Friday, September 11, 2009

ભાગવત માતોશ્રીમાં ઠાકરેને મળ્યાં
By ENN,
મુંબઈ,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આજે શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રીમાં મુલાકાત કરી. તેમણે ઠાકરે સાથે રાજ્ય વિધાનસભા ચૂંટણી સિવાય અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

શિવસેના સૂત્રોએ જણાવ્યું કે, ભાગવતે ઠાકરેથી તેમનું સ્વાસ્થ્ય પુછ્યું. આ પ્રસંગે શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉધવ ઠાકરે ,નેતા સુભાષ દેસાઈ અને ભાજપના મહાસચિવ ગોપીનાથ મુંડે પણ હાજર હતાં. ભાગવત અહીં સંઘ અને ભાજપના નેતાઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે આવ્યાં છે.

No comments:

Post a Comment