેમણે ટાઈગર ડે મનાવી લોકોમાં અવેરનેસ આવે તેવું અભિયાન ચલાવવું જોઈએ નહીતર આવનાર દિવસોમાં વાઘ બસ તસ્વીરમાં જ જોવા મળશે અને પુસ્તકમાં જોવા મળશે.
રાજય પ્રમાણે વાઘની સંખ્યા
મધ્યપ્રદેશ - 300 , કર્ણાટક - 290 , ઉતરાખંડ - 178 , ઉતરપ્રદેશ - 109 , મહારાષ્ટ્ર - 103 , આંધ્રપ્રદેશ - 95 , તમિલનાડું - 76 , આસામ - 70 , કેરળ - 46 , ઓરિસ્સા - 45 , રાજસ્થાન - 32 , છતિસગઢ - 26 , અરુણાચલ - 14 , બિહાર - 10 , પશ્ચિમ બંગાળ - 10 , મિગ્મેરમ - 6 .
મોર કળા કેમ કરે છે?; 'કળા' કરવાની મહેનત જાણવા જેવી છે!
By ENN,
અમદાવાદ,
સામાન્ય રીતે આપણા મનમાં એક એવી છાપ છે કે, મોર કળા કરે એટલે એ સારો લાગે. બસ આનાથી વિશેષ કાંઈ નહીં. હવે જરા મોરની કળા પાછળનું ઉંડાણ જાણીએ. પક્ષી નીરિક્ષક વિનેદભાઈ પંડ્યા કહે છે કે, મોર કળા કરે છે, ઢેલને રિઝવવા. એક સ્થળે એક જ મોર હોય તો સવાલ નથી પણ બે-ચાર મોર ભેગા થઈ ગયા હોય તો કળા કરવામાંય હરિફાઈ જામે છે. મોર ટહુંકા કરે તો એમાંય કોનો ટહુકો મોટો અને મધૂરો હોય, એનીય હરિફાઈ અંદરો અંદર થાય. આમ તો મોરની પ્રજનન કરવાની ઋતુ ચોમાસુ છે પણ હવે એમાંય ગ્લોબલ વોર્મિંગની અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે. શ્વાનની જેમ મોર ભાદરવામાંય પ્રજનન કરવા સક્ષમ બને છે.
મોરને જ્યારે ખબર પડે કે, આજુબાજુના વિસ્તારમાં ઢેલનો મેળાવડો છે તો એ કળા કરવા માનસિક રીતે તૈયાર બને છે. એ સીધેસીધી કળા કરતો નથી પણ પહેલાં પોતાના પીંછાને ધીમેધીમે હલાવીને ઝાંઝરના રણકાર જેવો અવાજ કરે છે, પછી પીંછાને ફેલાવીને કળા કરે છે. કળા કર્યા પછી એના ટહુકામાં ફેર પડી જાય છે અને ઢેલને પોતાની કળા જોવા આમંત્રણ આપે છે. ઢેલ મોરની નજીક આવે છે. પણ મોરની પાછળના ભાગે આવીને ઉભી રહી જાય છે. કારણ કે, જ્યારે મોર કળા કરે ત્યારે આગળના પીંછાનો અદ્દભૂત ઉઠાવ આવે છે પણ પાછળના તેના લાંબા કેસરી પીંછા ઢેલને વધારે આકર્ષિત કરે છે. મોર કળામાં પણ વેરાઈટી કરે છે, પીંછાને ફેલાવવા, પીંછાને હલાવવા, કળાને એકબાજુ નમાવવી. કળાને ઉંધી દિશામાં નમાવવી. આ બધી રમત જોવા જેવી છે. નોંધવા જેવી વાત એ છે કે, ઢેલ જ્યારે મોરની નજાક આવે ત્યારે મોર તેની સામે સીધો ઊભો નથી રહેતો, ઊંધો જ ઉભો રહે છે અને ઉંધા પગે ચાલીને ઢેલની નજીક જાય છે. જો મોરની કળા ઢેલને ગમી જાય તો જ ઢેલ ટહુકા કરી મોરને 'હા' પાડે છે.....અને બને અલગ જગ્યાએ ચાલ્યા જાય છે. મોરની કળા સારી દેખાવ માટે નથી હોતી, એનું મહત્વ પણ ઘણું છે. છેલ્લે એક મજાની વાત, મોર કે ઢેલને આપણી જેમ તેના પીંછાના બધા કલર દેખાતા નથી! ઢેલ મોરની કળા કરવાની 'કળા' ઉપર વારી જાય છે, તેને પીંછાના કલર સાથે લેવાદેવા નથી!
અમદાવાદ,
અમેરિકન મકાઈ, તાઈવાની પપૈયા અને જાપાની તડબૂચ બાદ જૂનાગઢ જિલ્લો વધુ એક નવા પાક નીલગીરી-વેરાઈટી 3ને સ્થાન આપવા જઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં મેંદરડા ખાતે આ પાકનું વાવેતર થશે. આ ક્લોનિંગ વેરાઈટી હૈદરાબાદમાં વિકાસાવાઈ છે. પંચમહાલ જિલ્લામાં જ્યારે હાલોલ અને કાલોલમાં પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે નીલગીરીની નવી જાતે વૃક્ષ દીઠ રૂ.15 ના રોકાણ પર ચાર વર્ષના સમયગાળામાં રૂ.200નું વળતર આપ્યું હતું. આ પાકની વિશેષતા તે છે કે તેમાં પાણી ભરાવાથી થતાં નુકશાનનું પ્રમાણ અન્ય પરંપરાગત પાક કરતાં ઘણું ઓછું છે. એગ્રોટેક નિષ્ણાત જણાવે છે કે, નીલગીરી 80 વર્ષનું આયુષ્ય ધરાવે છે અને તેના લાકડાનો ઉપયોગ કોરુગેટેડ બોક્સ બનાવવા થાય છે અને તે આયુર્વેદિક દવાઓની બનાવટોનો મહત્વનો ઘટક છે.
પરંપરાગત નીલગીરી વૃક્ષની કિંમત રૂ.9 છે અને તેમાં પાણી, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીનો ખર્ચ નીચો હોય છે. આ તમામ બાબતોને લીધે વૃક્ષ દીઠ ખર્ચ વધીને રૂ.15 થાય છે. નીલગીરીના પ્રત્યેક વૃક્ષનું વજન 100 કિલોની આસપાસ હોય છે. નીલગીરીનું લાકડું બજારમાં કિલો દીઠ રૂ.2 ના ભાવે મળે છે. આમ નીલગીરીના પ્રત્યેક વૃક્ષ પર લગભગ રૂ.200 જેટલું વળતર મળે છે. રાજ્યમાં અપૂરતા વરસાદને પગલે ગુજરાતમાં નીલગીરીની ખેતી રજૂ કરવામાં આવી છે. નીલગીરીની નવી જાતને પાણીની બહુ જરૂર રહેતી નથી. તે પાણી ભરાયેલી જમીનમાં પણ પાણીનું ધીમે ધીમે શોષણ કરે છે. અને પાણી ભરાતા કૃષિ પટ્ટાને બચાવે છે. આમ તે પાણી ભરાતા કૃષિ પટ્ટાને બચાવે છે. આમ તે પાણી ભરાતા અને સૂકા એમ બંને વિસ્તારો માટે ઉપયોગી છે.
''પરંપરાગત નીલગીરીની તુલનાએ ક્લોરિન વેરાઈટી ટિશ્યૂ કલ્ચર નીલગીરી વેરાઈટી3માં તમામ પ્રકારની આબોહવાનો સામનો કરવાની તાકત ઊંચી છે. જોકે આ પાક વાવેતરનાં ચાર વર્ષ બાદ જ ઊતરે છે.''
Friday, September 11, 2009
તહેવાર અને વાસ્તુ
ByENN,
જો આપણે લાઈટો વડે સજાવટ કરતી વખતે રંગોની પસંદગી કરી શકીએ તો લાલ અને નારંગી રંગની લાઈટોનો વધારે પ્રયોગ મકાનની દક્ષિણ-પુર્વ તેમજ દક્ષિણ દિશામાં કરો, લીલા રંગની પ્રધાનતાવાળી લાઈટોની સીરીઝ ઉત્તર-પશ્ચિમમાં તેમજ અન્ય બધા જ મળેલા રંગોની લાઈટનો પ્રયોગ ઉત્તર, પૂર્વ તેમજ પૂર્વોત્તરની બાલ્કનીમાં કરી શકાય. નેચરલ બલ્બનો પ્રકાશ દરેક દિશામાં ઉત્તમ છે.
