Friday, September 11, 2009

જેટ પાયલોટ યૂનિયન મેનેજમેન્ટ સાથે વાત કરશે
By ENN,
મુંબઈ,
જેટ એરવેજની પાયલટ યૂનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડ નાગે કહ્યું છે કે, તે કાલે નવી દિલ્હીમાં વિમાનન કંપનીના મેનેજમેન્ટની સાથે બેઠક કરશે. જેમાં વર્તમાન સંકટથી બહાર નિકળવામાં સમાધન અપ્ર વિચાર કરવામાં આવશે. ગિલ્ડના અધ્યક્ષ કૈપ્ટન ગિરીશ કૌશિકે કહ્યું કે, નવી દિલ્હીમાં શ્રમ આયુક્ત કાર્યાલયમાં અમારી મેનેજમેન્ટ સાથે સુલહ-સફાઈ વાતચીત થશે. ગિલ્ડના સભ્યો સાથે બેઠક બાદ કૌશિકે આ માહિતી આપી. કૌશિકે કહ્યું કે, અમે બખ્રાસ્ત પાયલોટોને પુન: ફરજ પર લેવાની અમારી માગણી પર કાયમ છીએ. એક વખત ચારેય પાયલોટોને કામ પર પરત બોલાવ્યાં બાદ સમસ્યાનું સમાધાન થઈ જશે.

તેમણે કહ્યું 'મારી મુખ્ય શ્રમ અધિકારીથી આ મુદ્દા પર વાતચીત થઈ છે અને તેમણે મને ભરોસો આપ્યો છે કે, ન્યાય આપવામાં આવશે. કૌશિકે કહ્યું કે, જો એવું થઈ જાય છે તો હું 30 સેકન્ડમાં મારા પાયલોટોને કામ પર પરત ફરવા માટે કહીશ.

No comments:

Post a Comment