કોંગ્રેસ રાકાંપાને વધુ સીટ દેવાના મૂડમાં નહીં
By ENN,
નવી દિલ્હી ,
વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પાર્ટીના ટોચના નેતાઓએ મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે રાકાંપા સાથે જોડાણ મુદ્દે ગત રાત્રે ચર્ચા કરી.
પાર્ટીના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે, બે-ત્રણ દિવસોમાં તેના પર નિર્ણય લેવામાં આવશે. રાકાંપા પ્રમુખ અને કૃષિ મંત્રી ત્રણ દિવસ સુધી અહીં રોકાયા બાદ મુંબઈ પરત ફર્યા અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જોડાણ મુદ્દે તે કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરશે.
મુંબઈમાં કાલે રાકાંપા સંસદીય બોર્ડની બેઠક યોજાવાની છે અને એ પ્રકારના સંકેત છે કે, જો કોંગ્રેસ સાથે જોડાણને મૂર્ત રૂપ આપવામાં નહીં આવે તો તે તમામ 288 સીટો પર એકલા ચૂંટણી લડશે. કોંગ્રેસમાં એ પ્રકારની ચર્ચા છે કે, રાકાંપા 120 સીટોં પર ચૂંટણી લડવા માટે તૈયાર છે જ્યારે પહેલા તે 124 સીટોની માગણી કરી રહી હતી પરંતુ કોંગ્રેસ તેને 110 થી વધારે સીટો આપવાના મૂડમાં નથી.
No comments:
Post a Comment