Saturday, September 5, 2009

મુંબઇમાં મહિલાએ 5 બાળકોને જન્મ આપ્યો !

By ENN,
દેશના વાણિજ્‍ય પાટનગર ગણાતા મુંબઈમાં 24 વર્ષીય મહિલાએ એક સાથે પાંચ બાળકોને જન્‍મ આપ્‍યો છે. ખાનગી હોસ્‍પિટલમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્‍સો નોંધાયો છે. મીરા રોડ ખાતે રહેતી ગૃહિણી સબીરાખાને મુંબઈના ઉપનગરીય અંધેરી વિસ્‍તારમાં આવેલી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્‍પિટલમાં એક સાથે પાંચ બાળકોને જન્‍મ આપ્‍યો છે.

તબીબોએ કહ્યું છે કે ભારતમાં એક સાથે પાંચ પુત્રોને જન્‍મ આપવાનો આ પ્રથમ કિસ્‍સો છે. તમામ બાળકો સ્‍વસ્‍થ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અગાઉના કેસોમાં પાંચ બાળકો પૈકી તમામ જીવિત રહ્યા ન હતા. કેટલાકના કલાકોમાં જ મોત થઈ ગયા હતા.

હોસ્‍પિટલમાં ગાયનેક વિભાગના વડા ડૉક્‍ટર સુચિત્રા પંડિતે કહ્યું છે કે આ મહિલા પહેલાથી જ 10 મહિનાનો એક પુત્ર ધરાવે છે. માતાની હાલત પણ બિલકુલ સ્‍વસ્‍થ છે. પાંચ બાળકો પૈકી બે વેન્‍ટીલેટર ઉપર છે.

જ્‍યારે બાકીના બાળકો નિયોનેટલ ઈન્‍ટેનસીવ કેર યુનિટ (એનઆઈસીયુ)માં છે. નિર્ધારિત ગાળા પહેલા ડિલીવરી કરવામાં આવી હતી. કેટલીક જટીલતા પણ હતી પરંતુ સફ્‍ળ રીતે સર્જરી થઈ ચૂકી છે. આ મહિલાની એવી ઇચ્‍છા હતી કે પાંચ બાળકો પૈકી એક પુત્રી રહે પરંતુ તેની આ ઇચ્‍છા પૂર્ણ થઈ નથી. મીરા રોડ ખાતે ગારમેન્‍ટની દુકાન ધરાવતા ઉબેદે કહ્યું છે કે તે પાંચ બાળકોથી ખુશ છે.

No comments:

Post a Comment