ઉપહારનું મહત્વ
દિવાળી પર એકબીજાને ભેટ અને ઉપહાર અપવાનો રિવાજ પણ પોતાનું એક મહત્વ ધરાવે છે. જ્યારે વાત આવે છે ગીફ્ટ આપવાની તો વાસ્તુ અને ફેંગશુઈમાં ઘણી બધી વસ્તુઓ બજારમાં મળે છે જેને તમે ઉપહાર સ્વરૂપ પ્રયોગમાં લાવી શકો છો. આમાંથી નીચે આપેલ વસ્તુઓ ખાસ છે જેવી કે, - ક્રિસ્ટલ, પિત્તળ, માટી, ટેરાકોટા વગેરેથી બનેલ શુભચિન્હો જેવા કે ઓમ, સ્વસ્તિક, શ્રી ગણેશ, મંગળ કલશ, લાફિંગ બુદ્ધા, હેપ્પી મેન, વિંડચાઈમ, લાલ દોરામાં બાંધેલ ત્રણ ચાઈનીઝ સિક્કાઓ, ક્રિસ્ટલ બોલ આ બધી જ વસ્તુઓ તે વાતની પણ સાબિતી રાખે છે કે ભેટ આપનાર વ્યક્તિ ખરેખર તમારૂ કલ્યાણ ઈચ્છે છે. તે તમારો શુભ ચિંતક છે અને સાથે સાથે આ ભેટનું સૌથી સારૂ પાસુ તે પણ છે કે આ લાંબા સમય સુધી પ્રયોગમાં લાવી શકાય છે.
મન મસ્તિષ્કમાં લાવો શુદ્ધતા
જે રીતે દિવાળીમાં ઘરમાંથી ગંદકીને દૂર કરવામાં આવે છે તેવી જ રીતે આપણે પણ પ્રયત્ન કરીએ કે આપણા મનમાં ભરેલી અશુદ્ધિઓ અને ગંદકીને દૂર કરી દઈએ. જેવી રીતે કોઈ શત્રુતાની ભાવના, વેર, ગુસ્સો, ખોટા વિચારો, વ્યસન, જુની દુશ્મની વગેરે કેમ કે, વાસ્તુશાસ્ત્રની શબ્દાવલીમાં ઈશાન ખુણાને વાસ્તુ પુરૂષના માથાને સમાન માનવામાં આવે છે. વાસ્તુમાં સૌથી વધારે બળ પુર્વોત્તરના ઈશાન ખુણો એટલે કે માથામાં જ બુરાઈ ભરી હોય તો વાસ્તુનો લાભ કેવી રીતે થાય? તેથી બધી જ સામાજીક બુરાઈઓનો ત્યાગ કરીને એક સુંદર અને સાફ દિવાળીને ઉજવવી અને પરિવાર સહિત ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવી.
વિદ્યાર્થીઓનું બીજુ ઘર પણ અસુરક્ષિત શાળાઓમાં સર્જાનારી દુર્ઘટનાઓ ચિંતાનો
By ENN,
નવી દિલ્હી,
સરકાર હવે ભલેને કેટલીયે ઉચ્ચ સ્તરે તપાસ કરે કાં પછી વળતર આપવાના વાયદા કરે તેમ છતાં પણ તે એ માતા-પિતાનું દુ:ખ હળવું નહી કરે શકે જેમણે પોતાના બાળકોને ગુમાવ્યાં છે. PTIPTIદિલ્હીની સરકારી શાળામાં ગુરૂવારે સર્જાયેલી એક નાસભાગમાં સાત વિદ્યાર્થીઓ કચડાઈને મરી ગયાં અને અસંખ્ય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયાં.
આ દુર્ઘટનાથી મૃતક બાળકોના માતા-પિતાના માથે તો જાણે આભ જ ફાટી નિકળ્યું. આ એ જ માતા-પિતા હતાં જે પોતાના સંતાનોની સ્કૂલેથી આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.તેમના સંતાનો તો પાછા ન આવ્યાં પરંતુ તેમના મોતના સમાચાર જરૂર આવ્યાં. અહીં હર કોઈના મનમાં એ પ્રશ્ન તો જરૂર ઉદ્દભવતો હશે કે, આખરે એવું તે શું બન્યું કે, શાળામાં ભાગદોડ મચી ?
કહેવામાં આવે છે કે, ચોતરફ પાણીથી ભરાયેલી આ શાળામાં ઈલેક્ટ્રીક શોટ વહેતો હોવાની કોઈએ અફવા ફેલાવેલી અને તેના ડરથી રઘવાયા થઈને બાળકોએ નાસભાગ શરૂ કરી દીધી અને અંતે આ કરુણાંતિકા સર્જાઈ. પ્રશ્ન તો એ પણ ઉઠે છે કે, આખરે શાળામાં પાણી ભરાયેલું હતું તો તેનો હજુ સુધી નિકાલ કરવામાં કેમ ન આવ્યો. આ વસ્તુ પણ એ કડવું સત્ય સાબિત કરે છે કે, આપણા ભારત દેશમાં સરકારી શાળાઓની કેવી દુર્દશા છે.
શાળાને તો વિદ્યાર્થીનું બીજુ ઘર કહેવામાં આવે છે પરંતુ આ ઘર હવે એટલું સુરક્ષિત રહ્યું નથી. અહીં મૃત્યુ ગમે ત્યારે આવી ચડે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સુરક્ષાની જવાબદારી શાળાના સંચાલકોની છે પરંતુ દિલ્હીની ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે, તેઓ તેના પ્રત્યે પૂરી રીતે બેજવાબદાર છે અને તેનું પરિણામ આપણી આંખોની સામે જ છે એ છે સાત કૂમળા બાળકોના અંકાળે નિપજેલા મૃત્યુ.
અગાઉના વર્ષોમાં સુપ્રિમ કોર્ટે કહેલું કે, એવી કોઈ પણ સરકારી અથવા ખાનગી શાળાઓને મંજૂરી નહીં આપવામાં આવે જેમણે પોતાના ભવનમાં આગ અને ભૂકંપની સાવચેતીના ભાગરૂપે કોઈ વ્યવસ્થા કરી રાખી ન હોય પરંતુ આજે દેશની આશરે 42 ટકા જેટલી શાળાઓ એવી છે જ્યાં આ પ્રકારની કોઈ સુવિધા જ નથી. આ સુવિધાના અભાવે જ ગુજરાતમાં આવેલા ધરતીકંપ વખતે અંજારની શાળાના અંસખ્ય વિદ્યાર્થીઓ મોતને હવાલે થઈ ગયાં હતાં. આ ઉપરાંત દેશમાં એવી કેટલીયે શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ માટે જરૂરી એવી આરોગ્ય સંબંધી સુવિધાઓનો પણ અભાવ છે.
કેટલીયે શાળાઓ તો એવી પણ છે જ્યાં હજુ સુધી ટોયલેટ જ નથી. આવી શાળાઓના વિદ્યાર્થીઓ ખાસ કરીને બાળકીને પેશાબ અથવા જાજરૂ માટે નાછુટકે ખુલ્લામાં બેસવું પડે છે અને શરમનો ભોગ બનવું પડે છે. આવી શાળાઓના શિક્ષકો કાં તો મોટેભાગે ગેરહાજર રહે છે કાં તો ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને રઝડતા મૂકીને ગપ્પા મારવા માટે ક્યાંક ચાલ્યાં જાય છે. કેટલાક શિક્ષકો તો સ્કૂલની અદંર ધોળે દિવસે પણ સૂતા નજરે ચડ્યાં છે જ્યારે તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે ગુસ્સે થઈને વિદ્યાર્થીઓને એવો માર મારે છે કે, કોઈક વખત એ વિદ્યાર્થીઓના હાડકા ભાંગી જાય છે તો કોઈક વખત તેઓનો કાનનો પડદો તુટી જાય છે. આ પ્રકારના કેટલાયે કેસ છાપાઓમાં છપાતા રહ્યાં છે જેમાં વિદ્યાર્થીને તેના શિક્ષકે અપેક્ષા કરતા પણ વધુ મૈથીપાક આપતાં ગંભીર ઈજા પહોંચી હોય.
વર્ષો પહેલાની વાત છે, તમિલનાડુની એક શાળામાં અચાનક આગ લાગી હતી અને PTIPTIતેમાં આશરે 94 જેટલા બાળકો હોમાઈ ગયાં હતાં. આ બાળકોને બચાવી શકાયા હોત જો એ શાળાના સંચાલકો પાસે આગની સાવચેતીના ભાગરૂપે કોઈ સાધનો હોત પણ પૂર આવ્યાં પછી કુવો ખોદવાનો પણ શું અર્થ ? આજે એ શાળા પાસે તમામ સાધનો છે પરંતુ એ 94 વિદ્યાર્થીઓ નથી જે આગની ઘટનામાં ભડથૂ થઈ ગયાં.
અંતે એટલું જ કહીશ આજે જ્યારે સ્કૂલે જતી વખતે કોઈ પણ બાળક પાછળ વળીને પોતાના માતા-પિતાને 'આવજો' કહે છે ત્યાંરે માતા પિતાના હૈયે પણ એટલી ધરપટ હોય છે કે, સાંજ પડતા તેનો બાળક જરૂર પાછો આવી જશે પરંતુ હવે અવાર-નવાર શાળાઓમાં સર્જાતી દુર્ઘટનાના કારણે તેમની હૈયાધારણા ડગમગી ચૂકી છે માટે જ દેશની સરકારની હવે એ પ્રાથમિક ફરજ બને છે કે, તે આ પ્રકારની કોઈ પણ શાળાને મંજૂરી આપતા પહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત તમામ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે. માન્યુ કે, જે થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી પરંતુ એ અંગે સરકાર થોડી જાગૃત તો થઈ શકે કરી, તેને રોકવાનો થોડો ઘણો પ્રયત્ન તો કરી શકે ખરી જેની કિમત કૂમળા બાળકોની જીંદગી આપીને ચૂકવામાં આવતી હોય.
પાર્ટીના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે, બે-ત્રણ દિવસોમાં તેના પર નિર્ણય લેવામાં આવશે. રાકાંપા પ્રમુખ અને કૃષિ મંત્રી ત્રણ દિવસ સુધી અહીં રોકાયા બાદ મુંબઈ પરત ફર્યા અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જોડાણ મુદ્દે તે કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરશે.
મુંબઈમાં કાલે રાકાંપા સંસદીય બોર્ડની બેઠક યોજાવાની છે અને એ પ્રકારના સંકેત છે કે, જો કોંગ્રેસ સાથે જોડાણને મૂર્ત રૂપ આપવામાં નહીં આવે તો તે તમામ 288 સીટો પર એકલા ચૂંટણી લડશે. કોંગ્રેસમાં એ પ્રકારની ચર્ચા છે કે, રાકાંપા 120 સીટોં પર ચૂંટણી લડવા માટે તૈયાર છે જ્યારે પહેલા તે 124 સીટોની માગણી કરી રહી હતી પરંતુ કોંગ્રેસ તેને 110 થી વધારે સીટો આપવાના મૂડમાં નથી.
મુંબઈ,
શિવસેના સૂત્રોએ જણાવ્યું કે, ભાગવતે ઠાકરેથી તેમનું સ્વાસ્થ્ય પુછ્યું. આ પ્રસંગે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉધવ ઠાકરે ,નેતા સુભાષ દેસાઈ અને ભાજપના મહાસચિવ ગોપીનાથ મુંડે પણ હાજર હતાં. ભાગવત અહીં સંઘ અને ભાજપના નેતાઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે આવ્યાં છે.
તેમણે કહ્યું 'મારી મુખ્ય શ્રમ અધિકારીથી આ મુદ્દા પર વાતચીત થઈ છે અને તેમણે મને ભરોસો આપ્યો છે કે, ન્યાય આપવામાં આવશે. કૌશિકે કહ્યું કે, જો એવું થઈ જાય છે તો હું 30 સેકન્ડમાં મારા પાયલોટોને કામ પર પરત ફરવા માટે કહીશ.
By ENN,
ગુજરાત હાઈકોર્ટે બુધવારે ઈશરતા જહાં એન્કાઉન્ટર મુદ્દે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.પી તમાગ તરફથી સોમવારે રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પર રોક લગાવી દીધી છે સાથે જ હાઈકોર્ટની મંજૂરી વગર રિપોર્ટ જારી કરવા પર તમાંગ વિરુદ્ધ તપાસનો નિર્દેશ પણ આપ્યો છે. કોર્ટના ગૃઃ વિભાગ તરફથી તમાંગના રિપોર્ટ પર રોક લગાડવાના સંદર્ભમાં કરવામાં આવેલી અરજી પર આ નિર્દેશ આપવામાં આવ્યો. હાઈકોર્ટના ન્યાયાધીશ કે.એસ ઝવેરીની કોર્ટમાં બુધવારે અરજી લગાડવામાં આવી હતી.
Monday, September 7, 2009
સાતસો વર્ષ પછી 09-09-09નો સંયોગ અદ્દભૂત અને લાભદાયક
'કેલેન્ડર પ્રમાણે 9-9-9નો સંયોગ આ પહેલાં ઈ.સ.0609 અને1309 માં થયો'તો' આ સાંયોગિક પ્રક્રિયા છે, કોઈ નવી વાત નથી, ગપગોળા અને ફળકથનથી દૂર રહેજોઃ'
By ENN,
અમદાવાદ,
આગામી બુધવારે સાતસો વર્ષ પછી 9-9-9 નો સંયોગ થઈ રહ્યો છે. આ દિવસે તારીખ, મહિનો અને વર્ષ ત્રણેયમાં '9' નો આંકડો મુખ્ય છે. કેલેન્ડરના અભ્યાસુ કહે છે આવો સંયોગ આ પહેલાં ઈ.સ.0609 અને 1309માં થયો હતો. જ્યારે જ્યોતિષની દ્રષ્ટીએ શનિ આ દિવસે રાત્રિના સમયે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, સ્વતંત્ર ભારતની કુંડળી પ્રમાણે છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલી શુક્રની મહાદશા પૂર્ણ થશે અને છ વર્ષ માટે સૂર્યની મહાદશા શરૂ થશે શનિનું રાશિ પરિવર્તન દેશની પ્રગતિ માટે નવો સૂર્યોદય શરુ થશે. આમ છતાં વિપરીત અસરથી બચવા ભાણવડના મંગળવારે શનિદેવના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું અમારા ઢાંકના પ્રતિનિધિના અહેવાલમાં જણાવાયું છે. મંદિરના મહંતરણછોડપુરી (ચાવાળાબાપુ) ના જણાવ્યાપ્રમાણે હાથલામાં આ પ્રાચીન મંદિર છે. બીજી તરફ જાથાના ચેરમેન જયંત પેડ્યાએ એવી અપીલ કરી છે કે, લોકોએ ફળકથન, મંત્ર-તંત્રથી દૂર રહેવું, આ માત્ર સાંયોગિક ઘટના છે આનાથી કોઈ જ્યોતિષ કે પોતાને શાસ્ત્રોના જાણકાર કહેતા લોકોની ભ્રમણામાં ફસાવવું નહીં.
દરમિયાન કેલેન્ડર અને અંકગણિતના અભ્યાસુ કાલાવાડના યુવાન પ્રતીક સંઘવી કહે છે, 'આપણી પાસે ઈતિહાસ કે વસ્તુઓ અથવા ઘટનાઓ યાદ રાખવા માટે જેવું ઘણું બધુ છે પણ આંકડાઓ યાદ રાખવા માટે માત્ર 1થી 9 નો આંક જ છે, એકાઉન્ટના સોફટવેર્સ પણ નવ આંકથી જ બન્યા છે, 9 એ સૌથી મોટો આંકડો છે, ઉપરાત 6,3,5,7 અને બેનો ટોટલ નવ જ થશે. ગુજરાતીમાં માત્ર 9 જ એવો આંકડો છે, જેને લખવા હાથ ઉપાડવો પડે છે. આ સિવાય માતાના ગર્ભમાં સંતાન નવ માસ રહે છે., નવ ગ્રહ છે, વિષ્ણુંના અવતાર નવ છે, જૈનોના મહામંત્ર નવકારના નવ પદ છે અને જૈનોમાં ધર્મના તત્વો પણ નવ માનવામાં આવે છે. આ બધી દ્રષ્ટીએ આગામી તા.9-9-9ને પણ એક આવો જ સંયોગ ગણી આ દિવસ યાદગાર બની જાય તે રીતે ઉજવી શકાય છે, યુવાન મિત્રોને મારી અપીલ છે કે, કોઈ અંધશ્રધ્ધામાં ફસાતા નહીં અને કયાંય આવું થતુ હોય તો તેને પણ અટકાવજો.'
નવરાત્રી, ખોવાઈ ગયેલા શેરી ગરબાને જીવતો રાખવા મથામણ
ધંધાદારી અને ઝાકમઝોળભર્યા માત્ર નાચવા-કુદવાના આયોજનોમાં માતાજીની ભક્તિનું પર્વ, છેડછાડ અને આનંદ-પ્રમોદનું પર્વ બની જાય એ કઈ રીતે ચાલે ?
ByENN,
અમદાવાદ,
તહેવારોની મોસમ બરાબર જામી રહી છે. દિવાળી સુધી ચાલનારી તહેવારોની આ વણઝારમાં જગતજનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીને આડે દિવસો ગણાઈ રહ્યા છે. આ નવરાત્રી પર્વમાં રમાતા રાસ-ગરબામાં ભારતીય સંસ્કૃતિની ઓળખ છૂપાયેલી છે. જો કે છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રદ્ધાનાં આ પર્વ નવરાત્રીમાં પશ્ચિમી સંસ્કૃતિનું અતિક્રમણ દેખાઈ રહ્યું છે. શેરીઓમાં રમાતા ગરબા અને રાસનું સ્થાન હવે મોટા આયોજનો વાળા ડીજે સાઉન્ડ સીસ્ટમ લઈ રહ્યાં છે. તેમાં પણ છેલ્લા કેટલાંક વર્ષોથી નવરાત્રીમાં બોલરૂમ ડાન્સ, ચાચાચા, ઝામ્બા, સાલસા વગેરે સ્ટેપ પણ જોવા મળી રહ્યા છે.અહીં નવાઈની વાત એ છે કે, આજનું યુવાધાન પણ એ દીશામાં ઢળી રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે કે, જયાં ભગવાનની કલાકો નહિ પણ દિવસો સુધી ભક્તિ કરવામાં આવે છે. ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે, જયાં ગરબો હોય ત્યાં ગુજરાતી હોય અને જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબો હોય. આ ગરબામાં માતાની ભક્તિ છુપાયેલી છે. બદલાયેલા સમયની સાથે ગરબો પણ હવે જાણે મોર્ડનાઈઝેશન તરફ આગળ વધી રહ્યો છે.ગરબાની સાથે સાથે હવે નવરાત્રીમાં રાસ, દોઢીયા, વેસ્ટર્ન સ્ટેપ્સ વગેરે પણ જોવા મળે છે. નવરાત્રીની સાચી ઉજવણી તો શેરી ગરબામાં જ છુપાયેલી છે.પહેલાં મહોલ્લામાં માતાજીની માટલી મુકવામાં આવતી, અને નવરાત્રીનાં નવ દીવસો સુધી ગરબા ગાવામાં આવતાં જેમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમતા,પણ હવે સમય બદલાયો છે. એવું નથી કે, માતાજીની ભક્તિ ઓછી થઈ ગઈ છે. માતાજીની ભક્તિ તો એજ છે પણ યુવાન હૈયાઓ હવે નવરાત્રીમાં પોતાનો મહોલ્લો અને શેરી છોડીને બીજી તરફ ભટકતાં થઈ ગયા છે.માતાજીની સાચી ભક્તિ ડીજે રાઉન્ડમાં ઝૂમવામાં નહીં પણ શેરીઓમાં યોજાતા રાસ-ગરબામાં છે.
ગુજરાતના ફાર્મા કંપનીઓની તંદુરસ્તી વિદેશી બજારોને આભારી
By ENN,
અમદાવાદ,
ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે 30 જૂનના અંતે પૂરું થતું ક્વાર્ટર કમાણીની સારી સિઝન પુરવાર થયું છે. ગુજરાતની મુખ્ય ચાર કંપનીઓએ ચોખ્ખા નફામાં પ્રભાવક વૃદ્ધિ નોંધાવી છે. કંપનીઓનો આ દેખાવ વિદેશી બજારમાં કંપનીઓની મજબૂત કામગીરીને કારણે હતો અને તે વિશ્લેષકોની ધારણાથી વિપરીત નોંધાયો હતો. ઝાયડસ કેડિલા, એલેમ્બિક અને દિશમાન ફાર્માસ્યુટિકલના ચોખ્ખા નફામાં અનુક્રમે 39 ટકા, 160 ટકા અને 41.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે ટોરેન્ટ ફાર્માના નફામાં 69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેલિગર હાઈચેન્સ હેરિસન રિસર્ચે તેના ગયા મહિનાના અહેવાલમાં દિશમાન અને કેડિલા હેલ્થકેરના ચોખ્ખા નફામાં અનુક્રમે 2.8 ટકા અને 7.1 ટકાના ઘટાડાની આગાહી કરી હતી.
અમેરિકા, યુરોપ અને ઊભરતાં બજારોમાં વૃદ્ધિને પગલે ફોર્મ્યુલેશન નિકાસમાં સર્વાંગી વૃદ્ધિ થતાં ઝાયડસના ચોખ્ખા નફામાં ઉછાળો નોંધાયો હતો તેવી જ રીતે એલેમ્બિક અને ટોરેન્ટનો નફો સ્થાનિક ફોર્મ્યુલેશન બિઝનેસમાં ઊંચા વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને આભારી છે. દિશમાન ફાર્મા માટે તેની વૃદ્ધિ તેના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એન્ડ કોન્ટ્રાક્ટ રિસર્ચ બિઝનેસ (ક્રેમ્સ)ને આભારી રહી હતી. બજાર વિશ્લેષણોના જણાવ્યા મુજબ, ''ગુજરાતની મોટા ભાગની ફાર્મા કંપનીઓને નિકાસને કારણે સારી કમાણી થઈ છે. ઘણાં વર્ષોના અનુભવ બાદ તેમણે વિદેશી બજારોમાં તેમની કામગીરી સુધારી છે અને જોખમી બજારોમાં રોકાણ ઘટાડ્યું છે.''
ટોરેન્ટ ફાર્માના ચોખ્ખા નફામાં ઘટાડો મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ (મેટ)ને કારણે નોંધાયો હતો, તેને બાદ કરતાં ચોખ્ખો નફો 55 ટકા વધ્યો હતો. આ દેખાવ આગામી કવાર્ટરમાં વધુ સારા દેખાવનો સંકેત આપે છે તેમ એક વિશ્લેષકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે, ''કંપની જો આગામી કવાર્ટર્સમાં આ જ દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખશો તો નફામાં વધારો થઈ શકે છે.'' રાષ્ટ્રીય સ્તરની ફાર્મા કંપનીઓ ડો.રેડ્ડીઝ લેબ, રેનબેક્સી, સિપ્લા, લ્યુપિન અને બાયોકોન જેવી કંપનીઓએ જૂનના અંતે પૂરા થતા ક્વાર્ટરમાં તેમના ચોખ્ખા નફામાં વધારો નોંધાવ્યો છે. જોકે ચોખ્ખા નફામાં ઘટાડો નોંધાવનાર ટોચની કંપનીઓમાં સનફાર્મા અને ગ્લેનમાર્કનો સમાવેશ થાય છે.
ડો.રેડ્ડીઝના ચોખ્ખા નફામાં 120 ટકાની વૃદ્ધિ ઉતર અમેરિકા અને ભારતમાં સુમાટ્રિપ્ટાન (માઈગ્રેઈન ડ્રગ) ના વેચાણમાં વધારો અને ખર્ચ પુનઃરચનાને કારણે નોંધાયો હતો. બાયોટેક્નોલોજી કંપની બોયોકોન તેના પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 262 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. આ વૃદ્ધિ તેના સર્વિસ બિઝનેસના મજબૂત દેખાવ તેમજ તેણે લીધેલાં કેટલાંક ખર્ચકાપનાં પગલાંને આભારી હતી.
લોકોની જીવનશૈલી અને વપરાશની પેટર્નને આધારે દિલ્હી, બેંગલોર અને ગ્રેટર મુંબઈ દેશનાં ટોચનાં ત્રણ સૌથી વધુ સમૃદ્ધ શહેર છે, એમ નિલ્સનના સરવેમાં જણાવાયું છે. નિલ્સન અપર મિડલ એન્ડ રિચ (યુએમએઆર) સરવેમાં ટોચનાં દસ સમૃદ્ધ શહેરોમાં દિલ્હીને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે.
સમૃદ્ધ શહેરોની યાદીમાં બેંગ્લોર બીજા સ્થાને, બૃહદ મુંબઈ ત્રીજા સ્થાને, ચેન્નાઈ ચોથા સ્થાને અને હૈદરાબાદ પાંચમા સ્થાને છે. અમદાવાદને આ યાદીમાં દસમું સ્થાન આપવામાં આવ્યું છે. સરવેમાં 'સમૃદ્ધિ' નક્કી કરવા માટે લોકોની માસિક આવક અને શિક્ષણની જગ્યાએ જીવનશૈલી અને કન્ઝયુમર ડ્યુરેબલની માલિકીની નવી મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાઈફસ્ટાઈલ અને કન્ઝયુમર ડ્યુરેબલ આધારિત સરવેમાં ત્રણ અલગ જુથ ઊભર્યા છે. ઉચ્ચ મધ્યમ વર્ગ, ઉચ્ચ ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનિક વર્ગની વપરાશની પેટન્ટ ઘણી અલગ તરી આવે છે. કાર, કમ્પ્યુટર, એલસીડીની માલિકી અને વિદેશમાં હોલિડે આધારે આ જૂથો પાડવામાં આવ્યા છે.
નિલ્સન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (સાઉથ એશિયા) પાર્થા રક્ષિતે જણાવ્યું હતું કે, 'નિલ્સન યુએમએઆર સરવે કરવાનો મુખ્ય ઉદ્દેશ આ ક્ષેત્રનો વાસ્તવિક અંદાજ મેળવવાનો અને તેમની મિડીયા અને વપરાશ ટેવોની માહિતી એકત્ર કરવાનો હતો.'સરવેના તારણ મુજબ, દેશમાં કુલ 25 લાખ સમૃદ્ધ કુટુંબ છે. તેમાંથી 22 લાખ કુટુંબો ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવે છે. આ કુટુંબો પાસે કાર અને કમ્પ્યુટર છે. ઉચ્ચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં આશરે 2 લાખ કુટુંબનો સમાવેશ થાય છે. તેમની પાસે કાર, કમ્પ્યુટર અને એલસીડી છે. ધનિક વર્ગમાં 1 લાખ કુટુંબનો સમાવેશ થાય છે. આ લોકો ઉક્ત વસ્તુઓની માલિકી ધરાવતીં હોવા છતા વિદેશમાં હોલિડે પણ માણે છે. આ યાદીમાં કોલકત્તા છઠ્ઠા ક્રમે, કોચી સાતમા ક્રમે, પૂણે આઠમા ક્રમે, જયપુર નવમા ક્રમે અને અમદાવાદ દશમાં ક્રમે આવે છે. સરવેમાં બહાર આવ્યુ છે કે, દેશના ધનિક ગ્રાહકોમાંથી અડધો અડધ અંગ્રેજી સ્કુલોમાં ભણેલા છે. પરંતુ તેઓ ઘરમાં પોતાની ભાષા બોલે છે. દશમાંથી નવ સમૃદ્ધ કુટુંબ મકાનની માલિકી ધરાવે છે અને ત્રણ ચતુર્થાંશ કુટુંબ સંપૂર્ણ ઓટોમેટેડ વોશિંગ મશીન ધરાવે છે. પાંચમાંથી આશરે બે કુટુંબમાં હોમ થયેટર અને મોડ્યુલર કીચન છે. તેઓ અંગ્રેજી ભાષાના ન્યૂઝપેપર મંગાવવાનું પસેદ કરે છે. પરંતુ ટીવીમાં પ્રાદેશિક ભાષાના કાર્યક્રમો વધારે જુએ છે.
Saturday, September 5, 2009
ગુજરાત સ્થિત કચ્છના રણમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 નોંધાઇ હતી.
ભારતીય હવામાન વિભાગ આઇએમડીના જણાવ્યા અનુસાર ભારતીય સમયાનુસાર બપોરે 12 કલાકેને 10 મિનિટે ભૂકંપના આંચકા આવ્યા હતા. આ ભૂકંપ 23,8 ડિગ્રી ઉત્તરી અક્ષાંસ અને 70.0 ડિગ્રી પૂર્વી દેશોન્તરના મિલાન બિન્દુ ઉપર કેન્દ્રિત હતો. જોકે આ ભૂકંપનથી જાનમાલને કોઇ નુકશાન થયાની વિગતો બહાર આવી નથી.
મુંબઇમાં મહિલાએ 5 બાળકોને જન્મ આપ્યો !
By ENN,
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં 24 વર્ષીય મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો નોંધાયો છે. મીરા રોડ ખાતે રહેતી ગૃહિણી સબીરાખાને મુંબઈના ઉપનગરીય અંધેરી વિસ્તારમાં આવેલી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે.
તબીબોએ કહ્યું છે કે ભારતમાં એક સાથે પાંચ પુત્રોને જન્મ આપવાનો આ પ્રથમ કિસ્સો છે. તમામ બાળકો સ્વસ્થ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અગાઉના કેસોમાં પાંચ બાળકો પૈકી તમામ જીવિત રહ્યા ન હતા. કેટલાકના કલાકોમાં જ મોત થઈ ગયા હતા.
હોસ્પિટલમાં ગાયનેક વિભાગના વડા ડૉક્ટર સુચિત્રા પંડિતે કહ્યું છે કે આ મહિલા પહેલાથી જ 10 મહિનાનો એક પુત્ર ધરાવે છે. માતાની હાલત પણ બિલકુલ સ્વસ્થ છે. પાંચ બાળકો પૈકી બે વેન્ટીલેટર ઉપર છે.
જ્યારે બાકીના બાળકો નિયોનેટલ ઈન્ટેનસીવ કેર યુનિટ (એનઆઈસીયુ)માં છે. નિર્ધારિત ગાળા પહેલા ડિલીવરી કરવામાં આવી હતી. કેટલીક જટીલતા પણ હતી પરંતુ સફ્ળ રીતે સર્જરી થઈ ચૂકી છે. આ મહિલાની એવી ઇચ્છા હતી કે પાંચ બાળકો પૈકી એક પુત્રી રહે પરંતુ તેની આ ઇચ્છા પૂર્ણ થઈ નથી. મીરા રોડ ખાતે ગારમેન્ટની દુકાન ધરાવતા ઉબેદે કહ્યું છે કે તે પાંચ બાળકોથી ખુશ છે.
ભારતમાં ડે-નાઈટ મેચની શરૂઆત 1984માં થઈ હતી
પ્રથમ ડે-નાઈટ વન-ડે મેચ 1979માં રમાઈ હતી
by ENN,
અમદાવાદ,
વન-ડે મેચોની સંખ્યા વધતા હવે ટેસ્ટ ક્રિકેટપ્રેમીઓને રસ ઓછો થઈ ગયો અને હવે તો ટવેન્ટી-20ના આગમન બાદ 50 ઓવરની મેચોમાં પણ દર્શકોની સંખ્યા ઓછી જોવા મળે છે. જો કે ડે-નાઈટ વન-ડે મેચોમાં દર્શકોની સંખ્યા જોવા મળે છે. વાત ડે-નાઈટ મેચોની કરીએ તો ડે-નાઈટ મેચોએ ભારતીય દર્શકો જ નહીં પરંતુ વિદેશી દર્શકોમાં પણ ભારે ઘેલું લગાડેલું છે. ક્રિકેટરો પણ ડે-નાઈટ મેચ દરમ્યાન વધુ અનુકૂળતા રહેતી હોવાનું ઘણીવાર કહેતા હોય છે. ડે-નાઈટ મેચોના એક ઈતિહાસ તરફ નજર કરીએ તો વિશ્વમાં સૌપ્રથમ ડ-નાઈટ વન-ડે ઈન્ટરનેશનલ મેચ 1979ના વર્ષની 27 નવેમ્બરે ગ્રેગ ચેપલ અને કલાઈવ લોઈડની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સિડનીના મેદાન પર રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયા ટીમે વિન્ડીઝને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. ત્યારબાદ ડે-નાઈટ મેચોનો સુવર્ણ યુગ શરૂ થયો અને ધીરે ધીરે ડે-નાઈટ મેચોનું આયોજન વધવા લાગ્યું હતું. જેથી હવે આઈસીસી પણ જુની પ્રણાલિકાઓને નેવે મુકી ડે-નાઈટ મેચો માટે પુરતા સક્ષમ સ્ટેડિયમોનો વધુ આગ્રહ રાખે છે. સાથે સાથે બીસીસીઆઈ પણ પોતાની સાથે સંકળાલિત રાજ્યોના ક્રિકેટ એસોસિએશનને આર્થિક સહાયતા પૂરી પાડી વધુમાં વધુ સ્ટેડિયમમાં ફલડ લાઈટની વ્યવસ્થા કરી ડે-નાઈટ મેચો માટે સજ્જ કરાવી રહી છે. ભારતમાં ડે-નાઈટ મેચના આયોજનની વાત કરીએ તો દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે 1984ની 28 સપ્ટેમ્બરે સૌ પ્રથમ ડે-નાઈટ મેચનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય ટીમનું નેતૃત્વ સુનિલ ગાવસ્કરે સંભાળ્યું હતું. ભારતમાં અત્યાર સુધી 56 ડે-નાઈટ મેચો રમાઈ ચુકી છે. જ્યારે સમગ્ર વિશ્વમાં ડે-નાઈટ મેચોનું આયોજન કરી ચૂકેલા 54 સ્ટેડિયમ છે જેમાં સૌથી વધુ 114 મેચો સિડનીના મેદાન પર રમાયેલી છે.
અમદાવાદમાં ભૂંડનું બેરોકટોક વેચાણઃ હોટલો મટનના નામે ડુક્કરનું સસ્તુ માંસ પીરસે છે
by ENN,
અમદાવાદ,
સ્વાઈન ફલૂના ફેલાવાની દ્રષ્ટિએ ગુજરાત દેશના પ્રથમ પાંચ સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક છે. અહીંયા ખૂબ ટુંકાગાળામાં પાંચ દર્દીઓ સ્વાઈન (ડુક્કર) ફલૂના કારણે મોતને ભેટ્યા છે અને શંકાસ્પદ દર્દીઓનો આંક 500ની નજીક પહોંચ્યો છે. આ રોગ ડુક્કર (ભૂંડ)ના સંસર્ગમાં આવવાથી ફેલાયો હોવાની નગ્ર વાસ્તવિકતા વચ્ચે આજે પણ અમદાવાદમાં અનેક ઉછેર કેન્દ્રો (ભૂંડવાડા) પરથી રોજનાં સેંકડો ભૂંડોનું વેચાણ થાય છે.
અમદાવાદમાં ભૂંડ પકડવા ઘેરીલા પદ્ધતિ અપનાવાય છે. ચારે બાજુથી ભૂંડને ઘેરી લીધા બાદ તેને ઝડપી લઈ ઊંચકીને વાહનમાં ઠાલવવામાં આવે છે. નેમણિનગરને અડીને આવેલા હાટકેશ્વર-ભાઈપુરા વિસ્તારની જાત મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ વિસ્તારમાં દસ જેટલા ભૂંડ ઉછેર કેન્દ્રો આવેલા છે. માનવ વસ્તીની વચ્ચે આવેલા અને ગંદકીથી ખદબદતા પ્રત્યેક ઉછેર કેન્દ્રોમાં 40થી 50 જેટલાં ભૂંડને રખાય છે.
આવું જ એક કેન્દ્ર ધરાવતા રાજેશ મરાઠા નામના પાલકે સનસનીખેજ વિગતો આપતા જણાવ્યું કે, અત્રે ભાઈપુરા વિસ્તારમાં ડઝન જેટલા ઉછેર કેન્દ્રો છે પરંતુ નરોડા નજીક આવેલા કુબેરનગર વિસ્તારમાં 25થી 30 વાડા છે. ભાઈપુરામાં 10 વેપારીઓના હાથ નીચે લગભગ 150 લોકો કામ કરે છે. મહિના પહેલા એક વેપારી રોજના 10 જેટલા ભૂંડની કતલ કરતો હતો, પરંતુ સ્વાઈન ફલૂના કારણે અમારા વેપારમાં મંદી આવી છે. હવે રોજના બેથી ત્રણ ડુક્કર વેચાય છે. ખાસ કરીને આજુબાજુમાં રહેતા લોકો માંસ ખરીદે છે.
સ્વાઈન ફલૂની વાસ્તવિક્તા વચ્ચે પણ ઠીક ઠીક વેપાર થવાનું કારણ દર્શાવતા મરાઠાએ કહ્યું કે, પાડા-બળદ કે તેના જેવા મોટા પશુનું માસ 80થી 90 રૂપયે કિલો અને બકરા-બકરીનું માંસ 110-120 રૂપિયાના ભાવે વેચાય છે. જ્યારે ડુક્કરનું માંસ ફક્ત 50 રૂપયે કિલોના ભાવે વેચાતું હોવાથી તેનો વધુ ઉપાડ રહે છે. ખાસ કરીને હોટલોવાળા મટનના નામે ભૂંડનું માંસ પીરસે છે અને માંસ પારખવાની અજ્ઞાનતાને કારણે લોકો તેને ટેસથી આરોગે પણ છે. કોર્પોરેશનના કર્મચારીઓએ થોડા વખત પૂર્વે ભૂંડના વેપારીઓના આરોગ્યની ચકાસણી જરૂર કરી હતી પરંતુ અહીંયા માનવવસ્તીની વચ્ચે જે રીતે બેરોકટોક ઉછેર કેન્દ્રો ફૂલીફાલી રહ્યાં છે તે જોતા વાયરસ ફેલાવાનું જોખમ વધી ગયું છે. અમદાવાદ અને આજુબાજુમાંથી પકડાતાં ભૂંડોની કોર્પોરેશન સંચાલિત કતલખાનામાં ભૂંજદીઠ રૂ।.4માં કતલ કરી અપાતી હોવાનું બહાર આવ્યું છે.
'ઇન્ટરનેટ' પર ગુજરાતી સાહિત્ય....
પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન ગુજરાતી સાહિત્ય હવે હાથની આંગળીને ટેરવે
દળદાર પુસ્તકો વસાવવા અને વાંચવામાંથી મુક્તિઃ વિદ્યાર્થીઓ હવે નક્કી કરે... જ્ઞાનમાર્ગે જવું છે કે....??
by ENN,
આજકાલ સાહિત્યકારોની એક જ ફરિયાદ સાંભળવા મળે છે કે આજકાલના યુવાનોમાં સાહિત્ય પ્રત્યેની ઋચિમાં ભયંકર ઓટ આવી છે... સારા સારા પુસ્તકોના સંપર્કથી યુવાનો વંચિત રહેવા લાગ્યા છે.... તો બીજી તરફ, યુવાનોના અભિપ્રાય પ્રમાણે દળદાર પુસ્તકોથી તેઓ બચવા માંગે છે અને જો ઇન્ટરનેટ તેમને વિશ્વભરની માહિતી માત્ર માઉસના 'ક્લીક' ઉપર આવી દે છે. તો શા માટે પુસ્તકોનો ભાર માથે લઇને ચાલવો?
અબલત, ઘણાં ઓછા યુવાનોને ખબર હશે કે ઇન્ટરનેટના જાયન્ટ કેનોલેજમાં ગુજરાતી સાહિત્યનો પણ સમાવેશ થાય છે. અર્થાત કે છેલ્લાં ઘણાં સમયથી કવિતા-સાહિત્ય ઇન્ટરનેટ મારફતે પણ મેળવી શકાય છે. અથવા માત્ર વાંચી શકાય છે! એટલે જ્યારે યુવાનો નેટ ઉપર 'ચેટીંગ','ગોસિપ' કરવામાં સમય વ્યતિત કરતા હોય ત્યારે જો સાહિત્યની નેટ મારફતે ઝાંખી કરી લે તો જ્ઞાનના પેટારામાં કશુંક 'ડાઉનલોડ' થાય એટલું જ નહીં પણ જે યુવાનોને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ છે પણ પુસ્તકોના થોથા ઉથલાવવાનું નથી પસંદ તેમના માટે પણ આ સાહિત્યની વેબસાઈટ લાભદાયી બની શકે છે.
www.tahuko.com આ એક એવી વેબસાઈટ છે કે, જેના થકી લેટેસ્ટ ગુજરાતી કવિતા અને કવિ ગાયકોનો પરિચય પણ અહીંથી મળી રહે છે. અંકીત ત્રિવેદીથી લઈને હેંમત શાહ અને રાજેન્દ્ર શુકલ જેવા કવિઓ અને તેમની કૃતિઓનો મેળાવડો આ વેબસાઈટ ઉપર ઝામેલો જોવા મળે છે. આ સાઈટની વિશેષતા એ છે કે, સર્જકે એમાં પોતે કઈ પ્રેરણાથી કવિતાનું સર્જન કર્યું તેની પણ માહિતી આ વેબસાઈટ ઉપરથી મળી રહે છે. આ સાઈટ ઉપર અમર પાલનપુરી, અમૃત ઘાયલ, આસિત દેસાઈ, આસિમ રાંદેરી, ઉદય મજબુદાર, ઉમાંશંકર જોષી અને ઉશનસની રચનાઓ માત્ર વાંચવા નહીં પણ સાંભળવા પણ મળી શકે. પણ શરત માત્ર એટલી જ છે કે, સાઈટ ખુંદવી પડે. અને એક વખત જો આ વેબસાઈટની ઘેલછા લાગી જાય તો સાહિત્ય સાથેનો પ્રેમ સાતમા-આસમાને પહોંચી જાય છે. 1.-www.tahuko.com 2.www.gujaratonline.com 3.www.swargarohan.com 4.www.readgujarati.com 5.www.bhashaindia.com 6.www.kavilok.com 7.www.vismisadi.com
હવે, ભક્તિ કાવ્યો (ગીતો) જેનો પ્રિય વિષય છે તેમના માટે www.swargarohan.org નામની વેબસાઈટ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નરસિંહ મેહતા, મીરાંબાઈ, કબીર, તુલસીદાસ, સૂરદાસ બધા અહીં એક સાથે ઉપસ્થિત થાય છે. ધોરણ 7-8માં ભણેલી ભક્તિ રચનાઓ જેમકે, 'અખિલ બ્રહ્માંડ...', 'જાગને જાદવા...', 'ભોળી રે ભરવાડણ.....', 'મુખડાની માયા લાગી...', 'પગ ઘૂંઘરૂં બાંધ....', 'હરિનો મારગ છે.....', 'મંગલ મંદિર ખોલો', 'શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન.....', 'દત્ત બાવની...' અને શિવ સ્તુતિ પણ આ એક વેબસાઈટ ઉપરથી મળી રહે છે!!! બોલો, કેવું મહેસુલ થાય કે જ્યારે બધા મનપસંદ કવિઓ-કવિતાઓ માત્ર 'કિલક' કરતા હાજર થાય તો ?
www.gujaratonline.com સાઈટ ઉપરથી આદિલ મન્સૂરીની 'મળેના મળે....' ગઝલ તો ગઝલપ્રિય લોકો માટે તો જીનના ચિરાગ સમાન છે. જયારે ઈચ્છા કરો ત્યારે હાજરાહજુર.... ઉપરાંત અહીં ગરબા, બાળગીત, ભજન, ગઝલ ગીત સાંભળી અને વાંચી પણ શકાય. છે એ આ વેબસાઈટની ખાસિયત છે. અહીં એક નાનકડું બોક્સ જોવા મળશે. જે ભાષાંતરનું કામ કરે છે. અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં ફેરવી આપી સરળતા બક્ષે છે. બીજી સાઈટ છે www.kavilok.com ગુજરાતી મુક્તકો, ભજનો અને જોક્સનો ખજાનો અહીં મળી રહે છે. www.readgujarati.com એટલે કે, સંપૂર્ણ ગુજરાતી મેગેઝીન. સુરેશ દલાલના નિબંધો અને નવા પુસ્તકોનો પરિચય પણ અહીંથી મળી રહે છે. આ ઉપરાંત, ગુજરાતી સાહિત્યને લગતાં એવોર્ડ, મુશાયરાનું આયોજન, પુસ્તક વિમોચન પ્રસંગ, કવિ સાહિત્યકારોનું વકત્વય જ્યાં ગોઠવાયું હોય તેના સરનામાની માહિતી અહીંથી મળી રહે છે.
આફટરઓલ, એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે, જ્યારે ઈન્ટરનેટે પોતાનું માયાવી જાળ ફેલાવ્યું છે ત્યારે સાહિત્ય સહિતની બાબતોનો પ્રચાર અને પ્રસાર ખૂબ વેગીલો બન્યો છે. પોર્નોગ્રાફી પ્રત્યે યુવાનો આકર્ષાય એ બનવાજોગ છે પણ, વિકૃતિના ગંદવાડમાં તેમણે કંઈ બાજુ જવું છે. જ્ઞાનમાં વધારો કરવો કે પછી અશ્લીલતાના રવાડે ચઢવું છે ?
ગુજરાત કે ગુજરાતીને પારસીઓ કદી પારકા લાગ્યા જ નથી
by ENN,
ઓક્ટોબરમાં દિવાળી આવશે. બીજો દિવસ એટલે વિક્રમ સંવત 2066નો પ્રથમ દિવસ -નવું વર્ષ શરૂ થશે. જરથોસ્તી વર્ષનો 'નવરોજ' હમણાં જ આવી ગયો ત્યારે સહેજે બન્નેને સરખાવવાનું મન થાય.
ગુજરાતીઓ જેમ વર્ષનો આરંભ 'બેસતા વર્ષ' થી કરે છે. તેઓ સવારે વહેલા ઊઠીને સોફાના કવર, તકિયાના ગલેફ બધું જ બદલી નાખે છે. પછી મોટેરાંઓ પગે લાગવા નાનાઓ-સગાં-સ્નેહીઓ આવે. યુવાન વર્ગ ને બાળકો બીજાને શુભેચ્છા આપવા નીકળી પડે. મીઠાઈ તથા બીજા ખાદ્ય પ્રદાર્થોની મિજબાની કરે. ધનતેરસ-વાઘબારસ વગેરેથી જ સાથિયા પુરાય, દીવાંના કોડિયાં પ્રગટાવાય, બારણે તોરણ લટકાવાય. એના પર 'ભલે પર્ધાયા'ના આવકારદાયક શબ્દો લખાય. બસ, પારસી નવરોજ પણ આ જ રીતે ઊજવાય છે. હારથી પ્રવેશ દ્ધારા શણગારાય. ચોક અને ફૂલોથી રંગોળી પુરાય. 'ધાન દાળ પાતિયો' પીળી તુવેર દાળ અને ચોખા, પ્રાઉન(દરિયાઈ પ્રાણી), મટનના રસાને કડક બટાટા સળી સાથે 'પાતરાંની મચ્છી' જે કેળના પાનમાં વરાળથી બને. સાથે લીલી ચટણી હોય. 'લગ્નનું દહીં' વાનગી દહીંમાં સૂકો મેવો નાખી બનાવાય. આ વાનગી લગ્નમાં જ બનાવાય તેથી નામ છે 'લગ્નનું કસ્ટર્ડ'. ગુજરાતીઓ શાકાહારી હોય, તેથી ભલે ખાદ્ય પદાર્થમાં ભિન્નતા હોય, પણ શુકનનું દહીં તો બેસતા વર્ષે ખાવાનું જ. બુંદીનાં લાડુ, મોહનથાળ વગેરે મીઠાઈ પણ હોય. દહીં ને સાથિયાની પ્રથા સંજાણ બંદરે ઊતરેલા પારસીઓએ ગુજરાત પાસેથી લીધી છે. 1379માં ભારત આવેલા જરથોસ્તીઓ મૂળ 'પારસ' ગામના હોવાથી 'પારસી' તરીકે જાણીતા બન્યા છે. હસમુખી, પ્રમાળ, આનંદી એવી આ નાનકડી કોમે શિક્ષણ અને ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. સમયનાં વહેણ સાથે જરથોસ્તીઓમાં બદલાવ આવ્યો છે. છતાં કોમ સંગઠિત છે. પારસી કોલોનીમાં જાઓ. આધુનિકતા નજરે ચડષે તો આરંભથી જ અન્ય કોમ કરી છે. અંગ્રેજી શીખવામાં અગ્રેસર મુંબઈના અગ્રગણ્ય ઉદ્યોગોનો પાયો આ જ કોમે નાખ્યો છે.
આખો દિવસ કોમના જુવાનો નાચે-ગાય-સારું ખાય ને દિવસને અંતે સૌ સાથે મળી નાટક જુએ. એક જમાનામાં ખુલ્લાં વિસ્તારમાં પારસી કોલોની હતી. આસપાસ હોય આંબા, ચીકુ ને નાળિયેરીનાં વૃક્ષો. ખાસ બેન્ડ વાગતું, 'છૈયે અમે જરથોસ્તી'. જરથોસ્તીની એકલતાના પ્રતીક સમા આ ગીતની તરજ બેન્ડમાં સૌ સાંભળતા. આજે વૃક્ષો નથી, મોટાં મકાનો છે. હિન્દુઓ બેસતા વર્ષે જેમ મંદિરમાં જાય તેમ જરથોસ્તીઓ અગિયારીમાં જઈને વહેલી સવારે પાછો આવે. અસંખ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ઊભાં કરનારી આ કોમે મુંબઈની પ્રગતિમાં મોટો ફાળો આપ્યો છે. બેન્કમાં '60થી 90'ની સાલમાં આ જ કોમનું રાજ હતું. અનેકવિદ્ય વ્યવસાયોમાં તેઓ પડ્યા તે સફળતા પ્રાપ્ત કરી. હિન્દુઓની જેમ દસ દિવસના 'મુકતાદ'(શ્રાદ્ધ) પછી નવરોજ ઉજવાય છે. જરથોસ્તી તહેવારો 21મી માર્ચ- વસંતથી આરંભાય છે. ઈરાની નવું વર્ષ જુલાઈને પછી ઓગસ્ટમાંપારસી નવું વર્ષ આવે. 24મી ઓગસ્ટે ખોરદાદ સાલ - જરથુષ્ટ્રના જન્મ દિવસથી સમાપ્ત થાય છે. 'નવરોજ'નો અર્થ 'ગયા વર્ષનો અંતિમ દિવસ' આપણી 'દિવાળી' જેવો છે. બીજે દિવસે પારસી નવું વર્ષ વિક્રમ સંવતના પ્રથમ દિન જેમ આવે, ગુજરાતીઓ પારસીઓને પોતાના જ ગણતા આવ્યા છે ને ગણતા રહેશે. પારસીઓ ગુજરાતના ગુજરાતીઓ જ છે. એમના નવા વર્ષે સ્મરણ કરવાની સમસ્ત ગુજરાતી કોમની ફરજ છે. તેઓ કદી પારકા લાગ્યા નથી. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' ગાનાર કવિ પારસી જ છેને!
50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ અંધશ્રધ્ધામાં રાચે છે : સર્વેશ્રણનું તારણ
By ENN,
બિલાડી આડી ઉતરે તો, 66.18 ટકા વિદ્યાર્થીઓ અટકી જવાનું પસંદ કરતા હતા. 62.18 ટકા કાળા કપડા પહેરવાનું ટાળતાઃ ત્રણ વ્યક્તિ સાથે નીકળે તો કામ ન થાય- 61 ટકાનો ભૂતપ્રેતનાં અસ્તિત્વનો સ્વીકાર : 57 ટકાની નજર લાગતી હોવાની માન્યતા: માદળીયા-વીંટી પહેરવાથી સારા માર્ક આવે- 68 ટકાની માન્યતા.
વહેમ અને અંધશ્રદ્ધાથી પર હોય એવા સમાજના નિર્માણમાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શિક્ષકોની ખરી-ખોટી મન્યતાઓની અસર જાણે- અજાણ્યે વિદ્યાર્થીઓ પર પડ્યા વિના રહેતી નથી. આ પરિપેક્ષ્યમાં જેઓ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા તરૂણોના શિક્ષક બનવા જઇ રહ્યા છે એવા સુરત શહેરના શિક્ષણ મહાવિદ્યાલયોના પ્રશિક્ષણાર્થીઓમાં અંધશ્રધ્ધા પ્રવર્તે છે કે કેમ એ જાણવાના મુખ્ય હેતુને કેન્દ્રમાં રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વ્યાખ્યાતા ડો. જયા યોગેશ હલાટવાળાએ એક સ્વતંત્ર સર્વેક્ષણ હાથ વર્યું હતું.
વર્તમાનપત્રોમાં અવારનવાર સમાચારો વાંચવા મળે છે કે અમુક ગામમાં કોઇ મહિલાને ડાકણ સરજી મારી નાંખવામાં આવી, બંગડી બોલે છે, રાખડી ન છોડે તો ભાઇનું મૃત્યુ થાય, ભીખ માગીને લીલી બંગડી ન પહેરે તો બાળકોને હાનિ પહોંચે વગેરે વગેરે. આ પ્રકારની અંધશ્રધ્ધામાં રાચનારા સમાજમાં શિક્ષિત રાજકારણી, તબીબો, વકીલો, ફિલ્મ-ટી.વી. કલાકારો પણ હોય છે. ચૂંટણીમાં જીતી જઇશું કે નહીં, કેટલા મતથી વિરોધીઓનું ખેદાન-મેદાન થઇ જાય તેવી યુક્તિ બાબતે, ફિલ્મ કલાકારો પોતાની ફિલ્મ હિટ જાય તે માટે, તબીબો મેજર ઓપરેશન સફળ થાય તે માટે તથા વકીલો કેસ જીતી જાય તે માટે ભૂવાઓ અને મેલી વિદ્યા જાણતા લોકોના સંપર્ક સાધે છે, એવું વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થતાં સમાચારો દ્વારા જાણવા મળે છે. આ સંજોગોમાં શિક્ષકો તો ઉત્તમ નાગરિકોના ઘડવૈયા છે. તેઓ આંધળી અને ભ્રામક માન્યતાઓનો શિકાર હોય તો ઉત્તમ નાગરિકોનો અભાવ જન્મે અને સમાજ પ્રદુષિત વિચારધારાયુક્ત બને. આથી, ડો. જયા હલાટવાળાએ સુરત શહેરના શિક્ષણ મહાવિદ્યાલયોમાં 300 પ્રશિક્ષણાર્થીઓમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા સંદર્ભે એક મહિતીપ્રદ સર્વેક્ષણ હાથ ધર્યું હતું, જેના અત્યંત રસપ્રદ અને ચોંકાવનારા તારણો પ્રાપ્ત થયા હતા.
1. પરીક્ષા આપવા કે કોઇ કાર્ય અર્થે બહાર નીકળવાનું થાય ત્યારે બિલાડી આડી ઉતરે તો 66.18 ટકા પ્રશિક્ષણાર્થીઓ થોડોક સમય અટકી જવાનું પસંદ કરતા હતા.
2. કૂતરું રડે ત્યારે કોઇકનું મૃત્યુ થાય એવું 66.91 ટકા પ્રશિક્ષણાર્થીઓનું માનવું હતું.
3. કાળો રંગ અશુભ ફળ આપે એવું વિચારી તે રંગના કપડાં પહેરવાનું 62.18 ટકા પ્રશિક્ષણાર્થીઓનું ટાળતા હતા.
4. કોઇ શુભ કાર્યે અર્થે ત્રણ વ્યક્તિ સાથે જાય તો કાર્ય સફળ ન થાય એવું 61.09 ટકા પ્રશિક્ષણાર્થીઓ માનતા હતા.
5. ભૂત-પ્રેતના અસ્તિત્વને 60.36 ટકા પ્રશિક્ષણાર્થીઓ સ્વીકારતા હતા.
6. મૃત્યુ પછીના અંગદાનથી નર્કમાં જવાય છે એવું 58.61 ટકા પ્રશિક્ષણાર્થીઓ માનતા હતા.
7. પરિવારની કોઇ વ્યક્તિ વધારે બીમાર પડે ત્યારે નજર લાગી છે એવું 57.09 ટકા પ્રશિક્ષણાર્થીઓ માનતા હતા.
8. દોરા-ધાગા-માદળિયા-વીંટી પહેરવાથી પરીક્ષામાં સારા માર્કસ આવે છે એવું 56.36 ટકા પ્રશિક્ષણાર્થીઓનું માનવું હતું.
9. મૃત્યુ પછી કરવામાં આવતા તમામ ક્રિયાકાંડો અનિવાર્ય છે એવું 68 ટકા પ્રશિક્ષણાર્થીઓનું માનવું હતું.
શિક્ષણ મહા વિદ્યાલયોના પ્રશિક્ષણાર્થીઓ ભવિષ્યના નાગરિકોને ઘડનારા ભાવિ શિક્ષકો છે. શિક્ષકો આંધળી અને સમજ વગરની માન્યતા ધરાવતા હોય તો જાણે-અજાણે વિદ્યાર્થીઓમાં પણ તેમના બીજ રોપાય છે. વિદ્યાર્થીઓ શિક્ષકોથી ખૂબ પ્રભાવિત હોય છે. માતા-પિતાના શબ્દો પર વિશ્વાસ ન મૂકનારા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકની કહેલી વાત સાચી માનતા હોય છે.
શિક્ષક પાસે સમાજ પણ એક ચોક્કસ પ્રકારની અપેક્ષા રાખે છે. શિક્ષક વહેમ, અંધશ્રધ્ધાથી પર હોય તો પોતાના વિદ્યાર્થીઓના મનને પણ પ્રદુષિત થતાં બચાવી શકે છે, અને તો જ સ્વસ્છ અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શખે. આ સંશોધન જેઓ ભવિષ્યમાં માધ્યમિક શાળાઓના તરૂણાવસ્થામાંથી પસાર થતા મુગ્ધ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના છે તેમનામાં પ્રવર્તતી ભ્રામક માન્યતાઓને દૂર કરવાની દિશામાં વિચારવા, યોગ્ય માર્ગદર્શન આપવા સંચાલકો, આચાર્યો અને વ્યાખ્યાતાઓ માટે ઉપયોગી છે.